અમારા વાચકો તરફથી
ઊંઘ “શા માટે તમારા શરીરને ઊંઘની જરૂર છે” લેખ માટે તમારો આભાર. (જૂન ૮, ૧૯૯૫) મારે કહેવું જ જોઈએ કે એણે મારી આંખો ખોલી નાખી. એક તબીબી વિદ્યાર્થીની તરીકે, મેં મારા અભ્યાસને પહોંચીવળવા ઊંઘના ઘણા મૂલ્યવાન કલાકો ગુમાવ્યા. મેં લેખમાં જણાવેલી કેટલીક અસરો સહન કરી હતી. હું ઊંઘની વધારે સારી ઢબ વિકસાવવા પ્રયાસ કરીશ.
એલ. એચ., ત્રિનિદાદ
દાદાદાદી “તમે દાદાદાદીની કદર કરો છો?” શૃંખલા વાંચીને મારી આંખમાં આનંદનાં આંસુ આવી ગયાં. (જુલાઈ ૮, ૧૯૯૫) મારા સાસુ-સસરા સાથે મારો સમય ઘણો કપરો જતો હતો, તેથી તમારો લેખ તદ્દન સમયસર આવ્યો. એણે મને સમજણ આપી કે હું તેઓ સાથે તેઓને યોગ્ય આદરથી વ્યવહાર રાખી રહી ન હતી. હું જરૂરી ફેરફારો કરવા લાગી, અને અમે બધા સુખી છીએ.
એ. ટી., કેનેડા.
અમારે મારા પપ્પાને નર્સિંગ હોમમાં મૂકવા પડ્યા ત્યારે, અમે સપ્તાહમાં ત્રણ વખત તેમની મુલાકાત લેવાનું નક્કી કર્યું. અમે બે વર્ષ સુધી એ વચન પાળ્યું. ઘરના રોજના નાના સમાચાર પણ તેમને માટે કેટલા મહત્ત્વના છે! આ ચાલુ રાખવા મક્કમ નિર્ણય જરૂરી બને છે, પરંતુ પૌત્રપૌત્રીઓ ઉપરાંત દાદાદાદીઓ એનાથી લાભ મેળવે છે.
પી. એલ., યુનાઈટેડ સ્ટેટ્સ
એક કેથલિક તરીકે, હું એ હકીકતથી પ્રભાવિત થઈ કે લેખોએ આચારસંહિતા કે ધર્મ પર ધ્યાન કેન્દ્રિત કર્યું નહિ, પરંતુ એ નિષ્પક્ષ હતા. તમે હિંમતપૂર્વક એક એવી જરૂર જણાવી છે જેની વ્યવહારૂ રીતે ઉપેક્ષા કરવામાં આવે છે.
એ. બી., કોસ્ટા રિકા
મોંની દુર્ગંધ તમારા માહિતીપ્રદ લેખ “મોંની દુર્ગંધ વિષે તમે શું કરી શકો?” માટે મારે તમારો આભાર માનવાનો છે. (જુલાઈ ૮, ૧૯૯૫) એ મારો કોયડો હતો! એ સાચું છે કે મોંની દુર્ગંધને કારણે તમે ઉદાસીન બની જાવ છો. મેં બે વખત દાંતના ડોક્ટરની મુલાકાત લીધી, પરંતુ હજુ પણ ગંધ આવતી હતી. મેં લેખમાંનાં સૂચનો લાગુ પાડ્યાં, અને એ સફળ થઈ રહ્યાં છે. કૃપા કરી ગોળા ફરતેના લોકોને મદદ કરવાનું ચાલુ રાખો.
આર. ઓ. આઇ., નાઇજીરિયા
ભારતીય સ્ત્રીઓ “ભારતીય સ્ત્રીઓ—૨૧મી સદીમાં જવા ગતિમાન” લેખની હું કદર કરું છું. (ઓગસ્ટ ૮, ૧૯૯૫) મને ભારત હંમેશા મુગ્ધ કરનારું લાગતું હતું, કેમ કે એની સંસ્કૃતિ મારા દેશ કરતાં ઘણી જુદી છે. તમારા લેખે બતાવ્યું કે ફક્ત દેવના રાજ્ય હેઠળ જ ભારતીય સ્ત્રીઓને સાચી સ્વતંત્રતા મળી શકે. હું તે સમયની રાહ જોઉં છું જ્યારે સ્ત્રીઓ આદર આપે છે તે પતિઓ તેઓને સાચે જ પ્રેમ કરશે અને તેઓ પર મમતા રાખશે.
ડબલ્યુ. એસ., બ્રિટિશ કોલંબિયા
માસિક બંધ થઈ જવું અમે સ્ત્રીઓના રોગની દવાઓમાં વિશેષજ્ઞ ફાર્માસ્યુટિકલ કંપની ચલાવીએ છીએ. અમને માસિક બંધ થવા વિષે લેખ જેનું શીર્ષક હતું “વધુ સારી સમજણ મેળવવી” (અવેક! ફેબ્રુઆરી ૨૨, ૧૯૯૫) બહુ રસપ્રદ લાગ્યો, અને તમે વિષય હાથ ધર્યો એનો અમને આનંદ થયો. તેમ છતાં, બોક્ષ “એસ્ટ્રોજીન રીપ્લેસમેન્ટ ઉપચાર વિષે શું?” જણાવે છે કે “હોર્મોન ફેરબદલી ઉપચારમાં પ્રોજેસ્ટેરોન ઉમેરવું . . . હૃદયરોગ પર એસ્ટ્રોજીનની લાભદાયી અસરનો વિરોધ કરે છે.” ખાસ કરીને કુદરતી પ્રોજેસ્ટિન્સમાં આ હંમેશા સાચું નથી.
ડો. ટી. ડબલ્યુ. અને જે. કે., જર્મની
અમને છેલ્લામાં છેલ્લી માહિતી આપવા માટે આભાર. વધુ જૂના ઉદ્ભવોએ જણાવ્યું કે પ્રોજેસ્ટીન્સ HDLનું, અથવા “સારા” કોલેસ્ટરોલનું, સ્તર નીચું ઉતારી શકે, એમ હૃદયરોગનું જોખમ વધારે છે તે જ સમયે, વધુ તાજેતરની શોધ જુદું બતાવે છે. “જામા”ના જાન્યુઆરી ૧૮, ૧૯૯૫ના અંકમાં જણાવવામાં આવેલો એક તાજેતરનો અભ્યાસ દાવો કરે છે કે “એસ્ટ્રોજીન એકલું જ અથવા પ્રોજેસ્ટીન સાથેના સંયોજનમાં [“સારા” કોલેસ્ટરોલનું સ્તર] સુધારે છે.” નિ:શંક હોર્મોન સારવારની લાંબાગાળાની બધી અસરો પૂરી સમજાય તે પહેલાં વધુ સંશોધન કરવાનું રહેશે.—તંત્રી. (g96 3/8 & 3/22)