વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૩/૮ પાન ૮
  • તેની અસરોનો સામનો કરવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તેની અસરોનો સામનો કરવો
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • કુટુંબ અને મિત્રો તરફથી ટેકો
  • મદદ આપતા શીખવું
  • યહોવાહના પ્રેમાળ ટેકા સહિત, સામનો કરવો
  • કાળજી આપનારાઓ મદદ મેળવે છે
  • સખત મર્યાદાઓનો સામનો કરવો
  • સ્ટ્રોક
    સજાગ બનો!—૧૯૯૮
  • મગજ પર હુમલો!
    સજાગ બનો!—૧૯૯૮
  • અ મા રા વા ચ કો ત ર ફ થી
    સજાગ બનો!—૧૯૯૮
  • વિશ્વ પર નજર
    સજાગ બનો!—૧૯૯૯
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૩/૮ પાન ૮

તેની અસરોનો સામનો કરવો

લકવો થઈ ગયેલાં અંગ સાથે હોસ્પિટલની પથારીમાં પડી રહેલા, ગિલ્બર્ટે તેના ડૉક્ટરને પૂછયું: “શું હું કદી પણ મારા હાથ અને પગનો ફરીથી ઉપયોગ કરી શકીશ?” ગિલ્બર્ટે પડકારભર્યો પ્રત્યુત્તર મેળવ્યો: “તમે જેટલો પ્રયત્ન કરશો તેટલી જ અસર વળતી પ્રાપ્ત કરશો, અને તેટલા જલદી સારા થઈ શકશો.” તેમણે જવાબ આપ્યો: “હું તૈયાર છું!” પાંસઠ વર્ષની વયે, શારીરિક માવજત અને હકારાત્મક વલણ સહિત તેમને વ્હીલચેરમાંથી કાઢીને ચાલવાની ઘોડી, અને પછી છડીની મદદથી ચાલતા કર્યા અને નોકરીએ પાછા ફરવામાં મદદ કરી.

“આજે સ્ટ્રોક પછી આપવામાં આવતી સારવારના મોટાભાગનાં કેન્દ્રો એ અભિપ્રાય સાથે સહમત છે કે મગજના એક ભાગને હાનિ પહોંચી હોય તો, બીજા ભાગો હાનિ પહોંચેલાં તંતુઓનું કાર્ય ઉપાડી લે છે. સારવારનો એક હેતુ એ છે કે મગજના આ ભાગોને કેળવવા અને મગજને ઓળખવા તથા બંધબેસતું થવા માટે ઉત્તેજિત કરવું,” સંશોધન કરનારા વીનર લી અને બેલ જણાવે છે. છતાં, સાજા થવામાં બીજી બાબતોનો પણ સમાવેશ થાય છે, જેમ કે મગજનો કયો ભાગ હાનિ પામ્યો છે અને કેટલા પ્રમાણમાં નુકશાન થયું છે, વ્યક્તિની તંદુરસ્તી, તબીબી સારવારની ગુણવત્તા, અને બીજાઓનાં ટેકા પર પણ એ આધાર રાખે છે.

કુટુંબ અને મિત્રો તરફથી ટેકો

એરીકા ત્રણ વર્ષથી સારવાર કેન્દ્રમાં રહી, ચાલતા, અને તેના અપંગ ડાબા હાથની ખોટ પૂરી પાડવા જમણા હાથનો ઉપયોગ કરવાનું શીખવાની તાલીમ મેળવી રહી છે. તે જણાવે છે કે તેને તેમાં લાગુ રહેવા શામાંથી મદદ મળી: “સૌથી મહત્ત્વની બાબત એ હતી કે મારા પતિ અને મારા મિત્રો મારી પ્રત્યે વફાદાર હતા. તેઓ મને ચાહે છે એ જ મને હિંમત આપનારું હતું, અને તેઓ મને પડતું ન મૂકવા ઉત્તેજન આપતા ત્યારે, તેમાંથી મને પ્રેરણા મળતી હતી.”

આ સાજા થવાની પ્રક્રિયામાં કુટુંબનાં સભ્યો પોતાનાં સ્નેહીજન માટે સાથી બને છે. તેઓએ તબીબી નિષ્ણાતોને સવાલો પૂછવાની જરૂર છે અને ઘરે ચાલુ રાખવાની હોય તેવી સારવારને ધ્યાનપૂર્વક જોઈ લેવાની જરૂર છે જેથી જે સુધારો થયો હોય એ ગુમાવી ન બેસી શકાય. કુટુંબનાં સભ્યો અને મિત્રો ધીરજ, માયાળુપણું, સમજ, અને લાગણી બતાવે તો, એ ફરીથી બોલવા, વાંચવા અને જીવનની રોજિંદી બાબતો કરવા લાગણીમય વાતાવરણ ઊભું કરે છે.

વધુ પડતું દબાણ લાવવા અને લાડથી બગાડવા વચ્ચે સારી સમતુલા જાળવીને, જૉને તેમની પત્ની ઈલેનને કસરત કરવા અને સારવાર કરવા મદદરૂપ ઘણી મહેનત કરી. તે પોતાના કુટુંબના પ્રયત્નનું આમ વર્ણન કરે છે: “અમે ઈલેનને સ્વ-દયાથી દબાઈ જવા દેતા ન હતા. ઘણી વખત અમે મક્કમ હતા, છતાં હંમેશા તેની મર્યાદા ધ્યાનમાં રાખતા અને જોઈતી મદદ આપતા. તે બહુ જ સંવેદનશીલ છે, તેથી તેને દબાણ હેઠળ ન લાવવા હું પ્રયત્ન કરતો હતો.”

ઈલેન સ્પીચ થેરપિસ્ટ પાસેથી ફરી બોલવાનું શીખી ત્યારે, જૉને એમાં તેમને મદદ કરી. “બાબતો સાથે કરવી ઉત્તેજનકારક બાબત હોવાથી, અમે મોટેથી એકબીજાને બાઇબલ વાંચી સંભળાવતા, જેથી તેની બોલવામાં સુધારો થયો. વળી, શરૂઆતમાં ધીમે ધીમે, અમે યહોવાહના સાક્ષીઓ તરીકે ક્ષેત્રસેવામાં જવાનું શરૂ કર્યું. આ રીતે ઇલેન અમારી પાસે ભવિષ્યની જે આશા છે તે વિશે બીજાઓ સાથે સહભાગી થઈ શકે. ઈલેન માટે આ એક સારવાર સમાન હતું.” ત્રણ વર્ષ અંતે ઇલેને સારો એવો સુધારો દર્શાવ્યો.

મિત્રો તરફથી જે ઉત્તેજન અને સામર્થ્ય મળે તેને કદી ઓછું આંકવું ન જોઈએ, કેમ કે સ્ટ્રોકનો ભોગ બનેલાઓ માટે એ ઘણું કરી શકે. તબીબી સામયિક સ્ટ્રોક (અંગ્રેજી) જણાવે છે કે “સામાજિક ટેકો સ્ટ્રોકની ઊંડી અસરવાળા દરદીઓને પણ વધુ ઝડપથી સારા થવા અને લગભગ બધી જ રીતે સારા થવામાં મદદરૂપ છે એમ ગણી શકાય.”

બર્નીએ પોતાના મિત્રોએ તેને ટેકો આપ્યો એનો ઘણો જ આભાર વ્યક્ત કર્યો. તે આપણને યાદ કરાવે છે: “મિત્રોની મુલાકાતથી ઘણું જ સારું લાગે છે. લાગણીભર્યો અવાજ અને કાળજીભર્યું વલણ વ્યક્તિની આત્મશ્રદ્ધા વધારે છે. જોકે કોઈએ વ્યક્તિની અપંગતા વિશે જ વાત કર્યા કરવી ન જોઈએ છતાં, એમાં થયેલા સુધારા વિશે વાત કરવું ઉત્તેજનકારક છે.” સ્ટ્રોક પછી મુશ્કેલીઓનો સામનો કરનારાઓ માટે આપણે બધા કઈ રીતે ટેકો પૂરો પાડી શકીએ? બર્ની કહે છે: “તમે તેઓ માટે ફૂલો લઈ જઈ શકો, અથવા કોઈ શાસ્ત્રીય વિચાર કે અનુભવ વિશે વાત કરી શકો.”

મેલ્વા, સ્ટ્રોકમાંથી બચી જનાર એક વયોવૃદ્ધ સ્ત્રીને પોતાના આત્મિક ભાઈઓમાંના એકે તેની સાથે પ્રાર્થના કરી એ મદદરૂપ લાગ્યું. ગિલ્બર્ટ પણ આ વિશે સૂચન કરે છે. “તમે કોઈકની સાથે પ્રાર્થના કરો છો ત્યારે એ બતાવે છે કે તમે તેઓની કાળજી લો છો.” પીટર, જેની દૃષ્ટિ સ્ટ્રોકને લીધે નબળી પડી ગઈ છે, તે બીજાઓ તેની મર્યાદા જાણીને તેને વાંચી સંભળાવવા માટે સમય લે છે તેઓની કદર કરે છે.

વ્યક્તિને સારવાર કેન્દ્રમાં લાવવા લઈ જવા પણ એક પ્રેમાળ કૃત્ય છે. સ્ટ્રોકનો ભોગ બનેલાઓનું ઘર તેઓ માટે સલામત છે એ વિશે ચોકસાઈ કરવી પણ જરૂરી છે. સમતુલા જાળવવી સમસ્યારૂપ હોય ત્યારે પડી જવાનો ભય રહે છે. દાખલા તરીકે, ગિર્લ્બટ પોતાના મિત્રોની મદદની કદર કરે છે, જેઓએ બીજી બાબતો ઉપરાંત, તેમના નાહવાના ફૂઆરા પાસે સલામતી માટે પકડવાનો દાંડો બેસાડી આપ્યો.

મદદ આપતા શીખવું

મનોભાવનામાં ફેરફાર અને વારંવાર રડી પડવાની વૃત્તિ, સ્ટ્રોકનો ભોગ બનેલાને, અને તેમને જોનારાંને એમ બંનેને મૂંઝવણમાં નાંખી દઈ શકે. છતાં, ટેકો આપનારા બનીને, મિત્રો સ્ટ્રોકનો ભોગ બનેલી વ્યક્તિને એકલાપણામાંથી ઉગારી શકે. મોટે ભાગે, રડી પડવાના પ્રસંગ ઘટતા જાય છે. પરંતુ આંસુ વહેવડાવવામાં આવે તો, સ્વસ્થ રહો અને વ્યક્તિની સાથે રહો, તથા તમે તેમની જગ્યાએ હો તો જે સાંભળવું તમને ગમે તેવી વાત કરો.

આ સર્વ ઉપરાંત, વ્યક્તિત્વમાં નુકસાનને કારણે થયેલા ફેરફારો છતાં તેઓ માટે દૈવી પ્રેમ જાળવો. તેઓ તમે કેવું અનુભવો છો, તે પારખી શકે છે, અને તેથી, વળતો એવો જ પ્રત્યાઘાત તમારી પ્રત્યે પાડે છે. એરીકા જણાવે છે: “હું કદાચ ફરીથી એવી જ વ્યક્તિ નહિ બની શકું. પરંતુ કોઈએ પણ આ ભોગ બનેલ વ્યક્તિ પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવી ન જોઈએ. સગા અને મિત્રોએ એ વ્યક્તિ જેવી છે તેવી જ સ્વીકારી તેમને પ્રેમ કરતા શીખવું જોઈએ. તેઓ ઝીણવટભરી રીતે જોશે તો જોઈ શકશે કે તેઓના વ્યક્તિત્વમાં, હજુપણ એવા જ આકર્ષક ગુણો રહેલા છે.”

વ્યક્તિ વાત કરી શકતી નથી અથવા બીજાઓ તેમનું બોલેલું સમજી શકતા નથી ત્યારે સ્વમાન ઘવાય છે. વાણીને નુકસાન પહોંચ્યું હોય એવી વ્યક્તિઓના મિત્રો તેઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીને તેઓનું સ્વમાન જાળવવા મદદ કરી શકે. તકાશી જણાવે છે: “હું હૃદયમાં જે વિચારું છું અને અનુભવું છું તે બદલાયું નથી. છતાં, લોકો મારી સાથે સંપર્ક રાખવાનું ટાળે છે કારણ કે તેઓ મારી સાથે સાદી રીતે વાતચીત કરી શકતા નથી. લોકોને જઈને મળવું મારે માટે અઘરું છે, પણ કોઈક મારી સાથે વાત કરે ત્યારે, મને ખૂબ જ ઉત્તેજન મળે છે અને મને ખૂબ, ખૂબ આનંદ થાય છે!”

બોલવામાં મુશ્કેલી અનુભવતા લોકોને મદદ અને ઉત્તેજન પૂરું પાડવા નીચે અમુક માર્ગદર્શન આપવામાં આવ્યું છે જે આપણને બધાને મદદરૂપ થઈ શકે.

મોટા ભાગના સ્ટ્રોક વિચારશક્તિને હાનિ પહોંચાડતા નથી. સ્ટ્રોકમાંથી બચી જનારા મોટા ભાગનાઓ, ભલે તેઓની વાણી સમજવી અઘરી હોય શકે છતાં, માનસિક રીતે જાગૃત હોય છે. તેઓને માનહાનિ થાય એવું ન બોલો અથવા બાળક સાથે વાત કરતા હોય તેમ વાત ન કરો. તેઓ સાથે માનપૂર્વક વાત કરો.

ધ્યાનપૂર્વક સાંભળો. તેઓ કદાચ વિચાર જાણવા માંગતા હોય શકે કે પછી, શબ્દ, કંઈ વાક્ય, કે કોઈ વાત પૂરી કરવા માંગતા હોય શકે. યાદ રાખો, કાળજીપૂર્વક સાંભળનાર સાંભળવામાં ઉતાવળિયો નહિ થાય.

તમને સમજણ ન પડી હોય તો સમજ્યા છો એવો ડોળ ન કરો. નમ્રપણે કબૂલ કરો: હું દિલગીર છું. મને સમજણ પડતી નથી. થોડી વાર પછી મને ફરીથી એ વિશે જણાવો.”

ધીમેથી અને ચોકસાઇપૂર્વક સામાન્ય અવાજથી બોલો.

ટૂંકા વાક્યો અને જાણીતા શબ્દો વાપરો.

હા કે નામાં જવાબ આપી શકાય એવા પ્રશ્નો વાપરો, અને પ્રત્યુત્તરને ઉત્તેજન આપો. ધ્યાનમાં રાખો કે તેઓ કદાચ તમારા શબ્દો સમજવા શક્તિમાન ન પણ હોય.

આજુબાજુનો અવાજ ધીમો રાખો.

યહોવાહના પ્રેમાળ ટેકા સહિત, સામનો કરવો

સ્ટ્રોક થયાનું કારણ જાણવું મહત્ત્વનું છે, જેથી ભાવિમાં સ્ટ્રોક થવાનો ભય ઓછો કરવા પગલાં લેવાં મદદ કરી શકે, એ જ સમયે એની સાથે સંકળાયેલી ચિંતાઓ પર કાબૂ મેળવવો પણ મહત્ત્વનું છે. ઈલેન એ સંબંધી જણાવે છે: “યશાયાહ ૪૧:૧૦માંનો દેવનો શબ્દ મને દિલાસો આપે છે. જ્યાં તે કહે છે: ‘તું બીશ મા, કેમકે હું તારી સાથે છું; આમતેમ જોઈશ મા, કેમકે હું તારો દેવ છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તેને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.’ યહોવાહ મારી માટે ઘણા જ વાસ્તવિક બન્યા છે, જે મને ભયમુક્ત કરે છે.”

આનંદને પણ બાઇબલમાંથી તેની નિરાશાનો સામનો કરવા મદદ મળી છે: “એનાથી મને મજબૂત ટેકો મળ્યો, જેમ એ મને સતતપણે બળ અને તાજગી પૂરા પાડે છે.” હીરોયુકીનો કોયડો એ હતો કે તે એક ચિત્તે ધ્યાન આપી ન શકતા હોવાને કારણે, શાસ્ત્રવચનોમાંથી લાભ લઈ શકતા ન હતા. તે જણાવે છે: “બાઇબલ પુસ્તકોને ઓડીઓકેસેટ પર સાંભળવાથી મને દિલાસો મળે છે.”

પ્રેષિત પાઊલે જણાવ્યું: “જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.” (૨ કોરીંથી ૧૨:૧૦) એ તો યહોવાહનો આત્મા હતો જેનાથી પાઊલે પોતે જે સિદ્ધ ન કરી શકતા હતા એ સિદ્ધ કરવા મદદ મેળવી. સ્ટ્રોકનો ભોગ બનીને બચી જનારાઓ આત્મિક શક્તિ માટે યહોવાહ પર ભરોસો રાખી શકે. એરીકા કહે છે: “આપણે તંદુરસ્ત હોઈએ અને બધુ જ પોતાની શક્તિથી કરતા હોઈએ ત્યારે, આપણે યહોવાહને આપણી મદદ કરવા પૂરી તક ન પણ આપતા હોઈએ. પણ મારી અપંગતાએ મને તેમની સાથે એક ખાસ રીતે સંબંધ ગાઢ કરવા શક્તિમાન કરી છે.”

કાળજી આપનારાઓ મદદ મેળવે છે

કાળજી આપનારાઓને તેમનો મહત્ત્વનો ભાગ ભજવવા મદદની જરૂર છે. તેઓ ટેકા માટે કોની તરફ ફરી શકે? એક સ્થાન કુટુંબ છે. કુટુંબનાં દરેક સભ્યોએ કાળજી લેવામાં સહભાગી થવું જોઈએ. યોશીકો જણાવે છે કે કઈ રીતે પોતાના દીકરાઓએ તેને લાગણીમય ટેકો આપ્યો: “તેઓ મારા કોયડાને જાણે કે પોતાનો હોય તેમ સાંભળતા હતા.” કુટુંબનાં સભ્યોએ સ્ટ્રોકનો ભોગ બનેલાઓની કાળજી રાખવા અને તેમનાં સ્નેહીજનોનાં વ્યક્તિત્વમાં થયેલાં ફેરફારોને હાથ ધરવા શક્યપણે બની શકે તે બધી જ માહિતી પ્રાપ્ત કરવાની જરૂર છે.

કાળજી આપનારાઓને બીજું કોણ મદદ આપી શકે? ડેવિડ અને તેમનું કુટુંબ યહોવાહના સાક્ષીઓના મંડળના આત્મિક કુટુંબમાંના વિકટરને મદદ કરવા પ્રેરાયા: “તેઓએ અમારી જરૂરિયાતનો પ્રત્યુત્તર આપ્યો. વારાફરતી, તેઓ અમને મદદ કરવા વિકટરની કાળજી લેવા અમારા ઘરે આવીને રાત્રે સૂતા હતા.”

દરેક કાળજી આપનારે તેના આત્મિક કુટુંબનો પ્રેમ અને ટેકો મેળવવાની જરૂર છે. પણ કેટલાકને મદદ માંગવી અઘરું લાગી શકે. હારૂકો જણાવે છે: “મને ઘણીવાર કહેવામાં આવ્યું છે: ‘કંઈ મદદની જરૂર હોય તો, મને જણાવતા અચકાશો નહિ.’ પરંતુ બધા જ કેટલા વ્યસ્ત છે એ જાણીને હું મદદ માંગતા અચકાતો હતો. વ્યક્તિ કોઈ ખાસ રીતે મદદ આપવા જણાવે તો હું ઘણો જ આભારી થઈશ, જેમ કે: ‘હું તમને સાફસૂફી કરવામાં મદદ કરી શકું. કયો દિવસ સારો રહેશે?’ ‘હું તમારા માટે ખરીદી કરવા જઈ શકું, તો હમણાં આવું તો કેમ?’”

કાનજીની પત્નીને સ્ટ્રોક થયો હતો; જોકે, તે તેને જરૂરી મદદ જરૂર પૂરી પાડી શકતા હતા. તે જાણતા હતા કે પ્રાર્થના દ્વારા તે યહોવાહ પર પોતાનો બોજો નાંખી શકે છે. પણ સમય જતાં, તેમની પત્નીએ વાત કરવાની શક્તિ ગુમાવી દીધી, તેથી કાનજીએ વાત કરનારું સાથી ગુમાવી દીધું. પરંતુ તે દરરોજ બાઇબલ વાંચે છે. તે કહે છે: “તે મને ભગ્‍ન આત્માવાળા માટે યહોવાહની કાળજીની યાદ તાજી કરાવે છે, અને તેથી હું નિરાશ અને એકલો બની જતો નથી.”

યહોવાહના આત્મા પર ભરોસો રાખવાથી લાગણીમય ન બની જવાથી આપણને મદદ મળે છે. યોશીકો, તેના પતિના સ્ટ્રોક પછીના વ્યક્તિત્વ ફેરફાર અને કાબૂ-બહાર જતાં રહેનાર ગુસ્સાનો સામનો કરતા જણાવે છે: “ઘણી વખત મને લાગે છે કે જાણે મોટા અવાજે ચીસ પાડી ઉઠું. એવા સમયે હું હંમેશા યહોવાહને પ્રાર્થના કરું છું, અને તેમનો આત્મા મને શાંતિ આપે છે.” યહોવાહ પ્રત્યેની તેણીની વફાદારીની કદરરૂપે તે, પોતાના ખ્રિસ્તી જીવનમાં કંઈ પણ આડે આવવા દેતા નથી. તે નિયમિતપણે ખ્રિસ્તી સભાઓમાં હાજરી આપે છે, ક્ષેત્રસેવામાં ભાગ લે છે, અને વ્યક્તિગત બાઇબલ અભ્યાસ કરે છે. યોશીકો કહે છે, “મારો ભાગ ભજવવાથી હું જાણું છું કે યહોવાહ મને કદી ત્યજી દેશે નહિ.”

ચિંતા પગ પેસારો કરવા લાગે ત્યારે, યહોવાહ હંમેશા સાંભળનાર તરીકે ત્યાં છે. મીડોરી, જેના પતિ સ્ટ્રોકના ભોગ બની બચી ગયા છે, તે રૂપકાત્મક રીતે દિલાસો પામે છે કે જાણે યહોવાહે તેનાં બધાં આંસુઓ એક ‘કુપ્પીʼમાં ભર્યાં છે. (ગીતશાસ્ત્ર ૫૬:૭) તે ઈસુના શબ્દો યાદ કરે છે: “આવતી કાલને સારૂં ચિંતા ન કરો.” તે જણાવે છે: “નવી દુનિયા આવે ત્યાં સુધી મેં મારા મનને ધીરજ રાખવા તૈયાર કર્યું છે.”—માત્થી ૬:૩૧-૩૪.

સખત મર્યાદાઓનો સામનો કરવો

એ ખરું છે કે સારવાર કેન્દ્રોમાં અમુક વ્યક્તિઓ નોંધપાત્ર સુધારા અનુભવે છે, પણ બીજાઓ સ્ટ્રોક પહેલાં હતી તેવી આવડતોમાં ઓછી સફળતા મેળવે છે. પરંતુ એવી વ્યક્તિઓને તેઓની મર્યાદાઓનો પડકાર ઝીલવા શું મદદરૂપ બની શકે, ભલેને એ આકરી અને લાંબા ગાળાની હોય?

સ્ટ્રોકને કારણે મોટા ભાગનું હલનચલન ગુમાવનાર બર્ની, જવાબ આપે છે: “આવનાર પારાદેશ પૃથ્વી પર અનંતજીવનની આશાનો આનંદ અને મારી મર્યાદાઓને શાંતપણે સ્વીકારવા માટે મારા આકાશી પિતા, યહોવાહને મદદની પ્રાર્થના.”

આ આશાએ એરીકા અને તેમના પતિ, જયૉર્જને, તેણીની મર્યાદાઓ સ્વીકારવા અને હજુપણ જીવનનો આનંદ માણવા મદદ કરી છે. જ્યોર્જ જણાવે છે: “આપણી પાસે સંપૂર્ણ સાજાપણાનું દેવનું વચન છે. તેથી અમે અપંગતા પર વધુ પડતું ધ્યાન આપતા નથી. અલબત્ત, અમે એરીકાની તંદુરસ્તી માટે બની શકે એ બધુ કરીએ છીએ. પરંતુ તમે અપૂર્ણ સ્નાયુના સહકાર સાથે જીવવાનું શીખી શકો છો અને વધુ હકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.”—યશાયાહ ૩૩:૨૪; ૩૫:૫, ૬; પ્રકટીકરણ ૨૧:૪.

સાજા થવું ઘણું જ મર્યાદિત છે એવા કિસ્સાઓમાં, કુટુંબ અને મિત્રોનો ટેકો વધુ જરૂરી બની જાય છે. તંદુરસ્તીની સર્વ પીડા દૂર કરવાનો દેવનો સમય આવે ત્યાં સુધી, તેઓ ભોગ બનેલાઓને સામનો કરવા મદદ કરી શકે.

સ્ટ્રોકનો ભોગ બનેલી વ્યક્તિઓ અને તેમનાં કુટુંબીજનો માટે ભવ્ય ભાવિ રહેલું છે જ્યારે તંદુરસ્તી પાછી પ્રાપ્ત થશે એ જાણવું તેઓને રોજ-બ-રોજના જીવનનો સામનો કરવા મદદ કરે છે. તેઓ જલદી જ આવનાર દેવની નવી વ્યવસ્થામાં સર્વ યાતનામાંથી છુટકારો મેળવવા ધીરજપૂર્વક રાહ જોઈ શકે. (યિર્મેયાહ ૨૯:૧૧; ૨ પીતર ૩:૧૩) તે દરમિયાન, યહોવાહમાં ભરોસો રાખનારા સર્વ ખાતરી રાખી શકે કે હમણાં પણ યહોવાહ સ્ટ્રોકની અપંગ કરી નાખનારી અસરોનો સામનો કરવા તેઓને મદદ અને ટેકો આપશે.—ગીતશાસ્ત્ર ૩૩:૨૨; ૫૫:૨૨.

તંદુરસ્તીની સર્વ પીડા દૂર કરવા માટે દેવનો સમય આવે ત્યાં સુધી, કુટુંબ અને મિત્રો ભોગ બનેલાને સહન કરવા મદદ કરી શકે

સ્ટ્રોકનો અટકાવ

“સ્ટ્રોકને સૌથી સારી રીતે હાથ ધરવાની રીત છે એનો અટકાવ કરવાની કોશિશ કરવી,” ડૉ. ડેવિડ લેવીન જણાવે છે. અને સ્ટ્રોક સાથે સંકળાયેલો મહત્ત્વનો ઘટક લોહીનું ઊંચુ દબાણ છે.

ઘણા લોકો માટે, પોટેશિયમથી ભરપૂર અને મીઠું, સંતૃપ્ત ચરબી, અને કોલસ્ટ્રરૉલની અછતવાળા ખોરાકથી લોહીનું ઊંચું દબાણ નિયંત્રિત કરી શકાય છે. આલ્કોહોલયુક્ત પીણાંનો ઉપયોગ ઘટાડવો પણ મહત્ત્વનું છે. વ્યક્તિની ઉંમર અને તંદુરસ્તીના આધારે નિયમિત કસરત પણ વધારાનું વજન ઘટાડવા મદદ કરે છે જે લોહીનું દબાણ ઘટાડવામાં મદદરૂપ નીવડી શકે. ડૉક્ટરની દેખરેખ હેઠળ—દવા પણ લેવી પડી શકે, કેમ કે ઘણી દવાઓ વિશાળ પ્રમાણમાં પ્રાપ્ય છે.

મુખ્ય ધમનીનો રોગ મગજમાં જતા લોહીના મોટા માર્ગને સાંકડો બનાવે છે અને એ સ્ટ્રોકનું મૂળ કારણ છે. તેના સાંકડાપણા પર આધારિત, આ અટકાવને દૂર કરવા ધમનીની એન્ડાર્ટરેક્ટમી નામથી ધમની સાફ કરવાની જાણીતી શસ્ત્રક્રિયા પણ લાભદાયી નીવડી શકે. અભ્યાસ બતાવે છે કે જે લોકોની ધમની આ રીતે સાંકડી થઈ ગઈ હોવાનાં ચિહ્‍નો બતાવતા હતા, તેઓને આ શસ્ત્રક્રિયા અને સાથે તબીબી ઉપચારથી લાભ થયો હતો. છતાં, આ શસ્ત્રક્રિયા સાથે સમસ્યાઓ સંકળાયેલી છે, તેથી તેની વિચારણા કાળજીપૂર્વક થવી જોઈએ.

હૃદય રોગ સ્ટ્રોકના હુમલામાં વધારો કરી શકે છે. એટ્રીયલ ફીબ્રીલાશન (હૃદયનું અનિયમિતપણે ધબકવું), લોહીનું ગંઠાણ કરી શકે જે મગજ સુધી પહોંચે, જેની સારવાર લોહી ગંઠાવા વિરુદ્ધની સારવાર દ્વારા કરી શકાય. હૃદયને લગતા બીજા કોયડાઓ માટે પણ શસ્ત્રક્રિયા અને દવાની જરૂર પડી શકે જે સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકે. મોટા ભાગના સ્ટ્રોકના બનાવ માટે મધુપ્રમેહની બીમારી જવાબદાર છે, તેથી એ કાબૂમાં રાખવાથી સ્ટ્રોક અટકાવવામાં મદદ મળી શકે.

ક્ષણિક ઈશ્કેમીક હુમલાઓ, સ્ટ્રોક થશે એની ચોખ્ખી ચેતવણી છે. તેને અવગણવામાં ન આવે તેની ખાતરી કરો. તમારા ડૉક્ટરને મળીને, તેના કારણો તરફ ધ્યાન આપો, કેમ કે એ સ્ટ્રોકના હુમલામાં વધારો કરે છે.

તંદુરસ્ત, નિયમનવાળી જીવન-ઢબ સ્ટ્રોક રોકવા મદદરૂપ છે. સમતુલિત આહાર અને નિયમિત કસરત ઉપરાંત આલ્કોહોલવાળા પીણાં ઓછા પ્રમાણમાં પીવાં, અને ધૂમ્રપાનનું વ્યસન બંધ કરવું એ આપણી ધમનીને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ છે. અને જેને નુકસાન થઈ ચૂક્યું હોય એમાં પણ આરોગ્યપ્રદ ફેરફારો લાવી શકે. જુદા-જુદા અભ્યાસો મુજબ, તાજાં ફળો અને શાકભાજી અને ધાન્યનો ઉપયોગ વધારવાથી પણ સ્ટ્રોકનું જોખમ ઘટાડવામાં મદદ મળી છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો