વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp22 નં. ૧ પાન ૩
  • નફરત પર મેળવો જીત!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નફરત પર મેળવો જીત!
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • સરખી માહિતી
  • દુનિયામાં આટલી નફરત કેમ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • પ્રસ્તાવના
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • નફરત હશે જ નહિ!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • જ્યાં જુઓ ત્યાં લોકો નફરતનો શિકાર બને છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
wp22 નં. ૧ પાન ૩
ચિત્રો: એક માણસ એ વિચારીને નિરાશ છે કે જ્યાં જુઓ ત્યાં લોકો તેને નફરત કરે છે. ૧. એક સ્ત્રીના હાથમાં ફોન છે તે પેલા માણસ તરફ આંગળી ચીંધીને તેનું અપમાન કરે છે. ૨. એક બીજી સ્ત્રી તેને નીચો પાડી રહી છે. ૩. બીજો એક માણસ છાપું વાંચી રહ્યો છે અને ગુસ્સાથી પેલા માણસની સામે જોઈ રહ્યો છે. ૪. એક માણસ ટી.વી. પર સમાચાર આપી રહ્યો છે.

નફરત પર મેળવો જીત!

શું તમે કદી નફરતનો શિકાર બન્યા છો?

તમને કદાચ કોઈએ નફરત કરી ન હોય, પણ બીજાઓ સાથે એવું થતાં તમે ચોક્કસ જોયું હશે. તમે ઘણી વાર સમાચારોમાં પણ સાંભળ્યું હશે કે બીજાઓના દેશ, જાતિ, રંગ કે ધર્મને લીધે લોકો એકબીજાને નફરત કરે છે. એના લીધે મોટા મોટા ગુનાઓ કરે છે. એટલે ઘણા દેશોની સરકારોએ એવા કાયદા-કાનૂન બનાવ્યા છે, જેથી નફરતને લીધે ગુનો કરનારને કડકમાં કડક સજા કરી શકાય.

નફરતનો શિકાર બનેલા લોકો પણ બદલામાં નફરત કરે છે. તેઓ પણ ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. આમ નફરતનું ચક્ર ચાલ્યા જ કરે છે.

નફરતને લીધે કદાચ કોઈએ તમારી સાથે ભેદભાવ કર્યો હોય, તમને ખરું-ખોટું સંભળાવ્યું હોય, મહેણાં માર્યા હોય કે ધમકી પણ આપી હોય. નફરતને લીધે કેટલીક વાર તો લોકો ઝઘડો કે મારપીટ કરે છે. દાદાગીરી અને તોડફોડ કરે છે. બીજાઓ પર હુમલા કરે છે, બળાત્કાર કરે છે અને ખૂન પણ કરે છે. અરે, ઘણી વાર તો આખેઆખી જાતિનું નામનિશાન મિટાવી દેવાનો પ્રયત્ન કરે છે.

આ મૅગેઝિનમાં જોઈશું કે આપણે કઈ રીતે મનમાંથી નફરત કાઢી શકીએ. એમાંથી તમને આ સવાલોના જવાબ પણ મળશે:

  • લોકો કેમ એકબીજાને આટલી બધી નફરત કરે છે?

  • લોકો કઈ રીતે મનમાંથી નફરત કાઢી શકે?

  • શું લોકો એકબીજાને ક્યારેય નફરત ન કરે એવું બની શકે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો