યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ટ્રૉલીથી પ્રચાર, દુનિયાભરમાં અસરદાર
પ્રેરિતોનાં કાર્યો અધ્યાય ૫ જણાવે છે તેમ, પ્રથમ સદીના ખ્રિસ્તીઓ ખુશખબર જણાવવા મંદિરમાં જતા. મંદિર એવી જાહેર જગ્યા હતી, જ્યાં ઘણા લોકો આવતા હતા. (પ્રેકા ૫:૧૯-૨૧, ૪૨) આજે જાહેર જગ્યાએ ટ્રૉલી રાખવાથી સારાં પરિણામો મળ્યાં છે.
ટ્રૉલીથી પ્રચાર, દુનિયાભરમાં અસરદાર વીડિયો જુઓ અને નીચે આપેલા સવાલોના જવાબ આપો:
ટ્રૉલી દ્વારા પ્રચારકામ ક્યારે અને કઈ રીતે શરૂ થયું?
કઈ રીતે ટેબલ કરતાં ટ્રૉલી વધારે ઉપયોગી છે?
મી જૂન યુ બહેનના અનુભવ પરથી આપણે શું શીખી શકીએ?
હકોબભાઈનો અનુભવ બતાવે છે તેમ, પ્રચારમાં ટ્રૉલી વાપરવી કેમ મહત્ત્વનું છે?
એનીસ અને તેમના પતિની જેમ આપણે પણ કઈ રીતે ટ્રૉલીનો સારો ઉપયોગ કરી શકીએ?