જ્યારે સર્વ અપંગતાઓ
જતી રહેશે
બંને હાથપગે અપંગ વ્યક્તિએ કહ્યું કે મોટા ભાગના લોકો ફક્ત “થોડા સમય માટે જ તંદુરસ્ત” હોય છે. એ કેટલું સાચું છે, કારણ કે વહેલા કે મોડા આપણે સર્વ શારીરિક રીતે બીમાર પડીએ છીએ! આથી, ચશ્મા, કોન્ટેક લૅન્સ, બનાવટી દાંતો, સાંભળવાનું મશીન, ઈલેક્ટ્રોનિક પેસમેકર્સ (હૃદયના ધબકારાને સમતોલમાં રાખવાનું સાધન) અને કૃત્રિમ ઘૂંટણો બેસાડવાની માંગ વધી રહી છે. રૂમી ૮:૨૨ કહે છે તેમ, “અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.”
આ કારણે, આપણ સર્વ, આજ્ઞાધીન માણસજાતને ન્યાયી “નવી દુનિયા”માં સંપૂર્ણ શારીરિક તંદુરસ્તીમાં, પુન:સ્થાપવાના દેવના વચનથી દિલાસો આપવામાં આવ્યો છે. (૨ પીતર ૩:૧૩; પ્રકટીકરણ ૨૧:૩, ૪) યશાયાહ ૩૫:૫, ૬ કહે છે: “ત્યારે આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે, ને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે. લંગડો હરણની પેઠે કૂદશે, ને મૂંગાની જીભ ગાયન કરશે.”
બાઇબલ ભાખે છે કે આ વર્તમાન દુષ્ટ વસ્તુવ્યવસ્થાના વિનાશમાંથી ‘એક મોટું ટોળું’ બચી જશે. (પ્રકટીકરણ ૭:૯, ૧૪; ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯) નિ:શંક, એ વિનાશ પછી તરત જ, ગંભીર અક્ષમતાઓ અને આરોગ્ય સમસ્યાઓ છે તેવાઓ તાત્કાલિક પોતાની ખોડખાંપણોમાંથી રાહત અનુભવશે! (યશાયાહ ૩૩:૨૪) દેવની નવી પૃથ્વી પર સાજાપણું થવાનું છે એની પૂર્વછાયા ઈસુ પૃથ્વી પર હતા ત્યારે કરી હતી. (માર્ક ૫:૨૫-૨૯; ૭:૩૩-૩૫ સરખાવો.) લોકોએ અનુભવેલી તંદુરસ્તી અને અપંગતા તેઓના કૃત્રિમ હાથપગ, ઘોડી અને વ્હીલચેરને દૂર કરશે ત્યારે તેમના આનંદનું વર્ણન કરવું પણ અશક્ય થશે! સ્વસ્થ તંદુરસ્તીમાં, તેઓ દેવે પૃથ્વીને પારાદેશમાં ફેરવવાની આપેલી સોંપણીમાં સાથોસાથ કામ કરી શકશે.—લુક ૨૩:૪૩.
એ સમય આવતા સુધી, અપંગ વ્યક્તિઓએ હજુ સુધી પોતાની અપંગતાઓ સાથે લડત આપવાની છે. કૅનેડાનો અપંગ નેલસન કહે છે: “મને મારા પોતા પર દયા આવે ત્યારે, હું ઈસુના માત્થી ૨૪:૧૩ના શબ્દો યાદ કરું છું કે જે કહે છે ‘પણ અંત સુધી જે કોઈ ટકશે તેજ તારણ પામશે.’” પોતાની અપૂર્ણતાઓ હોવા છતાં, અપંગ વ્યક્તિઓ ખ્રિસ્તી વિશ્વાસ ટકાવી રાખીને સૌથી મહત્ત્વના—આત્મિક રીતે—સંપૂર્ણ અને સ્વસ્થ બની શકે.—યાકૂબ ૧:૩, ૪.
યહોવાહના સાક્ષીઓએ લાખો વ્યક્તિઓને આ પ્રકારનો વિશ્વાસ અપનાવવા મદદ કરી છે. અગાઉના લેખમાં ઉલ્લેખવામાં આવેલા અપંગ ડેલ કહે છે: “મારા જેવી શારીરિક સમસ્યાઓ ખરેખર હંગામી ધોરણે છે એવું મે જાણ્યું ત્યારે મને કેવું લાગ્યું એ હું વ્યક્ત કરી શકતો નથી.” હા, આ પ્રકારની આશાના લીધે ડેલ અને તેના જેવા બીજા ઘણાઓને ભાગ્યે જ અપંગ કહી શકાય.
આવનાર વિનાશમાંથી બચનારાઓ પોતાની અપૂર્ણતાઓમાંથી અદ્ભુત સાજાપણાનો આનંદ માણશે