વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૯/૮ પાન ૫
  • તંદુરસ્ત રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તંદુરસ્ત રહો
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • અડચણોને ઓળખવી
  • તમારી સફળતાને અસર કરતી ટેવો
  • વાતાવરણથી મહત્ત્વના ફેરફારો
  • ઓછા પૈસામાં સારી સારવાર—પ્રાપ્ય
  • ફેફસાંના રોગ
    સજાગ બનો!—૧૯૯૯
  • જીત અને હાર
    સજાગ બનો!—૧૯૯૮
  • ગોળાવ્યાપી ઉકેલ
    સજાગ બનો!—૧૯૯૮
  • કરોડોનું જીવન લેનાર
    સજાગ બનો!—૧૯૯૮
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૯
g99 ૯/૮ પાન ૫

તંદુરસ્ત રહો

અને લાંબુ જીવો

ક લ્પના કરો કે માનવ જીવન એ વિઘ્નદોડ છે—એવી હરીફાઈ કે જેમાં દોડનારને અડચણો આંબવાની હોય છે. બધા દોડનારાઓ સાથે હરીફાઈ શરૂ કરે છે; પરંતુ તેઓ અડચણ આંબતા હોય છે ત્યારે પ્રસંગોપાત્ત અડચણથી વાગતું હોય છે, દોડનાર ધીમો પડી જાય છે અને વધુને વધુ લોકો હરીફાઈ છોડી દે છે.

એવી જ રીતે, માનવ જીવનને પણ શરૂઆત છે અને રસ્તામાં ઊંચી અડચણો છે. માણસ પોતાના જીવન દરમિયાન એક પછી બીજી અડચણોનો સામનો કરે છે. દરેક અડચણ આંબ્યા પછી સમય જતાં તે પડતું મૂકે છે. જેટલી ઊંચી અડચણ હોય છે એટલું જલદી તે પડતું મૂકે છે અથવા મરી જાય છે. વિકસિત જગતમાં પણ વ્યક્તિ ૭૫ વર્ષની વય સુધી પહોંચતા પડતું મૂકે છે. આ સમયગાળાને સરેરાશ માનવ જીવનનો સમયગાળો કહે છે—એની સરખામણી આપણે હરીફાઈમાં દોડનારે કાપેલા અંતર સાથે કરી શકીએ છીએ.a (સરખાવો ગીતશાસ્ત્ર ૯૦:૧૦.) મોટા ભાગના લોકો વધારે જીવતા નથી છતાં થોડાંક વધુમાં વધુ ૧૧૫થી ૧૨૦ વર્ષ પણ જીવે છે—જે જગતના મુખ્ય મથાળે જવલ્લે જ બનતી ઘટના છે.

a “અપેક્ષિત જીવન” અને “સરેરાશ જીવન”ને ઘણી વાર વારાફરતી ઉપયોગમાં લેવામાં આવે છે છતાં, આ બંને વચ્ચે તફાવત છે. “અપેક્ષિત જીવન” એ વ્યક્તિ કેટલા વર્ષ જીવી શકશે એની અપેક્ષાને બતાવે છે, જ્યારે કે “સરેરાશ જીવન” એ વાસ્તવમાં જે તે દેશની વસ્તીના લોકોનું સરેરાશ જીવન બતાવે છે. આમ, “અપેક્ષિત જીવન” વ્યક્તિના સરેરાશ જીવન જીવવા પર આધાર રાખે છે.

અડચણોને ઓળખવી

આ સદીની શરૂઆતથી હરીફાઈમાં લોકો હવે બમણું જીવી શકે છે. શા માટે? સામાન્ય રીતે એટલા માટે કે માણસો અડચણોને ઓછી કરી શક્યા છે. તો પછી આ અડચણો શું છે? અને શું એને હજુ પણ ઓછી કરી શકાય?

વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ના જાહેર-આરોગ્ય નિષ્ણાતોએ સમજાવ્યું કે કેટલીક મુખ્ય અડચણો કે ઘટકો માનવના અપેક્ષિત જીવન પર અસર કરી રહ્યા છે એ કુટેવો, વાતાવરણ અને તબીબી સારવારb છે. આમ, તમારી કુટેવોમાં સુધારો કરીને તમારું વાતાવરણ વધારે આરોગ્યપ્રદ બનાવો અને તમારી તબીબી સારવાર જેટલી સારી હશે એટલી ઓછી અડચણો ઊભી થશે અને તમે લાંબુ જીવન જીવી શકશો. દરેક લોકોની પરિસ્થિતિ એકદમ અલગ હોય છે છતાં—સિડનીના બૅંકના નિર્દેશકથી માંડીને સાઓ પાઊલોના રસ્તા પરનો ફેરિયો—તેઓ પોતાના જીવનમાં અડચણો ઓછી કરવા કંઈક કરી શકે. કઈ રીતે?

b આ ઘટાડી શકાય એવા ઘટકો ઉપરાંત, માણસોથી બદલી ન શકાય એવું વારસામાં મળેલું આનુવંશિક બંધારણ દેખીતી રીતે તેમના આરોગ્ય અને લાંબા જીવન પર અસર કરે છે. આ હવે પછીના લેખમાં ચર્ચા કરવામાં આવશે.

તમારી સફળતાને અસર કરતી ટેવો

ધ ન્યૂ ઇંગ્લૅંન્ડ જરનલ ઑફ મેડસિન અહેવાલ આપે છે, “સારી આરોગ્યપ્રદ ટેવ ધરાવનાર વ્યક્તિઓ ફક્ત લાંબુ જીવન જીવે છે એટલું જ નહિ, પરંતુ એવી વ્યક્તિઓમાં વહેલી નબળાઈઓ આવી અને થોડા વર્ષોમાં મરી જતા નથી નથી.” ખરેખર, પ્રથમ અડચણને ખોરાક, પીણાં, ઊંઘ, ધૂમ્રપાન અને કસરતની ટેવથી ઓછી કરી શકાય છે. દાખલા તરીકે, કસરતની ટેવ વિષે વિચારો.

શારીરિક-કસરતની ટેવ. સમતોલ શારીરિક કસરત ઘણી લાભદાયી હોય શકે. (“કેટલી અને કેવા પ્રકારની કસરત?” બૉક્સ જુઓ) અભ્યાસે બતાવ્યું કે ઘરની આજુબાજુની સાદી કસરત ‘એકદમ વયોવૃદ્ધ’ લોકોનો સમાવેશ કરતાં વૃદ્ધ લોકોને સશક્ત બનવા અને જીવનશક્તિ પાછી મેળવવા મદદ કરે છે. દાખલા તરીકે, ૭૨થી ૯૮ વર્ષની ઉંમરના વૃદ્ધ લોકોના વૃંદને ફક્ત દસ સપ્તાહ કસરત કરવાથી જોવા મળ્યું કે તેઓ ઝડપથી ચાલી શકે છે અને સહેલાયથી દાદરા ચઢી શકે છે. અને એમાં કંઈ આશ્ચર્ય નથી! કસરતના કાર્યક્રમ પછી લેવામાં આવેલી કસોટીએ બતાવ્યું કે ભાગ લેનાર વ્યક્તિઓની શકિતમાં ઘણો બમણો સુધારો થઈ ગયો હતો. બીજા વૃંદમાં, ૭૦ વર્ષ સુધીની બેઠાડું જીવન જીવતી સ્ત્રીઓ સપ્તાહમાં બે વાર કસરત કરતી હતી. એક વર્ષ પછી, તેઓના માંસરજ્જુ તેમ જ શક્તિ, સમતોલન અને હાડકાં મજબૂત થયા હતા. આ અભ્યાસ ચલાવનાર શરીર વિજ્ઞાનની મિરિયમ નેલશને કહ્યું, “અમે આ કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે, અમને તેઓના શરીરને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચશે એવો ડર લાગતો હતો. પરંતુ અમને બધા મજબૂત અને સ્વાસ્થ્યપ્રદ લોકો જોવા મળ્યા.”

ઉંમર અને કસરત પર ઘણા બધા વૈજ્ઞાનિક અભ્યાસોના પરિણામોની સમીક્ષામાં, એક પાઠ્યપુસ્તક બતાવે છે: “કસરત વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા ઓછી કરી જીવન વધારે છે અને અવારનવાર મરણ પહેલાં આવતા બીજાના આધારે જીવવાના સમયગાળાને ઘટાડે છે.”

માનસકિ-કસરતની ટેવ. અંગ્રેજીમાં એક પુરાણી કહેવતનો અર્થ છે, “એનો ઉપયોગ કરો અથવા એને ગુમાવો” એ લાગે છે કે ફક્ત સ્નાયુઓને જ નહિ પરંતુ મનને પણ લાગુ પડે છે. ઉંમર સાથે યાદ શકિત ગુમાવે છે છતાં, યુ. એસ. નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓન એજીંગે કરેલા અભ્યાસે બતાવ્યું કે વૃદ્ધોનું મગજ ઉંમરની અસરોને હાથ ધરવા પૂરતા પ્રમાણમાં લવચીક રહે છે. તેથી, જ્ઞાનતંતુ વિભાગના પ્રાધ્યાપક ડૉ. એન્ટોનીન આર. દામાસીઓ નિષ્કર્ષ આપે છે: “વયોવૃદ્ધ લોકો એકદમ અર્થસભર અને માનસિક રીતે આરોગ્યમય જીવન જીવી શકે છે.” શા માટે વયોવૃદ્ધોનું મગજ લવચીક હોય છે?

મગજ ૧૦૦ અબજ મગજના કોષો કે સ્નાયુઓથી બનેલું હોય છે અને એઓ વચ્ચે કરોડોને અબજો જોડાણો હોય છે. આ જોડાણો ટેલિફોન લાઈનની જેમ કામ કરે છે જે સ્નાયુઓને “વાતચીત” કરવા એકમેકમાં યાદદાસ્ત ઉત્પન્‍ન કરે છે. ઉંમર વધતી જાય છે તેમ સ્નાયુઓ મરી જાય છે. (“મગજના કોષો પર નવી દૃષ્ટિ” બૉક્સ જુઓ.) વયોવૃદ્ધોનું મગજ ગુમાવેલા સ્નાયુઓનું સમતોલન કરી શકે છે. સ્નાયુ ગમે ત્યારે મૃત બની જાય છે તે સમયે, ગુમાવેલા સ્નાયુઓનું કાર્ય કરવા માટે બીજા સ્નાયુઓ સાથે નવું જોડાણ કરીને બાજુના સ્નાયુઓ પ્રત્યુત્તર આપે છે. એ રીતે મગજ વાસ્તવમાં આપેલા કાર્યની સોંપણીની જવાબદારી એક વિસ્તારથી બીજા વિસ્તારને આપે છે. એ કારણે, ઘણા વૃદ્ધ લોકો યુવાન લોકોની જેમ જ માનસિક કાર્ય સિદ્ધ કરી શકે છે, પરંતુ તેઓ એમ કરવા તેમના મગજના અલગ ભાગનો ઉપયોગ કરતા હોય શકે. કેટલીક બાબતોમાં, વયોવૃદ્ધોનું મગજ ટેનિસના વૃદ્ધ ખેલાડી જેવું કાર્ય કરે છે કે જેની ધીમે ધીમે ઝડપ ઘટતી જાય છે ત્યારે કુશળતાનો ઉપયોગ કરે છે કે જેનો યુવાન ખેલાડીઓમાં અભાવ હોય છે. તોપણ, પોતાનાથી નાની વ્યક્તિઓથી અલગ આવડતનો ઉપયોગ કરીને વધુ પોઈન્ટ મેળવી શકે છે.

વયોવૃદ્ધ વ્યક્તિઓ પોઈન્ટ જાળવી રાખવા શું કરી શકે? વર્ષ ૭૦ અને ૮૦ની વચ્ચેના ૧,૦૦૦ લોકોનો અભ્યાસ કર્યા પછી, ડૉ. માર્લિન આલ્બર્ટને જોવા મળ્યું કે માનસિક કસરત એક ઘટક છે કે જે નક્કી કરે છે કયા વૃદ્ધ લોકો પોતાની બૌદ્ધિક કુશળતાઓ જાળવી શકે છે. (“મનને લવચીક રાખવું” બૉક્સ જુઓ.) માનસિક કસરત મગજની ‘ટેલિફોન લાઈનʼને જીવંત રાખે છે. બીજી તર્ફે, નિષ્ણાતો કહે છે, “લોકો નિવૃત્ત થાય, બાબતો ગૃહિત માની લે અને તેઓ કહે કે જગતમાં શું ચાલી રહ્યું છે એના વિષે તેમને કોઈ રસ નથી ત્યારે” તેમની બુદ્ધિ ઘટતી જાય છે.—ઇનસાઈડ ધ બ્રેન.

ખુશીના સમાચાર એ છે કે, વયવૃદ્ધિ અને વૃદ્ધોની સમસ્યાના અભ્યાસી ડૉ. જેક રોવ સમજાવે છે, “આપણા જીવનમાં યોગ્ય ફેરફારો કરવાથી આપણે વૃદ્ધાવસ્થાના ઘટકોને સફળતાપૂર્વક ઘટાડી શકીએ છીએ. છે, કે જે ક્ષમતા આપણામાં છે.” વધુમાં, સારી ટેવોની શરૂઆત કરવામાં કદી મોડું થતું નથી. સંશોધકો કહે છે, “તમને તમારા સમગ્ર જીવન દરમિયાન ખરાબ આદતો હોય અને તમે પાછલા વર્ષોમાં ફેરફાર કરો તો, તમે હજુ પણ આરોગ્યપ્રદ જીવન-ઢબના ઓછામાં ઓછા કંઈક બદલાઓ મેળવી શકશો.”

વાતાવરણથી મહત્ત્વના ફેરફારો

આજે લંડનમાં જન્મેલી છોકરીને મધ્ય યુગમાં પાછી મોકલવામાં આવે તો, તેનું અપેક્ષિત જીવન આજે જે છે એના કરતાં અડધું હશે. આ તફાવત છોકરીની શારીરિક પરિસ્થિતિમાં અચાનક આવેલા ફેરફારોને કારણે નહિ પરંતુ, એના બદલે સૌથી વધારે આવેલી ઊંચી અડચણો—પૃથ્વીનાં વાતાવરણમાં અને તબીબી સારવારના કારણે છે. પ્રથમ પૃથ્વીનાં વાતાવરણનો વિચાર કરીએ.

કુદરતી વાતાવરણ. ભૂતકાળમાં, માણસોનું કુદરતી વાતાવરણ—દાખલા તરીકે તેમનું ઘર—આરોગ્યને સૌથી મોટું જોખમકારક હતું. તેમ છતાં, તાજેતરના દાયકાઓમાં, કુદરતી વાતાવરણથી થતું જોખમ ઓછું થયું છે. સારી ગટર યોજના, ચોખ્ખું પાણી અને ઘરમાં આવતી જીવાતમાં થયેલા ઘટાડાએ માણસજાતનું વાતાવરણ, આરોગ્ય અને જીવન વિસ્તારવામાં સુધારો કર્યો છે. પરિણામે, જગતના ઘણા ભાગોમાં, માણસો હવે લાંબુ જીવે છે.c તોપણ, અડચણ ઓછી કરવામાં ઘરમાં પાણીનો નળ લગાડવા કરતાં વધારે બાબતોનો સમાવેશ થાય છે. એમાં આરોગ્યપ્રદ સામાજિક અને ધાર્મિક વાતાવરણ જાળવી રાખવાનો પણ સમાવેશ થાય છે.

c કઈ રીતે ઘરના વાતાવરણમાં સુધારો કરી શકાય એની વધારે માહિતી માટે “સ્વચ્છતાના પડકારનો સામનો કરવો” અને “તમારા આરોગ્યનો કયો ઘાટ છે—તમે શું કરી શકો,” સપ્ટેમ્બર ૨૨, ૧૯૮૮ અને એપ્રિલ ૮, ૧૯૯૫ના અંગ્રેજી સજાગ બનો!ના લેખ જુઓ.

સામાજિક વાતાવરણ. તમારું સામાજિક વાતાવરણ તમે જેની સાથે રહો છો, કામ કરો છો, જમો છો, ઉપાસના કરો છો અને રમો છે તેવી વ્યક્તિઓથી બને છે. તમે શુદ્ધ પાણી મેળવો છો ત્યારે તમારા શારીરિક વાતાવરણમાં સુધારો થાય છે; એવી જ રીતે તમારી સાથે રહેતા યોગ્ય સંગાથીઓ તમારા સામાજિક વાતાવરણને સુધારવામાં ફાળો આપે એ મહત્ત્વનું છે. બીજી વ્યક્તિઓ સાથે સુખદુ:ખમાં, મુખ્ય ધ્યેયો અને ઉદાસીનતામાં સહભાગી થવાથી એ તમારા વાતાવરણની અડચણો ઓછી કરે છે કે જે તમને લાંબુ જીવવા મદદ કરે છે.

તેમ જ તમે પણ એમ જ કરો એ જરૂરી છે. સંગાથ ન હોવાના કારણે વ્યક્તિ એકલવાયાપણું અનુભવી શકે અને અમુક રીતે મરી જઈ પણ શકે. તમે તમારી આસપાસના લોકો પાસેથી પ્રેમાળ શબ્દો ન સાંભળો તો તમે કરમાઈ જઈ શકો. વૃદ્ધાશ્રમમાં રહેતી એક વૃદ્ધ સ્ત્રીએ તેની બહેનપણીને લખ્યું: “હું ૮૨ વર્ષની છું અને હું અહીં ૧૬ વર્ષથી રહું છું. તેઓ અમારી સાથે સારો વ્યવહાર કરે છે પરંતુ ઘણી વખત એકલવાયાપણું સહેવું અઘરું બને છે.” દુ:ખદપણે, આ સ્ત્રીની પરિસ્થિતિ ખાસ કરીને પાશ્ચાત્ય દેશોમાંની ઘણી વૃદ્ધ વ્યક્તિઓ જેવી જ છે. ઘણી વાર તેઓ એવા સામાજિક વાતાવરણમાં રહે છે કે જ્યાં તેઓને સહન કરવું પડે છે પરંતુ ભાગ્યે જ તેઓની કદર કરવામાં આવે છે. વૃદ્વો વિષેની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટના જેમ્સ કોલીજા કહે છે પરિણામે, “એકલવાયાપણું એકદમ ખરાબ પરિસ્થિતિઓમાંની એક છે કેમ કે વિકસિત જગતમાં વયોવૃદ્ધ લોકોની કોઈ કિંમત નથી.”

સાચું, તમને અડચણ પહોંચાડે એવી પરિસ્થિતિ—જેમ કે નિવૃત્તિ, હરવાફરવાનું ધીમે ધીમે ઓછું થવું, નજીકના મિત્રો ગુમાવવા અથવા પતિ કે પત્નીનું મરણ થયું હોય તો તમે એ—દૂર કરી શકતા નથી પરંતુ તમે આ અડચણ દૂર કરવા માટે હજુ પણ પગલાં લઈ શકો છો. પહેલી વાર એવું અનુભવનારે એ યાદ રાખવાની જરૂર છે કે એકલવાયાપણાની લાગણી વૃદ્ધાવસ્થાના લીધે આવતી નથી; કેટલાક યુવાન લોકોને પણ એકલવાયાપણાની લાગણી થાય છે. વૃદ્ધ થવું એ એક સમસ્યા નથી—સામાજિક રીતે એકલા પડવું એ સમસ્યા છે. તમે એકલવાયાપણાની લાગણીઓમાં ફસાઈ ન જાવ માટે કેવી લડત આપી શકો?

એક વયોવૃદ્ધ વિધવા સલાહ આપે છે, “તમારી આસપાસના લોકોનું વાતાવરણ આનંદિત બનાવો. કચકચ કરનાર લોકો સાથે ફક્ત થોડા લોકો જ રહેવાનું પસંદ કરશે. તમે ખુશ રહેવાની કોશિશ કરો એ જરૂરી છે. એમ કરવું મહેનત માગી લેશે એ ખરું છે, પરંતુ તમારા પ્રયત્નોથી લાભ થશે. સદ્‌વ્યવહાર સદ્‌વ્યવહારને ઉત્પન્‍ન કરે છે.” તે ઉમેરે છે: “મને મળતા યુવાન કે વૃદ્ધ લોકો સાથે સામાન્ય વાતચીતના વિષયો હોય એની હું ખાતરી રાખું છું. હું તાજેતરના સામયિકો અને સમાચાર વાંચનથી માહિતીપ્રદ સામગ્રીથી પરિચિત રહેવાનો પ્રયત્ન કરું છું.”

અહીં બીજા કેટલાક સૂચનો છે: બીજા લોકોને શું ગમે છે એ જાણવામાં રસ ધરાવો. પ્રશ્નો પૂછો. શક્ય એટલી બધી રીતે ઉદાર બનો. તમારી પાસે વધુ ભૌતિક સંપતિ ન હોય તો, તમે તેઓનાં કામકાજમાં મદદ કરો; એમ કરવાથી તેઓ વધારે ખુશ થશે. પત્રો લખો. કંઈક નવી કળા શીખો. બીજા લોકોની મુલાકાત લેવાનું કે તેમની સાથે બહાર જવાનું આમંત્રણ સ્વીકારો. તમારા ઘરને આનંદિત રાખો અને લોકોને આમંત્રણ આપો. જરૂર હોય એવા લોકો એવા લોકોને મદદ કરવા પહોંચી જાવ.

ધાર્મિક વાતાવરણ. પુરાવાઓએ સૂચવે છે કે ધાર્મિક પ્રવૃત્તિઓથી વયોવૃદ્ધ વ્યક્તિઓને “જીવનમાં અર્થપૂર્ણ અને મહત્ત્વ” મળે છે. એ પણ બતાવે છે કે તેઓ “સુખ” “ઉપયોગીપણાની લાગણી” “જીવનમાં એકદમ સંતોષ” તથા “મિત્રતા અને સુખાકારી અનુભવે છે.” શા માટે? પાછલું જીવન—વૃદ્ધાવસ્થાની વાસ્તવિકતાઓ અંગ્રેજી પુસ્તક સમજાવે છે: “ધર્મ લોકોને જીવનની ફિલસૂફી તેમ જ પરંપરાગત વલણો, મૂલ્યો અને માન્યતાઓ પૂરા પાડે છે કે જે તેઓને તેમની આસપાસના જગતનો અર્થ સમજવા મદદ કરે છે.” વધુમાં, ધાર્મિક પ્રવૃત્તિઓ વયોવૃદ્ધ લોકોને બીજાઓના સંપર્કમાં લાવે છે અને આમ “સામાજિક રીતે અલગતા અને એકલવાયાપણાની શક્યતાઓને ઓછી કરે છે.”

લુઈસ અને એવલીન અનુસાર, આ અભ્યાસ તેઓ દાયકાથી જે માને છે એનું એક માત્ર સમર્થન છે. આ બંને વિધવાઓ ૮૦ વર્ષની ઉપરની છે અને તેઓ યહોવાહના સાક્ષીઓના મંડળની સભ્યો છે. લુઈસ કહે છે, “આપણા રાજ્યગૃહમાંd હું વૃદ્ધ અને યુવાન લોકો સાથે વાત કરવાનો આનંદ માણું છું. સભાઓમાંથી મને ઘણું શીખવા મળે છે. સભાઓ પછી અમે ભેગા મળીને મઝા માણીએ છીએ. એ બહુ આનંદદાયક સમય હોય છે.” એવલીન પણ તેની ધાર્મિક પ્રવૃત્તિઓમાંથી લાભ લે છે. તે કહે છે, “મારી પડોશના લોકોને બાઇબલ વિષે વાત કરવા બહાર જવાથી, એ મને અલગ થતા રોકે છે. પરંતુ એના કરતાં એ મને વધારે આનંદિત બનાવે છે. બીજાઓને જીવનનો વાસ્તવિક અર્થ સમજાવવો એ સંતોષપ્રદ કાર્ય છે.”

d યહોવાહના સાક્ષીઓ પોતાની સાપ્તાહિક સભાઓ રાખે છે એ જગ્યાને રાજ્યગૃહ કહેવામાં આવે છે. આ સભાઓ સર્વ લોકો માટે હોય છે અને કોઈ પણ પ્રકારનું ઉઘરાણું લેવામાં આવતું નથી.

સ્પષ્ટપણે, લુઈસ અને એવલીનનો જીવનમાં હેતુ છે. આનંદ અનુભવવાથી, તેઓ બીજી અડચણ—વાતાવરણ—ઓછી કરી શક્યા છે અને તેઓને જીવનની દોડમાં દોડતા રહેવા મદદ મળી છે.—ગીતશાસ્ત્ર ૯૨:૧૩, ૧૪.

ઓછા પૈસામાં સારી સારવાર—પ્રાપ્ય

આ સદીની તબીબી વિજ્ઞાનની પ્રગતિએ નાટકીય ઢબે તબીબી સારવારની ત્રીજી અડચણને ઓછી કરી નાખી છે—પરંતુ ગોળાવ્યાપી નહિ. ધ વર્લ્ડ હેલ્થ રિપોર્ટ ૧૯૯૮ નોંધે છે કે અસંખ્ય ગરીબ દેશોમાં, “૧૯૭૫-૧૯૯૫ની વચ્ચેના દાયકાઓમાં વાસ્તવમાં અપેક્ષિત જીવન ઘટ્યું છે.” હૂના જનરલ ડાયરેક્ટરે ટીકા કરી કે “આજે ઓછા વિકસિત દેશોમાં ચારમાંથી ત્રણ, ૫૦ વર્ષ પહેલાં મૃત્યુ પામે છે—પચાસ વર્ષ પહેલાં ગોળાવ્યાપી અપેક્ષિત જીવન એટલું હતું.”

તથાપિ, ગરીબ દેશોમાં મોટા ભાગના વૃદ્ધ અને યુવાન લોકો પ્રાપ્ય અને સસ્તી આરોગ્ય સારવારનો ઉપયોગ કરીને આ અડચણને ઓછી કરી રહ્યાં છે. દાખલા તરીકે ટીબી સારવારની નવી પદ્ધતિ વિષે વિચારો.

જગતવ્યાપી ટીબી એઈડ્‌સ, મલેરિયા અને ઉષ્ણકટિબંધ દેશોના રોગોને ભેગા કરતાં વધારે—દરરોજ ૮,૦૦૦ લોકોને મારી નાખે છે. દરેક ૧૦૦ ટીબીના દરદીઓમાંથી, જગતના વિકસિત દેશોમાં ૯૫ દરદીઓ જીવે છે. કંઈક ૨૦ લાખ લોકો હમણાં ટીબીથી પીડાઈ રહ્યાં છે અને કંઈક ૩૦ લાખ લોકો આવનાર દસ વર્ષની અંદર મરી જશે. એ બોલિવિયા, કંબોડિયા અને મલાવીની કુલ વસ્તી જેટલી સંખ્યા છે.

નિ:શંક હૂને ૧૯૯૭માં જાહેરાત કરતા આનંદ થયો કે હૉસ્પિટલમાં દાખલ કર્યા વગર કે મોંઘી તબીબી સારવાર વગર છ મહિનામાં ટીબીથી સાજા થવાની પદ્ધતિ વિકસાવવામાં આવી છે. હૂ દ્વારા પ્રકાશિત કરવામાં આવતા સામયિક ધ ટીબી ટ્રીટમેન્ટ ઑબ્ઝર્વરે નોંધ્યું, “પહેલી વાર, જગતમાં ફક્ત ધનવાન દેશોમાં જ નહિ પરંતુ દુનિયાના સૌથી ગરીબ દેશોમાં પણ ટીબીના રોગચાળા વિરુદ્ધના સાધનો અને પદ્ધતિઓ અસરકારક પુરવાર થયા છે.” આ પદ્ધતિને ડોટ્‌સ (DOTS)e કહેવામાં આવે છે કે જેનું “આ દાયકાનું સૌથી મોટું આરોગ્યરક્ષક” તરીકે વર્ણન કરવામાં આવ્યું છે.

e ડોટ્‌સ એ ડાયરેક્ટલી ઓબ્ઝવર્ડ ટ્રીટમેન્ટ, શોર્ટ-કોર્ષનું ટૂંકું નામ છે. ડોટ્‌સ પદ્ધતિ વિષે વધારે માહિતી માટે, જૂન ૮, ૧૯૯૯ના સજાગ બનો!ના “ફેફસાંના રોગ વિરુદ્ધની લડતમાં નવું રક્ષણ” લેખ જુઓ.

આ પદ્ધતિની કિંમત સામાન્ય ટીબીની સારવાર કરતાં એકદમ ઓછી છે છતાં, ખાસ કરીને વિકસિત દેશોમાં રહેતા લોકો માટે, એના પરિણામો ચોક્કસ છે. હૂ ગોળાવ્યાપી ટીબી કાર્યક્રમના સંચાલક ડૉ. આરેટા કોચી કહે છે, “કોઈ પણ ટીબી પદ્ધતિઓ આટલા ઉચ્ચ પ્રમાણમાં સાજાપણું બતાવી શકી નથી. ડોટ્‌સ પદ્ધતિ એકદમ ગરીબ દેશોમાં પણ ૯૫ ટકા લોકોને સાજા કરે છે.” વર્ષ ૧૯૯૭ના અંત સુધીમાં, ડોટ્‌સ પદ્ધતિને ૮૯ દેશોએ સ્વીકારી છે. આજે એ સંખ્યા વધીને ૯૬ની થઈ છે. હૂ આશા રાખે છે કે આ પદ્ધતિ સૌથી ઓછા વિકસિત દેશોના લાખો લોકો પાસે પહોંચશે જે તેઓને જીવનની હરીફાઈમાં ત્રીજી અડચણ ઓછી કરવા મદદ કરે છે.

પોતાની કુટેવો, વાતાવરણ અને તબીબી સારવારમાં સુધારો કરીને, માણસ ખરેખર પોતાના સરેરાશ જીવન અને અપેક્ષિત જીવનને વધારી શક્યો છે. પ્રશ્ન એ ઊભો થાય છે, શું પોતાનું જીવન શક્ય એટલું વધુ વિસ્તારવું માણસો માટે શક્ય બનશે—કદાચ હંમેશ માટેનું?

કેટલી અને કેવા પ્રકારની કસરત?

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન એજીંગ (એનઆઈએ) કહે છે, “દરરોજ ૩૦ મિનિટની પ્રમાણસરની પ્રવૃત્તિઓ સારો ધ્યેય છે.” પરંતુ તમે એક જ સમયે ૩૦ મિનિટ કસરત ન કરો. એવું કહેવામાં આવે છે કે દસ દસ મિનિટના ત્રણ ભાગમાં કસરત કરવાથી એ ૩૦ મિનિટના એક ભાગ જેટલી અસર કરવા જેટલો જ ફાયદો થાય છે. તમે કયા પ્રકારની કસરત કરી શકો? એનઆઈએ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તિકા કસરત: એને ગૃહિત ન માની લો! ભલામણ કરે છે: “થોડી થોડી મિનિટની કસરત કરવી જેમ કે લિફ્ટનો ઉપયોગ કરવાના બદલે દાદરા ચઢવા અથવા ગાડીના બદલે ચાલવું, બાગકામ, બાળકો જોડે રમવું અને ઘરકામ, આ બધાને ભેગી કરતાં એક દિવસની ૩૦ મિનિટ કસરત બની શકે છે.” અલબત્ત, કસરત કાર્યક્રમ શરૂ કરતા પહેલા તમારા ડૉક્ટરનો સંપર્ક સાધવો ડહાપણભર્યું છે.

મનને લવચીક રાખવું

વૈજ્ઞાનિકોએ હજારો વયોવૃદ્ધ લોકોના કરેલા અભ્યાસોથી ઘણા ઘટકો શોધી કાઢ્યા છે કે જે વયોવૃદ્ધ લોકોને તેઓનું મન લવચીક રાખવા મદદ કરે છે. એમાં “વાંચન, મુસાફરી, સાંસ્કૃતિક ઘટનાઓ, શિક્ષણ, ક્લબ અને કંઈક શીખવા”નો સમાવેશ થઈ શકે. “શક્ય એટલી વિવિધ બાબતો કરો.” “જાતે કામ કરો, કદી નિવૃત્ત ન થાવ.” “ટીવી બંધ કરો.” “કંઈક પ્રવૃત્તિ કરો.” એવું માનવામાં આવે છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ફક્ત ક્ષમતામાં વધારો જ નથી કરતી પરંતુ મગજને પણ નવું કરે છે.

વયોવૃદ્ધો માટે આરોગ્યના સૂચનો

વૃદ્ધાવસ્થાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટનો યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ ઍન્ડ સર્વિસીસ વિભાગ કહે છે કે “આરોગ્યપ્રદ રહેવાની અને લાંબો સમય જીવવાની આશામાં સુધારો થઈ શકે.” વિચારવંત સલાહો નીચે પ્રમાણે છે:

● યોગ્ય ફળો અને શાકભાજી ખાઓ.

● તમે દારૂ પીતા હોવ તો, પ્રમાણસર પીવો.

● ધૂમ્રપાન ન કરો. એને છોડવામાં ક્યારેય મોડું થયું નથી.

● નિયમિત કસરત કરો. કસરતનો કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં ડૉક્ટરને બતાવો.

● કુટુંબ અને મિત્રોના સંપર્કમાં રહો.

● પ્રવૃત્તિ, રમત અને સમાજમાં સક્રિય રહો.

● જીવન પ્રત્યે હકારાત્મક દૃષ્ટિબિંદુ રાખો.

● તમને ખુશ કરતી બાબતો કરો.

● સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરાવો.

મગજના કોષો પર નવી દૃષ્ટિ

માનસિક રોગ અને જ્ઞાનતંતુની પ્રાધ્યાપિકા ડૉ. માર્લિન આલબર્ટ કહે છે, “પહેલા અમે વિચારતા હતા કે આપણા જીવનના દરેક દિવસે મગજના કોષો મરતા રહે છે. પરંતુ એ સાચું નથી—વયવૃદ્ધિના કારણે થોડું ઘણું તો નુકશાન થાય છે જ, પરંતુ એકદમ નહિ, અને એ પણ મગજના કોઈ એક ચોક્કસ ભાગમાં જ થાય છે.” વધુમાં, તાજેતરમાં કરવામાં આવેલી શોધે બતાવ્યું કે એક બહુ પુરાણી માન્યતા છે કે મનુષ્યના મગજમાં નવા કોષો ઉત્પન્‍ન થઈ શકે નહિ, પરંતુ “એ સાચું નથી,” નવેમ્બર ૧૯૯૮નું સાયન્ટિફિક અમેરિકન અહેવાલ આપે છે. જ્ઞાનતંતુના વૈજ્ઞાનિક કહે છે કે તેઓએ હવે પુરાવાઓ ભેગા કર્યા છે કે વયોવૃદ્ધ લોકોમાં પણ “હજારોની સંખ્યામાં વધારાના જ્ઞાનતંતુઓ ઉત્પન્‍ન થતા હોય છે.”

વયોવૃદ્ધમાં ડહાપણ?

બાઇબલ પૂછે છે, ‘શું વૃદ્ધ પુરુષોમાં ડહાપણ નથી હોતું, અને પાકી વયમાં સમજણ નથી હોતી?’ (અયૂબ ૧૨:૧૨) પ્રત્યુત્તર શું છે? સંશોધકોએ “અંતદૃષ્ટિ, ખરી નિર્ણાયકતા, દૃષ્ટિકોણ, પ્રતિસંવાદી મૂલ્યાંકન અને સારી રીતે સમસ્યાઓને હલ કરવાની પદ્ધતિઓ” જેવા ગુણોનું પ્રમાણ માપવા વૃદ્ધ લોકોનો અભ્યાસ કર્યો. યુ.એસ. ન્યૂઝ ઍન્ડ વર્લ્ડ રિપોર્ટ અનુસાર, અભ્યાસે બતાવ્યું કે “બુદ્ધિના દરેક પાસાઓમાં વયોવૃદ્ધ લોકો યુવાન લોકો કરતાં હંમેશા ચાતુર્યમાં આગળ હોય છે, તેઓ સમજી વિચારીને વધારે સારા નિર્ણયો લેતા હોય છે.” અભ્યાસે બતાવ્યું કે “કોઈ પણ નિર્ણય લેતા પહેલા વયોવૃદ્ધ લોકો યુવાન લોકો કરતાં વધારે સમય લે છે, પરંતુ તેઓનો નિર્ણય દેખીતી રીતે સારો હોય છે.” એટલા માટે, બાઇબલના પુસ્તક અયૂબે સૂચવ્યું તેઓએ કંઈ તડકામાં વાળ સફેદ કર્યા નથી.

માનવ જીવન અડચણોથી ભરેલી હરીફાઈ જેવું છે

સમતોલ શારીરિક કસરત વયોવૃદ્ધ લોકોને શકિતમાન બનવા અને જીવનશક્તિ પાછી મેળવવા મદદ કરી શકે

માનસિક કસરત મનને લવચીક રાખવામાં મદદ કરે છે

એક વિધવા સલાહ આપે છે, “તમારી આસપાસના લોકોનું વાતાવરણ આનંદિત બનાવો”

“બીજાઓને જીવનનો વાસ્તવિક હેતુ જણાવવા મદદ કરવી એ સંતોષપ્રદ કામ છે.”—એવલીન

“આપણા રાજ્યગૃહમાં, હું યુવાન અને વૃદ્ધ લોકો સાથે વાતચીત કરવાનો આનંદ માણું છું.”

—લુઈસ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો