યુવાન લોકો પૂછે છે . . .
મારાં માબાપ મારા લગ્નનો વિરોધ કરે તો શું?
લાકીશા અને તેનો પુરુષ મિત્ર લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ તેની માતાએ તેને સ્વીકૃતિ આપી નહિ. લાકીશા કહે છે, “આ વર્ષે હું ૧૯ વર્ષની થઈશ, પરંતુ મારી મમ્મી એવો આગ્રહ રાખે છે કે હું ૨૧ વર્ષની થાઉં ત્યાં સુધી અમે રાહ જોઈએ.”
તમારું લગ્ન નક્કી થઈ ગયું હોય તો, તમારાં માબાપ એના માટે રાજી થાય એવું ઇચ્છવું સ્વાભાવિક છે. તમારાં માબાપ તમારી પસંદના સાથીની સ્વીકૃતિ ન આપે ત્યારે એ યોગ્ય રીતે જ તમને દુ:ખદાયક લાગી શકે. તમારે શું કરવું જોઈએ? તેઓની ઇચ્છાઓની અવગણના કરી અને તમારા લગ્નની યોજનામાં આગળ વધશો?a
a આ લેખની માહિતી એવા દેશના યુવાનો માટે છે કે જ્યાં વ્યક્તિ પોતાના લગ્નસાથીને પસંદ કરે એવો રિવાજ હોય.
તમે ઉંમરલાયક હો અને કાયદાનુસાર તમે માબાપની સંમતિ વગર લગ્ન કરી શકો ત્યારે, આ લલચાવનારું હોય શકે. તથાપિ, બાઇબલ વ્યક્તિનાં માબાપને માન અને આદર બતાવવા માટે વયની મર્યાદા આપતી નથી. (નીતિવચન ૧:૮) અને તમે તેઓની લાગણીઓની અવગણના કરો તો, તેમની સાથેના તમારા સંબંધમાં હંમેશ માટેનું નુકસાન પહોંચાડી શકો. વધુમાં, એ પણ શક્યતા છે—કદાચ એવી સંભાવના પણ—કે તમારા લગ્નનો વિરોધ કરવા માટે તમારાં માબાપ પાસે મજબૂત કારણો હોય.
શું તમે હજુ ઘણા નાના છો?
દાખલા તરીકે, શું તમારાં માબાપ તમને એમ કહે છે કે તમે લગ્ન કરવા માટે હજુ ઘણા નાના છો? વારુ, બાઇબલ લગ્ન કરવા માટે કોઈ વય મર્યાદા બતાવતુ નથી. પરંતુ એ ભલામણ કરે છે કે લગ્ન પહેલાં, વ્યક્તિએ “પુખ્ત ઉંમરની થઈ” હોવી જોઈએ—યુવાનીનાં વર્ષોમાં તેઓને જાતીય ઇચ્છા પ્રબળ હોય છે. (૧ કોરીંથી ૭:૩૬) શા માટે? કારણ કે આવા યુવાનો શરૂઆતની વયે લગ્ન જીવન સફળ રીતે હાથ ધરવા લાગણીમય પુખ્તતા, સંયમ અને જરૂરી આત્મિક ગુણો વિકસાવવાના તબક્કે હોય છે.—૧ કોરીંથી ૧૩:૧૧ સરખાવો; ગલાતી ૫:૨૨, ૨૩.
ડેલ ૨૦ વર્ષનો હતો ત્યારે લગ્ન કરવાનું નક્કી કર્યું, તે તેનાં માબાપના પ્રતિકારથી હતાશ થઈ ગયો. તે જણાવે છે, “તેઓએ કહ્યું હું ઘણો નાનો છું અને મારામાં અનુભવની ખામી છે. મેં વિચાર્યું અમે તૈયાર છે, અને લગ્ન પછી અમે શીખી શકીશું, પરંતુ મારાં માબાપ એ ખાતરી કરવા ઇચ્છતા હતા કે હું ફક્ત લાગણીશીલ હોવાનો અભિનય કરતો ન હતો. તેઓએ મને ઘણા પ્રશ્નો પૂછ્યા. ‘શું હું રોજિંદા નિર્ણયો, નાણાકીય બાબતો હાથ ધરવા અને કુટુંબ માટે ભૌતિક, લાગણીમય, અને આત્મિક રીતે પૂરું પાડવા તૈયાર હતો? શું હું બાપ બનવા તૈયાર હતો? શું હું ખરેખર વાતચીત કરવાનું શીખ્યો હતો? શું યોગ્ય રીતે સાથીની જરૂરિયાતોને સમજ્યો હતો?’ તેઓને લાગ્યું કે હું બીજા પુખ્તની કાળજી લેવાનું શરૂ કરું એ પહેલાં એક પુખ્ત તરીકે હું મારી જાતને સારી રીતે ઓળખું.
“અમે રોકાવા ઇચ્છતા ન હતા છતાં, અમે પોતાને પુખ્ત બનવા સમય આપવા અમારું લગ્ન મુલતવી રાખ્યું. છેવટે અમે લગ્ન કર્યું ત્યારે, લગ્ને ટેકો આપવા અમારા બંને પાસે સારા ગુણો અને ક્ષમતાઓ હતી.”
ધાર્મિક અસમાનતા સાથે
સંબંધિત હોય ત્યારે
ટેરી પોતાના પસંદ કરેલા ધાર્મિક વિશ્વાસ સાથે સહભાગી ન થતા પુરુષ સાથે લાગણીમય પ્રેમ વિકસ્યો ત્યારે, તે તેને ખાનગીમાં મળવા લાગી. તેઓના લગ્નની જાહેરાત કરતાં પહેલાં, ટેરી એ જાણીને ‘ગાંડી’ થઈ ગઈ હતી કે તેની માતા લગ્નનો વિરોધ કરતી હતી. ટેરીએ વિલાપ કર્યો, “હું નથી ઇચ્છતી કે મારી માતા મારા વિષે એવું અનુભવે. હું અમારી મા-દીકરીનો સંબંધ પણ ઇચ્છુ છું.”
પરંતુ ખરેખર કોણ એ સંબંધ અટકાવી રહ્યું હતું? શું ટેરીની માતા એક સંતાપ આપનારી કે ગેરવાજબી વ્યક્તિ હતી? ના, તે ખ્રિસ્તીઓએ “કેવળ પ્રભુમાં” લગ્ન કરવાની બાઇબલ સલાહને પાળી રહી હતી. (૧ કોરીંથી ૭:૩૯) હકીકતમાં, બાઇબલ આજ્ઞા આપે છે: “અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો.” (૨ કોરીંથી ૬:૧૪, ૧૫) શા માટે એમ?
એક કારણ એ છે કે, લગ્નને સુખી અને સફળ બનાવવા ધાર્મિક સુમેળતા ખૂબ મહત્ત્વની છે. નિષ્ણાતો કહે છે કે દબાણ અને તાણ આંતરવિશ્વાસ લગ્નમાં સામાન્ય છે જે ઘણી વાર છૂટાછેડા તરફ દોરી જાય છે. એનાથી પણ મહત્ત્વપૂર્ણ કારણ પોતાની ધાર્મિક માન્યતાઓ સાથે તડજોડ કરવા—અથવા એને છોડી દેવા દબાણ હોવાની શક્યતા છે. અવિશ્વાસી સાથી તમારી ઉપાસનામાં દખલગીરી ન કરે છતાં પણ, તમને એ હૃદયદુ:ખ સાથે જીવવું પડે છે કે પોતાના ઊંડી માન્યતાઓના સહભાગી થઈ શકતા નથી. શું આ વૈવાહિક સુખના સૂત્ર જેવું લાગે છે?
એ કારણે ટેરીએ મુશ્કેલ નિર્ણય લેવાનો હતો. ટેરીએ કહ્યું: “હું યહોવાહ દેવને પ્રેમ કરું છું, પરંતુ હું મારા પુરુષ મિત્રને ગુમાવા માંગતી નથી.” તમે એક સાથે દૂધ અને દહીં બંનેમાં પગ રાખી શકતા નથી. તેમ તમે દેવનાં ધોરણો સાથે તડજોડ કરી અને તેની કૃપા અને આશીર્વાદનો આનંદ માણી શકો નહિ.
તેમ છતાં, કદાચ તમારાં માબાપ તમારું લગ્ન અમુક સાથી ખ્રિસ્તી સાથે કરવામાં વિરોધ કરે છે. શું વિશ્વાસીઓ સાથે અઘટિત જોડાવાની શક્યતા છે? હા, એ વ્યક્તિ તમારા આત્મિક ધ્યેયો કે દેવને સમર્પણના સહભાગી ન થાય તો. બાબત એમ હોય કે તે અથવા તેણીની મંડળમાં “શાખ સારી” ન હોય તો, એ વ્યક્તિ સાથે તમારા લગ્ન વિષે તમારાં માબાપ વાજબી રીતે ચિંતા બતાવી શકે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૨.
જ્ઞાતિય કે સાંસ્કૃતિક ફેરફારો વિષે શું?
લિનનાં માબાપે જુદાં કારણોસર વાંધો ઉઠાવ્યો: તે જુદી જ્ઞાતિના માણસ સાથે લગ્ન કરવાનું ઇચ્છતી હતી. આ બાબતે બાઇબલ શું શીખવે છે? તે આપણને કહે છે કે “દેવ પક્ષપાતી નથી” અને “સર્વ પ્રજાઓને . . . એકમાંથી ઉત્પન્ન કરી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫; ૧૭:૨૬) માનવને એક સામાન્ય ઉદ્ભવ છે અને દેવની નજરમાં બધા સમાન છે.
સર્વ પરિણીત યુગલો “શારીરિક દુઃખ” સહન કરે છે છતાં, આંતરજ્ઞાતિય યુગલો વધારાના પડકારો અનુભવી શકે. (૧ કોરીંથી ૭:૨૮) શા માટે? કારણ કે આજના ધિક્કારથી ભરેલા જગતમાં ઘણા લોકો દેવના દૃષ્ટિબિંદુને સ્વીકારતા નથી. પશ્ચિમના કેટલાક દેશોમાં આંતરજ્ઞાતિય લગ્નો મોટા પ્રમાણમાં સામાન્ય બન્યા છે જ્યારે, હજુ એવા વિસ્તારો પણ છે જ્યાં મિશ્ર યુગલો સખત પૂર્વગ્રહનો સામનો કરે છે. એ કારણે તમારાં માબાપને ભય લાગતો હોય કે તમે આ પ્રકારનાં દબાણોનો માટે તૈયાર નથી.
લિન કબૂલે છે, “મારાં માબાપે વિચાર્યું એ અમારા માટે ઘણું અઘરું હશે.” લિને ડહાપણભરી રીતે તેઓની લાગણીઓ માટે આદર બતાવ્યો અને લગ્ન કરવા ઉતાવળ કરી નહિ. તેનાં માબાપે લિનની પરિપક્વતાનું અવલોકન કર્યું, અને તે પ્રેમ કરતી હતી એ માણસ સાથે સારી રીતે પરિચિત બન્યા પછી, તેઓ ધીરે ધીરે વાજબી રીતે અનુભવવાનું શરૂ કર્યું કે તે આ લગ્નના દબાણને હાથ ધરી શકશે. લિન કહે છે: “એકવાર તેઓએ અનુભવ્યું કે અમે સાચે જ ભેગા સુખી રહી શકીશું ત્યારે, તેઓ પણ અમારા માટે ખુશ થયા.”
છતાં, કેટલીક વખત, વાદવિષય જ્ઞાતિ નહિ પરંતુ સંસ્કૃતિ હોય છે. તમારાં માબાપ એ ચિંતા કરતા હોય શકે કે સમય જતા તમને એવી વ્યક્તિ સાથે જીવનનો આનંદ માણવો અઘરું લાગી શકે કે જેની જીવન-ઢબ, અપેક્ષાઓ અને ખોરાકનો સ્વાદ, સંગીત અને મનોરંજન તમારી જીવન-ઢબથી બિલકુલ ભિન્ન હોય. ગમે તે બાબત હોય, જુદી જ્ઞાતિ કે સંસ્કૃતિની વ્યક્તિ સાથે લગ્ન કરવાથી મોટા પડકારો આવી શકે. શું તમે આ પડકારોનો સામનો કરવા તૈયાર છો?
માબાપનો વિરોધ ગેરવાજબી દેખાતો હોય ત્યારે
પરંતુ તમને એવું લાગે કે તમારાં માબાપ તેમના વિરોધમાં એકદમ ગેરવાજબી છે તો શું? ફેથ નામની યુવતી પોતાની માતા વિષે કહે છે: “કેટલીય વાર મમ્મીના છૂટાછેડા થઈ ગયા છે. તે કહે છે તું જેની સાથે લગ્ન કરે છે એ વ્યક્તિને ખરેખર જાણે ત્યાં સુધી તો ઘણું મોડું થઈ ગયું હોય છે. તેને ખાતરી થઈ ગઈ છે કે હું લગ્ન કરીને સુખી થઈ શકીશ નહિ.” ઘણી વખત, જે માબાપના પોતાના લગ્ન નિષ્ફળ ગયા હોય છે તે પોતાનાં બાળકોના લગ્નને યોગ્ય રીતે સ્વીકારી શકતા નથી. કેટલાક કિસ્સાઓમાં, માબાપને પોતાનાં બાળકોના લગ્નનો વિરોધ કરવા માટે શંકાસ્પદ કારણો હોય છે, જેમ કે બાળકોના જીવનને અંકુશમાં રાખવાની ઇચ્છા.
તમારાં માબાપ કારણ સાંભળવા તૈયાર ન હોય તો, તમે શું કરી શકો? યહોવાહના સાક્ષીઓ મધ્યે, કૌટુંબિક સમસ્યાઓને હલ કરવા માટે મંડળના વડીલોને મદદ માટે બોલાવી શકે. પક્ષપાતી બન્યા વિના, તેઓ કુટુંબને શાંત, સુલેહપૂર્ણ અને ફળદાયક રીતે બાબતની ચર્ચા કરવા મદદ કરી શકે.—યાકૂબ ૩:૧૮.
શાંતિ શોધવી
અલબત્ત, બીજાં ઘણાં કારણોસર તમારાં માબાપ તમારા લગ્નનો વિરોધ કરી શકે જેમ કે આર્થિક ચિંતાઓ કે ભાવિ સાથીનું વ્યક્તિત્વ. એઇડ્સ અને બીજા જાતીયતાથી ફેલાતા રોગોના યુગમાં, તમારી સાથે વેવિશાળ થયેલ વ્યક્તિ ખ્રિસ્તી બન્યા અગાઉ જાતીય અનૈતિક જીવનઢબ જીવી હોય તો તમારાં માબાપ યોગ્ય રીતે જ, તમારા આરોગ્ય વિષે ચિંતિત હોય શકે.b
b “એઇડ્સ થયો હોય તેઓને મદદ કરવી” માર્ચ ૨૨, ૧૯૯૪ના સજાગ બનો! (અંગ્રેજી)નો લેખ જુઓ.
તમે તમારાં માબાપના ઘરે રહેતા હો તો, તમારે તેઓની આધીનતા સ્વીકારવી જોઈએ. (કોલોસી ૩:૨૦) પરંતુ તમે પોતે અલગ રહેતા હો અને તમારા પોતાના નિર્ણયો લેવા માટે યોગ્ય પુખ્ત હો તોપણ, તમારાં માબાપની ચિંતાની ઝડપથી અવગણના કરશો નહિ. સ્વેચ્છાપૂર્વક સાંભળો. (નીતિવચન ૨૩:૨૨) લગ્ન કરવાના શક્ય પરિણામોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરો.—લુક ૧૪:૨૮ સરખાવો.
એમ કર્યા પછી, તમે સારી રીતે નક્કી કરી શકો કે તમે હજુ પણ લગ્ન કરવાનું ઇચ્છો છો. સ્વાભાવિક રીતે, તમારે આ પ્રકારના નિર્ણયો માટે પૂરી જવાબદારી ઉઠાવવી પડશે. (ગલાતી ૬:૫) તમે તમારાં માબાપના દૃષ્ટિબિંદુને વિચારણામાં લેવાનો પ્રયત્ન કર્યો હોય તો, વિરોધ હોવા છતાં, કદાચ તેઓ તમારા નિર્ણયોને ટેકો આપી શકે. પરંતુ તેઓ હજુ પણ તમારો વિરોધ કરવાનું ચાલુ રાખે તો, વ્યથિત કે ગુસ્સે થશો નહિ. યાદ રાખો: તમારાં માબાપ તમને પ્રેમ કરે છે અને તમારા ભાવિ સુખ માટે કાળજી રાખે છે. તેઓની સાથે શાંતિ રાખવાનો પ્રયત્ન કરો. તમે તમારું લગ્ન સફળ બનાવો તેમ, કદાચ તેઓનું વલણ મૃદુ બનશે.
બીજી તર્ફે, તમે તમારાં માબાપની દૃષ્ટિ પ્રમાણે જુઓ પછી તમે જેની સાથે લગ્ન કરવા ઉતાવળા હતા તેનો પાછો વિચાર કરવાથી આશ્ચર્ય ન પામશો કે તમે પણ કહેશો: ‘કદાચ મારાં માબાપ સાચું કહેતા હતા.’
તમારાં માબાપને લાગી શકે કે લગ્ન કરવા તમે હજુ ઘણા નાના છો