સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ | સેવાકાર્યમાં તમારી ખુશી વધારો
સેવાકાર્યમાં તમારી ખુશી વધારો તમારા બાઇબલ વિદ્યાર્થીઓને સભાઓમાં આવવાનું ઉત્તેજન આપો
મંડળની સભાઓમાં યહોવાની ભક્તિ કરવામાં આવે છે. (ગી ૨૨:૨૨) જે કોઈ સભામાં આવે છે તેને બહુ ખુશી મળે છે. (ગી ૬૫:૪) જ્યારે બાઇબલ વિદ્યાર્થી નિયમિત રીતે સભાઓમાં આવે છે, ત્યારે તે ઝડપથી પ્રગતિ કરે છે.
તમારો વિદ્યાર્થી સભાઓમાં આવે માટે તમે શું કરી શકો? તેમને સભાઓમાં આવવાનું આમંત્રણ આપતા રહો. પ્રાર્થનાઘરમાં શું થાય છે? એ વીડિયો બતાવો. પછી સભાઓમાં આવવાથી કેવો ફાયદો થાય છે એ જણાવો. (lff પાઠ ૧૦) સભામાં તમને શું શીખવા મળ્યું એ જણાવી શકો. અથવા આવતી સભામાં શાની ચર્ચા કરવામાં આવશે એની ઝલક આપી શકો. તેને સભામાં વાપરવામાં આવતું સાહિત્ય આપો. એને લગતી જરૂરી મદદ આપો. શક્ય હોય તો તેમને પ્રાર્થનાઘરમાં સાથે લઈ જાવ. વિદ્યાર્થી પહેલી વાર સભામાં આવે એ માટે તમે જે મહેનત કરો છો, એ નકામી નહિ જાય.—૧કો ૧૪:૨૪, ૨૫.
તમારા બાઇબલ વિદ્યાર્થીઓને સભાઓમાં આવવાનું ઉત્તેજન આપો વીડિયો જુઓ પછી આ સવાલોના જવાબ આપો:
જેડને સભામાં બોલાવવા માટે નીતાએ શું કર્યું?
આપણો વિદ્યાર્થી સભાઓમાં આવે ત્યારે આપણને કેમ ખુશી થાય છે?
“ઈશ્વર સાચે જ તમારી વચ્ચે છે”
જેડ પહેલી વાર સભામાં આવી ત્યારે તેને કેવું લાગ્યું?