વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૯/૮ પાન ૩
  • વિપત્તિની પેદાશ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિપત્તિની પેદાશ
  • સજાગ બનો!—૧૯૯૬
  • સરખી માહિતી
  • શરણાર્થીઓની વધી રહેલી સંખ્યા
    સજાગ બનો!—૧૯૯૬
  • “આનંદથી યહોવાની સેવા” કરવા ‘પરદેશીઓને’ મદદ કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • શરણાર્થી કટોકટી—લાખો લોકો યુક્રેઇનથી ભાગી રહ્યા છે
    બીજા વિષયો
  • ઉકેલ શું છે?
    સજાગ બનો!—૧૯૯૬
સજાગ બનો!—૧૯૯૬
g96 ૯/૮ પાન ૩

વિપત્તિની

પેદાશ

એક શરણાર્થી હોવું એ શાના જેવું છે? કલ્પના કરો કે તમે શાંતિથી જીવી રહ્યા છો, પરંતુ અચાનક જ તમારી આખી દુનિયા બદલાઈ જાય છે. રાતોરાત પડોશીઓ દુશ્મન બની જાય છે. સૈનિકો આવી રહ્યા છે જેઓ તમારા ઘરો લૂંટી જશે અને બાળી નાખશે. તમારી પાસે સામાન બાંધવા માટે અને તમારું જીવન બચાવવા નાસવા માટે દસ મિનિટ છે. તમે માત્ર એક નાની થેલી લઈ શકો છો, કેમ કે તમારે એ ઘણા કિલોમીટર સુધી ઊંચકવી પડશે. તમે એમાં શું મૂકશો?

તમે બંદૂક તથા તોપ ફૂટવાના અવાજો મધ્યેથી જઈ રહ્યા છો. તમે બીજાઓ સાથે જોડાવ છો જેઓ પણ નાસી રહ્યા છે. દિવસો પસાર થાય છે; તમે ભૂખ્યા, તરસ્યા, અને થાકીને લોથપોથ થયેલા ઢસડાતા ઢસડાતા આગળ વધો છો. બચવા માટે તમારે તમારું શરીર થાક્યા વિના આગળ લઈ જવું જ પડશે. તમે જમીન પર સૂઈ જાવ છો. તમે કંઈક ખાવા માટે ખેતરમાં જમીન ખોતરી જુઓ છો.

તમે એક સલામત દેશ પાસે પહોંચો છો, પરંતુ સરહદ રક્ષકો તમને ઓળંગવા દેતા નથી. તેઓ તમારી થેલી તપાસે છે અને દરેક કીમતી વસ્તુઓ ખૂંચવી લે છે. તમે બીજા થાણે જાઓ છો અને સરહદ ઓળંગો છો. તમને શરણાર્થીઓની એક ગંદી છાવણીમાં રાખવામાં આવે છે, જેની આસપાસ કાંટાળી વાડ છે. તમે તમારા જેવી કફોડી સ્થિતિવાળા લોકોથી ઘેરાયેલા હોવા છતાં, તમને એકલાપણું અને વ્યાકુળતા લાગે છે.

તમે તમારા કુટુંબ તથા મિત્રોની સોબતને યાદ કરો છો. તમે પોતાને બીજાઓની મદદ પર પૂરેપૂરા નિર્ભર થતા જુઓ છો. કોઈ નોકરી નથી અને કંઈ કરવાનું નથી. તમે આશાવિહીનતા, હતોત્સાહ, અને ગુસ્સાની લાગણીઓ સામે ઝઝૂમો છો. તમે તમારા ભાવિ વિષે ચિંતા કરો છો, એ જાણીને કે છાવણીમાંનો તમારો મુકામ શક્યપણે હંગામી જ હશે. છેવટે તો, છાવણી કંઈ ઘર નથી—એ એક પ્રતીક્ષાલય જેવું છે અથવા એવા લોકોનું એક ગોદામ છે જે કોઈને જોઈતા નથી. તમને નવાઈ લાગે છે કે કદાચ તમને બળજબરીથી તમે જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા મોકલી દેવામાં આવશે.

આજે લાખોનો એ અનુભવ છે. યુનાઈટેડ નેશન્સ હાઇ કમિશ્નર ફોર રેફ્યુજીઝ (UNHCR, યુએનએચસીઆર) અનુસાર, વિશ્વવ્યાપી ૨.૭ કરોડ લોકો યુદ્ધ અને સતાવણીમાંથી નાસી છૂટ્યા છે. વધારાના ૨.૩ કરોડ લોકોને તેઓના પોતાના દેશોમાં જ વિસ્થાપિત કરવામાં આવ્યા છે. સરવાળે, પૃથ્વી પરના દર ૧૧૫માંથી ૧ જણને નાસવા માટે ફરજ પાડવામાં આવી છે. મોટા ભાગનાં સ્ત્રીઓ અને બાળકો છે. યુદ્ધ અને વિપત્તિની પેદાશ, અર્થાત્‌ શરણાર્થીઓને એવા જગતમાં નિરાશ્રિતો બનાવવામાં આવે છે જે જગતને એ લોકો જોઈતા હોતા નથી, એવું જગત તેઓને તેઓના વ્યક્તિગત ગુણોને લીધે નહિ, પરંતુ તેઓ શરણાર્થીઓ છે એને લીધે નકારે છે.

તેઓની હાજરી જગત ફરતેની અગાધ ઊથલપાથલનો એક સંકેત છે. UNHCR જણાવે છે: “શરણાર્થીઓ સામાજિક પતનનું આખરી લક્ષણ છે. તેઓ કારણો અને અસરોની સાંકળની છેલ્લી, અને સુસ્પષ્ટ કડી છે જે દેશના સામાજિક અને રાજકીય પતનના પ્રમાણનું અર્થઘટન કરે છે. ગોળાવ્યાપી નજર કરતાં, તેઓ માનવ સંસ્કૃતિની હયાત સ્થિતિનું એક સૂચક છે.”

નિષ્ણાતો કહે છે કે કોયડાનું પ્રમાણ અભૂતપૂર્વ છે અને એ અનંતપણે વધતું જ જાય છે. એ પરિસ્થિતિ શાનાથી ઊભી થઈ? શું કોઈ ઉપાય છે? હવે પછીના લેખ એ પ્રશ્નો તપાસશે.

(g96 8/22)

ડાબી બાજુએ છોકરો: UN PHOTO 159243/J. Isaac

U.S. Navy photo

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો