વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb26 જાન્યુઆરી પાન ૬-૭
  • જાન્યુઆરી ૧૯-૨૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૧૯-૨૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
mwb26 જાન્યુઆરી પાન ૬-૭

જાન્યુઆરી ૧૯-૨૫

યશાયા ૨૪-૨૭

ગીત ૧૩૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. “આ આપણા ઈશ્વર છે!”

(૧૦ મિ.)

આપણા ઈશ્વર યહોવા પર ગર્વ કરવાનાં આપણી પાસે અગણિત કારણો છે (યશા ૨૫:૯; cl ૧૫ ¶૨૧-mwbr)

તે આપણને નવી દુનિયામાં અઢળક આશીર્વાદો આપશે, જેમ કે ભરપૂર પ્રમાણમાં સ્વાદિષ્ટ ખોરાક (યશા ૨૫:૬; w૨૪.૧૨ ૬ ¶૧૪)

તે આપણને હંમેશ માટેનું જીવન આપશે (યશા ૨૫:૭, ૮; w૨૫.૦૧ ૨૮-૨૯ ¶૧૧-૧૨)

ઉંમરવાળા ભાઈ વ્હિલચૅર પર બેઠા છે અને તેમની સંભાળ રાખતા યુવાનને તે સાક્ષી આપે છે.

પોતાને પૂછો: ‘આ અઠવાડિયામાં હું કોને યહોવાનાં વચનો વિશે જણાવી શકું?’

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • યશા ૨૪:૨—નવી દુનિયા ભાષાંતર બાઇબલની અગાઉની આવૃત્તિ કરતાં હાલની આવૃત્તિમાં આ કલમના શબ્દો કેમ અલગ રીતે લખવામાં આવ્યા છે? (w૧૫ ૧૨/૧૫ ૧૭ ¶૧-૩)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) યશા ૨૫:૧-૯ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) જાહેરમાં પ્રચાર. જાણો કે વ્યક્તિને શામાં રસ છે. jw.org વેબસાઇટ પરથી કંઈક બતાવો. (lmd પાઠ ૧ મુદ્દો ૩)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. પ્રેમથી શીખવીએ મોટી પુસ્તિકાના વધારે માહિતી ક ભાગમાંથી કોઈ મુદ્દા વિશે વાત કરો. (lmd પાઠ ૯ મુદ્દો ૪)

૬. તમારી માન્યતા વિશે સમજાવો

(૫ મિ.) દૃશ્ય. ijwbq લેખ ૧૬૦—વિષય: ઈસુને કેમ ઈશ્વરના દીકરા કહેવામાં આવે છે? (th અભ્યાસ ૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૨૪

૭. સારવાર અથવા ઑપરેશન માટે પહેલેથી તૈયારી કરતી વખતે યહોવા પર પૂરેપૂરો આધાર રાખો

(૧૫ મિ.) ચર્ચા.

યહોવા એવા લોકોને સલામત રાખે છે, જેઓ “[તેમના] પર પૂરેપૂરો આધાર” રાખે છે. (યશાયા ૨૬:૩ વાંચો.) સ્વાસ્થ્યને લગતી તકલીફો માટે પહેલેથી તૈયારી કરતી વખતે કઈ રીતે યહોવા પર પૂરેપૂરો આધાર રાખી શકીએ? તે પોતાના સંગઠન દ્વારા જે મદદ પૂરી પાડે છે, એનો ઉપયોગ કરીને.

“શું તમે સારવારને લગતી મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર છો?” વીડિયોનાં દૃશ્યો. ૧. એક ભાઈ બાઇબલ અને “દુઃખ જશે, સુખ આવશે” પુસ્તકના પાઠ ૩૯માંથી સંશોધન કરે છે. ૨. એક ભાઈ “નો બલ્ડ” કાર્ડ ભરે છે. ૩. હૉસ્પિટલ સંપર્ક સમિતિના સભ્ય ફોન દ્વારા જરૂરી મદદ પૂરી પાડે છે. ૪. એક બહેન ડૉક્ટરને ડૉક્યુમેન્ટ્‌સ બતાવે છે.

શું તમે સારવારને લગતી મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર છો? વીડિયો બતાવો. પછી પૂછો:

  • સ્વાસ્થ્યને લગતી તકલીફો માટે તૈયાર રહેવા આપણને કઈ ત્રણ બાબતો મદદ કરી શકે?

  • સારવારને લગતી માહિતીથીa આપણને કઈ રીતે મદદ મળે છે?

  • હૉસ્પિટલ સંપર્ક સમિતિના ભાઈઓ સાથે ક્યારે વાત કરવી જોઈએ?

  • યહોવા પોતાના સંગઠન દ્વારા જે મદદ પૂરી પાડે છે, એ વિશે તમને કેવું લાગે છે?

યશાયા ૨૬:૩માં વચન આપ્યું છે કે યહોવા આપણને “કાયમ શાંતિ” આપશે. એ વચનનો અર્થ એમ નથી કે યહોવા આપણને સ્વાસ્થ્યને લગતી દરેક તકલીફથી બચાવશે. પણ એનો અર્થ થાય કે યહોવા પોતાના સંગઠન દ્વારા જે મદદ પૂરી પાડે છે, એનાથી તે આપણને અઘરા સંજોગોમાં શાંતિ અને સલામતીનો અનુભવ કરાવશે.

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) lfb પાઠ ૫૪-૫૫

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૪૫ અને પ્રાર્થના

a તમે જરૂર પડ્યે આ માહિતી કોઈ પણ વડીલ પાસેથી લઈ શકો છો: બાળકોને જન્મ આપનાર માતાઓ માટે જાણકારી (S-401), ઑપરેશન અથવા કીમોથેરાપીની જરૂર હોય એવા દર્દીઓ માટે જાણકારી (S-407) અને બાળકને સારવારની જરૂર હોય એવાં માબાપ માટે જાણકારી (S-55).

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો