વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૬/૮ પાન ૧૩-૧૪
  • અપંગ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અપંગ
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • એટલું સહેલું નથી
  • મારી વ્યક્તિગત ભલામણ
  • ગાડી ચલાવવી કે નહિ—જવાબદાર નિર્ણય
  • મારી કાર અને મારું સેવાકાર્ય
  • વ્હીલચેર વિષે શું?
  • શું મારે વાહન ચલાવવાનું બંધ કરી દેવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • વાહન અકસ્માત—તમે કેટલા સલામત છો?
    સજાગ બનો!—૨૦૦૨
  • કાર ઍક્સિડન્ટ કઈ રીતે ટાળી શકાય?
    સજાગ બનો!—૨૦૧૨
  • જ્યારે સર્વ અપંગતાઓ જતી રહેશે
    સજાગ બનો!—૧૯૯૯
સજાગ બનો!—૧૯૯૬
g96 ૬/૮ પાન ૧૩-૧૪

અપંગ

છતાં વાહન ચલાવી શકું છું

“હું કાર ચલાવી શકું છું!” એ શબ્દો તમને નોંધપાત્ર ન લાગી શકે, પરંતુ એની મારા પર ઊંડી અસર પડી હતી. એ બોલનાર ૫૦ વર્ષનો માણસ મારી સમક્ષ જમીન પર હતો. તે બાળક હતો ત્યારે તેને પોલિયો થયો હોવાથી, તેના પગ જરા પણ વધ્યા ન હતા. નાના અને નકામા હોવાથી એને તેના શરીર નીચે વાળી રાખવામાં આવતા. તથાપિ, વર્ષો સુધી હાથથી ચાલવાને લીધે તેના હાથ અને ખભા શક્તિશાળી બન્યા હતા. અને તેની સ્વદયાના પૂરેપૂરા અભાવે મને શરમાવ્યો—ખાસ કરીને જ્યારે તે ગાડી ચલાવવા વિષે બોલ્યો ત્યારે તેના અવાજમાંના આનંદી ગર્વએ.

વાત એમ હતી કે, હું ૨૮ વર્ષનો હતો ત્યારે મને પણ પોલિયો થયો હતો. હું ઘોડી વિના ચાલી શકીશ નહિ એ સમાચારથી હું તારાજ થયો હતો. આ માણસના સાદા શબ્દોએ ઉદાસીનતાનો સામનો કરવામાં મને મદદ કરી. મેં વિચારદલીલ કરી કે, તે મારા કરતા વધુ અપંગ હોવા છતાં, પોતાના દર્દને આંબી શકે છે તો, હું શા માટે એમ ન કરી શકું? મેં ત્યાં જ નક્કી કર્યું કે હું પણ ફરીથી કાર ચલાવીશ!

એટલું સહેલું નથી

એ ૪૦ વર્ષ અગાઉ બન્યું. એ સમયે, અપંગ વ્યક્તિ તરીકે કાર ચલાવવી કાચાપોચા માણસનું કામ ન હતું. મારી ફેરફાર કરેલી કાર ઘણું બુદ્ધિપૂર્વકનું યંત્ર હતી! મારી ડાબી બગલ નીચે આવે એવો ટેકો જોડવામાં આવ્યો હતો, જે ક્લચ સુધી પહોંચતો હતો. હું ડાબો ખભો આગળ ખસેડી ક્લચ વાપરતો. એક્સીલરેટર શરૂઆતની મોડેલ ટી ફોર્ડ કારનું હાથથી ચાલતું લીવર હતું, અને બ્રેક પણ હાથથી ચલાવવાનું લીવર હતું. શું તમે મને ગાડી ચલાવતા કલ્પી શકો છો? મારો ખભો આગળ પાછળ ખસી રહ્યો હતો, મારો ડાબો હાથ સ્ટીયરીંગ અને બ્રેક સંભાળતો, અને મારો જમણો હાથ સ્ટીયરીંગ, એક્સીલરેટર, તથા દિશાસૂચનમાં પરોવાયેલો હતો! (ઓસ્ટ્રેલિયામાં અમે રસ્તાની ડાબી બાજુ ગાડી ચલાવીએ છીએ.) એ સમયે કારમાં દિશાસૂચક લાઈટો ન હતી.

હું આભારી છું કે એ દિવસોની અગવડભર્યાં સાધનોવાળી ગાડી ચલાવવાની બાબત જૂની થઈ છે. આજે, સ્વયંસંચાલિત ગીયર અને દિશાસૂચન માટેના બટનોએ ગાડી ચલાવવી ઘણી જ સહેલી બનાવી છે. ટેકનોલોજીની પ્રગતિએ ઘણી અપંગ વ્યક્તિઓ માટે ગાડી ચલાવવી શક્ય બનાવ્યું છે. સામાન્ય રીતે વપરાતાં સાધનોમાંનાં કેટલાંક પાન ૧૪ પરના બોક્ષમાં વર્ણવવામાં આવ્યાં છે.

મારી વ્યક્તિગત ભલામણ

તમે અપંગ હો અને ગાડી ચલાવી શકો એ માટે તમારા વાહનમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા હો તો, હું ખાસ સલાહ આપું છું કે તમે એ ક્ષેત્રમાંના નિષ્ણાતને મળો. તે વાહનચાલક તરીકે તમારી અને તમારા પેસેન્જરોની સુરક્ષા માટે બધા યંત્રોની તપાસ કરવાની ગોઠવણ કરી શકે. અકસ્માતની શક્યતાને લીધે, માન્ય વીમા કંપનીનો વિસ્તૃત (comprehensive) વીમો હોવો મહત્ત્વનું છે.

સામાન્ય રીતે, ગાડી ચલાવતી વખતે સાથે કોઈકને રાખવું ડહાપણભરી સાવધાની થશે. એક પ્રાચીન નીતિવચન ચતુરાઈપૂર્વક સલાહ આપે છે: “એક કરતા બે ભલા, કેમ કે સાથે મળી તેઓ વધારે અસરકારકપણે કાર્ય કરી શકે. તેઓમાંનો એક પડી જાય તો, બીજો એને ઊભો થવા મદદ કરી શકે. પરંતુ વ્યક્તિ એકલી હોય અને પડી જાય તો, બહુ ખરાબ, કેમ કે તેને મદદ કરવા માટે કોઈ નથી.” (સભાશિક્ષક ૪:૯, ૧૦, ટૂડેઝ ઇંગ્લીશ વર્શન) તમને અકસ્માત થાય, ગાડી બગડે, કે પંચર પડે તો સંગાથી ઘણો મદદરૂપ થઈ શકે. ગાડી ચલાવનાર કેટલીક અપંગ વ્યક્તિઓ કારમાં સેલ્યુલર [મોબાઈલ] ફોન રાખે છે. એમ તેઓ વધુ આત્મવિશ્વાસસહિત, જરૂર હોય તો, એકલા ગાડી ચલાવી શકે.

ગાડી ચલાવનાર અપંગ વ્યક્તિ માટે વાહનચાલકોને રસ્તામાં મદદ કરતા સંગઠનમાં જોડાવું પણ બુદ્ધિપૂર્વકનું થશે જેથી દિવસે કે રાતે મદદ માટેની વિનંતીનો તરત પ્રત્યુત્તર આપવામાં આવે. સામાન્ય રીતે વાર્ષિક ફી નજીવી હોય છે—એ રજૂ કરી શકે એવી મનની શાંતિ માટે ચૂકવવાની નજીવી કિંમત.

કહેવાની જરૂર રહેતી નથી કે આપણ અપંગ વાહનચાલકોએ આપણી મર્યાદાઓ સ્વીકારવી જોઈએ અને તદનુસાર ચલાવવું જોઈએ. આપણે બીજાઓ જેટલી જ સારી રીતે ચલાવી શકીએ છીએ એમ સાબિત કરવા માટે આક્રમક રીતે ચલાવવાની જરૂર નથી. એને બદલે, ઘણા અપંગ વાહનચાલકો પોતાના વાહન પર એમ કહેતી નોટિસ લગાવે છે: “સાવધાન—અપંગ ડ્રાઇવર,” કે એવા જ શબ્દોવાળી નોટિસ. એ ફક્ત એવી નોટિસ છે કે અપંગ વાહનચાલક સાવધ હશે અને બીજાઓ કરતા વધારે ધીમે ચલાવશે. એનો અર્થ એવો થતો નથી કે બીજાઓએ આસપાસમાં રહેવું નહિ. હકીકતમાં, ખાસ કરીને આધુનિક ઉપકરણો આવ્યા ત્યારથી, બ્રેક મારવામાં અપંગ વ્યક્તિ અપંગ ન હોય એવી વ્યક્તિ કરતા ભાગ્યે જ વધારે સમય લે છે.

ગાડી ચલાવવી કે નહિ—જવાબદાર નિર્ણય

તમે અપંગ હો અને કાર ચલાવવા માગતા હો તો, તમારે અત્યંત ગંભીરપણે બાબત હાથ ધરવી જોઈએ. પ્રથમ, તમારા ડોક્ટર અને કુટુંબના સભ્યોની સલાહ લો. તમે આવા પ્રશ્નો પણ વિચારી શકો: શું મારે ગાડી ચલાવવાની જરૂર છે? શું હું શક્ય અકસ્માત હાથ ધરી શકું? શું હું મારા ભયને આંબી શકું? કયા લાભ રહેલા છે? શું હું ગાડી ચલાવી શકવાને લીધે પાછો નોકરી કરી શકીશ? શું એ મને બીજા લોકો સાથે વધારે ભળવામાં મદદ કરશે?

ક્યારે ગાડી ચલાવવાનું બંધ કરવું એ જાણવું પણ અગત્યનું છે. અપંગ હોય કે ન હોય, કોઈ પણ વાહનચાલક માટે એવો દિવસ આવી શકે, જ્યારે ઘટેલી નિર્ણાયકતા અને ધીમા પડેલા પ્રત્યાઘાત એવો નિર્ણય જરૂરી બનાવી શકે. તમારે માટે એવો સમય આવે તો, યાદ રાખો કે તમારે પોતા કરતા વધુનો વિચાર કરવાનો છે. તમે જેઓને ચાહો છો—તમારું કુટુંબ અને વળી તમારો પડોશી, અર્થાત્‌ રસ્તા પરનો તમારો સાથી માનવી—તેઓ વિષે શું? શું તમારું બગડેલું ડ્રાઇવીંગ તેને માટે ખરેખરું જોખમ ઊભું કરી શકે?

મારા વતન ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોમાં, ૬૫થી વધુ વયનો અપંગ વાહનચાલક દર વખતે ડ્રાઇવીંગ લાયસન્સ ફક્ત એક વર્ષ માટે જ નવું કરાવી શકે છે—અને પહેલાં તે ડોક્ટરનું એવું સર્ટિફિકેટ લાવે કે તેને તેની ગાડી ચલાવવાની ક્ષમતાને અવરોધરૂપ કોઈ તબીબી કોયડો નથી ત્યારે જ.

મારી કાર અને મારું સેવાકાર્ય

આ ઝડપી યુગમાં, કેટલાક દેશોમાં ખ્રિસ્તીઓ માટે વાહન હોવું એક જરૂરિયાત બની ગઈ છે. કારે તેઓને હજારો, કદાચ લાખો, લોકોને દેવના રાજ્યના સુસમાચાર પહોંચાડવામાં મદદ કરી છે. (માત્થી ૨૪:૧૪) મારા જેવી શક્તિહીન વ્યક્તિઓ માટે એ વિશેષ સાચું છે. મારી વ્યક્તિગત જરૂરિયાતો પ્રમાણે ફેરફાર કરેલું મારું વાહન મને બીજાઓને ખાતરીપૂર્વક એમ કહેવા શક્તિમાન કરે છે કે અકસ્માત, માંદગી, અને સર્વ અપંગતાથી મુક્ત હોય એવી નવી દુનિયા જલદી જ આવશે. (યશાયાહ ૩૫:૫, ૬) કેટલાક અપંગ લોકો તો પૂરેપૂરા સમયના સુવાર્તિક તરીકે સેવા પણ કરી શક્યા છે.

યુ.એસ.એ.ના આયોવામાં, વ્હીલચેરમાંની એક યહોવાહની સાક્ષી ઘણા વર્ષોથી એમ કરી શકી છે. તે વર્ણવે છે કે તેની મેટાડોરે તેને ઘણી મદદ કરી છે; એક સાથી સાક્ષીએ એના ખાસ ઉપકરણોની રચના કરી, જેમ કે તેને ઊંચકીને મેટાડોરમાં મૂકે એવું સાધન. એકવાર અંદર આવ્યા પછી, તે વ્હીલચેરમાંથી ડ્રાઇવરની સીટમાં આવે છે. તે કહે છે: “એ રીતે હું બહાર જઈને લોકોને તેઓના ઘરે મળી શકું છું, અને સામાન્ય રીતે હું ઘણા બાઇબલ અભ્યાસો ચલાવી શકું છું.”

મારા પોતાના કિસ્સામાં, હું પૂરેપૂરા સમયનું સેવાકાર્ય કરી શકતો નથી છતાં, મારું ફેરફાર કરેલું વાહન પ્રચારકાર્ય માટે અમૂલ્ય પૂંજી છે. વર્ષો સુધી હું ઘોડી લઈને ઘરેઘરે ગયો, પરંતુ સમય ગયો તેમ, મારા હાથ અને ખભાને હાનિ થવા લાગી. તેથી મારે ઓછી મહેનતવાળી રીત શોધવી પડી. હું શહેરમાં કામ કરતો હોઉં કે ગામડામાં, હું એવા ઘરો પસંદ કરું છું જેઓના આંગણામાં ગાડી લઈ જઈને હું બારણા નજીક જઈ શકું.

મારી પ્રથમ મુલાકાતમાં, સામાન્ય રીતે હું ગાડીમાંથી નીકળી, ઘોડી લઈને બારણા સુધી જાઉં છું, અને મારી મુલાકાતનો હેતુ ટૂંકમાં સમજાવું છું. ઘરમાલિક સંદેશામાં કંઈક રસ બતાવે તો, હું મૈત્રી બાંધવાનો પ્રયત્ન કરું છું જેથી ત્યાર પછીની મુલાકાત વખતે કારનો હોર્ન વગાડી મારી હાજરી જાહેર કરવાની છૂટ લઈ શકું—હવે એ મારી પાસે બહાર આવવાનો તેઓનો વારો છે.

આ અભિગમ સફળ થાય છે. મોટા ભાગના ઘરમાલિકો, અગવડ અનુભવવાને બદલે, થોડી મિનિટો મારી સાથે કારમાં બેસવા સહમત થાય છે જેથી અમે સગવડભરી રીતે, અને આબોહવાથી સુરક્ષિતપણે વાત કરી શકીએ. મારી પાસે હંમેશા કેટલાક ઘરમાલિકો હોય છે જેઓ મારી મુલાકાત આવકારતા હોય અને બાઇબલના ઉત્તેજનકારક સંદેશાની ચર્ચા કરવાની રાહ જોતા હોય તથા નવાં ચોકીબુરજ અને સજાગ બનો! સામયિકો લેતા હોય.

અલબત્ત, દરેક અપંગ વ્યક્તિની સ્થિતિ જુદી હોય છે. પરંતુ કદાચ વાહન ચલાવવાથી તમને પણ એવા જ લાભો થશે જે મને થયા છે—તાજો આત્મવિશ્વાસ, સ્વતંત્રતા, બીજાઓને મદદ કરવાની તક, અને “હું ગાડી ફેરવવા જાઉં છું!” કહી શકવાનો ઘણો જ આનંદ.—સેસલ ડબ્લ્યૂ. બ્રુનના કહ્યા પ્રમાણે. (g96 5/8)

[પાન ૧૪ પર બૉક્સ]

અપંગો માટે કારમાં કેવા ફેરફાર કરવામાં આવે છે

મોટા ભાગના અપંગ વાહનચાલકો તેઓના પગ ન કરી શકે એ કરવા માટે હાથનો ઉપયોગ કરે છે. એક પ્રકારનું હાથનું ઉપકરણ ખાસ સગવડભર્યું છે. એ એવું લીવર છે જે સ્ટીયરીંગ વ્હીલની નીચે સારી રીતે બંધબેસે છે અને સ્ટીયરીંગના દંડામાંથી નીકળે છે. સ્ટીલનો એક દંડો આ લીવરમાંથી બ્રેક સુધી જાય છે. લીવરને આગળ ખસેડવાથી બ્રેક લાગે છે.

એ માળખામાંથી, એક તાર એક્સીલરેટર સાથે જોડેલો હોય છે. લીવર બે દિશામાં ખસે છે: બ્રેક મારવા માટે આગળ અને એક્સીલરેટર માટે ઉપર. એ માટે થોડી જ શક્તિની જરૂર પડે છે. આ પ્રકારના હાથના ઉપકરણનો એક ખાસ લાભ એ છે કે એ બીજાઓને એ વાહન સામાન્ય રીતે ચલાવવામાં જરા પણ અવરોધરૂપ બનતું નથી. વધુમાં, એ માળખું બીજી કારમાં સહેલાયથી ખસેડી શકાય છે.

જેઓના હાથની શક્તિ ઓછી થઈ હોય તેઓ માટે, હાથના આ ઉપકરણમાં ફેરફાર પ્રાપ્ય છે. એ સરખી જ રીતે કામ કરે છે, અર્થાત્‌ આગળ ખસેડવાથી બ્રેક લાગે, પરંતુ નીચે ખસેડવાથી એક્સીલરેટ થાય જેથી ફક્ત હાથના વજનથી જ એક્સીલરેટર વાપરી શકાય.

વ્હીલચેર વિષે શું?

અપંગ વાહનચાલક માટે વધારાનો કોયડો રહેલો છે: તેણે વ્હીલચેરનું શું કરવું? ઘણા યુવાન વાહનચાલકો બે બારણાવાળી કાર ખરીદે છે જેમાં તેઓ ડ્રાઇવરની બેઠક પાછળની જગ્યામાં વ્હીલચેર મૂકી શકે છે. અલબત્ત, એ માટે હાથ અને ખભામાં ઘણું જોર હોવું જરૂરી છે. મજબૂત ન હોય એવા લોકોએ પાસેથી પસાર થતી મૈત્રીપૂર્ણ વ્યક્તિ વ્હીલચેર ઊંચકીને વાહનમાં મૂકી આપે ત્યાં સુધી રાહ જોવી જોઈએ.

એક વિકલ્પ છે, કારના છાપરે આવેલું, ફાયબરગ્લાસનું મોટું બોક્ષ ધરાવતું, વ્હીલચર ઊંચકતું ઉપકરણ. બટન દબાવતા, એક નાની મોટર બોક્ષને ધીમેથી બાજુએ ઉતારે છે જેથી ગરગડી દ્વારા વ્હીલચેરને એમાં ચઢાવી શકાય. એકવાર ચઢાવ્યા પછી, બોક્ષ સીધું રહે છે. ઓસ્ટ્રેલિયામાં પ્રાપ્ય એવું એક યંત્ર કારના સિગારેટ લાયટર સાથે સરળતાથી જોડી શકાય છે.

વ્હીલચેર ઉપર ચઢાવતા એ યંત્રનો એક ગેરલાભ એ છે કે એ કાર માટે પવનમાં અવરોધ ઊભો કરે છે, જે બળતણનો વપરાશ ૧૫થી ૨૦ ટકા વધારે છે. વધુમાં, એ ઉપકરણની કિંમત ઘણી હોય શકે. તથાપિ, ઘણા લોકો ઉપર ચઢાવતું એ યંત્ર પસંદ કરે છે કેમ કે એ સ્વતંત્રતા રજૂ કરે છે. એક અપંગ સ્ત્રીએ કહ્યું: “વ્હીલચેર ઉતારવા માટે મારી સાથે અથવા મારે પહોંચવાના સ્થળે કોઈ ન હોય છતાં હવે હું બધે એકલી જઈ શકું છું.”

[પાન ૧૩ પર ચિત્રો]

હું મારી કારમાંથી સાક્ષી આપી શકું છું

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો