વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp22 નં. ૧ પાન ૮-૯
  • ૨ | બદલો ન લઈએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૨ | બદલો ન લઈએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે:
  • એનો શું અર્થ થાય?
  • તમે શું કરી શકો?
  • નફરત પર મેળવો જીત!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • નફરતને કઈ રીતે દૂર કરી શકાય?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • ભાગ સાતમાં શું છે?
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • ધિક્કારને જડમૂળથી દૂર કરવો
    સજાગ બનો!—૨૦૦૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
wp22 નં. ૧ પાન ૮-૯
બે માણસો ગુસ્સામાં છે. એમાંનો એક માણસ ડાબી બાજુની ડાળ પર બેઠો છે અને બીજો જમણી બાજુની ડાળ પર. તેઓ કરવતથી પોતપોતાની ડાળીઓ કાપી રહ્યા છે.

નફરતને કઈ રીતે દૂર કરી શકાય?

૨ | બદલો ન લઈએ

ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે:

‘બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળો. જો શક્ય હોય તો બધા લોકો સાથે હળીમળીને રહેવા તમારાથી બનતું બધું કરો. તમે બદલો લેશો નહિ, જેમ શાસ્ત્રમાં લખેલું છે: “યહોવા કહે છે, ‘વેર વાળવું એ મારું કામ છે, હું બદલો લઈશ.’”’​—રોમનો ૧૨:૧૭-૧૯.

એનો શું અર્થ થાય?

કોઈ આપણી સાથે ખોટું કરે ત્યારે આપણને ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. તોપણ આપણે બદલો ન લેવો જોઈએ. કેમ કે ભગવાનને એ ગમતું નથી. તે ચાહે છે કે આપણે બધી બાબતોને તેમના હાથમાં સોંપી દઈએ. તેમણે વચન આપ્યું છે કે તે યોગ્ય સમયે પગલાં ભરશે અને આપણને ન્યાય અપાવશે.​—ગીતશાસ્ત્ર ૩૭:૭, ૧૦.

તમે શું કરી શકો?

બદલો લેવાથી વાત વધારે બગડે છે. એ જાણે નફરતની આગમાં ઘી નાંખવા જેવું છે. એટલે જો કોઈ તમને દુઃખ પહોંચાડે અથવા તમારું નુકસાન કરે તોપણ બદલો ન લો. ગુસ્સાને કાબૂમાં રાખો અને શાંત રહો. અમુક કિસ્સામાં તો જે બન્યું છે એને ભૂલી જવામાં જ સમજદારી હોય છે. (નીતિવચનો ૧૯:૧૧) જ્યારે બીજા અમુક કિસ્સામાં પગલાં ભરવાં તમને યોગ્ય લાગે. દાખલા તરીકે, જો કોઈ એવી વાત કરે, તમને મારે અથવા બીજી કોઈ રીતે હેરાન કરે તો પોલીસને જાણ કરવી કદાચ તમને યોગ્ય લાગે.

બદલો લેવાથી પોતાને જ નુકસાન થાય છે

માની લો, કોઈ બાબતનો શાંતિથી ઉકેલ લાવવા તમે બનતું બધું કર્યું છે. છતાં તમને કોઈ ઉકેલ મળતો નથી અને કોઈ રસ્તો દેખાતો નથી. તમે શું કરશો? એવા સંજોગોમાં પણ બદલો ન લો. એવું કરવાથી વાત વધારે બગડી જશે. મનમાંથી નફરત કાઢી નાખો. ભગવાન પર ભરોસો રાખો. તે જ સૌથી સારી રીતે એનો ઉકેલ લાવશે. બાઇબલમાં લખ્યું છે: “તેમના પર આધાર રાખ અને તે તારા માટે પગલાં ભરશે.”​—ગીતશાસ્ત્ર ૩૭:૩-૫.

મારો અનુભવ​—એડ્રિયન

બદલાની આગ હોલવી નાંખી

એડ્રિયન.

૧૩-૧૪ વર્ષની ઉંમરે એડ્રિયન ગુંડાગીરી કરવા લાગ્યા હતા. જો કોઈ એડ્રિયન નામ લે, તો તેને છોડે જ નહિ. તે કહે છે, “હું ઘણી વાર ઝઘડો કરી બેસતો. અરે, વાત ગોળીબાર સુધી પહોંચી જતી. કેટલીક વાર તો હું લોહીથી લથપથ થઈ જતો. લોકો મને મરેલો સમજીને રસ્તા પર ફેંકી દેતા.”

૧૬ વર્ષની ઉંમરે એડ્રિયન બાઇબલમાંથી શીખવા લાગ્યા. તે કહે છે, “બાઇબલ શીખવાથી મને અહેસાસ થયો કે મારે આદતો અને વાણી-વર્તન બદલવાની જરૂર છે.” તેમણે મનમાંથી નફરત કાઢવાની હતી અને ગુંડાગીરી છોડવાની હતી. તે રોમનો ૧૨:૧૭-૧૯માંથી શીખ્યા કે શા માટે બદલો ન લેવો જોઈએ. એ વાત તેમના દિલને સ્પર્શી ગઈ. તે કહે છે, “મને બાઇબલમાંથી ખાતરી મળી કે યહોવા યોગ્ય સમયે અને તેમની રીતે અન્યાય દૂર કરશે. એટલે મેં ધીરે ધીરે ગુંડાગીરી કરવાનું છોડી દીધું.”

એક સાંજે અમુક ગુંડાઓએ એડ્રિયન પર હુમલો કર્યો. બાઇબલ શીખતાં પહેલાં એડ્રિયનની એ ગુંડાઓ સાથે દુશ્મની હતી. એ ગુંડાઓના સરદારે ગુસ્સામાં બૂમ પાડીને એડ્રિયનને કહ્યું, “હિંમત હોય તો મારીને બતાવ.” એડ્રિયન કહે છે, “મનમાં તો થયું, હું પણ તેઓને પાઠ ભણાવી દઉં.” પણ એડ્રિયને એવું ન કર્યું. તેમણે બસ મનમાં યહોવાને પ્રાર્થના કરી અને ત્યાંથી નીકળી ગયા.

એડ્રિયન જણાવે છે, “મેં બીજે દિવસે એ સરદારને ફરી જોયો. આ વખતે તે એકલો હતો. તેને જોતાની સાથે જ મારો પિત્તો ગયો. મને થયું આજે તો બરાબર બદલો લઈશ. પણ ફરી એક વાર મેં મનમાં યહોવાને પ્રાર્થના કરી કે તે મને ગુસ્સા પર કાબૂ રાખવા મદદ કરે. પછી, જાણો છો શું થયું? એ સરદાર મારી પાસે આવ્યો અને કહ્યું, ‘કાલે જે બન્યું એ માટે હું માફી માગું છું. સાચું કહું, હું પણ તારા જેવો બનવા માગું છું. મારે પણ બાઇબલ શીખવું છે.’ એ સાંભળીને મારી ખુશીનો પાર ન રહ્યો. કેટલું સારું કે મેં ગુસ્સાને કાબૂમાં રાખ્યો. એના લીધે અમે બંને સાથે મળીને બાઇબલમાંથી શીખવા લાગ્યા.”

એડ્રિયનભાઈ વિશે વધારે જાણવા ૨૦૧૬, નં. ૫, પાન ૧૪-૧૫ ચોકીબુરજમાં (અંગ્રેજી) આપેલો લેખ જુઓ. એ jw.org પર પણ પ્રાપ્ય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો