વિશ્વ પર નજર
સુખ લાવતા લગ્નજીવન
_
કેટલાક લગ્નને બોજરૂપ ગણે છે. એને ટીવીમાં અવાર નવાર નિરાશાજનક જૂનવાણી તરીકે બતાવવામાં આવે છે. પરંતુ હકીકતો શું બતાવે છે? શું અપરિણિત લોકો વધારે સુખી હોય છે? ફિલાડેલ્ફીઆ ઇન્ક્વાયરમાં એક સમાજશાસ્ત્રીએ ટાંક્યા પ્રમાણે તેઓ સુખી નથી. તે કહે છે કે પરિણીત વ્યક્તિઓ “સામાન્ય રીતે વધારે સુખી, તંદુરસ્ત અને ધની” હોય છે. સામૂહિક રીતે જોવા જઈએ તો, પરિણીત વ્યક્તિઓ ઓછું દબાણ અનુભવે છે, તેઓ ગુના કે ગેરકાયદે કેફી પદાર્થમાં ઓછા સંડોવાય છે અને સમાજને બોજરૂપ થતા નથી. નિષ્ણાતો કહે છે એમાં કંઈ આશ્ચર્ય નથી કે પરિણીત લોકો લાંબુ પણ જીવે છે.
કૅન્સરની ખોટી સારવાર
_
ન્યૂ સાયન્ટિસ્ટ સામયિક અહેવાલ આપે છે, “કૅન્સરથી મરણ પામેલાઓની અધિકૃત સંખ્યાનો ઓછો અંદાજ લગાવવામાં આવી શકે. ન્યૂ ઓરલેન્સીસના મેડિકલ સેન્ટર ઑફ લોયુશીઆનના ડૉ. એલીઝાબેથ બર્ટને વર્ષ ૧૯૮૬ અને ૧૯૯૫ની વચ્ચે ક્લિનિકલ સારવાર અને ઓટોપ્સી સારવારનો તફાવત જોવા માટે ૧,૧૦૫ દરદીઓ તપાસ્યાનો અહેવાલ છે. બર્ટન અનુસાર, ૪૪ ટકા દરદીઓની કૅન્સરની યોગ્ય સારવાર કરવામાં આવી ન હતી અને કૅન્સરના પ્રકારની ખોટી સારવાર કરવામાં આવી હતી. તાજેતરના ૧૦ ટકાની તપાસમાં—૧૯૬૦ના દાયકાની સરખામણીમાં લગભગ ૫૦ ટકા–“ઘણી ભૂલોને કદી નોંધવામાં આવી ન હતી” સામયિકો કહે છે.
તોફાની બાળકોkids
_
ધ ન્યૂયૉર્ક ટાઈમ્સ અહેવાલ આપે છે, ૧૬,૨૬૨ અમેરિકાના તરુણોનાં સર્વેક્ષણમાં જોવા મળ્યું છે કે અંદાજે ૫માંથી એક હથિયાર રાખે છે અને ૧૦માંથી ૧ આપઘાતનો પ્રયત્ન કરે છે. સમગ્ર રાષ્ટ્રની ૧૫૧ શાળાના વિદ્યાર્થીઓ આ સર્વેક્ષણમાં સામેલ છે. વિદ્યાર્થીઓની શારીરિક અને જાતીય પ્રવૃત્તિઓ તેમ જ તેઓના કેફી પદાર્થ, દારૂ અને તમાકુના ઉપયોગને લગતી માહિતી મેળવવા ખાનગી પ્રશ્નોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કેન્દ્રના ક્રોનિકલ ડીસીઝ પ્રીવેન્શન ઍન્ડ હેલ્થ પ્રોમોશનના લોરા કાન કહે છે: “અહીં એ બોધપાઠ છે કે ઘણા બધા યુવાનો એવા આચરણ કરે છે કે જે તેમને હાનિ કે મરણ અને પાછળથી ક્રમિક રોગના જોખમમાં મૂકે છે.”
સ્ટ્રોકના ચેતવણીના ચિહ્નો
_
એફડીએ કન્ઝૂમર અહેવાલ આપે છે, “ઘણા લોકો સ્ટ્રોકના એક પણ ચિહ્નોને ઓળખી શકતા નથી.” સામયિક ઉમેરે છે: “સર્વેક્ષણ કરવામાં આવેલી વ્યક્તિઓમાંથી ફક્ત થોડી જ વ્યક્તિઓ સ્ટ્રોકના ચિહ્નોનાં નામ આપી શક્યા, અને ફક્ત ૬૮ ટકા સ્ટ્રોકના જોખમના ઘટકનું એક નામ આપી શક્યા.” સ્ટ્રોકથી મરણ થાય છે અને પશ્ચિમ ઔદ્યોગિક જગતમાં એ મુખ્ય અક્ષમતાનું કારણ બને છે એ જાણવા છતાં એવું બન્યું. સ્ટ્રોકથી થતા નુકશાનને ઓછું કરવા મદદ માટે, એ મહત્ત્વનું છે કે પહેલી જ ચેતવણીના ચિહ્નમાં તમારે તાત્કાલિક તબીબી સારવાર લેવી જોઈએ. ખાસ કરીને બીજા ચેતવણીના ચિહ્નો સાથે સ્ટ્રોકના એકદમ સામાન્ય ચિહ્નો છે, એકદમ નબળાઈ, બહેરાશ કે ચહેરા, હાથ કે પગનો લકવો: એકદમ જ ઝાંખુ દેખાવું કે દૃષ્ટિ ગુમાવવી, ખાસ કરીને એક આંખની; બોલવામાં કે સાંભળવામાં મૂશ્કેલી; અને કોઈ પણ કારણોસર ચક્કર આવવા કે સમતોલપણું ગુમાવવું.
ચૅન પત્રો બાળવા
_
ચૅન પત્રોનો નિકાલ કરવા માટે જાપાનમાં નાગ્યા શહેરમાં વર્ષ ૧૯૯૨માં વાર્ષિક બૌદ્ધ ધર્મના પત્રો બાળવાની ધાર્મિક વિધિ રાખવામાં આવી હતી. ટપાલ ખાતાના અધિકારીઓએ સમગ્ર શહેરના ટપાલ ખાતાના બૉક્સમાંથી ન જોઈતા પત્રો ભેગા કર્યા અને બૌદ્ધ ધર્મના મંદિરને એઓને બાળવાની વિધિ કરવાનું કહેવામાં આવ્યું. અસાહિ ઈવનીંગ ન્યૂઝે સમજાવ્યું કે “પત્ર મેળવનાર વધારે વહેમી લોકો કે જે એની અવગણના કરતા કે પોતે પત્રોનો નાશ કરતા ડરતા હતા તેઓ માટે” આ સેવા પૂરી પાડવામાં આવી હતી. શા માટે તેઓ ડરતા હતા? આ પત્રો એની સૂચનાઓ અનુસરનારને લાભોનું જ વચન આપતા ન હતા. પરંતુ તેઓ આ ચૅનને તોડનાર પર આપત્તિ પણ જણાવતા હતા. દાખલા તરીકે, એક પત્ર ચેતવણી આપતો હતો કે ટોકિયોમાં આ ચૅનને તોડનારનું ખૂન થશે.
ડૂબતું શહેર
_
ધ ન્યૂયૉર્ક ટાઈમ્સ બતાવે છે, “મૅક્સિકો ડૂબતું શહેર છે. શહેરના વિસ્તારોના ૧.૮ કરોડ રહેવાસીઓની જરૂરિયાતો સંતોષવા માટે જમીનમાંથી ઘણું બધું પાણી કાઢવામાં આવ્યું છે તેથી જમીન ચોંકાવનારી રીતે અંદર ભાંગી રહી છે.” સમસ્યાઓ વધી રહી છે કારણ કે “મૅક્સિકો શહેરની પાણી વિતરણ વ્યવસ્થા દુનિયાની સૌથી વધારે પાણી ગળતી વ્યવસ્થાઓમાંની એક છે. તાજા પાણીના દર લીટરે લગભગ ત્રીજા ભાગનું પાણી પદ્ધતિ દ્વારા ગળે છે.” એનો અર્થ થાય કે હજુ વધારે પાણી બહાર કાઢવાનું છે અને શહેર હજુ વધારે ડુબે છે. સમારકામ કરનારાઓ દર વર્ષે ૪૦,૦૦૦ ફાટોનું સમારકામ કરે છે અને તોપણ હજુ ઘણું સમારકામ કરવાનું બાકી છે. અલબત્ત, ફક્ત મૅક્સિકો શહેર જ પાણીમાં ડૂબી રહ્યું નથી. દાખલા તરીકે, વેનિસ, ઇટાલી ૨૦મી સદી દરમિયાન ૨૩ સેન્ટિમીટર ડૂબ્યું છે. પરંતુ મૅક્સિકો શહેર નવ મીટર ડૂબ્યું છે!
પ્રાણઘાતક વાવાઝોડું મીચ
_
વર્ષ ૧૯૯૮ના ઑક્ટોબર ૨૭ના રોજ મધ્ય અમેરિકામાં મીચ વાવાઝોડું ધસી આવ્યું જેણે ૧૧,૦૦૦ કરતાં વધારે લોકોને મારી નાખ્યા. વધુમાં હજારો ગૂમ થઈ ગયા અને મૃત માનવામાં આવ્યા અને કંઈક ૨૩ લાખ લોકો ઘરબાર વિનાના થઈ ગયાના અહેવાલો નોંધાયા હતા. હોન્ડુરાસ અને નિકારાગુઆને ભયંકર પ્રહાર થયો હતો. ખેતરોમાં એક મીટર કરતાં વધારે વરસાદ પડ્યો, કે જેનું આ બે સદીમાં આ વિસ્તારનો સૌથી ખરાબ કુદરતી વિનાશ તરીકે વર્ણન કરવામાં આવ્યું. અસંખ્ય ગામડાંઓ શાબ્દિક રીતે ધીમે ધીમે ઓગળી ગયા અથવા પૂરના વધતા પાણીમાં તણાઈ ગયા. હોન્ડુરાસના પ્રમુખ કારલોસ ફાકૂશાએ કહ્યું: “બોતેર કલાકમાં અમે બધું જ ગુમાવ્યું કે જે અમે ૫૦ વર્ષમાં ધીમે ધીમે બાંધ્યું હતું.” મરણ અને વિનાશમાં એકલવાયાપણું ઉમેરો કરતું હતું. વાવાઝોડાંથી નાના નગરોમાંથી વીજળી અને ફોન લાઈન કપાઈ ગયા હતા. હજારો રસ્તાઓ અને પુલો તૂટી ગયા હતા. બચનારાઓ ખોરાક, શુદ્ધ પાણી અને દવા વગર ઘણા દિવસો રહ્યાં. રાહત પેઢીઓ પાસે પૂરતા પ્રમાણમાં ખોરાક હતો પરંતુ એને વિતરણ કરવાનો માર્ગ ન હતો. ભૌતિક મિલકત ગુમાવવા ઉપરાંત, મોટા ભાગના લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી. મુખ્ય પાક કેળાં, તડબૂચ, કૉફીનાં દાણા અને ચોખાનો ૭૦ ટકા પાક ધોવાઈ ગયો. હોન્ડુરાસના ઉપપ્રમુખ વિલિયમ હેન્ડલે કહ્યું, “વર્ષ ૧૯૭૪માં વાવાઝોડું ફીફીને કશા સાથે સરખાવાય એમ ન હતું. એ ફીફીના નુકશાનને આંબતા ૧૨થી ૧૪ વર્ષ લાગ્યા. આ ૩૦ કે ૪૦ વર્ષ લેશે.”
હાથીના હક્કોelephants
_
ભારતના ઘણા ભાગોમાં, ઘણા બધા કામોમાં હાથી મહત્ત્વનો ભાગ ભજવે છે. ધ વીક સામયિક અહેવાલ આપે છે કે ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં હાથીઓને પૂરેપૂરા કર્મચારીઓની જેમ પગારની યાદીમાં સૂચવવામાં આવ્યા છે. લગભગ ૧૦ વર્ષની ઉંમરેથી કામ શરૂ કરીને હાથી પોતાના નિયોક્તા માટે ૫૦ વર્ષ સુધી કામ કરી શકે છે. નિવૃત થતા, બીજા કર્મચારીઓની જેમ હાથીઓ પણ નિવૃતિ વેતન મેળવે છે. હાથીને તાલીમ આપનાર અને કાળજી રાખનાર મહાવતને હાથીને યોગ્ય પ્રમાણમાં કાળજી અને ખોરાક મળે છે કે નહિ એ જોવા નિયુક્ત કરવામાં આવે છે. માદા હાથીને એના કામનાં વર્ષોના લાભોમાં, લાકડાં ઊંચકવા, વાડાની સંભાળ લેવા, જંગલી હાથીઓને તાલીમ આપવામાં અને નેશનલ પાર્ક તથા સુરક્ષિત જંગલ વિસ્તારોના રક્ષણ જેવા પોતાના મહત્ત્વનાં કામમાં પાછા ફરતાં પહેલાં એને પ્રાણીસંગ્રહાલયમાં આરામદાયક પ્રસૂતાની એક વર્ષની રજા આપવાનો સમાવેશ થાય છે.
શરમને આંબવી
_
કૅનેડાના ટોરન્ટો સ્ટાર અનુસાર “લગભગ ૧૩ ટકા પુખ્તો અતિશય શરમથી પીડાય છે.” સમાચારપત્ર અહેવાલ આપે છે કે આ “તેઓને પૂરું જીવન જીવતા અટકાવે છે.” નિષ્ણાતો શરમ આંબવાના સૂચનો બતાવે છે: “વાતચીત શરૂ કરવાના વિષયો પર વિચારો જેમ કે સમાચારના બનાવો, સામયિક લેખો, પુસ્તક વાંચન, શોખ અથવા ચિત્રપટ” “આંખોનો સંપર્ક [અને] સાંભળવા સક્રિય બનવાનો સમાવેશ કરતાં મૌખિક અને બિન-મૌખિક વાતચીત કૂશળતાની ટેવ પાડો.” “તમને જેનાથી બીક લાગે છે એ કરવાનો પ્રયત્ન કરો.” “તમે શરમાળ બાળકના માબાપ હોવ તો, એ મહત્ત્વનું છે કે તમે તમારાં બાળકોને સામાજિક બનવાની પુષ્કળ તકો પૂરી પાડો.” પડતું ન મૂકવાનું ઉત્તેજન આપવામાં આવ્યું હતું કેમ કે અનુભવ બતાવે છે કે એમ કરવું શરમને આંબવું સહેલું બનાવે છે.
અકસ્માતો—નિર્મિત નહિ
_
બ્રાઝિલીયન હેલ્થ મિનિસ્ટ્રી અહેવાલ આપે છે, બ્રાઝિલમાં દર વર્ષે ઓછામાં ઓછા ૨૨,૦૦૦ બાળકો અને તરુણો અકસ્માતમાં મરણ પામે છે. મોટા ભાગના જીવનો માટે ટ્રાફિક અકસ્માતોનો દોષ કાઢવામાં આવે છે. તેમ છતાં, બ્રાઝિલના પીડીઆરટીસ સોસાયટીના પ્રમુખ લેનકોન ફ્રારીએ જાહેર કર્યું: “અકસ્માતો નિવારી શકાય છે અને એને નિર્મિત તરીકે જોવામાં આવતા નથી.” વધુમાં, રાષ્ટ્રીય અકસ્માત અટકાવની ઝુંબેશના સ્થાપક ટારાઝ કોસ્ટાએ બતાવ્યું કે ‘ઓછામાં ઓછા ૧૫ વર્ષોથી સરકારે લીધેલા પગલાંએ મરડો, ચેપ અને રોગના ચેપના કારણે થતા મૃત્યુના પ્રમાણમાં ઘટાડો કર્યો છે,’ તેમ અકસ્માત અટકાવ પણ જીવનો બચાવી શકે.