યુવાનો પૂછે છે . . .
હું દૂર દેશમાંની વ્યક્તિ સાથે કઈ રીતે સહચર્ય કરી શકું?
“યહોવાહના સાક્ષીઓનાં મહાસંમેલનમાં હાજરી આપનારા વૃંદને હું તેઓની હૉટલ સુધી લઈ ગયો. હું ઘરે જવાની તૈયારીમાં જ હતો ત્યારે, બીજું એક વૃંદ ત્યાં આવી પહોંચ્યું. તેથી હું વાત કરવા માટે થોભ્યો, અને ત્યાં મારી મુલાકાત ઓડેટ સાથે થઈ. એ અઠવાડિયા દરમિયાન અમારી ફરી મુલાકાત પણ થઈ. અમે પત્રવ્યવહાર શરૂ કરવાનું વિચાર્યું, અને પત્રો દ્વારા એક-બે વર્ષમાં બરાબર ઓળખાણ થતાં, અમે સહચર્ય કરવા લાગ્યા.”—ટૉની.
જગત બહું જ નજીક આવી ગયું છે. તાજેતરનાં દાયકાઓમાં આધુનિક સાધનોથી મુસાફરી કરવી બહું જ સહેલું બની ગયું છે, તેમ જ બધી જ બાજુ ટેલિફોન આવી ગયા છે, ઝડપી ટપાલ સેવા, અને ઇંટરનેટ દ્વારા આજે લોકો રોમાંચ અનુભવી રહ્યા છે. અને ઘણી રીતે એનો ઉપયોગ કરવાથી દૂર દેશમાં વ્યક્તિ સાથે સંબંધ બાંધી શકાય છે, પછી ભલે તે સેંકડો કે હજારો કિલોમીટરથી પણ દૂર હોય—ખાસ કરીને જ્યારે કે પોતાનાં દેશમાં યોગ્ય લગ્નસાથી જલદી મળી આવતા ન હોય ત્યારે.
કેટલાંક યુગલો માટે, દૂર દેશના વ્યક્તિ સાથે સહચર્ય કરવાથી આશીર્વાદિત નીવડ્યું છે. “અમે લગ્ન કર્યા તેને ૧૬ વર્ષ થયાં છે, અને અમે સુખી છીએ,” એમ ટૉની જણાવે છે. ઘણાં એવી પણ દલીલ કરે છે કે, દૂર દેશમાં વ્યક્તિ સાથે સહચર્ય કરવાથી એક ફાયદો છે. તે યુગલોને શારીરિક આકર્ષણનાં દબાણ હેઠળ આવ્યાં વગર એકબીજાને ઓળખવા મદદ કરે છે. ભલે એનાં ગમે તેટલાં લાભ હોય, છતાં, દૂર દેશમાંની વ્યક્તિ સાથે રોમાંચ માણવો એ એક અજોડ મુશ્કેલી ઉભી કરે છે.
એકબીજાને ઓળખવા
તમે જેમની સાથે લગ્ન કરવા ઇચ્છતા હોય તેમનાં વિષે જેટલું બની શકે તેટલું વધુ જાણવું સૌથી સારું છે. છતાં, ફ્રેંક નામના એક પતિ તેમનાં વ્યક્તિગત અનુભવમાંથી જણાવે છે તેમ, “ખરા વ્યક્તિને, ‘અંતઃકરણમાં રહેલાં ગુપ્ત મનુષ્યત્વʼને ઓળખવા એ સહેલું નથી.” (૧ પીતર ૩:૪) ડગ નામની બીજી એક ખ્રિસ્તી વ્યક્તિ જેમને દૂર દેશની વ્યક્તિ સાથે મિલનવાયદો કરવો હતો, તે જણાવે છે: “ભૂતકાળ વિષે વિચાર કરું તો, હું કહી શકું છું કે અમે એક બીજાને સારી રીતે ઓળખતા ન હતાં.”
શું ખરેખર એ શક્ય છે કે જો વ્યક્તિ સેંકડો કિલોમીટર દૂર રહેતી હોય તો પણ તેને સારી રીતે ઓળખી શકે? હા, એમ કરવું સખત મહેનત માગી લે છે. ડગ કહે છે, “અમારી પાસે ફોન કરવાનાં પૈસા ન હતા, તેથી અમે અઠવાડિયામાં એક વાર પત્ર લખતા હતા.” જોકે, જોઆન અને ફેંકને લાગ્યું કે પત્ર લખવા એ પૂરતું ન હતું. જોઆન કહે છે, “અમે પ્રથમ પત્રો લખતા અને પછીથી ફોન કરતા હતા પછી ફ્રેંકે મને એક નાનું ટેપ રેકોર્ડર મોકલાવ્યું. અમે દર અઠવાડિયે નવી ટેપ એકબીજાને મોકલાવતા હતાં.”
પ્રમાણિકતા એકમાત્ર માર્ગ
વાતચીત વ્યવહાર માટે તમે ગમે તે માર્ગ અપનાવો પરંતુ સાચું બોલવું એ સૌથી મહત્ત્વનું છે. “જો તમે જૂઠું બોલશો તો, તે પછીથી બહાર આવશે અને તે તમારાં સંબંધને અસર કરશે,” એસ્તર નામની ખ્રિસ્તી સ્ત્રીએ એમ જણાવ્યું. “એકબીજા સાથે પ્રમાણિક બનો. તમારી પોતાની સાથે પ્રમાણિક બનો. એવું કંઈક હોય કે જેના વિષે તમે પોતે સહમત ન થતાં હો તો, તેને જતું ન કરો. તેની ચર્ચા કરો.” પ્રેષિત પાઊલ સારી સલાહ આપે છે: “દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો.”—એફેસી ૪:૨૫; સરખાવો હેબ્રી ૧૩:૧૮.
એવી કેટલીક બાબતો કઈ છે જે વિષે તમારે ચર્ચા કરવી જ જોઈએ? સહચર્ય કરનાર દરેક યુગલોએ પોતાનાં ધ્યેયો, બાળકો, નાણાંકીય બાબતો, અને તંદુરસ્તી વિષે ચર્ચા કરવી જરૂરી છે. છતાં, એવી બાબતો પણ હોઈ શકે જે વધુ ધ્યાન માગી લે. દાખલા તરીકે, એક—અથવા બંને—જણને લગ્ન પછી બીજા દેશમાં રહેવા જવાની જરૂર ઊભી થઈ શકે. શું તમે માનસિક અને લાગણીમય રીતે તેમ કરવા તૈયાર છો? તમે કઈ રીતે કહી શકો? શું તમે પહેલાં કદી બીજે ક્યાંય રહેવા ગયા છો, અને કંઈક સમય માટે તમારાં કુટુંબથી દૂર રહ્યાં છો? જોઆનનાં ભાવિ પતિ, તેઓ બંને માટે ઇચ્છતા હતાં કે તેઓ સ્વયંસેવકો તરીકે, આ સામયિકોનાં પ્રકાશકોના, વડામથક વૉચ ટાવર સોસાયટીમાં સેવા આપે. જોએન યાદ કરે છે: “તેમણે મને પૂછ્યું હતું કે શું હું નાનાં ઓરડામાં, અને થોડા પૈસાથી જીવી શકીશ? અમારે તે વિષે ચર્ચા કરવાની જરૂર પડી.”
જો બીજા કોઈ દેશની વ્યક્તિ સાથે સહચર્ય કરતા હોવ તો શું? શું તમે બીજા દેશની રહેણીકરણી સાથે સુમેળમાં આવી શકશો? “શું તમે રોજબરોજની બાબતોમાં એકબીજાની રહેણીકરણીનો આનંદ માણી રહ્યાં છો?” ફ્રેંક પૂછે છે. “આ મહત્વના વિષય વિષે અગાઉથી ચર્ચા કરી લો. તમે લાગણીમય રીતે અને નાણાંકીય રીતે ઊંડા ઉતરી જાઓ એ પહેલાં-બની શકે એટલું જલદી એ વિષે જાણી લો.” હા, બીજા દેશની રહેણીકરણીમાં દરરોજ રહેવું એ અને બીજા દેશમાં થોડાં સમય ફરવા જવું તેમાં ઘણો ફરક છે. શું તમારે બીજી ભાષા શીખવાની જરૂર પડશે? શું તમે સ્થાનિક હવામાનનાં ફેરફારને અનુરૂપ થઈ શકશો? બીજી તર્ફે, શું તમે તે વ્યક્તિ કરતાં તે દેશની રહેણીકરણીમાં ગરકાવ થઈ ગયા છો? આવી આકર્ષકતા સમય જતાં નષ્ટ થઈ શકે. પરંતુ લગ્ન એ બે વ્યક્તિઓને કાયમ માટે બાંધી દે છે.—માત્થી ૧૯:૬.
ટૉની સમજાવે છે: “એક છોકરી કે જે બીજા દેશની હતી જેને હું ઓળખું છે તેણે કેરેબીયન વ્યક્તિ સાથે લગ્ન કર્યું. પરંતુ તેને ટાપુ પરનું જીવન અઘરું લાગવા લાગ્યું. ત્યાં હંમેશા ગરમી રહેતી હતી, અને તેથી તે માંદી પડી ગઈ. ખોરાક પણ જુદો હતો, અને તેને તેનું કુટુંબ યાદ આવવા લાગ્યું. તેથી તેઓએ તે સ્ત્રીનાં દેશમાં રહેવા જવાનું વિચાર્યું. પણ ત્યારે તેનાં પતિને ત્યાંની જીવનઢબ ઘણી જ ભૌતિકવાદી લાગી, અને તે હવે તેનાં કુટુંબ અને પડોશીઓ વચ્ચેના ગાઢ સંબંધ વિષે વિચારવા લાગ્યો. હવે તેઓ જુદા પડી ગયા; તે હવે તેનાં દેશમાં રહેવા લાગ્યો, અને તેની પત્ની તેનાં દેશમાં રહેવા લાગી. તેઓનાં બંને બાળકો માતાપિતા બંનેનો પ્રેમ અને કાળજી ન મેળવી શક્યાં.”
એવી વ્યક્તિ સાથે લગ્ન કરવા કે જે દૂર દેશમાં રહેતી હોય, કે પછી બીજી કોઈક સંસ્કૃતિ ધરાવતી હોય તો તેઓ સાથે એક બનવું એટલું સહેલું નથી. શું તમે મુસાફરી અને વાતચીત વ્યવહારના વધારાનાં ખર્ચ માટે તૈયાર છો? લુદિયા યાદ કરે છે: “ફિલ મારી સાથે મજાક કરતો હતો કે મારું ફોન બીલ ઘણું વધી જાય છે તેથી આપણે લગ્ન કરી લેવાની જરૂર છે, પરંતુ હવે અમે મારી માતા સાથે ફોન પર ઘણી વાતો કરતાં હોવાથી અમારું બીલ વધી જાય છે!” બાળકો જન્મે તો શું? કેટલાંક બાળકો એવી રીતે મોટાં થાય છે કે પોતાના સગાઓને પણ ઓળખતા નથી, અને વળી ભાષા ન આવડવાને કારણે તેઓ સાથે ફોન પર વાત પણ કરી શકતા નથી! આમ કહેવાનો અર્થ એ નથી થતો કે આ સમસ્યા હલ ન કરી શકાય તેવી છે. પરંતુ વ્યક્તિએ આ પ્રકારનાં લગ્નમાં પ્રવેશતા પહેલાં તેને તોળી જોવાની જરૂરી છે.—સરખાવો લુક ૧૪:૨૮.
તે પુરુષ કે સ્ત્રી ખરેખર કેવા છે?
તમે કઈ રીતે કહી શકો કે તમારો મિત્ર ઢોંગ નથી કરતો અને સાચે જ પ્રેમ કરે છે? “હરેક સારું ઝાડ સારાં ફળ આપે છે,” તેમ માત્થી ૭:૧૭ જણાવે છે. તો પછી તમારાં મિત્રનાં કાર્યો કેવાં છે? શું તેનાં કાર્યો તે જે કહે છે તેની સુમેળમાં છે? શું તેનાં જીવનમાં બનેલી બાબતો તેનાં ભાવિના ધ્યેયોના સુમેળમાં છે? “સૌથી પહેલી બાબત તો અમે એકબીજાના આત્મિક ધ્યેયો વિષે તપાસ કરી હતી,” એસ્તર જણાવે છે. “તે આઠ વર્ષથી પૂરેપૂરા-સમયનું સેવાકાર્ય કરતા હતા, અને તેથી મને ખાતરી થઈ કે તે એ ચાલુ રાખવાનું ઇચ્છે છે એ વિષે સાચા છે.”
પરંતુ ધારો કે તમે જે વ્યક્તિ સાથે સહચર્ય કરો છો તે તમારાથી અળગી રહેતી હોય. બાબતને આમ જ જતી ન કરો કે તે આપમેળે સારું થઈ જશે. ઊંડા ઊતરવું જોઈએ! પૂછો કે શા માટે? નીતિવચનો કહે છે: “અક્કલ માણસનાં મનમાં ઊંડા પાણી જેવી છે; પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે.” (નીતિવચનો ૨૦:૫) બીજું એક નીતિવચન કહે છે: “ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે, પણ ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.”
રૂબરુ મળવું
તેમ છતાં, પત્ર કે ફોન દ્વારા વ્યક્તિ વિષે થોડુંક જ જાણી શકાય. રસપ્રદપણે, પ્રેષિત યોહાને તેમનાં ખ્રિસ્તી ભાઈઓને ઘણાં પત્રો લખ્યાં હતાં. આ પત્રોને લીધે તેઓ વચ્ચેનો પ્રેમ ઘણો મજબૂત થયો હતો, છતાં યોહાને કહ્યું: “મારે તમને લખવાનું તો બહું છે, તોપણ શાહીથી કાગળ પર લખવાની મારી ઇચ્છા નથી; પણ તમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે તમારી પાસે હાજર થઈને મોઢામોઢ વાત કરવાની હું આશા રાખું છું.” (૨ યોહાન ૧૨) તેજ પ્રમાણે, કોઈક વ્યક્તિની સાથે વ્યક્તિગતપણે વાત કરવી એનાં જેવું કશું જ નથી. એ કદાચ તમારાં માટે સલાહભર્યું લેખાશે કે તમારામાંથી એક જણ ટૂંકા સમય માટે બીજી વ્યક્તિની નજીક રહેવા આવો કે જેથી તમે એકબીજાની વધુ નજીક આવી શકો. જેથી જે વ્યક્તિ ઘર બદલે તે એ પણ જાણી શકે કે તેનાં નવાં ઘરનું વાતાવરણ અને જીવનઢબ કેવી છે.
તમે જ્યારે સાથે હોવ ત્યારે તે સમયનો સૌથી સારો સદુપયોગ કઈ રીતે કરી શકો? એવી બાબતો કરો જેથી એકબીજાના ગુણો વિષે તમે જાણકાર બનો. દેવનાં શબ્દનો સાથે અભ્યાસ કરો. એકબીજાને મંડળકીય સભામાં અને સેવામાં ભાગ લેતાં જુઓ. દૈનિક ઘરકામની બાબતો જેમ કે, સફાઈકામ કે પછી બજારનું કામ સાથે કરો. સામી વ્યક્તિ પોતાનાં વ્યસ્ત જીવનમાં દબાણ હેઠળ કઈ રીતે વર્તે છે તે જાણવાથી તમે ઘણું શીખી શકશો.a
a સહચર્ય કરવા વિષે વધુ માહિતી માટે, વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત, પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છેમાં, પાન ૨૫૫-૬૦ જુઓ.
ભાવિ સાસરિયા-પક્ષનાંઓ સાથે પણ સમય કાઢવો જોઈએ. તેઓ સાથે સારો સંબંધ રાખવાની કોશિશ કરવી જોઈએ. છેવટે તો, તમારાં બંનેનાં લગ્ન પછી તેઓ જ તમારું કુટુંબ ગણાશે. શું તમે તેઓને ઓળખો છો? તેઓ સાથે તમારું બને છે? જોએન સલાહ આપે છે: “જો જરા પણ શક્ય હોય તો, બંને કુટુંબો સાથે મળો તો બહું જ સારું થશે.” ટૉની વધુમાં આમ જણાવે છે: “તમારો મિત્ર જે રીતે પોતાનાં તેમ જ તમારા કુટુંબ સાથે વ્યવહાર રાખે છે તે જ રીતે તમારી સાથે પણ રાખશે.”
તમે એ વિસ્તારમાં રહીને સહચર્ય કરો કે પછી ફોન અને પત્ર દ્વારા, પરંતુ તમારા નિર્ણયમાં ઉતાવળા ન થશો. (નીતિવચનો ૨૧:૫) જો બાબત એમ બને કે તમારા બંનેનાં લગ્ન થવાની કોઈ સંભાવના જ નથી, તો પછી આગળ ન વધો અને ચર્ચા કરી લેવી તે ડહાપણભર્યું લેખાશે. (નીતિવચનો ૨૨:૩) બીજી તર્ફે, કદાચ બાબત એ પણ હોય શકે કે ખુલ્લા હૃદયથી વાતચીત વ્યવહાર માટે ફક્ત વધુ સમયની જરૂર છે.
દૂર દેશમાં રહેતી વ્યક્તિ સાથે સહચર્ય કરવું ઘણું અઘરું બની શકે, પણ એ જ સમયે એ આશીર્વાદિત પણ નીવડી શકે. ગમે તે કિસ્સો હોય, તે એક ગંભીર બાબત છે. તમે પૂરતો સમય લો. એકબીજાને બરાબર જાણી લો. ત્યાર પછી, જો તમે પરણવા ઇચ્છતા હો તો, તમારા સહચર્ય કરવાના સમય પર પાણી નહિ ફરે પણ કીમતી ગણાશે.
સંબંધની શરૂઆતમાં આવા વિષયોની ચર્ચા કરી લો, જેમ કે તમારાં ધ્યેયો, બાળકો, અને નાણાંકીય બાબતો