મે—આપણું જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
મે ૬-૧૨
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કોરીંથીઓ ૪-૬
“આપણે હિંમત હારતા નથી”
(૨ કોરીંથીઓ ૪:૧૬) તેથી, આપણે હિંમત હારતા નથી. ભલે આપણું શરીર નાશ પામતું જાય છે, પણ આપણું દિલ રોજ રોજ મજબૂત થતું જાય છે.
ભલે થાકી જઈએ, પણ હિંમત ન હારીએ
૧૬ આપણી શ્રદ્ધાનો દીવો હોલવાય નહિ એની આપણે ખૂબ સંભાળ રાખવી જોઈએ. એ સૌથી મહત્ત્વનું છે. ખરું કે આપણે કામ કરવાથી સખત થાકી જતા હોઈશું. પણ યહોવાહની ભક્તિ કરવાથી આપણે કદી થાકીશું નહિ. યહોવાહ પોતે ‘નબળાને બળ આપે છે; અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે.’ (યશાયાહ ૪૦:૨૮, ૨૯) પ્રેષિત પાઊલે પોતે એ અનુભવ્યું હતું. તેમણે લખ્યું: “અમે હિંમત હારતા નથી. જો કે અમારાં શરીરો ધીમે ધીમે નાશ પામતાં જાય છે પણ અમારું આંતરિક જીવન દરરોજ વૃદ્ધિ પામતું જાય છે.”—બીજો કોરિંથી ૪:૧૬, IBSI.
૧૭ કલમના આ શબ્દોને ધ્યાન આપો: “દરરોજ.” એનો શું અર્થ થાય? એનો અર્થ થાય કે આપણે દરરોજ યહોવાહના આશીર્વાદનો લાભ લેવો જોઈએ. જેમ કે બાઇબલ વાંચન અને પ્રાર્થના કરવી જોઈએ. એક મિશનરિ બહેનનો વિચાર કરો. તેમણે ૪૩ વર્ષ મિશનરિ સેવા આપી હતી. તે ઘણી વાર થાકી જતી અને સાવ ઉદાસ પણ થઈ જતી. તોપણ એ બહેન યહોવાહની સેવામાં થાકી નહિ. તે કહે છે: “હું દરરોજ સવારે વહેલી ઊઠીને યહોવાહને પ્રાર્થના કરતી અને બાઇબલ વાંચતી. પછી જ બીજું કામ કરતી. એ મારો નિયમ હતો. એમ કરવાથી જ હું આજ સુધી ટકી રહી છું.” જો આપણે પણ એ બહેનની જેમ રોજ યહોવાહને પ્રાર્થના કરીશું, તેમના ગુણો અને વરદાનો પર વિચાર કરીશું તો તે ચોક્કસ આપણને વિશ્વાસમાં અડગ રહેવા શક્તિ આપશે.
(૨ કોરીંથીઓ ૪:૧૭) કેમ કે ભલે સતાવણી અમુક ક્ષણ પૂરતી અને હળવી હોય, એ અમારા માટે ગૌરવ લાવે છે; એ ગૌરવ વધતું ને વધતું જાય છે અને કાયમ ટકી રહે છે.
it-૧-E ૭૨૪-૭૨૫
ધીરજ
ઈસુના શિષ્યોને એક અજોડ આશા મળી છે. એ છે પાપ વગરનું કાયમી જીવન. એ આશા પરથી આપણી નજર હટવા ન દઈએ. એ આપણી પાસેથી કોઈ ઝૂંટવી શકશે નહિ. સતાવણી કરનારાઓ મારી નાંખે તોપણ એ આશા છીનવી નહિ શકે! (રોમ ૫:૪, ૫; ૧થે ૧:૩; પ્રક ૨:૧૦) એ અદ્ભુત આશા જ્યારે હકીકતમાં બદલાશે, ત્યારે અત્યારની તકલીફો યાદ પણ નહિ આવે. (રોમ ૮:૧૮-૨૫) હંમેશ માટેના જીવનની સરખામણીમાં આજની પહાડ જેવી મુશ્કેલીઓ બસ “ક્ષણ પૂરતી અને હળવી” છે. (૨કો ૪:૧૬-૧૮) આપણે યાદ રાખીએ કે સતાવણી તો બસ પલભરની જ છે. આપણને જે આશા મળી છે એને કદીયે છોડીએ નહિ. એમ કરીશું તો આપણે નિરાશ નહિ થઈએ અને ઈશ્વર યહોવાને હંમેશા વફાદાર રહી શકીશું.
(૨ કોરીંથીઓ ૪:૧૮) આપણે પોતાની આંખ જે દૃશ્ય છે એના પર નહિ, પણ જે અદૃશ્ય છે એના પર રાખીએ છીએ. કેમ કે જે દૃશ્ય છે એ તો ઘડી બે ઘડીનું છે, પણ જે અદૃશ્ય છે એ હંમેશાં ટકનારું છે.
કીમતી રત્નો શોધીએ
(૨ કોરીંથીઓ ૪:૭) પણ, અમારી પાસે આ ખજાનો માટીનાં વાસણોમાં છે, જેથી દેખાય આવે કે અમને મળેલી શક્તિ માણસની શક્તિ કરતાં ઘણી ચઢિયાતી છે. એ શક્તિ અમારી પાસેથી નહિ, પણ ઈશ્વર પાસેથી આવે છે.
w૧૨-E ૨/૧ ૨૮-૨૯
“યહોવાને ખુશ કરીએ”
નિયામક જૂથના ભાઈ ડેવિડ સ્પ્લેને આ કલમની સુંદર સમજણ આપી હતી. (૨ કોરીંથીઓ ૪:૭) કલમમાં જણાવેલો ખજાનો શું છે? શું એ જ્ઞાન કે ડહાપણ છે? ભાઈએ કહ્યું, ‘બેમાંથી એકેય નહિ. પાઊલે જણાવેલો એ ખજાનો “સત્ય જાહેર કરવાની સેવા” છે.’ (૨ કોરીંથીઓ ૪:૧, ૨, ૫) ડેવિડભાઈએ ગિલયડ વિદ્યાર્થીઓને યાદ અપાવ્યું કે તેઓને શા માટે પાંચ મહિનાની તાલીમ આપવામાં આવી હતી. તેઓ પ્રચાર માટે તૈયાર થઈ શકે એટલા માટે. એ સોંપણી તેઓ માટે નાનીસૂની નથી, ખૂબ અનમોલ છે.
ડેવિડભાઈએ સમજાવ્યું કે “માટીનાં વાસણો” આપણા શરીરને દર્શાવે છે. તેમણે સોનાનાં વાસણ અને માટીનાં વાસણ વચ્ચેનો ફરક જણાવ્યો. સોનાનું વાસણ ક્યારેક જ વપરાય છે. જ્યારે કે, માટીનાં વાસણો રોજ વપરાય છે. જો આપણે ખજાનાને સોનાનાં વાસણમાં મૂકીશું, તો જેટલું ધ્યાન ખજાના પર જશે, એટલું જ ધ્યાન સોનાનાં વાસણ પર પણ જશે. ‘વિદ્યાર્થીઓ, મિશનરીઓ તરીકે તમારે લોકોનું ધ્યાન પોતાના તરફ નહિ પણ યહોવા તરફ દોરવું જોઈએ. તમે સોનાનું વાસણ નહિ, પણ માટીનું વાસણ બનજો.’
(૨ કોરીંથીઓ ૬:૧૩) હું જાણે મારાં બાળકોને કહેતો હોઉં એમ કહું છું કે, તમે પણ તમારા દિલના દરવાજા ખોલી નાખો.
મંડળમાં એકબીજાને પ્રેમ બતાવતા રહીએ
૭ આપણા વિષે શું? આપણે પણ પ્રેમ બતાવવા કેવી રીતે દિલ ખુલ્લું રાખી શકીએ? જોવા મળ્યું છે કે સરખી ઉંમર કે સંસ્કૃતિના લોકો માટે એકબીજાને પ્રેમ બતાવવો સહેલું છે. તેમ જ જેઓની પસંદ-નાપસંદ સરખી છે તેઓ પણ એકબીજા સાથે વધારે સમય પસાર કરે છે. પણ જો મંડળમાં આપણને ગમતી વ્યક્તિઓ સાથે જ રહીશું તો, બીજા ભાઈ-બહેનો વિષે શું? તેઓથી દૂર રહેવાને બદલે આપણે ‘દિલ ખુલ્લું’ રાખવું જોઈએ. એમ કરવા આપણે આ સવાલો પર વિચાર કરી શકીએ: ‘શું હું મંડળમાં મિત્રો સાથે જ રહું છું? શું તેઓ સાથે જ પ્રચારમાં જઉં છું? મંડળના બીજા ભાઈ-બહેનો સાથે શું હું ભાગ્યે જ સમય પસાર કરું છું? કિંગ્ડમ હૉલમાં નવી નવી વ્યક્તિઓ આવતી હોય ત્યારે શું હું તેઓથી દૂર રહું છું? શું હું એમ વિચારું છું કે તેઓ સત્યમાં મક્કમ થાય પછી જ હું તેઓ સાથે દોસ્તી બાંધીશ? શું હું મંડળમાં નાના-મોટા બધાના ખબર અંતર પૂછું છું?’
બાઇબલ વાંચન
મે ૧૩-૧૯
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કોરીંથીઓ ૭-૧૦
“આપણી રાહત સેવા”
(૨ કોરીંથીઓ ૮:૧-૩) હવે ભાઈઓ, મકદોનિયાનાં મંડળો પર ઈશ્વરે વરસાવેલી અપાર કૃપા વિશે અમે તમને જણાવવા માંગીએ છીએ. ૨ તેઓએ આકરી કસોટી દરમિયાન દુઃખ-તકલીફો સહન કર્યાં; ઘણા ગરીબ હોવા છતાં, તેઓએ બેહદ આનંદથી અને ભરપૂર ઉદારતાથી બતાવી આપ્યું કે તેઓ ધનવાન છે. ૩ તેઓએ પોતાની શક્તિ પ્રમાણે એ કર્યું; હા, હું સાક્ષી પૂરું છું કે તેઓએ તો પોતાની શક્તિ કરતાં વધારે આપ્યું.
w૯૮ ૧૧/૧ ૨૫ ¶૧
“ખુશીથી આપનારને દેવ ચાહે છે”
પ્રથમ, પાઊલે કોરીંથીઓને રાહત કાર્યમાં ઉદાહરણરૂપ પ્રત્યુત્તર આપનાર મકદોનિયાવાસીઓ વિષે જણાવ્યું. “વિપત્તિથી તેઓની ભારે કસોટી થયા છતાં,” પાઊલે લખ્યું “તેઓના પુષ્કળ આનંદને લીધે તથા તેઓની ભારે દરિદ્રતા છતાં તેઓની ઉદારતારૂપી સમૃદ્ધિ પુષ્કળ વધી ગઈ.” મકદોનિયાવાસીઓ પર દબાણ કરવું પડ્યું નહિ. એથી વિપરીત, પાઊલે કહ્યું કે “તેઓએ પોતાની આ ઉદારતારૂપી કૃપા સ્વીકારીને . . . ઘણી આજીજીથી અમારી વિનંતી કરી.” મકદોનિયાવાસીઓ પોતે “ભારે દરિદ્રતા” હેઠળ હતા એનો વિચાર કરીએ તો, તેઓની ખુશીપૂર્વકની ઉદારતા એકદમ નોંધપાત્ર હતી.—૨ કોરીંથી ૮:૨-૪.
kr-E ૨૦૯ ¶૧
રાહત સેવા
સાલ ૪૬ની આસપાસનો સમય છે. યહુદિયામાં દુકાળ પડ્યો છે. અછતને કારણે અનાજના ભાવ આસમાને પહોંચી ગયા છે. યહુદી ખ્રિસ્તીઓ પાસે એ મોંઘું અનાજ ખરીદવા પૂરતા પૈસા નથી. તેઓ ભૂખે ટળવળે છે. જોકે હવે જલદી જ તેઓ અનુભવશે કે યહોવા તેઓને કઈ રીતે ભૂખમરાથી બચાવવાના છે. એવો અનુભવ ઈસુના કોઈ પણ શિષ્યએ પહેલા કર્યો ન હતો. એવું તો શું થવાનું હતું?
(૨ કોરીંથીઓ ૮:૪) તેઓએ પોતે પહેલ કરીને અમને ખૂબ કાલાવાલા કર્યા કે દાન આપવાની તક તેઓને મળે, જેથી પવિત્ર જનો માટેની રાહત સેવામાં તેઓ ભાગ લઈ શકે.
kr-E ૨૦૯-૨૧૦ ¶૪-૬
રાહત સેવા
૪ કોરીંથીઓને બીજા પત્રમાં પાઊલે સમજાવ્યું કે યહોવાના ભક્તો બે પાસામાં સેવા આપે છે. પાઊલે એ પત્ર અભિષિક્તોને લખ્યો હતો. પણ એની સલાહ આજે “બીજા ઘેટાં”ને પણ લાગુ પડે છે. (યોહા. ૧૦:૧૬) આપણા સેવાકાર્યનું એક પાસું છે, “સુલેહ કરાવવાનું કામ.” એ કઈ રીતે કરીએ છીએ? લોકોને પ્રચાર કરીને અને શીખવીને. (૨ કોરીં. ૫:૧૮-૨૦; ૧ તિમો. ૨:૩-૬ ) બીજું પાસું છે, આપણાં ભાઈ-બહેનોને મદદ કરવી. એમાં પાઊલ “રાહત સેવા”નો ઉલ્લેખ કરી રહ્યા હતા. (૨ કોરીં. ૮:૪) પાઊલે “સુલેહ કરાવવાનું કામ” અને “રાહત સેવા”નો ઉલ્લેખ કર્યો ત્યારે, “કામ” અને “સેવા” માટે ગ્રીક ભાષામાં એક જ શબ્દ વાપર્યો હતો, દીઆકોનીયા. તેમણે કેમ ભાર દઈને એ શબ્દ વાપર્યો હતો?
૫ બંને પ્રવૃત્તિઓ માટે એક ગ્રીક શબ્દ વાપરીને પાઊલે રાહત સેવાને મંડળની બીજી સેવાઓ સાથે સાંકળી લીધી હતી. તેમણે અગાઉ પણ જણાવ્યું હતું: ‘સેવાઓ જુદા જુદા પ્રકારની હોય છે, પણ પ્રભુ તો એક જ છે; અને કામો અનેક પ્રકારનાં છે. પણ એ જ શક્તિ દ્વારા આ બધાં કામો કરવામાં આવે છે.’ (૧ કોરીં. ૧૨:૪-૬, ૧૧) એટલું નહિ, પાઊલે તો મંડળની જુદી જુદી સેવાઓને ‘પવિત્ર સેવા’ સાથે સાંકળી હતી. (રોમ. ૧૨:૧, ૬-૮) એમાં કોઈ નવાઈ નથી કે પાઊલને પોતાનો અમુક સમય ‘પવિત્ર જનોની સેવામાં’ આપવાનું યોગ્ય લાગ્યું.—રોમ. ૧૫:૨૫, ૨૬.
૬ પાઊલે કોરીંથી મંડળને એ સમજવા મદદ કરી કે રાહત સેવા પ્રચાર અને યહોવાની ભક્તિનો જ એક ભાગ છે. તેમણે જણાવ્યું કે ‘ખ્રિસ્ત વિશેની ખુશખબરને આધીન હોવાથી’ ખ્રિસ્તીઓ રાહત સેવા આપે છે. (૨ કોરીં. ૯:૧૩) આમ, ઈસુએ શીખવેલી વાતોને લાગુ પાડીને તેઓ સાથી ઈશ્વરભક્તોને મદદ આપે છે. પાઊલે જણાવ્યું કે, મંડળનાં ભાઈ-બહેનો માટે કરેલાં એ કામો ‘ઈશ્વરની અપાર કૃપાને’ બતાવે છે. (૨ કોરીં. ૯:૧૪; ૧ પીત. ૪:૧૦) ચોકીબુરજ, ડિસેમ્બર ૧, ૧૯૭૫ના અંગ્રેજી અંકમાં રાહત સેવા વિશે લેખ હતો. એ જણાવે છે: ‘યહોવા અને ઈસુ આ પ્રકારની સેવાને પણ બહુ જ મહત્ત્વ આપે છે એમાં કોઈ શંકા નથી.’ સાચે જ, રાહત સેવા એ પવિત્ર સેવાનું એક મહત્ત્વનું પાસું છે.—રોમ. ૧૨:૧, ૭; ૨ કોરીં. ૮:૭; હિબ્રૂ. ૧૩:૧૬.
(૨ કોરીંથીઓ ૯:૭) દરેકે પોતાના દિલમાં જે નક્કી કર્યું હોય એ પ્રમાણે આપવું; કચવાતા દિલે નહિ અથવા ફરજને લીધે નહિ, કેમ કે રાજીખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.
kr-E ૧૯૬ ¶૧૦
રાજ્યના કામને પૈસેટકે કઈ રીતે મદદ મળે છે
૧૦ પહેલું, આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને “તેમની નજરમાં જે સારું છે” એ કરવા માંગીએ છીએ. એટલે રાજીખુશીથી દાનો આપીએ છીએ. (૧ યોહા. ૩:૨૨) જે રાજીખુશીથી દાન આપે છે, તેના પર યહોવા ખરેખર ખુશ થાય છે. દાન આપવા વિશે પાઊલે શું કહ્યું ચાલો એ જોઈએ. (૨ કોરીંથીઓ ૯:૭ વાંચો.) ઈસુના પગલે ચાલનાર વ્યક્તિ કચવાતા દિલે નહિ, પણ ‘પોતાના મનમાં નક્કી કર્યું હોવાથી’ દાન આપે છે. એટલે તે સારી રીતે જાણે છે કે દાનની ખરેખર જરૂર છે. એ માટે પોતે શું કરી શકે એ પણ તે જાણે છે. આવી રીતે દાન આપનાર ભક્તોને યહોવા પ્રેમ કરે છે. કેમ કે, “રાજીખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.” એ વાક્યનો એક અનુવાદ આમ થયો છે: “હસતે મોઢે આપનાર ઉપર ઈશ્વર પ્રસન્ન થાય છે.”
કીમતી રત્નો શોધીએ
(૨ કોરીંથીઓ ૯:૧૫) વર્ણન ન થઈ શકે એવું દાન આપવા માટે ઈશ્વરનો આભાર!
વર્ણવી ન શકાય એવી ભેટ, શું તમને પ્રેમ બતાવવા પ્રેરે છે?
૨ પાઊલ જાણતા હતા કે ઈસુનું બલિદાન તો, ઈશ્વરનાં બધાં અદ્ભુત વચનો પૂરાં થશે જ એની બાંયધરી છે. (૨ કોરીંથી ૧:૨૦ વાંચો.) આમ, ઈશ્વરે આપેલી ‘અવર્ણનીય ભેટʼમાં ઈસુનું બલિદાન તેમજ યહોવા આપણા પ્રત્યે જે ભલાઈ અને અતૂટ પ્રેમ બતાવે છે, એનો સમાવેશ થાય છે. એવી અનમોલ ભેટનું વર્ણન આપણે પૂરી રીતે સમજી શકીએ એ રીતે કરવું અશક્ય છે. એ અનમોલ ભેટની આપણા પર કેવી અસર થવી જોઈએ? આ વર્ષે સ્મરણપ્રસંગ બુધવાર, માર્ચ ૨૩, ૨૦૧૬ના રોજ ઊજવવામાં આવશે. ઈશ્વરની એ અવર્ણનીય ભેટ આપણને સ્મરણપ્રસંગ માટે મન તૈયાર કરવા કઈ રીતે મદદ કરશે?
(૨ કોરીંથીઓ ૧૦:૧૭) પરંતુ, જે અભિમાન કરે છે, તેણે યહોવા વિશે અભિમાન કરવું.
શું અભિમાની બનવું ખોટું છે?
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં, ક્રિયાપદ કોફ્કાઓમીનું “અભિમાન કરવું, પ્રસન્ન થવું, આપવડાઈ કરવી” તરીકે ભાષાંતર કરવામાં આવ્યું છે કે જેનો હકારાત્મક અને નકારાત્મક બંને અર્થમાં ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે, પાઊલ કહે છે કે આપણે “દેવના મહિમાની આશાથી આનંદ” કરી શકીએ. તે એ પણ ભલામણ કરે છે: “જે કોઇ અભિમાન કરે છે તે પ્રભુમાં અભિમાન કરે.” (રૂમી ૫:૨; ૨ કોરીંથી ૧૦:૧૭) એનો અર્થ કે આપણા દેવ યહોવાહમાં અભિમાન કરવું, એક મનોભાવ કે જે આપણને તેમના સારા નામ અને શાખ પર આનંદ કરવા દોરી શકે.
બાઇબલ વાંચન
મે ૨૦-૨૬
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કોરીંથીઓ ૧૧-૧૩
‘પાઊલને “શરીરમાં કાંટો”’
(૨ કોરીંથીઓ ૧૨:૭) મને આવાં અજોડ દર્શનો થયાં હોવાથી, કોઈ મારા વિશે વધારે પડતું ન વિચારે. હું ફુલાઈ ન જાઉં એ માટે મને શરીરમાં કાંટો આપવામાં આવ્યો છે, જે શેતાનના દૂત તરીકે વર્તે છે અને મને થપ્પડ મારતો રહે છે, જેથી હું વધારે પડતું અભિમાન ન કરું.
w૦૮-E ૬/૧૫ ૩-૪
યહોવાએ પાઊલને બળવાન કર્યા
યહોવાના એક વફાદાર સેવક પાઊલને કોઈ તકલીફ હતી, જે ‘શરીરમાં કાંટાની’ જેમ ખૂંચતી હતી. એ તકલીફ કઈ હતી એ આપણે નથી જાણતા. પણ તેમને યહોવાની સેવામાં મળતો આનંદ એ તકલીફને લીધે છીનવાઈ ગયો હોય શકે. પાઊલે એ તકલીફને સતત મારવામાં આવતા તમાચા સાથે સરખાવી. તેમણે એ દૂર કરવા યહોવાને ત્રણ વાર વિનંતી કરી. પણ યહોવાએ કહ્યું: “તારા માટે મારી અપાર કૃપા પૂરતી છે, કેમ કે તારી કમજોરીમાં મારી શક્તિ પૂર્ણ રીતે દેખાઈ આવે છે.” યહોવાએ પાઊલના શરીરમાંથી કાંટા જેવી મુશ્કેલીને દૂર કરી નહિ. પાઊલે એ મુશ્કેલીનો સામનો કરવાનો હતો. પણ તેમણે છેવટે કહ્યું: “જ્યારે હું કમજોર હોઉં છું ત્યારે હું બળવાન હોઉં છું.” (૨ કોરીં. ૧૨:૭-૧૦) તે શું કહેવા માંગતા હતા?
(૨ કોરીંથીઓ ૧૨:૮, ૯) એના વિશે મેં ત્રણ વાર પ્રભુને કાલાવાલા કર્યા, જેથી એ કાંટો મારામાંથી કાઢી નાખવામાં આવે. ૯ પરંતુ, તેમણે મને કહ્યું: “તારા માટે મારી અપાર કૃપા પૂરતી છે, કેમ કે તારી કમજોરીમાં મારી શક્તિ પૂર્ણ રીતે દેખાઈ આવે છે.” તો પછી, હું મારી કમજોરીઓ વિશે વધારે આનંદથી બડાઈ કરીશ, જેથી ખ્રિસ્તની શક્તિ મારા પર મંડપની જેમ રહે.
યહોવાહ પાસે ‘માગનારને તે પવિત્ર આત્મા’ આપે છે
૧૭ ઈશ્વરભક્ત પાઊલને યહોવાહે આ જવાબ આપ્યો: “તારે વાસ્તે મારી કૃપા બસ છે; કેમ કે મારૂં સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” એટલે પાઊલે કહ્યું, “ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે, એ સારૂ ઊલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ.” (૨ કોરીંથી ૧૨:૯; ગીતશાસ્ત્ર ૧૪૭:૫) મૂળ ભાષામાં ‘ઉપર આવી રહે’ શબ્દોમાં કશા પર તંબૂ ઓઢાડ્યો હોય એવો અર્થ આવે છે. પાઊલ એમ કહેવા માગતા હતા કે ઈસુ દ્વારા યહોવાહની શક્તિ જાણે કે તંબૂની જેમ પાઊલને રક્ષણ આપતી હતી. આજે પણ યહોવાહ આપણી પ્રાર્થનાનો એવો જ જવાબ આપે છે. તે પોતાના દિલોજાન ભક્તોને જાણે પોતાના રક્ષણના તંબૂમાં આશરો આપે છે.
૧૮ ભલે તંબૂ વરસાદ કે વાવાઝોડું રોકશે નહિ, પણ એમાં આશરો તો ચોક્કસ આપશે. એવી જ રીતે, ‘ખ્રિસ્તના પરાક્રમ’ વડે જે આશરો મળે છે, એનાથી દુઃખ-તકલીફો આવતા બંધ થઈ જતા નથી. પણ એનાથી આપણને જોઈતું રક્ષણ મળે છે, જેથી આપણે શેતાન અને તેની દુનિયાનાં જોખમોથી બચી જઈએ. (પ્રકટીકરણ ૭:૯, ૧૫, ૧૬) એટલે જો એવું લાગે કે કોઈ દુઃખ-તકલીફો તમારાથી ‘દૂર જતા’ નથી, તો નિરાશ ન થાઓ. તમારા આંસુ જોઈને યહોવાહનું દિલ પણ રડી ઊઠે છે. તે ‘તમારા પોકારનો અવાજ સાંભળે’ છે, તે ચોક્કસ તમને મદદ કરશે. (યશાયાહ ૩૦:૧૯; ૨ કોરીંથી ૧:૩, ૪) પાઊલે લખ્યું કે ‘ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.’—૧ કોરીંથી ૧૦:૧૩; ફિલિપી ૪:૬, ૭.
(૨ કોરીંથીઓ ૧૨:૧૦) તેથી, હું ખ્રિસ્ત માટે કમજોરી, અપમાન, તંગી, કસોટી અને મુશ્કેલી સહન કરવામાં આનંદ માણું છું. કેમ કે જ્યારે હું કમજોર હોઉં છું ત્યારે હું બળવાન હોઉં છું.
“નબળાને તે બળ આપે છે”
૮ યશાયા ૪૦:૩૦ વાંચો. આપણી પાસે ઘણી આવડતો હશે, પણ આપણે જેટલું કરવા ચાહીએ છીએ, એટલું કરી શકતા નથી. આપણે દરેકે એ બાબત યાદ રાખવી જોઈએ. પ્રેરિત પાઊલ ઘણું કરી શકતા હતા, પણ તે જે કરવા ચાહતા હતા, એ બધું જ કરી શક્યા નહિ. જ્યારે પાઊલે પોતાની લાગણીઓ યહોવા સમક્ષ ઠાલવી, ત્યારે યહોવાએ કહ્યું, “તારી કમજોરીમાં મારી શક્તિ પૂર્ણ રીતે દેખાઈ આવે છે.” પાઊલને યહોવાની વાત સમજાઈ, એટલે જ તે કહી શક્યા, “જ્યારે હું કમજોર હોઉં છું ત્યારે હું બળવાન હોઉં છું.” (૨ કોરીં. ૧૨:૭-૧૦) તેમના કહેવાનો શો અર્થ હતો?
૯ પાઊલને સમજાયું કે પોતાની શક્તિથી તે બધું કરી શકતા નથી. તેમને પોતાનાથી વધારે શક્તિશાળી વ્યક્તિની મદદની જરૂર હતી. જ્યારે તેમને લાગતું કે પોતે કમજોર છે, ત્યારે ઈશ્વરની પવિત્ર શક્તિ તેમને મદદ કરતી. એટલું જ નહિ, પણ ઈશ્વરની પવિત્ર શક્તિની મદદથી પાઊલ એવી બાબતો પાર પાડી શક્યા, જે પોતાની શક્તિથી ક્યારેય કરી શક્યા ન હોત. આપણી સાથે પણ એવું જ બની શકે છે. યહોવા પવિત્ર શક્તિ આપશે, ત્યારે આપણે બળવાન થઈશું!
કીમતી રત્નો શોધીએ
(૨ કોરીંથીઓ ૧૨:૨-૪) ખ્રિસ્તનો શિષ્ય હોય એવા એક માણસને હું જાણું છું, જેને ૧૪ વર્ષ પહેલાં ત્રીજા સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો હતો; તેને શરીરમાં લઈ જવાયો હતો કે શરીર વગર એ હું નથી જાણતો, પણ ઈશ્વર જાણે છે. ૩ હા, હું એવા એક માણસને જાણું છું. તેને જીવનના બાગમાં લઈ જવાયો હતો, શરીરમાં કે શરીર વગર એ હું નથી જાણતો, પણ ઈશ્વર જાણે છે. ૪ અને એ જીવનના બાગમાં તે માણસે એવા શબ્દો સાંભળ્યા, જે બોલી શકાય નહિ અને જે શબ્દો કોઈ માણસને બોલવાની છૂટ નથી.
વાચકો તરફથી પ્રશ્નો
બીજો કોરીંથીઓ ૧૨:૨માં ‘ત્રીજું સ્વર્ગ’ શબ્દો કદાચ મસીહના રાજને રજૂ કરે છે, જેને ‘નવું આકાશ’ પણ કહેવામાં આવે છે. એ રાજ ઈસુ ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ અભિષિક્ત રાજાઓનું બનેલું છે.—૨ પીત. ૩:૧૩.
એને ‘ત્રીજું સ્વર્ગ’ એટલા માટે કહ્યું છે, કેમ કે એ સૌથી સારું રાજ છે અને એનાથી ઉચ્ચ સત્તા બીજી કોઈ નથી.
દર્શનમાં પાઊલને જે ‘જીવનના બાગમાં’ લઈ જવામાં આવ્યા હતા, એનો કદાચ આવો અર્થ થતો હતો: (૧) આખી પૃથ્વી બાગ જેવી સુંદર બનશે, (૨) આજે યહોવાના લોકો જે શાંતિભર્યા માહોલમાં રહે છે, ભવિષ્યમાં એનાથી પણ વધારે સારા માહોલમાં રહેશે, (૩) નવી દુનિયામાં સ્વર્ગમાં “ઈશ્વરનો બાગ” હશે અને પૃથ્વી બાગ જેવી સુંદર હશે.
(૨ કોરીંથીઓ ૧૩:૧૨) પવિત્ર ચુંબનથી એકબીજાને સલામ કહેજો.
it-૨-E ૧૭૭
ચુંબન
“પવિત્ર ચુંબન.” પહેલી સદીના ખ્રિસ્તીઓમાં “પવિત્ર ચુંબન” (રોમ ૧૬:૧૬; ૧કો ૧૬:૨૦; ૨કો ૧૩:૧૨; ૧થે ૫:૨૬) અથવા ‘પ્રેમભર્યું ચુંબન’ આપવાનો રિવાજ હતો. (૧પી ૫:૧૪) મોટાભાગે પુરુષ પુરુષને અને સ્ત્રી સ્ત્રીને અભિવાદનમાં એવું ચુંબન આપતા હોય શકે. પ્રાચીન હિબ્રૂ સમાજમાં ચુંબન આપીને એકબીજાને મળવાનો રિવાજ હતો. કદાચ, ખ્રિસ્તીઓએ એ રિવાજ અપનાવ્યો હશે. શાસ્ત્ર એના વિશે બીજું કંઈ જણાવતું નથી. પણ “પવિત્ર ચુંબન” અથવા ‘પ્રેમભર્યું ચુંબન’ ખ્રિસ્તી મંડળનાં પ્રેમ અને એકતાને દર્શાવતું હતું.—યોહ ૧૩:૩૪, ૩૫.
બાઇબલ વાંચન
મે ૨૭–જૂન ૨
બાઇબલમાં રહેલો ખજાનો | ગલાતીઓ ૧-૩
“મેં તેનો મોં પર વિરોધ કર્યો”
(ગલાતીઓ ૨:૧૧-૧૩) જોકે, કેફાસ અંત્યોખ આવ્યો ત્યારે મેં તેનો મોં પર વિરોધ કર્યો, કેમ કે તે જે કરતો હતો એ એકદમ ખોટું હતું. ૧૨ યાકૂબ પાસેથી અમુક માણસો આવ્યા એ પહેલાં, કેફાસ બીજી પ્રજાના લોકો સાથે ખાતો હતો; પરંતુ, તેઓ આવ્યા ત્યારે, સુન્નતને ટેકો આપતા લોકોથી ડરીને તેણે એમ કરવાનું બંધ કર્યું અને તેઓથી દૂર દૂર રહેવા લાગ્યો. ૧૩ બાકીના યહુદીઓ પણ તેના જેવો ઢોંગ કરવા લાગ્યા; અરે, બાર્નાબાસ પણ તેઓની અસરમાં આવીને ઢોંગ કરવા લાગ્યો.
યહોવાનો ન્યાય, શું તમારા માટે ન્યાય છે?
૧૬ ગલાતીઓ ૨:૧૧-૧૪ વાંચો. પીતર પર માણસોનો ડર હાવી થઈ ગયો હતો. (નીતિ. ૨૯:૨૫) તે જાણતા હતા કે યહોવા બિનયહુદીઓ પ્રત્યે ભેદભાવ રાખતા નથી. તેમ છતાં, તેમને લાગ્યું કે યરૂશાલેમથી આવેલા યહુદી ખ્રિસ્તીઓ તેમને બિનયહુદી ખ્રિસ્તીઓ સાથે જોશે તો, તેઓની નજરમાં માન ગુમાવી બેસશે. પણ, પ્રેરિત પાઊલે પીતરનો ઢોંગ ખુલ્લો પાડ્યો ત્યારે તેમની આંખો ઊઘડી. પાઊલે શા માટે પીતરને ઢોંગી કહ્યા? કારણ કે ઈ.સ. ૪૯માં યરૂશાલેમમાં ભરાયેલી સભામાં તો પીતરે હિંમતથી બિનયહુદીઓની તરફેણ કરી હતી. (પ્રે.કા. ૧૫:૧૨) એ બનાવથી આવા સવાલો ઊભા થાય છે: પીતરના વર્તનથી જે બિનયહુદીઓને દુઃખ પહોંચ્યું હતું, તેઓ કેવું વલણ બતાવશે? શું તેઓ ઠોકર ખાશે? અને શું પીતરના લહાવા છીનવાઈ જશે?
(ગલાતીઓ ૨:૧૪) પણ, મેં જોયું કે ખુશખબરના સત્ય પ્રમાણે તેઓ ચાલતા નથી ત્યારે, મેં એ બધાની સામે કેફાસને કહ્યું: “તું પોતે યહુદી થઈને યહુદીની જેમ નહિ પણ બીજી પ્રજાનો હોય એમ જીવે છે. તો પછી, તું બીજી પ્રજાના લોકોને કઈ રીતે યહુદી રીતરિવાજો પ્રમાણે જીવવાની ફરજ પાડી શકે?”
યહોવાને ચાહનારાઓ માટે ‘ઠોકર ખાવાનું કોઈ કારણ નથી’
૧૨ પીતરને માણસોનો ડર હોવાથી, અમુક વાર તેમણે ખરાબ રીતે ઠોકર ખાધી. છતાં, યહોવા અને ઈસુને તે વળગી રહ્યા. દાખલા તરીકે, તેમણે જાહેરમાં પોતાના ગુરુને નકાર્યા, એક વાર નહિ, પણ ત્રણ વાર! (લુક ૨૨:૫૪-૬૨) બીજા એક પ્રસંગે, તે ખ્રિસ્તી તરીકે વર્તવાનું ચૂકી ગયા. કઈ રીતે? તે યહુદી ખ્રિસ્તીઓને વધારે માન આપતા અને બીજી જાતિના ખ્રિસ્તીઓને નીચા ગણતા. જ્યારે કે, પ્રેરિત પાઊલ સ્પષ્ટ જોઈ શક્યા કે ખ્રિસ્તી મંડળમાં ભેદભાવને કોઈ સ્થાન નથી. પીતરનું વલણ ખોટું હતું. તેમના વલણને લીધે ખ્રિસ્તી ભાઈચારામાં કડવાશ પેદા થાય એ પહેલાં પાઊલે પગલાં ભર્યાં. તેમણે પીતરને કડક શબ્દોમાં સલાહ આપી. (ગલા. ૨:૧૧-૧૪) એનાથી, શું પીતરનો અહમ ઘવાયો અને તેમણે જીવનની દોડ છોડી દીધી? ના. તેમણે પાઊલના શબ્દોનું મહત્ત્વ પારખ્યું, એ પ્રમાણે કર્યું અને જીવનની દોડમાં લાગુ રહ્યા.
કીમતી રત્નો શોધીએ
(ગલાતીઓ ૨:૨૦) મને ખ્રિસ્ત સાથે વધસ્તંભે જડવામાં આવ્યો. હું હવેથી પોતાના માટે જીવતો નથી, પણ એવું જીવન જીવું છું, જે ખ્રિસ્ત સાથે એકતામાં છે. હકીકતમાં, હમણાં હું જે જીવન જીવું છું એ ઈશ્વરના દીકરા પરની શ્રદ્ધાને લીધે જીવું છું, જેમણે મને પ્રેમ બતાવ્યો અને મારા માટે જીવ આપી દીધો.
“ઘણાં સંકટ” છતાં ઈશ્વરને વળગી રહીએ
૨૦ આપણે છૂપા હુમલા વિશે પણ સાવધ રહેવાની જરૂર છે. તેથી, નિરાશાની લાગણીમાંથી બહાર આવવા આપણે શું કરવું જોઈએ? સૌથી સારી રીત છે કે ઈસુના બલિદાન પર મનન કરીએ. પ્રેરિત પાઊલે પણ એમ જ કર્યું હતું. ખરું કે, તે અમુક વાર નિરાશ થયા, પણ તેમણે યાદ રાખ્યું કે ઈસુએ પાપી લોકો માટે બલિદાન આપ્યું છે. પાઊલે પોતાને પણ તેઓમાંના એક ગણ્યા. તેમણે લખ્યું કે, ‘મારું જીવન ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેમણે મારા પર પ્રેમ રાખ્યો અને મારા માટે પોતાનું અર્પણ કર્યું.’ (ગલા. ૨:૨૦) પાઊલે સ્વીકાર્યું કે તેમને પણ ઈસુના બલિદાનની જરૂર હતી. તે માનતા હતા કે ઈસુએ તેમના માટે બલિદાન આપ્યું.
૨૧ આપણે પણ પાઊલ જેવો જ વિચાર કેળવીએ. એમ કરીશું તો આપણે પણ ઈસુના બલિદાનને પોતાના માટે યહોવા તરફથી એક ભેટ માનીશું. જોકે, એનો એવો અર્થ નથી કે આપણને ક્યારેય નિરાશાનો સામનો કરવો નહિ પડે. નવી દુનિયા આવે ત્યાં સુધી આપણામાંથી અમુકને એ છૂપા હુમલાનો સામનો કરવો પડી શકે. પરંતુ, યાદ રાખીએ કે જે અંત સુધી ટકશે તેને જ ઇનામ મળશે. હવે એ દિવસ દૂર નથી જ્યારે ઈશ્વરનું રાજ્ય આ પૃથ્વી પર શાંતિ લાવશે. તેમ જ, તેમના વફાદાર ભક્તોનાં પાપ અને ખામીઓ દૂર કરવામાં આવશે. ચાલો દૃઢ નિર્ણય લઈએ કે ગમે તે સંકટ આવે છતાં આપણે ઈશ્વરના રાજ્યમાં જઈશું.
(ગલાતીઓ ૩:૧) ઓ અણસમજુ ગલાતીઓ! વધસ્તંભે જડેલા ઈસુ ખ્રિસ્તનું તમારી આગળ આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું હતું, છતાં કોણે તમને ભરમાવ્યા?
it-૧-E ૮૮૦
ગલાતીઓને પત્ર
પાઊલે અકળાઈને કહ્યું હતું, “ઓ અણસમજુ ગલાતીઓ!” એનાથી એવું સાબિત નથી થતું કે ગલાતીઆના ઉત્તર ભાગમાં આવેલા ગાલીક જાતિના લોકોને પાઊલ સંબોધી રહ્યા હતા. (ગલા ૩:૧) પાઊલ તો મંડળોમાં અમુક એવા લોકોને ધ્યાનમાં રાખીને ઠપકો આપી રહ્યા હતા, જેઓ યહુદી પંથનો કક્કો સાચો સાબિત કરવા પાછળ પડ્યા હતા. તેઓ મુસાના નિયમશાસ્ત્રને આધારે પોતાને નેક સાબિત કરવા માંગતા હતા, નહિ કે નવા કરાર પ્રમાણે શ્રદ્ધાને આધારે. (૨:૧૫–૩:૧૪; ૪:૯, ૧૦) પાઊલે “ગલાતીનાં મંડળોને” પત્ર લખ્યો હતો. (૧:૨) એમાં યહુદીઓ અને બીજી પ્રજાના લોકો હતા. બીજી પ્રજામાં સુન્નત કરીને યહુદી બનેલા તેમજ સુન્નત કરાવી ન હોય એવા લોકોનો સમાવેશ થતો હતો, જેઓ હવે ખ્રિસ્તી હતા. ઉપરાંત, એમાં પશ્ચિમ યુરોપના લોકોનો પણ સમાવેશ થતો હતો. (પ્રેકા ૧૩:૧૪, ૪૩; ૧૬:૧; ગલા ૫:૨) તેઓ ગલાતીના ખ્રિસ્તીઓ તરીકે ઓળખાતા કેમ કે તેઓ ગલાતી વિસ્તારમાં રહેતા હતા. પાઊલે એ પત્ર રોમન રાજ્યના દક્ષિણ ભાગમાં રહેતા લોકોને લખ્યો હતો, જેઓને તે સારી રીતે ઓળખતા હતા. નહિ કે અજાણ્યા લોકોને, જેઓ ઉત્તર ભાગમાં રહેતા હતા. પાઊલ ઉત્તર બાજુએ તો ક્યારેય ગયા ન હતા.
બાઇબલ વાંચન