યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ક્વિબેકમાં પ્રચારકામને મળી કાનૂની માન્યતા
પાઊલ પર મુકદ્દમો ચાલતો હતો ત્યારે તેમણે સમ્રાટ પાસે ન્યાય માંગ્યો. પાઊલે પોતાની રોમન નાગરિકતાનો હક્ક વાપરીને બતાવ્યું કે આપણે પણ એવું જ કરી શકીએ. હવે આ વીડિયો જુઓ: ક્વિબેકમાં પ્રચારકામને મળી કાનૂની માન્યતા. પછી વિચાર કરો કે ક્વિબેકમાં આપણા ભાઈઓએ કઈ રીતે કાયદાનો સહારો લીધો, જેથી ખુશખબર જણાવતા રહી શકે. પછી નીચેના સવાલોના જવાબ આપો:
ક્વિબેકમાં આપણા ભાઈઓ પર કેવી મુશ્કેલીઓ આવી પડી?
તેઓએ કઈ ખાસ પત્રિકા લોકોને આપી અને એનું શું પરિણામ આવ્યું?
ભાઈ એમિ બુશે સાથે શું બન્યું?
ભાઈ એમિ બુશેના કેસમાં કેનેડાની સર્વોચ્ચ અદાલતે કેવો ચુકાદો આપ્યો?
ભાઈઓએ ના છુટકે કઈ કાનૂની ગોઠવણનો સહારો લીધો અને એનું શું પરિણામ આવ્યું?
પાદરીઓની ઉશ્કેરણીથી પોલીસે આપણી સભા બંધ કરાવી પછી શું થયું?