સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ | સેવાકાર્યમાં તમારી ખુશી વધારો
વિદ્યાર્થીઓને બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાનું શીખવીએ
આપણે બાઇબલ વિદ્યાર્થીઓ સાથે ફક્ત બાઇબલનો અભ્યાસ કરીએ એટલું જ પૂરતું નથી. તેઓએ પણ બાઇબલનો ઊંડો અભ્યાસ કરતાં શીખવું જોઈએ. તો જ તેઓનો યહોવા સાથેનો સંબંધ મજબૂત થશે અને તેઓ પ્રગતિ કરશે.—માથ. ૫:૩; હિબ્રૂ. ૫:૧૨–૬:૨.
શરૂઆતથી જ વિદ્યાર્થીને બાઇબલ અભ્યાસની તૈયારી કરવાનું શીખવો અને એમ કરવાનું ઉત્તેજન આપતા રહો. (mwb૧૮.૦૩ ૬) તેઓને જણાવો કે તૈયારી કરતા પહેલાં પ્રાર્થના કરે. તેઓને એ પણ શીખવો કે આપણી વેબસાઈટ અને ઍપ કઈ રીતે વાપરી શકાય. જેમ કે, વેબસાઈટ પર “નવું નજરાણું જુઓ” વિભાગ નિયમિત જોવાનું ઉત્તેજન આપો. થોડા સમય પછી દરરોજ બાઇબલ વાંચન કઈ રીતે કરવું અને સભાની તૈયારી કઈ રીતે કરવી એ શીખવો. પોતાના સવાલોના જવાબો કઈ રીતે શોધવા અને મનન કઈ રીતે કરવું એ પણ શીખવો.
તમારા બાઇબલ વિદ્યાર્થીઓને બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાનું શીખવો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
નીતાએ, જેડને કઈ રીતે સમજાવ્યું કે બાઇબલ અભ્યાસ કરતી વખતે ફક્ત સવાલોના જવાબ શોધવા જ પૂરતા નથી?
જેડને કઈ રીતે ભરોસો થયો કે યહોવાએ આપણા ભલા માટે વ્યભિચાર જેવાં ગંદાં કામોથી દૂર રહેવાની આજ્ઞા આપી છે?
વિદ્યાર્થીને બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાનું અને શીખેલી વાતો લાગુ પાડવાનું શીખવીએ
જેડને મનન કરવા વિશે શું શીખવા મળ્યું?