પહાડી ગોરીલાઓની મુલાકાત લેવી
સજાગ બનો!ના ટાન્ઝાનિયામાંના ખબરપત્રી તરફથી
રુ વાન્ડા અને ડેમોક્રેટીક રીપબ્લિક ઑફ કોંગોની સીમા પર જ્વાળામુખી વિસ્તારમાં તેઓમાંના ફક્ત ૩૨૦ જીવિત છે. બીજા ૩૦૦ યુગાન્ડામાં પ્રવેશી ન શકાય એવા જંગલમાં રહે છે. એઓ પહાડી ગોરીલા છે—એ દુનિયામાંથી લુપ્ત થઈ રહેલા સ્તનીય પ્રાણીઓમાંથી છે!
અમેરિકાના પ્રાણીશાસ્ત્રી ડાયેન ફોઝીએ આ પ્રાણીના ભાવિ વિષે લોક જાગૃતિ લાવવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. ફોઝી ૧૯૬૦ના દાયકાના અંતમાં પહાડી ગોરીલાનો અભ્યાસ કરવા આફ્રિકા આવી. એ સમયે એઓ શિકારીઓને કારણે ઝડપથી મરી રહ્યા હતા. સાહસી વૈજ્ઞાનિકે વિરુગાના પર્વતોમાં, ત્યાં રહેતા ગોરીલાઓ સાથે મૈત્રી કરવા એકાંતવાસનું જીવન પસંદ કર્યું. ફોઝીએ પોતાની તપાસ સામયિકના લેખોમાં અને પુસ્તક ગોરીલાઝ ઈન ધ મિસ્ટમાં પ્રકાશિત કરી. સમય પસાર થયો તેમ, તે પોતાના રુવાંટીવાળા મિત્રોને બચાવવા કૃતનિશ્ચયી બની ગઈ, એવું લાગતુ હતુ જાણે કે તેણે શિકારીઓ વિરુદ્ધ યુદ્ધ શરુ કરી દીધું હોય. છતાં, તે પોતાની અનિષ્ટ વિરુદ્ધની લડતનો ભોગ બની અને ૧૯૮૫માં અજાણ્યા આક્રમણકારોએ તેનું ખૂન કરી નાખ્યું.
આ શાંતિમય પ્રાણીને અમારી પોતાની આંખોથી જોવાની ઇચ્છાથી પ્રેરાઈને, ૧૯૯૩માં મેં અને મારી પત્નીએ ગોરીલા રહેતા હતા ત્યાં જવાનું સાહસ કર્યું. કૃપા કરી અમને અમારા સાહસ વિષે જણાવવાની પરવાનગી આપો.
અમારો ગાઈડ અમને તળેટીથી ૩,૭૦૦ મીટરની ઊંચાઈએ વિસોકે, જે રુવાન્ડામાં વોલ્કેનો નૅશનલ પાર્કની ચોટી છે ત્યાં, એક કલાકના ચઢાણ પર લઈ જાય છે ત્યાંથી અમારા સાહસની શરૂઆત થાય છે. અમે એક જગ્યાએ આરામ કરી રહ્યા હતા એ સમયે, અમારો ગાઈડ અમને સમજાવે છે કે ગોરીલાની આજુબાજુ અમારે કેવું વર્તન રાખવું. અમને કહેવામાં આવ્યું કે પ્રાણીઓના આ ખાસ વૃંદને મળવા માટે દિવસમાં ફક્ત આઠ જ લોકોને પરવાનગી આપવામાં આવે છે. આ બાબત એઓને રોગોનું જોખમ ઘટાડે છે અને વર્તણૂકરૂપી ખલેલ પણ રક્ષે છે.
“એક વખત અમે જંગલમાં પ્રવેશ્યા પછી,” ગાઈડ અમને યાદ કરાવે છે, “અમારે અમારો અવાજ ધીમો રાખવાનો છે.” એ અમને જંગલમાં બીજા પ્રાણીઓ અને પક્ષીઓ અવલોકવામાં મદદ કરશે, કેમ કે ત્યાં પહાડી ગોરીલા ઉપરાંત સોનેરી વાંદરા, ડુઈકર્સ, બુશબક, હાથીઓ અને જંગલી ભેંસો પણ જોવા મળે છે.”
અમને એનાથી પણ સચેત કરવામાં આવ્યા કે પાર્કમાં ડંખ મારતા કાંટાઓ અને કીડીઓ પણ છે અને અમારે ત્યાં ઝાકળવાળી અને કાદવ વાળી ભૂમિ પર ચાલવું પડી શકે. મેં અને મારી પત્નીએ એકબીજા સામે જોયું. અમે એ માટે સજ્જ ન હતા! પરંતુ સદાચારી ગાઈડે અમને સાધનો અને જોડા ઉછીના આપ્યા.
પછી અમારા ગાઈડે સમજાવ્યું કે આ ગોરીલાને માનવીય રોગોનો એકદમ ઝડપથી ચેપ લાગી જાય છે, અને એટલે એઓને રક્ષવા માટે, કોઈ માંદુ હોય અથવા ચેપી રોગ થયો હોય તેઓએ સૌથી પાછળ રહેવું. “તમે ગોરીલા સાથે હો ત્યારે તમને છીંક કે ખાંસી આવે તો, કૃપા કરીને પ્રાણીથી વિરુદ્ધ દિશામાં ફરીને નાક અને મોંને પૂરેપૂરા ઢાંકવાનો પ્રયત્ન કરો,” એક ગાઈડે કહ્યું. “યાદ રાખો! આપણે એઓના ઝાકળ આચ્છાદિત ઘરોમાં મહેમાન છીએ.”
એટલા નજીક કે એઓને અડકાય!
ચઢાણ અઘરુંને અઘરું બને છે. અમે ૩,૦૦૦ મીટરની ઊંચાઈએ પહોંચીએ છીએ. હવા પાતળી છે, જે શ્વાસ લેવામાં મુશ્કેલી પેદા કરે છે અને રસ્તા પણ સાંકડા છે. પરંતુ અમે હાજેનિયા વૃક્ષોની સુંદરતાનો આનંદ માણી શકીએ છીએ, જેની ડાળીઓ સપાટ છે અને ગીચ શેવાળો, ફર્ન અને ઓર્કીડથી લદાયેલી છે. એ જંગલને પારાદેશ જેવી સુંદરતા આપે છે.
ગાઈડ હવે એ જગ્યા શોધી રહ્યો છે જ્યાં ગઈ કાલે ગોરીલા જોવા મળ્યા હતા, કેમ કે તાજા ખોરાકની શોધમાં એઓ હંમેશા ફરતા રહે છે. “ત્યાં જુઓ!” કોઈકે ઉદ્ગાર કાઢ્યા. એ નરમ વૃક્ષોને દબાવીને બનાવેલી ચાંદીપીઠ ગોરીલાની પથારી કે ઘર છે.
“એને ઉમુગોમ કહેવામાં આવે છે,” ગાઈડે કહ્યું. “નર ગોરીલા ૧૪ વર્ષનો થાય છે ત્યારે, એની પીઠ ચાંદી જેવી સફેદ બને છે. પછી એને વૃંદના આગેવાન તરીકે ગણવામાં આવે છે. ફક્ત ચાંદીપીઠ ગોરીલાઓ જ માદા ગોરીલા સાથે સહશયન કરે છે. નાના ગોરીલાઓ જે એવું કરવાનો પ્રયત્ન કરે છે એઓને તરત જ નકારી કાઢવામાં આવે છે! છતાં, કોઈ પ્રતિસ્પર્ધી ચાંદીપીઠ ગોરીલાને મારી નાખે તો એ એના સંતાનોને પણ મારી નાખે છે. પછી નવો આગેવાન આગેવાની લે છે અને વૃંદમાં માદા ગોરીલાઓ સાથે સંતાનો પેદા કરે છે.”
“ગોરીલા કેટલું લાંબુ જીવી શકે?” અમે સુંદર વાંસના જંગલોમાં ગાઈડને અનુસરી રહ્યા હતા ત્યારે કોઈકે પૂછયું.
શાંત જવાબ મળ્યો, “લગભગ ૪૦ વર્ષ સુધી.”
કોઈકે ગણગણાટ કર્યો “શસસસ. . .” એક ઘેરો ઊંડો અવાજ. “એ શું હતું? ગોરીલા?” ના, પરંતુ એક ગાઈડ ગોરીલાની માફક ઘૂરકી રહ્યો હતો. અમે ઘણે નજીક હતા!
ખરેખર, અમારાથી ફક્ત પાંચ મીટર દૂર, લગભગ ૩૦ ગોરીલા હતા! અમને ગૂંઠણે વળીને જમીન પર બેસવા અને શાંત રહેવાનું કહેવામાં આવ્યું. “એના તરફ આંગળી ન ચીંધશો,” ગાઈડે આજીજી કરી, “કેમ કે એઓ વિચારી શકે કે તમે એના તરફ કંઈક ફેંકી રહ્યા છો. કૃપા કરીને બૂમો ન પાડશો. ફોટા પાડતી વખતે, ધીમેથી અને કાળજીપૂર્વક ચાલો, અને ફ્લેશનો ઉપયોગ ન કરો.”
અમે એઓને અડકી શકીએ એટલા નજીક હતા! પરંતુ કોઈક એને અડકે એ પહેલાં જ ગાઈડે કહ્યું: “એને અડકશો નહિ!” તરત જ બે ત્રણ નાના ગોરીલા અમારું નિરીક્ષણ કરવા પાસે આવી ગયા. ગાઈડે નાની ડાળખી વડે ધીમેથી મારીને એઓને ભગાડ્યા, અને નાના જીજ્ઞાસુઓ ગુલાંટો મારતા બાળકોની જેમ મસ્તી કરતા જતા રહ્યા. રમતમાં હિંસા આવી જાય છે ત્યારે “મમ્મી” હસ્તક્ષેપ કરે છે.
ચાંદીપીઠ ગોરીલો અમને દૂરથી જોઈ રહ્યો છે. અચાનક, એ અમારી તરફ ફરે છે અને બેસી જાય છે, અમે બેઠા છીએ એનાથી ફક્ત થોડે જ દૂર. એ વિશાળ અને લગભગ ૨૦૦ કિલોના વજનવાળા છે! એ અમારા તરફ ધ્યાન આપવાને બદલે ખાવામાં ઘણા વ્યસ્ત છે, જોકે એમની એક આંખ તો અમારા પર જ છે. ખરેખર તો, ખાવું એ ગોરીલાની મુખ્ય પ્રવૃત્તિ છે! ચાંદીપીઠ ગોરીલા દિવસના ૩૦ કિલોગ્રામ જેટલો ખોરાક ખાઈ શકે છે. અને આખા વૃંદમાં દરેક પ્રાણી સવારથી સાંજ સુધી ખોરાકની શોધમાં વ્યસ્ત રહે છે. કોઈ વાર એઓ કંઈક “મિષ્ટાન્ન” જુએ તો એઓને લડતા પણ જોઈ શકાય છે.
વિશાળ સેનેસીઓ વૃક્ષનો મહત્ત્વનો ભાગ એઓનો પ્રિય ખોરાક છે. એઓ ઘાસ, અમુક વૃક્ષના મૂળ અને વાંસના કૂણા ભાગ પણ એઓ પસંદ કરે છે. કેટલીક વખત તેઓ કૂણા વાંસ, લીલા પાંદડા, જીવજંતુઓ, જેલીયમ અને બીજા વિવિધ મૂળ અને વેલાને ભેગા કરીને “સલાડ” પણ બનાવે છે. “ગોરીલા જંતુઓને પકડે છે સાફ કરે છે ત્યારે શા માટે એ તેઓને ડંખ મારતા નથી?” કોઈ કે પૂછ્યું. ગાઈડ સમજાવે છે: “એઓની હથેળીમાં જાડી ચામડી હોય છે.”
અમે આ શાંતિમય દૃશ્યનો આનંદ માણી રહ્યા છીએ ત્યારે, એક વિશાળ ગોરીલા એના પગ પર ઊભો થયો અને, પોતાની મુઠ્ઠીઓથી પોતાની છાતીને પીટવા લાગ્યો, અને ભયાનક, અમને ડરાવવાની ચીસો પાડવા લાગ્યો! એ એક ગાઈડ તરફ ફર્યો, તેની નજીક પહોંચતા પહેલાં અટક્યો. એ ગાઈડ સામે હિંસક નજરે જોઈ રહ્યો! પરંતુ અમારો ગાઈડ ડર્યો નહિ. એને બદલે, તે ગૂંઠણે બેસી ગયો, ઘૂરક્યો અને ધીમે ધીમે પાછો ફર્યો. એવું લાગતું હતુ કે ચાંદીપીઠ અમને એની શક્તિ અને તાકાતથી પ્રભાવિત કરવા માંગતો હતો. ખરેખર, એ સફળ થયો!
ગાઈડે હવે અમને જતા રહેવાનો સંદેશો આપ્યો. અમે આ અદ્ભુત, શાંતિમય પ્રાણી સાથે કલાક કરતાં વધુ સમય, એઓના મહેમાન તરીકે “ઝાકળમાં” પસાર કર્યો. ટૂંકી છતાં, ભૂલી ન શકાય એવી મુલાકાત. અમે આવનાર નવી દુનિયાના બાઇબલના વચનની કલ્પના કરતા થાકતા જ નથી, જેમાં મનુષ્ય અને પ્રાણીઓ એકબીજા સાથે હંમેશ માટે સાથે શાંતિથી રહેશે!—યશાયાહ ૧૧:૬-૯.
પહાડી ગોરીલાની હાર
ડેમોક્રેટીક
રીપબ્લિક
ઑફ
કોંગો
કીવુ
સરોવર
યુગાન્ડા
રુવાન્ડા
આફ્રિકા
વધારેલો વિસ્તાર
Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.