અમારા વાચકો તરફથી
પુલો હોન્ડુરાસમાં હરીકન મીચે ૮૦ ટકા પુલોનો નાશ કર્યા પછી જલદી જ, અમે ડિસેમ્બર ૮, ૧૯૯૮, “પુલ આપણે તેઓ વિના શું કર્યું હોત?” એ લેખવાળો અંક મેળવ્યો. મારા પતિ અને હું હંમેશા અહીં મુસાફરી કરીએ છીએ, અને અમને તરત જ સમજાયું કે અમારા કામમાં અમને પુલો કેટલા મહત્ત્વના છે. રસપ્રદ અને સમયસરના લેખ માટે અમે તમારો આભાર માનવા માંગીએ છીએ. છેલ્લો ફકરો કહે છે તેમ, અમે પુલોને વધુ સામાન્ય ગણી લઈશું નહિ!
સી. એચ., હોન્ડુરાસ
પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા હું તમને એ જણાવવા લખી રહી છું કે “પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા—એમાં શું ખોટું છે?” (ડિસેમ્બર ૮, ૧૯૯૮) એ લેખમાં તમે ખૂબ અદ્ભુત કામ કર્યું છે. મને એ પ્રશંસાભર્યું લાગે છે કે તમે બતાવ્યું તેમ દેવ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાને મંજૂરી આપતા નથી, ખાસ કરીને પોતાને ખ્રિસ્તીઓ કહેવડાવવાનો દાવો કરનારાઓ માટે.
જે. એલ. સી., યુનાઈટેડ સ્ટેટ્સ
માબાપ વગરના યુવાનો હું લેખ “યુવાન લોકો પૂછે છે . . . શા માટે મારે મારાં માબાપ વગર જીવવું પડે છે?” (ડિસેમ્બર ૮, ૧૯૯૮) એ માટે ખૂબ આભારી છું. હવે હું ૩૯ વર્ષની છું. પરંતુ હું ૧૧ વર્ષની હતી ત્યારે, મારી માતા મરણ પામી હતી અને પિતા ઘર છોડી ચાલ્યા ગયા હતા. હું અને મારા ભાઈઓ જે દુ:ખી જીવન જીવ્યા, એ હું હજી સુધી લોકોને સમજાવી શકી નથી. પરંતુ હવે મને લાગે છે કે બીજાઓ અમને સમજે છે. આભાર.
કે. વાય., જાપાન
હું નવ જ મહિનાની હતી ત્યારે મારા પિતા મરણ પામ્યા, અને હું ૧૨ વર્ષની થઈ એ પહેલા માતા મરણ પામી. તમારો લેખ ખરેખર દિલાસાજનક હતો અને એણે બતાવ્યું કે અનાથો ખરેખર કેવું અનુભવે છે. એ જાણવું કેટલું સારું છે કે યહોવાહ દેવ આપણા મુએલાઓને પાછા જીવનમાં લાવશે!
એમ. એસ. એસ., બ્રાઝિલ
હું ૪૦ વર્ષનો છું અને મેં લેખને વારંવાર વાંચ્યો. શરૂઆતથી અંત સુધી મારી આંખોમાં આંસુ હતાં, કેમ કે હું બે વર્ષનો હતો ત્યારથી જ અનાથ હતો. આજે પણ હું મારા મમ્મી-પપ્પાનો ફોટો જોઈને રડી પડું છું. આવા લેખો લખવા માટે તમારો આભાર!
જે. સી. વી., ફ્રાન્સ
મારાં માબાપ જીવતા છે, પરંતુ હું માનસિક હતાશામાં છું અને એવા દરેક લેખોમાં રસ ધરાવું છું કે જે મુશ્કેલ સમયોમાંથી કઈ રીતે પસાર થવું એની ચર્ચા કરતા હોય. હું તમને જણાવવા ઇચ્છું છું કે મને સાચા જીવનવૃત્તાંત અને “યુવાન લોકો પૂછે છે . . . ”માં મળી આવતી બાઇબલ આધારિત સલાહ ગમે છે.
એસ. એચ., કૅનેડા
હાથ ધોવા હું ૧૧ વર્ષનો છું અને લેખ “તમારા હાથને ધૂઓ અને સૂકવો!” (ડિસેમ્બર ૮, ૧૯૯૮) માટે તમારો આભાર માનવા માંગું છું. એણે મને ખાતા પહેલા અને સંડાસનો ઉપયોગ કર્યા પછી મારા હાથ ધોવાનું ઉત્તેજન આપ્યું. મારા શહેરમાં, ચેપ સામાન્ય છે તેથી લેખ ઘણો જ ઉપયોગી છે.
એમ. એફ., ઇટાલી
નિખાલસ આનંદ “વિશ્વ પર નજર”માં “બાળકો નિખાલસ આનંદ પસંદ કરે છે” (જાન્યુઆરી ૮, ૧૯૯૯) સામગ્રી માટે તમારો આભાર. હું મારા બાળકોથી અલગ રહું છું, અને હું દર ત્રણ મહિને એક વાર તેઓને મળું છું. અમે સાથે સમય પસાર કર્યો ત્યારે હું જાણતો ન હતો કે શું કરવું, તેથી હું ઘણી બધી યોજનાઓ બનાવતો, એ ભય સાથે કે તેઓ કંટાળી જશે. અમારા ભેગા થવાના દિવસના આગલા દિવસે જ એ મેળવ્યું, અને મેં એ સામગ્રી વાંચી. સામયિક ખરેખર યોગ્ય સમયે આવ્યું હતું!
એમ. વાય., જાપાન
સાપ “સાપ વિષે સામાન્ય ભૂલભરેલી માન્યતાઓ.” (નવેમ્બર ૮, ૧૯૯૮) એમાં તમે જણાવેલા સાત મુદ્દાઓએ ચોક્કસપણે આ આકર્ષણવાળા છતાં, સમજી ન શકાય એવાં પ્રાણીઓ વિષે લોકોમાં જે અજ્ઞાનતા હતી તે દૂર કરી.
આર. કે., યુનાઈટેડ સ્ટેટ્સ