એપ્રિલ ૨૦-૨૬
યશાયા ૫૪-૫૫
ગીત ૨૦ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. યહોવા પાસેથી શીખવા તમે શું જતું કરવા તૈયાર છો?
(૧૦ મિ.)
યહોવાએ વચન આપ્યું છે કે તે પોતાના દીકરાઓને શીખવશે (યશા ૫૪:૧૩; w૦૯ ૯/૧ ૨૪ ¶૩)
બાઇબલમાંથી શીખવા અને એનો અભ્યાસ કરવા સમય કાઢવો જરૂરી છે (યશા ૫૫:૧, ૨; w૧૮.૧૧ ૪-૫ ¶૬-૭)
યહોવા જે શીખવે છે એના પર ધ્યાન આપવા મહેનત કરવી પડે છે, પણ એનાથી આપણું જીવન બચી શકે છે (યશા ૫૫:૩; be ૧૪ ¶૩-૫-mwbr)
પોતાને પૂછો: ‘બાઇબલનો વધારે સારી રીતે અભ્યાસ કરવા હું બીજું શું કરી શકું?’
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યશા ૫૪:૧૭—કલમનો પહેલો ભાગ આપણને કયા ત્રણ મહત્ત્વના મુદ્દા યાદ અપાવે છે? (w૧૯.૦૧ ૬ ¶૧૪-૧૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યશા ૫૪:૧-૧૦ (th અભ્યાસ ૧૧)
૪. વાત શરૂ કરો
(૨ મિ.) ઘર ઘરનો પ્રચાર. પ્રેમથી શીખવીએ મોટી પુસ્તિકાના વધારે માહિતી ક ભાગમાંથી કોઈ મુદ્દા વિશે વાત કરો. (lmd પાઠ ૧ મુદ્દો ૪)
૫. વાત શરૂ કરો
(૨ મિ.) જાહેરમાં પ્રચાર. પ્રેમથી શીખવીએ મોટી પુસ્તિકાના વધારે માહિતી ક ભાગમાંથી કોઈ મુદ્દા વિશે વાત કરો. (lmd પાઠ ૨ મુદ્દો ૩)
૬. ફરી મળવા જાઓ
(૨ મિ.) જાહેરમાં પ્રચાર. વ્યક્તિને કોન્ટેક્ટ કાર્ડ આપો. (lmd પાઠ ૯ મુદ્દો ૩)
૭. ટૉક
(૫ મિ.) be-HI ૨૮ ¶૩–૩૧ ¶૨—વિષય: કઈ રીતે અભ્યાસ કરવો? (th અભ્યાસ ૧૪)
ગીત ૪૮
૮. પડકારો છતાં નિયમિત બાઇબલનો અભ્યાસ કરો
(૧૫ મિ.) ચર્ચા.
નિયમિત બાઇબલનો ઊંડો અભ્યાસ કરવામાં ઘણા પડકારો આવે છે. ધારો કે તમે કોઈ ભાઈ કે બહેનને ઉત્તેજન આપો છો, જેમને નિયમિત અભ્યાસ કરવો અને દરરોજ બાઇબલ વાંચવું અઘરું લાગે છે. તે તમને નીચે આપેલા અમુક પડકારો જણાવે છે. દરેક પડકાર માટે ઓછામાં ઓછું એક સૂચન, બાઇબલ સિદ્ધાંત અથવા લેખ કે વીડિયો લખો, જેનાથી તેમને મદદ મળી શકે.
“મને એટલું સારી રીતે વાંચતા નથી આવડતું”
“મને અભ્યાસ કરવો નથી ગમતું”
“મને નથી ખબર કે બાઇબલ ક્યાંથી વાંચવાનું શરૂ કરું અને દરરોજ કેટલું વાંચું”
“વાંચવા માટે કેટલું બધું છે! દર અઠવાડિયે શાનો અભ્યાસ કરું?”
“એટલું બધું કામ હોય છે ને કે અભ્યાસ માટે સમય જ નથી મળતો”
“મારું ધ્યાન બહુ જલદી ભટકી જાય છે અને અમુક વાર તો વાંચેલું તરત ભૂલી જાઉં છું”
ઊંડો અભ્યાસ કરો વીડિયો બતાવો. પછી પૂછો:
બાઇબલનો ઊંડો અભ્યાસ કરવા મદદ મળે એ માટે તમને કયાં સૂચનો ગમ્યાં?
૯. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb પાઠ ૭૮-૭૯