વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૧/૮
  • યુ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુ
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • ‘મારી સંભાળ કોણ રાખશે?’
  • કૌટુંબિક જવાબદારી
  • પોતાના માટે પૂરું પાડવું
  • પડકારનો સામનો કરવો
  • યુવાન લાકા પૂછે છે . . .
    સજાગ બનો!—૧૯૯૮
  • હું કઈ રીતે મારા ભાઈ-બહેન સાથે સંપીને રહી શકું?
    સજાગ બનો!—૨૦૧૧
  • વૃદ્ધજનોની સાર-સંભાળ રાખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • શા માટે મારા ભાઈબહેન સાથે વ્યવહાર રાખવો આટલું અઘરું છે?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૯
g99 ૧/૮

યુવાનો પૂછે છે ▪ ▪ ▪

હું મારાં માબાપ વિના કઈ રીતે જીવી શકું?

“હું ત્રણ વર્ષનો હતો અને મારી બહેન ચાર વર્ષની હતી ત્યારે, મારાં માબાપે છૂટાછેડા લીધા હતા. તેઓ બંને અમને પોતપોતાની સાથે રાખવા ઇચ્છતા હોવાથી કોર્ટમાં ગયા, અને અંતે મારી માતા સાથે રહેવાનો ચુકાદો આવ્યો. છતાં, હું સાત વર્ષનો હતો ત્યારે, મારી બહેન અને મેં મારા પિતા સાથે રહેવાનું નક્કી કર્યુ.”—ઓરૉસ્યો.

થોડાં વર્ષો પછી, ઓરૉસ્યોના પિતા અને પિતાની સ્ત્રી મિત્રએ—ઓરૉસ્યો અને તેની બહેનને છોડી દીધા. ઓરૉસ્યો યાદ કરે છે: “તેથી હું ૧૮ વર્ષની ઉંમરે મારા કુટુંબનું શિર બન્યો, જેમાં મારી ૧૯ વર્ષની બહેન અને ૧૨ વર્ષની સાવકી બહેન હતા—કે જેઓએ મારી સાથે રહેવાનું નક્કી કર્યું.”

આગલા અંકમાં બતાવવામાં આવ્યું કે, જગતમાં લાખો યુવાનોનાં માબાપો નથી હોતાં.a ઓરૉસ્યોની જેમ ઘણા યુવાનોને તરછોડવામાં આવ્યા છે. તોપણ, અન્યોએ મરણ કે યુદ્ધ કે કુદરતી આફતોને કારણે પોતાનાં માબાપથી જુદા થવું પડ્યું છે. ગમે તેવી પરિસ્થિતિ હોય છતાં માબાપ વગર જીવવું મુશ્કેલીભર્યુ અને આઘાતજનક હોય શકે. અને એ જવાબદારીઓ તમને કચડી પણ નાખી શકે.

a “યુવાન લોકો પૂછે છે . . . શા માટે મારે માબાપ વગર જીવવું પડે છે?” ડિસેમ્બર ૮, ૧૯૯૮ સજાગ બનો!માં આ લેખ જુઓ.

‘મારી સંભાળ કોણ રાખશે?’

તમે કઈ રીતે સામનો કરશો એ તમારી ઉંમર અને સંજોગો પર આધારિત છે. દેખીતી રીતે, તમે બાળપણ અને તરુણાવસ્થામાં હોવ તો, પરિસ્થિતિ વધારે મુશ્કેલીભરી હોય છે. જો કે, તમને એકદમ એકલા છોડી મૂકવામાં આવે એવું ન પણ હોય શકે. કદાચ તમારા કાકા-કાકી, મોટા ભાઈ, અથવા બહેન તમને પોતાની સાથે રાખવા ઇચ્છુક હોય શકે.

યહોવાહના સાક્ષીઓમાં, અનાથો અને વિધવાઓની સંભાળ રાખવી એ તેઓની ઉપાસનાનો એક ભાગ છે. (યાકૂબ ૧:૨૭; ૨:૧૫-૧૭) અને અવારનવાર મંડળના સભ્યો મદદ કરે છે. દાખલા તરીકે, ઓરૉસ્યો અને તેની બહેને યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો હતો, અને સભાઓમાં હાજરી આપતા હતા. ત્યાં તેઓ એક ખ્રિસ્તી કુટુંબને મળ્યા કે જેઓ તેઓને મદદ કરવા લાગ્યું. ઓરૉસ્યો કહે છે, “દિવસે દિવસે યહોવાહનું માર્ગદર્શન અને પ્રેમાળ દેખરેખ માટે હું કેટલો આભારી છું! અમે કેટલા આશીર્વાદિત હતા કે, મંડળમાં એક આત્મિક કુટુંબ અમને મદદ કરતું હતું, જેઓના યુવાનો પણ અમારી ઉંમરના હતા. હકીકતમાં, તેઓએ અમને દત્તક લીધા હતા. તેથી, અમે એ કુટુંબનો એક ભાગ બની ગયા, જેના પર અમે કોઈ પણ બાબત માટે આધારિત રહી શકીએ, જે લાગણી અમે કદી અનુભવી ન હતી.”

તેમ છતાં, બધા યુવાનોના કિસ્સામાં એમ નથી બનતું. યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ રીપોર્ટ કહે છે: “ઘણી વાર એકલવાયાં બાળકોને બીજાં કુટુંબોમાં લઈ જવામાં આવે છે અને તેઓ પર શારીરિક અત્યાચાર કરવામાં આવે છે, બળજબરીથી પગાર વિના કામ કરાવવામાં આવે છે, અથવા તેઓને પ્રગતિ કરવાની તક પણ આપવામાં આવતી નથી ને તેઓનો ઉપયોગ વેશ્યાગીરીમાં કરે છે, અથવા તેઓને ગુલામ બનાવે છે.” તેથી તમારી સંભાળ કોઈ સારી રીતે રાખતું હોય તો, તમે તેમના આભારી થાઓ.

કબૂલ કે માબાપ વિના જીવવું દુઃખદાયક છે. અને સ્વાભાવિક છે કે તેઓએ તમારી કાળજી ન લીધી, તેથી તમને અણગમો થશે. તમારા સગાસંબંધી અથવા મોટા ભાઈ કે બહેન તમને કશું કહે ત્યારે, તમને માઠું લાગી શકે. પરંતુ જેઓ તમારી સંભાળ લે છે તેઓ પર અણગમો ન બતાવો. બાઇબલ કહે છે: “સાવધ રહે; રખેને ક્રોધ તને આડે માર્ગે દોરીને તને મજાક કરવાને લલચાવે, . . . સાવધ થા, અન્યાયનો વિચાર દૂર કર; કેમકે સંકટ સહન કરવા કરતાં તેં એને વધારે પસંદ કર્યો છે.” (અયૂબ ૩૬:૧૮, ૨૧) બાઇબલમાંથી એસ્તેર નામની યુવતીને યાદ કરો. અનાથ હોવાથી, તેના પિતરાઈ ભાઈ મોર્દખાયે તેને ઉછેરી. મોર્દખાય તેનો વાસ્તવિક પિતા ન હતો, તેમ છતાં તે પુખ્ત વયની થઈ ગયા, પછી પણ મોર્દખાયે ‘તેને ફરમાવ્યા પ્રમાણે’, તે તેને આજ્ઞાંકિત રહી! (એસ્તેર ૨:૭, ૧૫, ૨૦) તમે પોતે સહકાર આપીને આજ્ઞાંકિત રહેવા પ્રયત્ન કરો. આમ કરવાથી, તમે ચિંતામુક્ત રહેશો અને તમારી સાથે સંકળાયેલાઓનું જીવન સહેલું બનશે.

કૌટુંબિક જવાબદારી

તમારા મોટા ભાઈ કે બહેન હોય—અથવા તમે પુખ્ત વયના હોવ તો—તમે તમારી જાતે એકલા રહી શકો. કદાચ તમારી ઉપર કુટુંબના શિર તરીકેની જવાબદારી આવી શકે—એ જવાબદારી તમને અતિશય ભારે લાગી શકે! છતાં, ઘણા યુવાનોએ પોતાના ભાઈબહેનોને ઉછેરીને પ્રશંસનીય કાર્ય કર્યું છે.

સમજી શકાય છે કે, તમે અણગમો અનુભવ્યો હશે. તમે શાંતિથી હકીકતનો વિચાર કરશો કે તમે તમારા ભાઈબહેનોની સંભાળ લો છો અને પ્રેમ કરો છો તો એ તમને હકારાત્મક દૃષ્ટિબિંદુ ધરાવવા મદદ કરશે. દેવથી સોંપાયેલા કાર્ય તરીકે તમે તેઓની સંભાળ લેશો તો, એમાંથી તમને મદદ મળશે. છેવટે, ખ્રિસ્તીઓને પોતાનાં કુટુંબની કાળજી રાખવા વિષે આજ્ઞા આપવામાં આવી છે. (૧ તીમોથી ૫:૮) પરંતુ તમે તમારા ભાઈ કે બહેનની માં અથવા બાપ તરીકે સંભાળ રાખવાનો ગમે તેટલો પ્રયત્ન કરશો તોપણ તમે ક્યારેય તેઓનાં માબાપ નહિ બની શકો.

તમારા ભાઈબહેન તમારાં માબાપ સાથે વર્તતા હતા, એમ જ તમારી સાથે વર્તે એવી અપેક્ષા રાખવી યોગ્ય નથી. હકીકતમાં, તેઓ પરિસ્થિતિ સ્વીકારે અને તમારું કહેવું માને એને સમય લાગી શકે. તેથી એ દરમિયાન તમે નાસીપાસ ન થાઓ. “કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમજ સર્વ પ્રકારની ખુન્‍નસ” ટાળો. તમારા ઉદાહરણથી તમારા ભાઈબહેનને શિખવો, “તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, . . . એકબીજાને ક્ષમા કરો.”—એફેસી ૪:૩૧, ૩૨.

ઓરૉસ્યોએ કબૂલ્યું કે તેણે ભૂલ કરી હતી: “મારા ભાઈબહેનો પ્રત્યે કોઈક વાર હું ઘણો કડક હતો. પરંતુ અમુક હદે એ રક્ષણ હતું અને યહોવાહની નજરમાં અમે સારી વર્તણૂક જાળવી હતી.”

પોતાના માટે પૂરું પાડવું

તમારાં માબાપ તમારી સંભાળ લેવામાં અસક્ષમ હોય તો, તમારા માટે તે એક મોટી ચિંતા છે. કદાચ ખ્રિસ્તી મંડળના પુખ્ત સભ્યો, તમને અને તમારા ભાઈબહેનને રસોઈ કરવામાં, સાફ-સફાઈ કરવામાં અને ઘરકામ કરવામાં મદદ કરી શકે. પરંતુ તમે પૈસા મેળવવા શું કરશો? કદાચ કામ શોધ્યા વિના તમારી પાસે કોઈ રસ્તો નથી.

ઓછું ભણતર, ઓછા અનુભવી, અથવા કામની આવડત વગર યુવાનોને નોકરી મળવી સહેલું નથી. તેથી, તમારાથી બની શકે તો ઓછામાં ઓછું તમારું જરૂરી શિક્ષણ પૂરું કરો—અથવા નોકરી મેળવવા જરૂરી તાલીમ મેળવો—આમ કરવું વાજબી છે. ઓરૉસ્યો યાદ કરે છે: “મારી મોટી બહેન અને મેં નોકરી કરીને મારું અને મારી સાવકી બહેનનું ભણતર પૂરું કરાવ્યું.” તમે વિકસતા દેશમાં રહેતા હોવ તો, તમે તમારી આવડતનો ઉપયોગ કરી શકો.—સજાગ બનો! નવેમ્બર ૮, ૧૯૯૪નાં અંકમાં “વિકસતા દેશમાં નોકરી-ધંધા ઊભા કરવા” લેખ જુઓ.

વધારે આર્થિક વિકાસશીલ દેશમાં, સરકાર પાસેથી નાણાકીય મદદ મેળવી શકો. અવારનવાર, સરકાર અથવા પ્રાઇવેટ એજન્સીઓ અથવા અનાથોને મદદ કરતી હોય એવી કોઈ સંસ્થા કદાચ તમને મદદ કરી શકે. દાખલા તરીકે, ઘણી એજન્સીઓ રહેવા માટે જગ્યા અને ખોરાક મેળવવા તમને મદદ કરી શકે. ચોક્કસ, તમે કોઈ પણ નાણાકીય મદદ મેળવો એનો ડહાપણથી ઉપયોગ કરો. બાઇબલ કહે છે, “દ્રવ્ય આશ્રય છે.” (સભાશિક્ષક ૭:૧૨) તમે ખર્ચનો અંદાજ નહિ રાખો અને ખર્ચવામાં કાળજી નહિ રાખો તો, ‘દ્રવ્ય ગગનમાં ઊડી’ જશે.—નીતિવચન ૨૩:૪, ૫.

તમારી સંભાળ પુખ્તવયના રાખતા હશે તો, તમને તમારી ભૌતિક જરૂરિયાતની ચિંતા રહેશે નહિ. છતાં, ભવિષ્યમાં એવો સમય આવશે કે તમારે પોતાની સંભાળ રાખવાની જરૂર પડશે. સૈદ્ધાંતિક રીતે તમને ઉત્તેજન આપવા માટે માબાપ ન હોવાથી, તમારે ભણવામાં ધ્યાન કેંન્દ્રિત કરવા મહેનત કરવાની જરૂર છે. પ્રેષિત પાઊલે તીમોથીને આત્મિકતામાં આગળ વધવા જે સલાહ આપી એ તમે તમારા ભણવામાં લાગુ પાડી શકો: “એ વાતોની ખંત રાખજે; તેઓમાં તલ્લીન રહેજે, કે તારી પ્રગતિ સર્વેના જાણવામાં આવે.” (૧ તીમોથી ૪:૧૫) આમ કરવાથી, તમે તમારી મધ્યે એક સારું ઉદાહરણ બેસાડી શકશો અને એ તમને પોતાને પણ લાભદાયી થશે.

સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમે પોતે આત્મિક રીતે સજ્જ થાઓ. આત્મિક પ્રવૃત્તિને સમતોલ રાખવા પ્રયત્ન કરો. (ફિલિપી ૩:૧૬) દાખલા તરીકે, યહોવાહના સાક્ષીઓ કુટુંબ તરીકે દરરોજ દૈનિક વચનની ચર્ચા કરે છે. શા માટે તમે પણ એમ કરતા નથી? નિયમિત બાઇબલ અભ્યાસ અને ખ્રિસ્તી સભાઓમાં નિયમિત હાજરી પણ તમને આત્મિકતામાં દૃઢ રહેવા મદદ કરશે.—હેબ્રી ૧૦:૨૪, ૨૫.

પડકારનો સામનો કરવો

માબાપ વગર જીવવું મુશ્કેલીભર્યુ છે, પરંતુ એનો અર્થ એ નથી કે જીવન હેતુ વિનાનું બની જવું જોઈએ. વીસ વર્ષની પૉઓલો ફક્ત છ વર્ષની હતી ત્યારે, તેની માતા મરણ પામી. દસ વર્ષની હતી ત્યારે તેના પિતા મરણ પામ્યા. એક દયાળુ સ્ત્રીએ તેને અને તેની ચાર બહેનોને આશરો આપ્યો. શું તેનું જીવન દુઃખી હતું? ના. પૉઓલો કહે છે: “અમારું કુટુંબ બીજાં કુટુંબો જેવું ન પણ હોય, પરંતુ કેટલીક હદ સુધી અમારું જીવન સામાન્ય હતું. હકીકતમાં, બીજા કુટુંબ કરતાં અમારો પ્રેમ વધારે મજબૂત હતો.”

પૉઓલોની બહેન ઈરેન ઉમેરે છે: “અમે માબાપ વિનાના હોવા છતાં, અમે બીજા યુવાનોની જેમ જ છીએ.” આવી પરિસ્થિતિમાં તેની બીજાઓ માટે શું સલાહ છે? “તમને ગેરફાયદો છે એવું તમે વિચારશો જ નહિ.” એવી જ રીતે ઓરૉસ્યો કહે છે: “આ પરિસ્થિતિએ મને જલ્દી જ પુખ્ત બનાવ્યો.”

માબાપને ગુમાવવા એ અકલ્પનીય દુઃખદાયક ઘટના છે. ખાતરી રાખો કે, યહોવાહની મદદથી તમે જીવી શકશો અને તેમના આશીર્વાદો અનુભવશો.

તમે ખ્રિસ્તી વડીલો પાસેથી ટેકો

મેળવી શકો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો