સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ | સેવાકાર્યમાં તમારી ખુશી વધારો
તમારા બાઇબલ વિદ્યાર્થીઓને યહોવા સાથે દોસ્તી કરવાનું શીખવો
યહોવા ચાહે છે કે આપણે પ્રેમના લીધે તેમની ભક્તિ કરીએ. (માથ ૨૨:૩૭, ૩૮) જો બાઇબલ વિદ્યાર્થી યહોવાને પ્રેમ કરતા શીખશે, તો પોતાના જીવનમાં ફેરફાર કરી શકશે અને મુશ્કેલીઓનો સામનો હિંમતથી કરી શકશે. (૧યો ૫:૩) એ પ્રેમના લીધે જ તે બાપ્તિસ્મા લેશે.
યહોવા તેમને કઈ રીતે પ્રેમ બતાવે છે, એ સમજવા તેઓને મદદ કરો. એ માટે તેઓને પૂછો: “આનાથી યહોવા વિશે તમને શું શીખવા મળ્યું?” અથવા “આનાથી કઈ રીતે ખબર પડે છે કે યહોવા તમને પ્રેમ કરે છે?” યહોવા તેમને કઈ રીતે મદદ કરી રહ્યા છે, એ પારખવાનું પણ તેમને શીખવો. (૨કા ૧૬:૯) તેમને જણાવો કે યહોવાએ તમારી પ્રાર્થનાનો જવાબ કઈ રીતે આપ્યો છે. પછી તેમને એ જોવા મદદ કરો કે યહોવા તેમની પ્રાર્થનાનો જવાબ કઈ રીતે આપી રહ્યા છે. બાઇબલ વિદ્યાર્થીને યહોવાના પ્રેમનો અહેસાસ થાય ત્યારે તે પણ તેમને પ્રેમ કરવા લાગે છે. તે યહોવાને દોસ્ત બનાવવા માંગે છે. એ બધું જોઈને આપણને બહુ ખુશી થાય છે.
તમારા બાઇબલ વિદ્યાર્થીઓને યહોવા સાથે દોસ્તી કરવાનું શીખવો વીડિયો જુઓ. પછી આ સવાલોના જવાબ આપો:
જેડની સામે કઈ મુશ્કેલી આવી?
નીતાએ કઈ રીતે જેડને મદદ કરી?
જેડે મુશ્કેલીનો સામનો કરવા શું કર્યું?