સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ | સેવાકાર્યમાં તમારી ખુશી વધારો
યહોવાને પ્રાર્થના કરીએ
યહોવા જ લોકોના દિલમાં સત્યનું બી વાવી શકે છે અને એને વૃદ્ધિ આપી શકે છે. (૧કો ૩:૬-૯) શિષ્ય બનાવવાના કામમાં સફળ થવા યહોવાને પ્રાર્થના કરીએ.
યહોવાને પ્રાર્થનામાં વિદ્યાર્થીની મુશ્કેલીઓ વિશે સાફ જણાવીએ. વિદ્યાર્થી હિંમત ન હારે એ માટે તેને મદદ કરે એ પણ જણાવીએ. (ફિલિ ૧:૯, ૧૦) યહોવા પાસે પવિત્ર શક્તિ માંગીએ, જેથી વિદ્યાર્થી વિશે સારું વિચારી શકીએ અને યોગ્ય પગલાં ભરી શકીએ. (લૂક ૧૧:૧૩) વિદ્યાર્થીને પ્રાર્થના કરવાનું શીખવીએ અને તેને પ્રાર્થના કરતા રહેવાનું ઉત્તેજન આપીએ. પોતાની પ્રાર્થનામાં અને વિદ્યાર્થી સાથે પ્રાર્થના કરીએ ત્યારે તેનું નામ લઈએ.
શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—યહોવાની મદદ સ્વીકારીએ—પ્રાર્થના વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
નીતાની સામે કઈ મુશ્કેલી આવી?
નીતાએ ૧ કોરીંથીઓ ૩:૬ પ્રમાણે શું કર્યું?
નીતાની મુશ્કેલી કઈ રીતે દૂર થઈ?