બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૨૫-૨૬
પાઊલ સમ્રાટ પાસે ન્યાય માંગે છે અને રાજા હેરોદ અગ્રીપાને સાક્ષી આપે છે
આપણને “રાજ્યપાલો અને રાજાઓની” આગળ લઈ જવામાં આવે ત્યારે શું બોલવું એની ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણી આશા વિશે કોઈ ખુલાસો માંગે તો, આપણે “જવાબ આપવા” હંમેશાં તૈયાર રહેવું જોઈએ. (માથ ૧૦:૧૮-૨૦; ૧પી ૩:૧૫) પણ વિરોધીઓ કાયદાની આડમાં તકલીફો ઊભી કરે તો પાઊલની જેમ આપણે કરીશું?—ગી ૯૪:૨૦.
આપણે કાયદાનો સહારો લઈને ખુશખબર જણાવવાના હક્કનું રક્ષણ કરીશું.—પ્રેકા ૨૫:૧૧
આપણે અધિકારીઓ સાથે પૂરા માનથી વાત કરીશું.—પ્રેકા ૨૬:૨, ૩
બની શકે તો, સમજાવીશું કે ખુશખબરથી આપણું જીવન કઈ રીતે સુધર્યું છે અને બીજાઓને પણ કેવો ફાયદો થયો છે.—પ્રેકા ૨૬:૧૧-૨૦