બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૬-૮
‘તેમણે એમ જ કર્યું’
જરા કલ્પના કરો, નુહ અને તેમના કુટુંબે વહાણ બનાવવા કેટલી મહેનત કરી હશે! અરે, તેઓ પાસે આધુનિક સાધનો અને બાંધકામની રીતો પણ ન હતી.
વહાણ ખૂબ મોટું હતું. એ લગભગ ૪૩૭ ફૂટ લાંબું, ૭૩ ફૂટ પહોળું અને ૪૪ ફૂટ ઊંચું હતું
તેઓએ ઝાડ કાપવાનાં હતાં, લાકડાંને યોગ્ય આકાર આપવાનો હતો અને વહાણ બનાવવાની જગ્યાએ એને લઈ જવાનાં હતાં
એ મોટા વહાણને અંદરથી અને બહારથી ડામર લગાડવાનો હતો
કુટુંબ અને પ્રાણીઓ માટે એક વર્ષનો ખોરાક વહાણમાં ભરવાનો હતો
એ કામ પૂરું કરતા કદાચ ૪૦-૫૦ વર્ષ લાગ્યાં હશે
યહોવાએ સોંપેલું કોઈ કામ અઘરું લાગે ત્યારે આ અહેવાલથી આપણને કઈ રીતે ઉત્તેજન મળી શકે?