એપ્રિલ ૨૭–મે ૩
યશાયા ૫૬-૫૭
ગીત ૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. આપણને ખુશી છે કે યહોવા આપણા ઈશ્વર છે
(૧૦ મિ.)
મદદનો પોકાર કરનારાઓને મૂર્તિઓ બચાવી શકતી નથી (યશા ૫૭:૧૩; ip-2 ૨૬૯ ¶૧૪-૧૬-mwbr)
જે લોકો યહોવાની ભક્તિ કરતા નથી તેઓ બેચેન થઈ ગયા છે અને તેઓમાં ભાગલા પડી ગયા છે (યશા ૫૭:૨૦; w૧૮.૦૬ ૭ ¶૧૬)
દુષ્ટ લોકોને જરાય શાંતિ નથી (યશા ૫૭:૨૧; it “શાંતિ” ¶૩-mwbr)
પોતાને પૂછો: ‘યહોવા સાથે મજબૂત સંબંધ હોવાથી કઈ રીતે મારું જીવન સારું થશે?’
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યશા ૫૬:૬, ૭—આ ભવિષ્યવાણી કઈ રીતે સાચી પડી રહી છે? (w૦૭ ૨/૧ ૧૦ ¶૩; w૦૬ ૧૧/૧ ૨૮ ¶૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યશા ૫૬:૪-૧૨ (th અભ્યાસ ૫)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિને જણાવો કે હાલની કોઈ સભામાંથી તમે શું શીખ્યા. (lmd પાઠ ૨ મુદ્દો ૪)
૫. તમારી માન્યતા વિશે સમજાવો
(૫ મિ.) ટૉક. ijwbq લેખ ૯૦—વિષય: શું કોઈ ધાર્મિક સંગઠનમાં જોડાવું જરૂરી છે? (th અભ્યાસ ૧૬)
૬. શિષ્યો બનાવો
(૪ મિ.) lff પાઠ ૧૯ મુદ્દો ૪ (lmd પાઠ ૧૧ મુદ્દો ૩)
ગીત ૧૪૧
૭. યહોવા વિશે જણાવવાનું કદી બંધ ન કરીએ
(૧૫ મિ.) ચર્ચા.
જે લોકો યહોવાને જાણતા નથી, તેઓ પાસે સારો નિર્ણય લેવા ભરોસાપાત્ર માર્ગદર્શન નથી. તેઓ પાસે જીવનમાં સાચી ખુશી મળે એવો કોઈ હેતુ નથી અને ભાવિની કોઈ આશા પણ નથી. તોપણ ખુશખબરથી કેવો ફાયદો થશે એ જાણ્યા વગર ઘણા લોકો એને નકારી કાઢે છે. એવું થાય ત્યારે કદાચ નિરાશ થઈ જવાય અથવા પ્રચાર બંધ કરી દેવાનું મન થાય. પણ નીચે આપેલાં કારણોથી આપણને પ્રચાર કરતા રહેવા હિંમત મળશે.—સભા ૧૧:૬.
આપણા વિસ્તારમાં લોકો બદલાયા કરે છે. જે લોકોને સંદેશામાં રસ હોતો નથી તેઓ બીજી જગ્યાએ રહેવા જાય છે અને તેઓની જગ્યાએ નવા લોકો રહેવા આવે છે. આ નવા લોકો કદાચ આપણો સંદેશો સાંભળવા તૈયાર થાય
કદાચ ઘરની બીજી કોઈ વ્યક્તિ સાથે વાત કરવા મળે. એ કદાચ ઘરડાં માબાપ, મોટાં થયેલાં બાળકો, ઘરમાં રહેવા આવેલા કુટુંબના બીજા સભ્યો અથવા મહેમાનો હોય શકે
લોકોના વિચારો બદલાય છે. (૧તિ ૧:૧૩) દુનિયાની બગડતી જતી હાલત અને વ્યક્તિના જીવનમાં આવેલી મુશ્કેલીઓને લીધે તે કદાચ આપણો સંદેશો સાંભળવા તૈયાર થાય
હિંમત હાર્યા વગર પ્રચાર કરતા રહીશું તો દેખાઈ આવશે કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ.—લૂક ૬:૪૫; ૧યો ૫:૩
યહોવા “દૂર નથી” વીડિયો બતાવો. પછી પૂછો:
પ્રચાર કરતા રહેવા વિશે તમે શું શીખ્યા?
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb પાઠ ૮૦-૮૧