વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૧૧/૮ પાન ૩
  • શબ્દો શસ્ત્રો બને છે ત્યારે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શબ્દો શસ્ત્રો બને છે ત્યારે
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • શબ્દોના ઘા
  • કડવી વાતો કઈ રીતે ટાળી શકીએ?
    સજાગ બનો!—૨૦૧૩
  • જીભ પર કાબૂ રાખો અને પ્રેમ બતાવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • ખેદકારક શબ્દોને
    સજાગ બનો!—૧૯૯૬
  • અત્યાચારી વાણીનાં મૂળ ખુલ્લાં કરવાં
    સજાગ બનો!—૧૯૯૬
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૬
g96 ૧૧/૮ પાન ૩

શબ્દો શસ્ત્રો બને છે ત્યારે

“વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે.”

—નીતિવચન ૧૨:૧૮.

“લગ્‍નના થોડા અઠવાડિયા પછી જ એ શરૂ થયું,” ઈલેન કહે છે.a “મને હલકી પાડવા માટે કઠોર ટીકાઓ, અવજ્ઞાકારી વિવેચનો, અને પ્રયત્નો કરવામાં આવ્યા. હું મારા પતિની બરોબરીની ન હતી. તેનાં ચપળ મન, અને ચબરાક જીભ હું કહેતી એ સર્વને મરડીને અનર્થ કરી શકતાં.”

a લેખોની આ શૃંખલામાં કેટલાંક નામો બદલવામાં આવ્યાં છે.

ઈલેન સમગ્ર લગ્‍ન દરમ્યાન પ્રપંચી હુમલાનો શિકાર બની છે જે હુમલાથી જખમ પડતા નથી અને સહાનુભૂતિ પેદા થતી નથી. દુઃખની વાત છે કે, સમય વહેવાની સાથે તેના સંજોગો સુધર્યા નથી. “અમારા લગ્‍નને હવે ૧૨થી વધારે વર્ષ થયા છે,” તે કહે છે. “એવો એક પણ દિવસ પસાર થયો નથી જેમાં તે મારા તરફ કઠોર તથા હલકટ વાણી વાપરીને ટીકાત્મક અને વ્યંગાત્મક બન્યા ન હોય.”

બાઇબલ અતિશયોક્તિ કરતું નથી જ્યારે એ કહે છે કે જીભ “બધે ફેલાતી મરકી છે, . . . પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે.” (યાકૂબ ૩:૮; સરખાવો ગીતશાસ્ત્ર ૧૪૦:૩.) લગ્‍નમાં એ સવિશેષ સાચું છે. “‘લાકડી અને પથ્થર મારા હાડકાં તોડી શકે પરંતુ શબ્દો મને કદી પણ ઈજા કરી શકે નહિ’ એ જેણે કહ્યું તે વ્યક્તિ તદ્દન ખોટી છે,” લિસા નામની એક પત્ની કહે છે.—નીતિવચન ૧૫:૪.

પતિઓ પણ બોલાચાલીના આક્રમણનું નિશાન બની શકે છે. “તમે જાણો છો કે એવી સ્ત્રી સાથે રહેવું શાના જેવું છે જે તમને સતતપણે જૂઠ્ઠો, બેવકૂફ મૂર્ખ કે એથી પણ વધારે ખરાબ કહેતી હોય?” એમ માઈક પૂછે છે જેનું ટ્રેસી સાથેનું ચાર વર્ષનું લગ્‍ન છૂટાછેડા તરફ જઈ રહ્યું છે. “તે મને કહે છે એ બાબતો હું મારા વિનયી દોસ્તોને ફરી કહી પણ શકતો નથી. એટલા માટે જ હું તેની સાથે વાત કરી શકતો નથી અને એટલા માટે જ હું કામે બહુ મોડે સુધી રોકાઉં છું. ઘરે આવવા કરતાં એ ઘણું જ સલામત છે.”—નીતિવચન ૨૭:૧૫.

સારા કારણસર, પ્રેષિત પાઊલે ખ્રિસ્તીઓને સલાહ આપી: “ઘોંઘાટ [“ચીસો,” NW] તથા નિંદા [“અત્યાચારી વાણી,” NW] . . . તમારામાંથી દૂર કરો.” (એફેસી ૪:૩૧) પરંતુ “અત્યાચારી વાણી” શું છે? પાઊલ એને “ચીસો” (ગ્રીક, ક્રાઉગે)થી અલગ તારવે છે, જે ફક્ત અવાજ વધારવાનું સૂચન કરે છે. “અત્યાચારી વાણી” (ગ્રીક, બ્લાસ્ફેમિઆ) સંદેશાની સામગ્રીનો વધારે નિર્દેશ કરે છે. એ સંદેશો જુલમી, કિન્‍નાખોર, હલકટ, કે અપમાનજનક હોય તો એ અત્યાચારી વાણી છે—ભલે એ ચીસ સાથે આવતો હોય કે ધીમા સાદે આવતો હોય.

શબ્દોના ઘા

સમુદ્રના મોજાં સખત ખડકને કોતરી નાખે છે તેમ, કઠોર શબ્દોની ઢબ લગ્‍નને કમજોર કરી શકે છે. “એ વધારે તીવ્ર તથા દીર્ઘ હોય છે તેમ,” ડો. ડેનિયલ ગોલમન લખે છે, “વધારે જોખમકારક હોય છે. . . . આદત મુજબની ટીકાખોરી તથા તિરસ્કાર કે ઘૃણા જોખમના ચિહ્‍નો છે કેમ કે એ દર્શાવે છે કે એક પતિ કે પત્નીએ પોતાના સાથી વિષે ખરાબ હોવાનો મૂક નિર્ણય કરી નાખ્યો છે.” સ્નેહ તૂટી જાય છે ત્યારે, એક પુસ્તક કહે છે તેમ, પતિપત્ની “કાયદાકીય રીતે વિવાહિત” બને છે, “પરંતુ લાગણીમય રીતે નહિ.” સમય જતાં, તેઓ વિવાહિત ન પણ રહી શકે.

જોકે, ઠપકો આપતી વાણી ખુદ લગ્‍ન કરતાં વધુને અસર કરે છે. બાઇબલનું એક નીતિવચન જણાવે છે: “હૃદયના ખેદથી મન ભાંગી જાય છે.” (નીતિવચન ૧૫:૧૩) હાનિકારક શબ્દોના સતત મારાથી તણાવ પરિણમે છે જેનાથી વ્યક્તિના આરોગ્યને ભારે કિંમત ચૂકવવી પડી શકે. દાખલા તરીકે, યુનિવર્સિટી ઓફ વોશિંગટન (યુ.એસ.એ.) સંચાલિત એક અભ્યાસે પ્રગટ કર્યું કે સતતપણે નિંદા સહન કરતી સ્ત્રીને શરદી, મૂત્રાશયના કોયડા, યીસ્ટના ચેપો, અને જઠરના રોગો થવાની વધારે શક્યતા છે.

શાબ્દિક અને શારીરિક બન્‍ને માર સહન કરનાર ઘણી પત્નીઓ ટીકા આપે છે કે શબ્દો મુક્કા કરતા વધારે પીડા આપી શકે છે. “તેની થપ્પળના સોળ છેવટે મટી જશે અને જતા રહેશે,” બેવરલી કહે છે, “પરંતુ મારા દેખાવ વિષે, મારા રાંધવા વિષે, અને હું જે રીતે બાળકોની કાળજી લઉં છું એ વિષે તેમણે જે કંઈ કહ્યું છે એ હું કદી કદી પણ ભૂલીશ નહિ.” જુલીયાને પણ લગભગ એવું જ લાગે છે. “હું જાણું છું કે એ મૂર્ખાઈભર્યું લાગે છે,” તે કહે છે, “પરંતુ કલાકો સુધી માનસિક પીડા સહન કરવા કરતાં તે મને મારે અને પૂરું કરે એ હું પસંદ કરું છું.”

પરંતુ શા માટે કેટલાક લોકો જેને પ્રેમ કરતા હોવાની જાહેરાત કરે છે એના પર હુમલો કરતા હોય છે અને એને ધમકાવતા હોય છે? હવે પછીનો લેખ એ પ્રશ્નને સંબોધશે.

“કલાકો સુધી માનસિક પીડા સહન કરવા કરતાં તે મને મારે અને પૂરું કરે એ હું પસંદ કરું છું”

“તમે જાણો છો કે એવી સ્ત્રી સાથે રહેવું શાના જેવું છે જે તમને સતતપણે જૂઠ્ઠો, બેવકૂફ મૂર્ખ કે એથી પણ ખરાબ કહેતી હોય?”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો