વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૯/૮ પાન ૪
  • શરણાર્થીઓની વધી રહેલી સંખ્યા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શરણાર્થીઓની વધી રહેલી સંખ્યા
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • શા માટે કોયડો વધુ ખરાબ થતો જાય છે?
  • અનિચ્છનીય લાખો
  • બાબતો જટિલ શાથી થાય છે?
  • ધિક્કાર અને ભય
  • “આનંદથી યહોવાની સેવા” કરવા ‘પરદેશીઓને’ મદદ કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • ઉકેલ શું છે?
    સજાગ બનો!—૧૯૯૬
  • શરણાર્થી કટોકટી—લાખો લોકો યુક્રેઇનથી ભાગી રહ્યા છે
    બીજા વિષયો
  • વિપત્તિની પેદાશ
    સજાગ બનો!—૧૯૯૬
સજાગ બનો!—૧૯૯૬
g96 ૯/૮ પાન ૪

શરણાર્થીઓની વધી રહેલી સંખ્યા

મોટા ભાગનો માનવ ઇતિહાસ યુદ્ધો, દુકાળ, અને સતાવણીથી કલંકિત થયેલો છે. પરિણામે, આશ્રયની જરૂરવાળા લોકો હંમેશા રહ્યા છે. ઇતિહાસમાં, રાષ્ટ્રો અને લોકોએ જરૂરવાળાઓને આશ્રય આપ્યો છે.

પ્રાચીન એઝ્ટેક્સ, આશ્શૂરીઓ, ગ્રીકો, હેબ્રીઓ, મુસ્લિમો અને બીજાઓએ આશ્રય આપતા નિયમોનું બહુમાન કર્યું હતું. ગ્રીક ફિલસૂફ પ્લેટોએ ૨૩થી વધારે સદીઓ અગાઉ લખ્યું: “પોતાના દેશવાસીઓ તથા કુટુંબથી અલગ થયેલો પરદેશી, માણસોના અને દેવોના ભાગે અધિક પ્રેમનો વિષય હોવો જોઈએ. તેથી સાવચેતીનાં સર્વ પગલાં લેવામાં આવવાં જ જોઈએ જેથી પરદેશીઓ વિરુદ્ધ કંઈ ખોટું કરવામાં ન આવે.”

વીસમી સદી દરમ્યાન, શરણાર્થીઓની સંખ્યા અનેક ગણી વધી છે. વિશ્વયુદ્ધ ૨માંથી બાકી રહેલા ૧૫ લાખ શરણાર્થીઓની કાળજી લેવાના પ્રયત્નરૂપે, ૧૯૫૧માં યુનાઈટેડ નેશન્સ હાઇ કમિશ્નર ફોર રેફ્યુજીઝ (UNHCR, યુએનએચસીઆર)ની સ્થાપના કરવામાં આવી. એની ત્રણ વર્ષની આયોજિત આવરદા હતી, જે એવા વિચાર પર આધારિત હતી કે હયાત શરણાર્થીઓ તેઓને આશ્રય મળ્યો છે એ સમાજમાં જલદી જ એકરૂપ થઈ જશે. એવું વિચારવામાં આવ્યું હતું કે પછી એ સંસ્થાને બરખાસ્ત કરી શકાશે.

જોકે, દાયકાઓ દરમ્યાન, શરણાર્થીઓની સંખ્યા અવિરતપણે વધી. વર્ષ ૧૯૭૫ સુધીમાં તેઓની સંખ્યા ૨૪ લાખ સુધી પહોંચી. વર્ષ ૧૯૮૫માં એ સંખ્યા ૧.૦૫ કરોડ હતી. વર્ષ ૧૯૯૫ સુધીમાં UNHCRમાંથી રક્ષણ અને મદદ મેળવતા લોકોની સંખ્યા ૨.૭૪ કરોડ સુધી પહોંચી ગઈ!

ઘણાએ આશા રાખી હતી કે ઠંડાયુદ્ધ પછીનો યુગ શરણાર્થીઓનો ગોળાવ્યાપી કોયડો ઉકેલવાનો માર્ગ કાઢશે; એણે ન કાઢ્યો. એને બદલે, રાષ્ટ્રો ઐતિહાસિક કે કોમી પાયા પર વિભાજિત થયા, જેથી વિગ્રહ પરિણમ્યો. યુદ્ધો લડાયાં તેમ, લોકો એ જાણીને નાઠા કે તેઓની સરકાર તેઓને રક્ષણ આપી શકતી નથી અથવા આપશે નહિ. દાખલા તરીકે, ૧૯૯૧માં લગભગ ૨૦ લાખ ઈરાકીઓ પડોશી દેશોમાં નાસી ગયા. ત્યારથી માંડીને, અંદાજ પ્રમાણે ૭,૩૫,૦૦૦ શરણાર્થીઓ અગાઉના યુગોસ્લાવિયામાંથી નાસી ગયા. પછી, ૧૯૯૪માં, રુવાન્ડાના આંતરવિગ્રહે દેશમાંના ૭૩ લાખ લોકોમાંથી અડધાથી વધુને પોતાના ઘરો છોડવા બળજબરી કરી. લગભગ ૨૧ લાખ રુવાન્ડાવાસીઓએ નજીકના આફ્રિકી દેશોમાં શરણ શોધ્યું.

શા માટે કોયડો વધુ ખરાબ થતો જાય છે?

શરણાર્થીઓની વધી રહેલી સંખ્યામાં ફાળો આપતા ઘણા ઘટકો છે. અફઘાનિસ્તાન અને સોમાલિયા જેવી કેટલીક જગ્યાએ રાષ્ટ્રીય સરકારો પડી ભાંગી છે. એનાથી બાબતો સશસ્ત્રદળોના હાથમાં આવી છે જેઓ અચકાયા વિના દેશને લૂંટે છે જેનાથી બીક પેદા થાય છે અને લોકો નાસી જાય છે.

બીજી જગ્યાઓએ વિગ્રહ જટિલ કોમી કે ધાર્મિક ભેદભાવો પર આધારિત છે, જેમાં લડી રહેલા જૂથોનો પ્રાથમિક હેતુ નાગરિકોની વસ્તીને હાંકી કાઢવાનો છે. અગાઉના યુગોસ્લાવિયામાંના યુદ્ધ સંબંધી, યુએનના એક પ્રતિનિધિએ ૧૯૯૫ની મધ્યમાં વિલાપ કર્યો: “એ યુદ્ધના કારણો સમજવા ઘણા લોકો માટે ઘણું જ મુશ્કેલ છેઃ કોણ લડે છે, લડવાના કારણો કયાં છે. એક બાજુથી મોટું ટોળું પ્રયાણ કરતું હોય છે અને પછી ત્રણ સપ્તાહ પછી બીજી બાજુથી એક મોટું ટોળું પ્રયાણ કરતું હોય છે. અનુસરી રહેલા લોકો માટે પણ એ સમજવું ઘણું જ અઘરું હોય છે.”

અતિવિનાશક આધુનિક શસ્ત્રો—બહુવિધ રોકેટ પ્રહારકો, પ્રક્ષેપાસ્ત્રો, તોપ, અને એના જેવા શસ્ત્રો—કત્લેઆમમાં ઉમેરો કરતા હોય છે અને વિગ્રહના સ્થળોને વિસ્તૃત બનાવતા હોય છે. પરિણામ: વધુ ને વધુ શરણાર્થીઓ. તાજેતરના સમયમાં જગતના લગભગ ૮૦ ટકા શરણાર્થીઓ વિકસી રહેલા દેશોમાંથી પડોશી દેશોમાં નાસી ગયા છે જે દેશો પણ વિકસી રહેલા છે અને આશ્રય શોધી રહેલા લોકોની કાળજી લેવા માટે સુસજ્જ નથી.

ઘણા વિગ્રહોમાં, ખોરાકનો અભાવ કોયડામાં ફાળો આપે છે. કદાચ રાહત પુરવઠો અટકાવવામાં આવ્યો હોવાને કારણે લોકો ભૂખ્યા હોય છે ત્યારે, તેઓને જવાની ફરજ પડે છે. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ નોંધે છે: “આફ્રિકાના પૂર્વીય ભાગ જેવી જગ્યાઓમાં, દુકાળ અને યુદ્ધોના સમન્વયે દેશને એટલો બધો નિષ્ઠુર બનાવી દીધો કે એ જીવનનિર્વાહ પૂરું પાડી શકતો નહિ. નાસી રહેલા લાખો અછતથી નાસતા હોય કે યુદ્ધથી નાસતા હોય એ સરખું જ છે.”

અનિચ્છનીય લાખો

આશ્રયના વિચારનું સિદ્ધાંતમાં બહુમાન કરવામાં આવે છે ત્યારે, શરણાર્થીઓની મોટી સંખ્યા રાષ્ટ્રોને ધમકીરૂપ બને છે. એ સ્થિતિનું પ્રાચીન મિસરમાં સમાંતરપણું જોવા મળે છે. યાકૂબ તથા તેના કુટુંબે સાત વર્ષીય દુકાળની પકડમાંથી બચવા મિસરમાં આશ્રય શોધ્યો ત્યારે, તેઓનો આવકાર કરવામાં આવ્યો. ફારૂને વસવા માટે તેઓને ‘દેશમાં ઉત્તમ ઠેકાણું’ આપ્યું.—ઉત્પત્તિ ૪૭:૧-૬.

જોકે, સમય વિતતો ગયો તેમ, ઈસ્રાએલીઓ વધવા લાગ્યા, “અને તેઓથી દેશ ભરપૂર થઇ ગયો.” મિસરીઓએ હવે કઠોરતાથી પ્રત્યાઘાત વાળ્યો, તોપણ “જેમ જેમ [મિસરીઓ] તેમને દુઃખ દેતા ગયા તેમ તેમ [ઈસ્રાએલીઓ] વિશેષ વધ્યા ને બહોળો વિસ્તાર પામતા ગયા. અને ઈસ્રાએલપુત્રોના કારણથી તેઓ ત્રાસ પામ્યા.”—નિર્ગમન ૧:૭, ૧૨.

એજ રીતે, શરણાર્થીઓની સંખ્યા સતત વધતી જાય છે તેમ, આજે રાષ્ટ્રો “ત્રાસ” પામ્યા છે. તેઓની ચિંતાનું મુખ્ય કારણ આર્થિક છે. લાખો શરણાર્થીઓને ખવડાવવું, કપડાં આપવાં, ઘરો આપવાં, અને રક્ષણ આપવામાં ઘણો જ ખર્ચ થાય છે. વર્ષ ૧૯૮૪ અને ૧૯૯૩ની વચ્ચે, UNHCRનો વાર્ષિક ખર્ચ $૪૪.૪ કરોડથી વધીને $૧.૩ અબજ થયો. મોટા ભાગના પૈસા ધનાઢ્ય રાષ્ટ્રોએ પ્રદાન કર્યા છે, જેમાંના કેટલાક પોતાના દેશના આર્થિક કોયડા સામે ઝઝૂમી રહ્યા છે. પ્રદાન કરનારા રાષ્ટ્રો કેટલીકવાર ફરિયાદ કરતા હોય છે: ‘અમે અમારા ફળિયામાં રહેતા બેઘર લોકોને મદદ કરવામાં જ કઠણાઈ અનુભવીએ છીએ. અમે આખા ગ્રહના બેઘર માટે કઈ રીતે જવાબદાર હોય શકીએ, ખાસ કરીને જ્યારે કોયડો ઘટવાને બદલે વધવાની શક્યતા વધુ હોય?’

બાબતો જટિલ શાથી થાય છે?

ધનાઢ્ય રાષ્ટ્રો સુધી પહોંચતા શરણાર્થીઓને તરત જ ખબર પડે છે કે એ જ દેશમાં આર્થિક કારણોસર સ્થળાંતર પામેલા ઘણા હજારો લોકોને કારણે તેઓના સંજોગો અઘરા બન્યા છે. એ આર્થિક કારણોસર દેશાંતર કરનારાઓ યુદ્ધ કે સતાવણી કે દુકાળથી નાસી આવેલા શરણાર્થીઓ નથી. એને બદલે, તેઓ સારા જીવનની શોધમાં આવ્યા છે—ગરીબીથી મુક્ત જીવન. તેઓ અવારનવાર શરણાર્થીઓ હોવાનો ઢોંગ કરી આશ્રય સંસ્થાઓમાં જૂઠા દાવાઓ માંડતા હોવાને કારણે, તેઓ ખરા શરણાર્થીઓ માટે અઘરું બનાવે છે.a

a માત્ર પશ્ચિમ યુરોપમાંની સરકારોએ જ, ૧૯૯૩માં, આશ્રય શોધનારાઓની કાર્યવાહી અને સ્વીકાર માટે $૧૧.૬ અબજ ખર્ચ્યા.

શરણાર્થીઓ અને દેશાંતર કરનારાઓનો પ્રવાહ બે વહેણ જેવો છે જે વર્ષોથી ધનાઢ્ય દેશોમાં સાથે સાથે વહેતો જાય છે. તેમ છતાં, વધુ કડક ઈમિગ્રેશન નિયમોએ આર્થિક કારણોસર દેશાંતર કરનારાઓના વહેણને અટકાવ્યું છે. આમ, તેઓ શરણાર્થીઓનો એક ભાગ બન્યા છે, અને એ વહેણ પૂર લાવવા જેટલું છલકાયું છે.

આર્થિક કારણોસર દેશાંતર કરનારાઓ જાણતા હોય છે કે તેઓના આશ્રયની વિનંતી તપાસતા વર્ષો લાગતા હોવાથી, તેઓ વિચારદલીલ કરે છે કે તેઓ પરિણામની પરવા કરતા નથી કેમ કે તેઓને લાભ જ હોય છે. તેઓની આશ્રય માટેની વિનંતી સ્વીકારવામાં આવે તો, તેઓ જીતે છે, કેમ કે તેઓ આબાદ આર્થિક વાતાવરણમાં રહી શકે છે. તેઓની વિનંતી નકારવામાં આવે તોપણ તેઓ જીતે છે, કેમ કે તેઓએ કેટલાક પૈસા કમાયા હશે અને કેટલીક આવડતો શીખી હશે જે તેઓ પોતાના દેશમાં લઈ જઈ શકે.

વધતી જતી શરણાર્થીઓની અને ઠગોની સંખ્યા બીજા દેશોમાં વહે છે તેમ, ઘણા દેશોએ હવે તેઓને આવકારવાનું કે સ્વીકારવાનું બંધ કર્યું છે. કેટલાક દેશોએ ભાગેડુઓ માટે સરહદો બંધ કરી દીધી છે. બીજા દેશોએ કાયદા અને કાર્યનીતિઓ અપનાવી છે જે શરણાર્થીઓના પ્રવેશને અસરકારકપણે અટકાવે છે. હજુ બીજા દેશોએ શરણાર્થીઓને બળજબરીથી તેઓ જે દેશમાંથી આવ્યા હતા ત્યાં પાછા મોકલ્યા છે. UNHCRનું એક પ્રકાશન અવલોકે છે: “કઠોરપણે વધી રહેલી સંખ્યા—નિખાલસ શરણાર્થીઓ અને આર્થિક કારણોસર દેશાંતર કરનારા એમ બન્‍ને—એ ૩,૫૦૦ વર્ષ જૂની આશ્રયની પ્રણાલિ પર એક ગંભીર તણાવ ખડો કર્યો છે, અને પડી ભાંગવાની પાસે લાવ્યા છે.”

ધિક્કાર અને ભય

અજ્ઞાતજનભીતિ—અર્થાત્‌ પરદેશીઓનો ભય તથા ધિક્કાર—ના ઓળાએ શરણાર્થીઓના કોયડામાં ઉમેરો કર્યો છે. ઘણા દેશોમાં લોકો માનતા હોય છે કે બહારના લોકો તેઓની રાષ્ટ્રીય ઓળખ, સંસ્કૃતિ, અને નોકરીઓને ધમકીરૂપ છે. એવો ભય કેટલીકવાર હિંસામાં વ્યક્ત થાય છે. રેફ્યુજીઝ સામયિક કહે છે: “યુરોપ ખંડ દર ત્રણ મિનિટે એક કોમી હુમલો જુએ છે—અને આશ્રય શોધનારાઓના કેન્દ્રો વારંવાર એના નિશાન બને છે.”

મધ્ય યુરોપમાં એક પાટિયા પરની જાહેરાત તીવ્ર વિરોધ વ્યક્ત કરે છે, એવો વિરોધ જેનો પૃથ્વી પરના ઘણા દેશોમાં મોટો પડઘો પડ્યો છે. એનો ઝેરી સંદેશો પરદેશીઓને ચીંધે છે: “તેઓ આપણા રાષ્ટ્રના શરીર પર ઘૃણાસ્પદ અને પીડાકારક ગૂમડું છે. કોઈ સંસ્કૃતિ, નૈતિક કે ધાર્મિક આદર્શ વગરનું કોમી વૃંદ, એક રખડું ટોળું જે ફક્ત લૂંટે છે અને ચોરે છે. ગંદા, જૂથી ભરચક તેઓ ફળિયા અને રેલ્વે સ્ટેશનો પર કબજો જમાવે છે. તેઓને તેઓના ગંદા ચિંથરા લઈને કાયમ માટે જવા દો!”

અલબત્ત, મોટા ભાગના શરણાર્થીઓને “કાયમ માટે જવા”નું ગમશે. તેઓ ઘરે જવા ઝંખતા હોય છે. તેઓનું હૃદય પોતાના કુટુંબ અને મિત્રો સાથે શાંતિપૂર્ણ, સામાન્ય જીવન જીવવા તલપતું હોય છે. પરંતુ તેઓ પાસે જવા માટે ઘર હોતું નથી.

(g96 8/22)

ડાબી બાજુએ છોકરો: UN PHOTO 159243/J. Isaac

શરણાર્થીઓની કફોડી સ્થિતિ

“શું તમે જાણો છો કે લાખો શરણાર્થી બાળકો દર રાતે ભૂખ્યા ઊંઘી જાય છે? અથવા તો દર આઠમાંથી ફક્ત એક જ શરણાર્થી બાળક શાળામાં ગયું હોય છે? એ બાળકોમાંનાં મોટાં ભાગનાં કદી પણ ચલચિત્રો જોવા, કે બગીચામાં ગયા નથી, અરે સંગ્રહસ્થાનમાં તો એથી પણ ઓછું. ઘણા કાંટાળી વાડ પાછળ કે અલિપ્ત છાવણીઓમાં ઉછર્યાં હોય છે. તેઓએ કદી એક ગાય કે કૂતરો જોયા હોતા નથી. ઘણાં બધાં શરણાર્થી બાળકો વિચારતાં હોય છે કે લીલું ઘાસ ખાવાની વસ્તુ હોય છે, એના પર રમવાની કે દોડવાની વસ્તુ નહિ. શરણાર્થી બાળકો મારી નોકરીનો સૌથી કરૂણ ભાગ છે.”—સાડાકો ઓગાટા, યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશ્નર ફોર રેફ્યુજીઝ.

U.S. Navy photo

ઉપર ડાબે: Albert Facelly/Sipa Press ઉપર જમણે: Charlie Brown/Sipa Press નીચે: Farnood/Sipa Press

તાજેતરના વર્ષોમાં લાખો શરણાર્થીઓ પોતાનાં જીવન બચાવવા બીજા દેશોમાં નાસી ગયા છે

ઈસુ એક શરણાર્થી હતા

યુસફ અને મરિયમ તેઓના પુત્ર, ઈસુ સાથે બેથલેહેમમાં રહેતા હતા. પૂર્વમાંના જ્યોતિષીઓ સોનું, લોબાન, તથા બોળની ભેટો લઈ આવ્યા. તેઓના ગયા પછી યુસફને એક દૂત દેખાયો, જેણે કહ્યું: “ઊઠ, ને બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા, ને હું તને કહું ત્યાં લગી ત્યાં જ રહે; કેમકે બાળકને મારી નાખવા સારૂ હેરોદ તેની શોધ કરવાનો છે.”—માત્થી ૨:૧૩.

તરત જ એ ત્રણેય જણે એક પરદેશમાં આશ્રય શોધ્યો—તેઓ શરણાર્થી બન્યા. હેરોદ ઘણો જ ગુસ્સે થયો કેમ કે જ્યોતિષીઓએ તેને ભાખવામાં આવેલ યહુદીઓના થનાર રાજાના સ્થળ વિષે કહ્યું નહિ. ઈસુને મારી નાખવાના નિરર્થક પ્રયત્નમાં, તેણે તેના માણસોને બેથલેહેમમાંના અને આસપાસના સર્વ છોકરાઓને મારી નાખવાની આજ્ઞા આપી.

દેવનો દૂત યુસફને સ્વપ્નમાં ફરી દેખાયો ત્યાં સુધી યુસફ અને તેનું કુટુંબ મિસરમાં રહ્યું. દૂતે કહ્યું: “ઊઠ, ને બાળક તથા તેની માને લઈને ઈસ્રાએલ દેશમાં જા: કેમકે બાળકનો જીવ લેવાની જેઓ શોધ કરતા હતા, તેઓ મરી ગયા છે.”—માત્થી ૨:૨૦.

દેખીતી રીતે જ, યુસફ યહુદાહમાં સ્થાયી થવા ઇચ્છતો હતો, જ્યાં તેઓ મિસરમાં ગયા પહેલાં રહેતાં હતાં. પરંતુ તેને સ્વપ્નમાં ચેતવણી આપવામાં આવી કે એમ કરવું જોખમકારક થશે. એમ હિંસાનું જોખમ ફરી એકવાર તેઓના જીવનને અસર કરી ગયું. યુસફ, મરિયમ, અને ઈસુ ઉત્તર તરફ ગાલીલમાં મુસાફરી કરી નાઝરેથ નગરમાં સ્થાયી થયાં.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો