તાસ્મેનિયા નાનો ટાપુ, અજોડ વાર્તા
સજાગ બનો!ના ઑસ્ટ્રેલિયામાંના ખબરપત્રી તરફથી
“દક્ષિણ સમુદ્રમાં અમને અણધાર્યો ભેટો થયો હોય એવો આ પ્રથમ ટાપુ છે, અને અત્યાર સુધી યુરોપના દેશોથી એ અજાણ હતો, અમે એને [અમારા] માનનીય રાજ્યપાલના સન્માનમાં એન્થોની વાન ડીમેન્સલૅન્ટનું નામ આપ્યું છે.” આ શબ્દો ડચમૅન એબલ તાસ્મનના છે જે નવેમ્બર ૨૫, ૧૬૪૨માં, તાસ્મેનિયા ટાપુ શોધી કાઢ્યો ત્યાર પછીના દિવસે કહ્યા, આ ઑસ્ટ્રેલિયાનું બીજું સૌથી જૂનું રાજ્ય છે.a તાસ્મનને કોઈ લોકો નજરે પડ્યા નહીં, પરંતુ તેણે દૂરથી આગનો ધુમાડો અને આસપાસનાં વૃક્ષોમાં ૧.૫ મિટરના અંતરે કાપા પાડેલા જોયા હતા. તેણે લખ્યું, જે કોઈએ એ કાપા પાડ્યા હતા, તેઓ પાસે વૃક્ષ પર ચડવાની અસામાન્ય પદ્ધતિ હતી કે તેઓ રાક્ષસો હતા! હકીકતમાં, એ કાપાઓ વૃક્ષ પર ચડવા માટે હતા.
ત્યાર બાદ, ૧૩૦ વર્ષો માટે મહાસાગર પ્રવાસી સંશોધકની માર્ગદર્શિકામાંથી વાન ડીમેન્સ લૅન્ડ અદૃશ્ય થયો, જ્યાં સુધી ફ્રેંચમૅન મેરીઅન ડ્યુફ્રેન અને અંગ્રેજ માણસ ટોબાયસ ફેરનોએ મુલાકાત ના લીધી. કેપ્ટન જેમ્સ કુક ૧૭૭૭માં જઈ પહોંચ્યા અને, ડ્યુફ્રેનની જેમ, તેમણે ટાપુના અજોડ લોકો આદિવાસીઓ સાથે સંપર્ક સાધ્યો. છતાં, તેની મુલાકાત, કરુણતાની શરૂઆત હતી: “અમુક રાષ્ટ્રો માટે [કુકે] સભ્યતા અને ધર્મનો માર્ગ ખોલ્યો,” ધ હિસ્ટરી ઑફ તાસ્મેનિયામાં જોન વેસ્ટ કહે છે, “[પરંતુ] આ જાતિ [આદિવાસી] માટે તે મરણના પુરોગામી હતા.” કઈ બાબત આવી કરુણતાના પરિણામમાં દોરી ગઈ?
તાસ્મેનિયા “સામ્રાજ્યની જેલ” બન્યું
દેશનિકાલ, કે દેશવટો, બ્રિટિશ શિષ્તનું સાધન હતું, અને તાસ્મેનિયા બ્રિટનનું કેદી વસાહત બન્યું. વળી ૧૮૦૩થી ૧૮૫૨ સુધી, લગભગ ૬૭,૫૦૦ માણસો, સ્ત્રીઓ, અને બાળકો પણ—અમુક તો ૭ વર્ષની વય જેટલા નાનાં—પ્રાર્થના પુસ્તકોની ચોરીથી માંડીને બળાત્કાર સુધી થતા હારબંધ ગુનાઓ માટે ઇંગ્લૅંડથી તાસ્મેનિયા હદપાર કરવામાં આવ્યા હતા. તથાપિ, મોટા ભાગના ગુનેગારો, ઠરીઠામ થવા કે સરકારી યોજનાઓ માટે કામ કરતા હતા. “૧૦ ટકા કરતાં ઓછા લોકોએ . . . કેદી વસાહતને અંદરથી જોઈ હશે, ધ ઑસ્ટ્રેલિયન એન્સાયક્લોપેડિયા કહે છે, “અને અનેક જણ જે એમાં ગયા એ બહુ થોડા સમય માટે રહ્યાં.” પોર્ટ આર્થર, તાસ્મન દ્રીપકલ્પ પર, ગુનેગારોની મુખ્ય વસાહત હતી, પરંતુ રીઢા ગુનેગારોને મૅક્વેર હાર્બર મોકલવામાં આવતા, જે “યાતનાના સ્થળ” તરીકે કુખ્યાત છે. આશ્રયસ્થાનના સાંકડા પ્રવેશદ્રારને નરકના દરવાજા જેવું ભયંકર નામ મળ્યું.
ધીસ ઈઝ ઑસ્ટ્રેલિયા પુસ્તકમાં, ડૉ. રૂડાલ્ફ બ્રાસ આ અવિકસિત જૂથના બીજા એક મહત્ત્વના પાસા વિષે જણાવે છે—એની આત્મિકતા, કે એની ઊણપ. તે લખે છે: “શરૂઆતથી જ, ઑસ્ટ્રેલિયામાં [અલબત્ત, તાસ્મેનિયા સમેત] ધર્મ ઉપેક્ષા કરવામાં અને અવગણવામાં અને, વિશેષ કરીને, પોતાના લાભો માટે શાસન દ્વારા ઉપયોગ અને દુરુપયોગ કરવામાં આવ્યો છે. પ્રાર્થના કર્યા વગર જૂથને સ્વીકૃત કરવામાં આવ્યું હતું અને ઑસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ સેવાકાર્ય મોડેથી સૂઝેલ વિચારની જેમ જણાયો.” જ્યારે કે ઉત્તર અમેરિકાના શ્રદ્ધાળુઓએ દેવળો બાંધ્યા ત્યારે, “જગતની દક્ષિણ દિશાના શરૂઆતના રહેવાસીઓએ,” ધ હિસ્ટરી ઑફ તાસ્મેનિયા કહે છે, “હાજરીની ઝંઝટથી બચવા માટે તેઓના પ્રથમ દેવળને સળગાવી દીધું.”
આ નૈતિકતા જે પહેલેથી જ પતિત હતી એ રમના કારણે વધુ અસર પામી. નાગરિક અને સૈનિક બંને માટે “ધનસંપત્તિનો ચોક્કસ માર્ગ” હતો, ઇતિહાસકાર જોન વેસ્ટ કહે છે.
છતાં કેટલીક વખત ખોરાકની અછત પડતી હતી. આ સમયો દરમિયાન મુક્ત કેદીઓ અને વસાહતીઓ શિકાર પકડવા બંદૂકનો ઉપયોગ કરતા હતા જેનો પીછો આદિવાસીઓ ભાલાથી કરતા હતા. સમજી શકાય એમ છે કે, તણાવ વધી જતો હતો. હવે સ્ફોટક મિશ્રણમાં ગોરા લોકોનું જ્ઞાતિય ઘમંડ, ભરપૂરપણામાં રમ અને અસમાન સાંસ્કૃતિક ભિન્નતાઓ ભેગી કરો. યુરોપિયનો સીમાઓ કરી અને વાડ બાંધતા; આદિવાસીઓ ભટકીને શિકાર ભેગો કરતા. વિસ્ફોટ માટે ફક્ત એક તણખાની જરૂર હતી.
લુપ્ત થતા લોકો
એ તણખો મે ૧૮૦૪માં ભડક્યો. સૈન્ય-અધિકારી મૂરેના નેતૃત્વ હેઠળ એક ટુકડીએ આદિવાસી પુરુષો, સ્ત્રીઓ, અને બાળકોના મોટા શિકારી ટોળા પર કોઈ પણ કારણ વગર ગોળીઓ ચલાવી—જેમાં અનેક મરણ પામ્યા અને જખમી થયા. “કાળું યુદ્ધ”—ભાલાઓ અને પથ્થરો વિરુદ્ધ બંદૂકથી—શરૂ થઈ ચૂક્યું હતું.
અનેક યુરોપિયનોએ આદિવાસીઓના વધથી આંચકો અનુભવ્યો. રાજ્યપાલ સર જ્યોર્જ આર્થરે એટલો સંતાપ અનુભવ્યો, તેણે પોતાની ઇચ્છા વ્યક્ત કરી કે ‘સરકારે ભૂલથી આદિવાસીઓને જે હાનિ પહોંચાડી હતી એનું વળતર વાળી આપવા’ પોતે કોઈ પણ હદે જવા તૈયાર છે. આમ, તેમણે તેઓને “ભેગા કરવા” અને “સભ્ય બનાવવા”નો કાર્યક્રમ શરૂ કર્યો. “કાળી રેખા” તરીકે ઓળખાતી ઝુંબેશમાં, લગભગ ૨,૦૦૦ સૈનિકો, રહેવાસીઓ, અને ગુનેગારો જંગલોમાં ગયા જેથી આદિવાસીઓને પકડીને લાવે અને સુરક્ષિત જગ્યાએ વસવાટ કરાવે. પરંતુ તેઓની ઝુંબેશ એકદમ નિષ્ફળ નીવડી; તેઓ એક સ્ત્રી અને એક છોકરાને જ પકડી શક્યા. પછીથી, જ્યોર્જ એ. રોબિનસન, એક પ્રસિદ્ધ વેસ્લીવાદી, એક વધારે સમાધાનકારી બાબતને આગળ કરી અને એણે કામ કર્યું. આદિવાસીઓએ તેમનામાં ભરોસો મૂક્યો અને તાસ્મેનિયાની ઉત્તરે, ફ્લીનડર્સ ટાપુ પર વસવાટ કરવાની તેમની ઑફરનો સ્વીકાર કર્યો.
માર્જર બર્નાડ પોતાના પુસ્તક એ હિસ્ટરી ઑફ ઑસ્ટ્રેલિયામાં, માર્જર બર્નાડ રોબિનસનની સિદ્ધિ વિષે કહે છે: વાસ્તવમાં, કદાચ તે પોતે આનાથી તદ્દન અજાણ હતો છતાં પણ, તેને તેમાં વિશ્વાસઘાત જણાતો હતો. જન્મજાત કમભાગીને બાસ સ્ટ્રેઈટમાં ફ્લીનડર્સ ટાપુ પર અલગ પાડીને રોબિનસનને તેમના રક્ષક તરીકે નિમવામાં આવ્યા. તેઓ નરમ પડી અને મરણ પામ્યા.” જીવન-ઢબ અને રોજિંદા આહારમાં કાબૂ મૂકવામાં આવ્યો એણે ગોળીઓએ છોડી દીધેલી વસૂલી લઈ લીધી. એક ઉદ્ભવ કહે છે કે “તાસ્મેનિયાની છેલ્લી ખાનદાની આદિવાસી ફેને કાક્રેન સ્મીથ હતી, જે હોબાર્ટમાં ૧૯૦૫માં મરણ પામી હતી.” સત્તાધારીઓ આ બાબતે ભિન્ન મંતવ્ય ધરાવે છે. અમુક લોકો તૃગાનીની તરફ, જે સ્ત્રી હોબાર્ટમાં ૧૮૭૬માં મરણ પામી હતી, અન્ય જે કાંગારુ ટાપુ પર ૧૮૮૮માં મરણ પામી હતી તે સ્ત્રીની તરફ ચીંધે છે. તાસ્મેનિયાના આદિવાસીઓના મિશ્રિત-વંશજો આજે જીવે છે અને મઝામાં છે. માનવજાત દ્રારા કરવામાં આવેલ અત્યાચારની વધી રહેલ યાદીમાં, આ ઘટનાને ઠીક જ “રાજ્યની સૌથી મોટી કરુણતા” કહેવામાં આવી છે. તદુપરાંત, એ બાઇબલ સત્ય પર ભાર મૂકે છે કે “કોઇ માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.”—સભાશિક્ષક ૮:૯.
તાસ્મેનિયાનો દેખીતો તફાવત
આજે, જો તમે સંગ્રહાલય, પુસ્તકાલય, કે ખંડેર કારાવાસની મુલાકાત ના લો તો, તમને આ રળિયામણા ટાપુની વેઠેલ મુશ્કેલીઓની ભાગ્યે જ ખબર પડે. તાસ્મેનિયા ભૂમધ્ય રેખાથી જેટલા રોમ, સેપોરો, અને બોસ્ટોન છે લગભગ એટલે જ દૂર છે. અને એના ઇતિહાસની જેમ, એની ભૌગોલિકતામાં સ્પષ્ટ રીતે તફાવત છે, ટાપુ પર એવી કોઈ જગ્યા નથી જે સમુદ્રથી ૧૧૫ કિલોમીટર કરતાં વધુ દૂર હોય.
તાસ્મેનિયાનો કુલ વિસ્તાર, જેમાં ૪૪ ટકા જંગલ અને ૨૧ ટકા રાષ્ટ્રીય બગીચો છે. આ હિસ્સો થોડા પ્રમાણમાં છે! ધ લીટલ તાસી ફૅક્ટ બુક અનુસાર “પશ્ચિમ તાસ્મેનિયાના જગત વારસાગત વિસ્તાર, જગતનો છેલ્લો બચેલો ફેરફાર વગરનો મોટો સમભાવી નિર્જન વિસ્તાર છે.” વરસાદ અને હિમ સરોવરને, નદીઓ, અને જળપ્રપાતો—માછલાંથી ભરપૂર છે—પેન્સિલ દેવદારો, નિલગિરી ઝાડ, મિરટલ, સીસમ, સાસાફ્રાસ, લેધરવુડ, સેલેરી-ટોપ્ડ દેવદાર, અને હ્યુઓન દેવદાર, વગેરેને પોષણ આપે છે. એમાં કંઈ નવાઈ નથી કે કેન્દ્રિય-પશ્ચિમી પહાડની ટોચ ઉપરની ઊંચી સપાટ ધરતીથી જોવા મળતું દૃશ્ય અને ઘણી વાર બરફથી ઢંકાએલાં શિખરો કુદરત પ્રેમીઓને અહીં વારંવાર ખેંચી લાવે છે.
પરંતુ “વર્લ્ડ હેરીટેજ” વિરોધ વગર થઈ ગયું નથી. અને પર્યાવરણવાદીઓ રસ ધરાવી હજુ પણ ખોદકામ, કાગળ બનાવવા, અને જળવિદ્યુત-શક્તિના રસ ધરાવનારાઓના વિરોધમાં અંદરને અંદર ઊકળી ઊઠે છે. ક્વિનસ્ટાઉન નામના એક ખોદકામ નગરની ચંદ્રની જેવી ખોદકામવાળી ભૂરચના, કુદરતી સાધનોના અવિચારી શોષણનાં પરિણામોનું એક નિષ્ઠુર સ્મારક છે.
સ્થાનિક પ્રાણીઓને પણ સહન કરવું પડ્યું છે—નોંધપાત્રપણે થાયલેસાઈન, કે તાસ્મેનિયાના વાઘને, જે બદામી, કૂતરા જેવું સસ્તન-પ્રાણી છે. એની પીઠ અને થાપા પર પટ્ટાઓ હોવાથી એને વાઘનું નામ મળ્યું છે. દુઃખની વાત છે કે, આ દુર્બળ, શરમાળ માંસાહારીએ મરઘી અને ઘેટા માટે સ્વાદ વિકસિત કર્યો. એના વિનાશ માટે ઇનામ રાખવામાં આવ્યું, અને ૧૯૩૬ સુધીમાં એ લુપ્ત થઈ ગયું.
બીજું એક અજોડ તાસ્મેનિયાનું સસ્તન-પ્રાણી, તાસ્મેનિયન ડેવિલ લુપ્ત થયું નહિ. પોતાના મજબૂત જડબા અને દાંતનો ઉપયોગ કરીને, આ સ્નાયુવાળું પ્રાણી છથી આઠ કિલોગ્રામ મડદાં ખાનાર મરેલા કાંગારુને શરીર અને ખોપરી સાથે પૂરેપૂરું ખાઈ શકે છે.
તાસ્મેનિયા એના નાની-પૂંછડીવાળા શિઅરવૉટર, કે મટનબર્ડ માટે પણ પ્રખ્યાત છે. તાસ્મેનિયાના સમુદ્રથી શરૂ કરીને પ્રશાન્ત સુધી પ્રદક્ષિણા કરી, આ દર વર્ષે એ જ રેતાળ દરમાં પાછું ફરે છે—આ પરાક્રમ કે જે વાસ્તવમાં એના રચયિતા અને ઉત્પન્નકર્તાને પ્રતિષ્ઠા આપે છે.
પાસે જ એની પોતાની રાત્રી વસાહતમાં બીજું પક્ષી રહે છે—એક કે જે પાણીની નીચે “ઉડે” છે—વહાલું, એક-કિલોગ્રામનું, નાની-ચાંચવાળું ફરનું બંડલ, પરી પૅંગ્વિન તરીકે ઓળખવામાં આવે છે. આ સૌથી નાનું પૅંગ્વિન સર્વથી વધારે શોરબકોર પણ કરે છે! એની હિલચાલમાં ફેરફાર થતા રહે છે, કેટલીક વખત તે અવાજ અને શરીરની પ્રવૃત્તિને ઘણી જ વધારી દે છે. રોમાંચક મૂડમાં આવે છે ત્યારે, એમની જોડી એક બીજા પ્રત્યે પોતાના અતિ સ્નેહને મજબૂત કરવા ગીત પણ ગાય શકે છે. તથાપિ, દુઃખની વાત છે કે અનેક માછીમારોના ગલ જાળમાં ફસાઈને, તેલ ઢોળાવાથી પ્લાસ્ટીકની વસ્તુઓને ભૂલથી ખોરાક સમજીને, કે કૂતરાઓ અને જંગલી બિલાડીઓ દ્રારા મરણ પામે છે.
ટાપુનું વધુ શાંત રૂપ
કેન્દ્રિય ઉચ્ચપ્રદેશના કિનારાથી ઉત્તર કે પૂર્વ તરફ જુઓ, અને તમને તાસ્મેનિયાનું વધારે સોહામણું રૂપ જોવા મળશે, એનો પાક, ચોકલેટ-રંગનાં ખેતરો, વહેણવાળી નદીઓ અને ખાડી, માર્ગની બંને બાજુએ વૃક્ષોની કતારો, અને લીલાછમ ઘાસમાં અહીં-તહીં ઘેટાં અને ઢોરઢાંખર જોવા મળશે. ઉત્તરના લીલીડેલ નગરની પાસે, જાન્યુઆરી દરમિયાન, ચમેલીની વાડીઓ મૉરથી લચોલચ હોય છે જે આ ગ્રામીણ ચિત્રમાં આકર્ષક સુગંધ અને જાંબુડિયો રંગ ભરે છે.
ડેરવેંટ નદીની બંને બાજુ, સફરજનના બગીચા પાસે જ છે જેના કારણે તાસ્મેનિયાને સફરજન ટાપુ નામ મળ્યું છે, પાટનગર હોબર્ટ છે, જેની વસ્તી લગભગ ૧,૮૨,૦૦૦ છે. અહીં વિશાળ અને ગમગીન વેલિંગ્ટન પર્વત પથરાયેલો છે, જે ૧,૨૭૦ મીટર ઊંચો છે. ઉઘાડવાળા દિવસે, આ બરફથી-ઢંકાયેલા પર્વતથી ઘણી વાર નીચેના શહેરનું દૃશ્ય સ્પષ્ટ દેખાય છે. વાસ્તવમાં હોબર્ટે ૧૮૦૩થી અત્યાર સુધી લાંબી સફર આદરી છે, સૈન્ય-અધિકારી જોન બોવેન અને તેમની ૪૯ વ્યક્તિના મંડળે, જેમાં ૩૫ ગુનેગારો પણ હતા ત્યારે, પહેલી વાર રિસ્ડન કોવની કિનારે પગ મૂક્યો હતો. હા, હવે સઢવાળું વહાણ અને ખખડી ગયેલાં જહાજો રહ્યા નથી, પરંતુ વર્ષમાં એક વાર સિડનીથી હોબર્ટ સુધી આકરી નૌકાદોડ એ શરૂઆતના દિવસોની યાદ દેવડાવે છે જ્યારે રંગબેરંગી ત્રિકોણ અને સુવ્યવસ્થિત હોડીનું સઢ બૂમોપાડતાં ટોળાં પાસેથી ઝડપથી નીકળી જાય છે, સીધી જ હોબર્ટની મધ્યમાં પહોંચે છે.
સતાવણીના દેશથી આત્મિક પારાદેશ સુધી
જેફરે બટરવર્ધ, લોનસેસ્ટનમાં ૧૯૯૪માં ભરાયેલ યહોવાહના સાક્ષીઓનું “દૈવી ભય” ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાં ૨,૪૪૭ પ્રતિનિધિમાંનો એક હતો, તે યાદ કરે છે: “મને યાદ છે જ્યારે સમગ્ર તાસ્મેનિયામાં ફક્ત ૪૦ જેટલા જ સાક્ષીઓ હતા.” હવે કંઈક ૨૬ મંડળો અને ૨૩ રાજ્ય ગૃહો છે.
“પરંતુ પરિસ્થિતિ હંમેશાં એવી સારી ન હતી,” જેફ ઉમેરે છે. “ઉદાહરણ તરીકે, ૧૯૩૮માં, ટોમ કીટો, રોડ મેકવીલી, અને હું પોતાની આગળ-પાછળ પાટિયા લગાડી, જાહેર બાઇબલ વ્યાખ્યાન ‘હકીકતનો સામનો કરોʼની જાહેરાત કરતા હતા. આ જૂઠા ધર્મને તીક્ષ્ણ રીતે ઉઘાડો પાડે એવું હતું, જે એક રેડિયો નેટવર્ક દ્રારા લંડનથી પ્રસારિત કરવાનું હતું. હું મારા સાથીઓ સાથે જોડાયો ત્યારે, તેઓ પર યુવાનોનું એક ટોળું દાદાગીરી કરી રહ્યું હતું. અને પોલીસ ફક્ત ઉભી ઉભી જોઈ રહી હતી! હું મદદ કરવા માટે દોડ્યો અને તરત જ પછાડવામાં આવ્યો. પરંતુ એક માણસે પાછળથી મારા ખમીસને પકડીને મને દૂર ઘસડી ગયો. મને મારવાને બદલે, એ માણસ બરાડી ઊઠ્યો: ‘તેને એકલો મૂકી દો!’ પછી, તેણે મને શાંતિપૂર્વક કહ્યું: ‘હું જાણું છું કે સતાવણી સહન કરવી કેવી બાબત છે, મિત્ર, હું આઈરીશ છું.’”
યહોવાહે એ શરૂઆતના પાયોનિયરોને આશીર્વાદ આપ્યો, કેમ કે આજે ૪,૫૨,૦૦૦ લોકોના એ ટાપુના સર્વ ભાગોમાં દેવના રાજ્યના સુસમાચાર પહોંચી ગયા છે. શરૂઆતના ગુનેગારો અને આદિવાસીઓના અનેક વંશજો એ સ્વચ્છ પૃથ્વી પર એ બધાનો—કાળા અને ગોરા—આવકાર કરવાની અપેક્ષા રાખે છે જે શરૂઆતના એ નિર્દય દિવસોમાં અન્યાયથી માર્યા ગયા છે, કેમ કે બાઇબલ વચન આપે છે કે “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) આ બદલાવ એટલો મોટો હશે કે “આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ.”—યશાયાહ ૬૫:૧૭.
[Footnotes]
a નવેમ્બર ૨૬, ૧૮૫૫માં તાસ્મેનિયા નામ અધિકૃત રીતે સ્વીકારવામાં આવ્યું. ન્યૂ સાઉથ વોલ્સ જૂનું રાજ્ય છે.
[Caption on page ૧૯]
ઉપર: ક્રેડલ પહાડ અને ડોવ સરોવર
ઉપર જમણે: તાસ્મેનિયન ડેવિલ
નીચે જમણે: દક્ષિણ-પશ્ચિમ તાસ્મેનિયાનું વર્ષા જંગલ
[Caption on page ૧૯]
તાસ્મેનિયા
[Caption on page ૧૯]
ઑસ્ટ્રેલિયા
[Caption on page ૧૯]
તાસ્મેનિયન ડેવિલ અને તાસ્મેનિયાનો નકશો: Department of Tourism, Sport and Recreation – Tasmania; ઑસ્ટ્રેલિયાનો નકશો: Mountain High Maps® Copyright © 1995 Digital Wisdom, Inc.