સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ | સેવાકાર્યમાં તમારી ખુશી વધારો
તમારા બાઇબલ વિદ્યાર્થીઓને ખરાબ સંગત છોડવાનું શીખવો
યહોવા સાથે દોસ્તી કરવા બાઇબલ વિદ્યાર્થીઓને સારા મિત્રો સાથે સંગત રાખવાનું શીખવો. (ગી ૧૫:૧, ૪) સારી સંગત રાખવાથી સારાં કામ કરવાં ઉત્તેજન મળશે.—ની ૧૩:૨૦; lff પાઠ ૪૮.
તમારા બાઇબલ વિદ્યાર્થીઓને સમજવાની કોશિશ કરો. તેઓ માટે દુનિયાના દોસ્તોને છોડવા એટલું સહેલું નથી. એટલે અભ્યાસ કરતા હોય ત્યારે જ નહિ, બીજા દિવસોએ પણ તેઓની સાથે વાત કરો. જેમ કે, મૅસેજ કે ફોન કરી શકો અથવા રૂબરૂ મળી શકો. તેઓ પ્રગતિ કરે તેમ બીજાં ભાઈ-બહેનો સાથે સમય વિતાવવા આમંત્રણ આપો. આમ, તેઓને દુનિયાના મિત્રો છોડવાનું દુઃખ નહિ થાય અને નવા મિત્રો મેળવવાની ખુશી થશે. (માર્ક ૧૦:૨૯, ૩૦) તમને પણ એ જોઈને ખુશી થશે કે યહોવાના ભક્તોમાં વધારો થઈ રહ્યો છે.
તમારા બાઇબલ વિદ્યાર્થીઓને ખરાબ સંગત છોડવાનું શીખવો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
ખરાબ સંગત શાને કહેવાય?—૧કો ૧૫:૩૩
ભાઈ-બહેનો સાથે હળવા-મળવા વિશે જેડ શું વિચારતી હતી?
મંડળનાં ભાઈ-બહેનો સાથે જેડની દોસ્તી કરાવવા નીતાએ શું કર્યું?