સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ | પ્રચારકામમાં વધારે ખુશી મેળવીએ
ઈશ્વરના વચનનો સારો ઉપયોગ કરો
ઈશ્વરના વચનમાં જોરદાર તાકાત છે. (હિબ્રૂ ૪:૧૨) ઈશ્વરને ઓળખતા ન હોય તેઓના દિલ પર પણ એની ઊંડી અસર થાય છે. (૧થે ૧:૯; ૨:૧૩) આપણે કોઈને બાઇબલમાંથી સત્ય જણાવીએ છીએ ત્યારે તેઓનાં ચહેરા પર ખુશીની ચમક આવી જાય છે. એ જોઈને આપણે વધારે ખુશ થઈએ છીએ.
શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ—ઈશ્વરના વચનનો સારો ઉપયોગ કરો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
નીતાએ કઈ રીતે જેડનું ધ્યાન ઈશ્વરના વચન તરફ દોર્યું?
નીતાએ શા માટે જેડને મોટેથી કલમ વાંચવાનું કહ્યું? એમ કરીને નીતાએ કઈ રીતે તેનું ધ્યાન કલમના મુખ્ય વિષય તરફ દોર્યું?
કઈ રીતે જાણી શકીએ કે એ કલમ જેડના દિલને સ્પર્શી ગઈ? એ જોઈને નીતાને કેવું લાગ્યું?