જાન્યુઆરી ૨૬–ફેબ્રુઆરી ૧
યશાયા ૨૮-૨૯
ગીત ૨૭ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. પોતાનાં હોઠોથી અને દિલથી યહોવાને માન આપો
(૧૦ મિ.)
ધાર્મિક આગેવાનોના ઢોંગને લીધે યશાયાએ તેઓને કડક ઠપકો આપ્યો (યશા ૨૯:૧૩; ip-1 ૨૯૮ ¶૨૩)
ઈસુએ કહ્યું કે યશાયાની એ ભવિષ્યવાણી તેમના સમયના ધાર્મિક આગેવાનોને બરાબર લાગુ પડે છે (માથ ૧૫:૭-૯; w૨૧.૦૫ ૯ ¶૭)
યહોવા ચાહે છે કે તેમના ભક્તો “પૂરા દિલથી” તેમને આધીન રહે (રોમ ૬:૧૭; w૨૪.૦૬ ૧૦ ¶૮)
આપણે જે શીખવીએ છીએ એ પ્રમાણે ચાલીએ છીએ ત્યારે યહોવા એના પર ધ્યાન આપે છે અને ખુશ થાય છે
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યશા ૨૯:૧—કેમ યરૂશાલેમ માટે “અરીએલ” નામ એકદમ બંધબેસે છે? (it “અરીએલ” ¶૧-mwbr; it “અરીએલ” નં. ૩-mwbr)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યશા ૨૯:૧૩-૨૪ (th અભ્યાસ ૨)
૪. વાત શરૂ કરો
(૨ મિ.) તક મળે ત્યારે પ્રચાર. જાણો કે વ્યક્તિને શામાં રસ છે. તેને પૂછો કે ફરી ક્યારે વાત કરી શકાય. (lmd પાઠ ૧ મુદ્દો ૫)
૫.ફરી મળવા જાઓ
(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. ગઈ વખતે વ્યક્તિએ જે સવાલ પૂછ્યો હતો, એનો જવાબ આપો. (lmd પાઠ ૯ મુદ્દો ૩)
૬. શિષ્યો બનાવો
(૨ મિ.) ઘર ઘરનો પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૧૦ મુદ્દો ૩)
૭. શિષ્યો બનાવો
(૪ મિ.) lff પાઠ ૧૮ મુદ્દા ૬-૭ (lmd પાઠ ૧૧ મુદ્દો ૩)
ગીત ૬
૮. “હું હંમેશાં એવાં જ કામો કરું છું જે તેમને પસંદ છે”
(૮ મિ.) ચર્ચા.
એકવાર ઈસુએ કહ્યું: “હું હંમેશાં એવાં જ કામો કરું છું જે [યહોવાને] પસંદ છે.” (યોહ ૮:૨૯) ઈસુની જેમ આપણે બધું જ યહોવાની ઇચ્છા પ્રમાણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જોકે અઘરું લાગે તોપણ યહોવાની ઇચ્છા પૂરી કરવાથી હંમેશાં ફાયદો થાય છે.
યહોવાની ઈચ્છા પ્રમાણે કરો વીડિયો બતાવો. પછી પૂછો:
આપણા પર કદાચ સતાવણી આવે, ગંદાં કામ કરવાનું દબાણ આવે અથવા ઘમંડને લીધે પોતાના પર વધારે પડતો ભરોસો કરવા લાગીએ. એવું થાય ત્યારે યહોવાની આજ્ઞા પાળવા વિશે તમને આ વીડિયોમાંથી શું શીખવા મળ્યું?
૯. મંડળની જરૂરિયાતો
(૭ મિ.)
૧૦. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb પાઠ ૫૬, ભાગ દસમાં શું છે? અને પાઠ ૫૭