યૌવનભર્યા મૃત્યુની કરુણ ઘટના
“મને બસ એમ જ લાગે છે કે અમારી પેઢી મરી પરવારી રહી છે.”
—જોહાન્ના પી. ૧૮ વર્ષ, કનેક્ટીકટ, યુ.એસ.એ.માંની યુનિવર્સિટીની નવી વિદ્યાર્થીની
ઑસ્ટ્રેલિયાના ટાપુવાળા રાજ્યના, ટાસ્મેનિયાના પાટનગર શહેર, હોબાર્ટની બહારના ખેતવિસ્તારમાં પોલીસ અધિકારીને એક ભયંકર દૃશ્ય નજરે પડ્યું. ઘરની અંદર ૧૦થી ૧૮ વર્ષની વયની ચાર છોકરીઓ મરણ પામી હતી, તેઓના પિતાએ તેઓને મારી નાખી હતી, જે પોતે પણ પોતાને માથે ગોળી મારીને તેઓની બાજુમાં મરેલા પડેલા હતાં. તેણે કુહાડીથી પોતાનો જમણો હાથ સખતપણે કાપી નાખ્યો હતો. આ ખૂન-આપઘાતના કિસ્સાએ ટાસ્મેનિયાની આખી વસ્તીને હચમચાવી મૂકી હતી. અને એને લીધે લોકોનાં મનમાં મૂંઝવનારો સવાલ ઉભો થયો—શા માટે? શા માટે આ ચાર નિર્દોષ છોકરીઓને આમ થયું?
બેલ્જિયમ હજુ પણ એક બળાત્કારી જે શરતી છુટકારા હેઠળ હતો તેના દ્વારા થયેલાં છ છોકરીઓનો બળાત્કાર અને તેમાંની ચારનાં ખૂનનાં પરિણામનું દુઃખ અનુભવે છે. અને એજ સવાલ પૂછી રહ્યાં છે—શા માટે? આર્જેન્ટિનામાં કેટલીક માતાઓ માને છે કે ૩૦,૦૦૦ લોકો, જેમાંના કેટલાંક તેમના દીકરા અને દીકરીઓ છે, જે હમણાંની ગંદી લડાઈ તરીકે જાણીતી છે તેમાં અદૃશ્ય થઈ ગયાં છે.a તેમાંના કેટલાંકને સતાવવામાં આવ્યા હતાં, કેફી દવાઓ આપવામાં આવી હતી, અને પછી હવાઈ જહાજમાંથી તેઓને સમુદ્રમાં નાખી દેવામાં આવ્યા. તેઓમાંના કેટલાંકને તો જીવતા જ ફેંકી દેવામાં આવ્યા. તેઓને શા માટે મરવું પડ્યું? તેઓની માતાઓ હજુ પણ જવાબની રાહ જોઈ રહી છે.
a ગંદી લડાઈ તરીકે—જાણીતી લડાઈ સૈનિક જુન્તાના શાસનના સમયમાં (૧૯૭૬-૮૩) થઈ, જેમાં હજારો લોકોને મારી નાખવામાં આવ્યાં જ્યારે તેઓ ઉથલપાથલ કરવાનો શક થયો. બીજાઓ અંદાજે છે કે ભોગ બનનારાઓની સંખ્યા ૧૦,૦૦૦ અને ૧૫,૦૦૦ની વચ્ચે છે.
માતાઓનાં જગત સંગઠનીય જૂથે ૧૯૫૫માં જગતની નિરર્થકતાને જાહેર કરતાં જણાવ્યું કે આ જૂથ, “સૌથી ઉપરાંત એક મોટો બુમાટો છે, માતાઓ તરફથી ચેતવણીનો બુમાટો જે તેઓનાં બાળકો, નાના કે મોટાં, યુદ્ધ દ્વારા અને યુદ્ધની તૈયારીમાંથી રક્ષણ આપવા માટે મથી રહ્યાં છે.” મૂર્ખ બાબત એ છે કે, આ જૂથની સભા પછી પૃથ્વીવ્યાપી લોહીયાળ સંઘર્ષમાં મરણ પામેલાં યુવાનોની સંખ્યા વધી રહી છે—ભાવિ માણસજાતમાં મોટી ખોટ લાવી રહ્યાં છે.
યુવામરણનો લાંબો ઇતિહાસ
ઇતિહાસના પાનાઓ યુવાન લોકોનાં લોહીથી તરબોળ થઈ ગયાં છે. વળી આપણી સુશિક્ષિત ગણાતી ૨૦મી સદીમાં પણ, નાતજાતના સંઘર્ષમાં યુવાનો કતલનું મુખ્ય નિશાન બન્યાં છે. એમ લાગે છે કે જાણે યુવાનોને તેઓનાં વડીલોની ભૂલો અને આકાંક્ષાઓને લીધે પોતાનાં જીવનોથી ભરપાઈ કરી આપવું પડે છે.
એક આફ્રિકી દેશમાં, ધાર્મિક યુવાનોનું જૂથ પોતાને પ્રભુ માટે વિરોધક સૈન્ય તરીકે ઓળખાવે છે, જેમાં તેઓને મનમાં ઠસાવ્યું છે કે તેઓને બંદૂકની ગોળી અસર કરી શકતી નથી, આવો અહેવાલ નવો પ્રજાસત્તાક (અંગ્રેજી) સામયિક આપે છે. તો પછી એમાં કંઈ નવાઈ નથી કે આ લેખનું શીર્ષક “યુવાનોનો નકામો પ્રદેશ” છે! તેથી, કુટુંબો કે જેઓએ પોતાનાં દીકરા અને દીકરીઓને ગુમાવ્યાં છે, જેઓને બંદૂકની ગોળીએ અસર કરી, તેઓ સાચી જ રીતે પૂછે છે: શા માટે આપણા યુવાનોએ મરવું પડે છે? એ બધું શું કામનું છે?
આ બધા દુઃખ સહન કરવા ઉપરાંત યુવાનોનાં આપઘાતનો આંકડો વધી રહ્યો છે.