સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ | સેવાકાર્યમાં તમારી ખુશી વધારો
લોકોના દિલ સુધી પહોંચો
યહોવા ચાહે છે કે આપણે તેમની આજ્ઞાઓ દિલથી પાળીએ. (ની ૩:૧) એટલે લોકોને શીખવતી વખતે આપણે તેઓના દિલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. એ કઈ રીતે કરી શકીએ?
વિદ્યાર્થીને ફક્ત બાઇબલનું સત્ય શીખવવું જ પૂરતું નથી. તેને એ પણ સમજાવવું જોઈએ કે સત્યને જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકે, જેથી યહોવા સાથેનો તેનો સંબંધ મજબૂત થાય. તેને જોવા મદદ કરો કે યહોવાના સિદ્ધાંતોમાં તેમનાં પ્રેમ અને દયા દેખાય આવે છે. એનાથી જ આપણું ભલું થાય છે. તે જે શીખે છે એના વિશે તેને કેવું લાગે છે, એ જાણવા યોગ્ય સવાલો પૂછો. તેના વિચારો ખોટા હોય કે તેને ખરાબ આદત હોય તો શું? તેને સમજવા મદદ કરો કે તેના વિચારો સુધારવાથી અથવા તેની ખરાબ આદત છોડવાથી કેવા ફાયદા થશે. વિદ્યાર્થી સાચા દિલથી યહોવાને પ્રેમ કરવા લાગે, એ જોઈને આપણને ખૂબ ખુશી મળે છે.
શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ— લોકોના દિલ સુધી પહોંચો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
નીતાએ જેડને કેમ પૂછ્યું, “આપણે જે વાત કરી હતી એના વિશે તેં વિચાર્યું?”
નીતાએ કઈ રીતે સમજાવ્યું કે યહોવાના નિયમોમાં તેમનો પ્રેમ દેખાય આવે છે?
આપણે વિદ્યાર્થીના દિલ સુધી પહોંચીશું તો, યહોવા સાથેનો તેનો સંબંધ મજબૂત થશે
નીતાએ કઈ રીતે જેડને સમજાવ્યું કે તે યહોવા માટેનો પ્રેમ બતાવી શકે?