અમારા વાચકો તરફથી
શા માટે હું ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી? મેં “યુવાન લોકો પૂછે છે . . . શા માટે હું ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી?” (ઑગસ્ટ ૮, ૧૯૯૮)નો લેખ વાંચ્યો ત્યારે મારી આંખોમાં હરખનાં આંસુ આવી ગયા. હું ૧૮ વર્ષની છું અને પૂરા-સમયનું સેવાકાર્ય કરું છું. હું ચિંતિત હતી કારણ કે હું ધ્યાન કેન્દ્રિત કરી શકતી ન હતી, અને ક્ષેત્રસેવામાં લોકોને મદદ કરવા આ મહત્ત્વનું છે. હું ઉદાસીન થઈ જતી હતી કારણ કે હું યાદ રાખી શકતી ન હતી કે પૃથક્કરણ કરી શકતી ન હતી. બાઇબલ કહે છે તેમ એ સાચું છે કે યહોવાહ યોગ્ય સમયે ખોરાક પૂરો પાડે છે.
એ. આર. કે. આર., યુનાઈટેડ સ્ટેટ્સ
મુસાફરો માટે બે બાબત “ડેંગ્યૂ—મચ્છર કરડવાથી આવતો તાવ” (ઑગસ્ટ ૮, ૧૯૯૮)ના લેખમાં એક બાબત રહી ગઈ તે એ છે કે રાત્રે જંતુનાશક દવાવાળી મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ.
આઈ. એચ., ઇંગ્લૅંડ
અમે વાચકોના વિવેચનની કદર કરીએ છીએ. મેલેરિયાને અટકાવવા માટે, આ માહિતી ખાસ કરીને ઉપયોગી છે. (“સજાગ બનો,” ઑગસ્ટ ૮ ૧૯૯૭ના અંકના પાન ૩૧ પર જુઓ.) તેમ છતાં, યુ.એસ. સેન્ટર્સ ફોર ડીસીઝ કન્ટ્રોલ અનુસાર, ડેંગ્યૂ તાવ લાવનાર મચ્છર “દિવસ દરમિયાન માનવમાંથી લોહી ચૂસવાનું પસંદ કરે છે.” એ “ઘણી વાર પહોર ફાટ્યા પછી સવારે અને અંધારું થાય એ પહેલા લગભગ સાંજ પડતા ઘણા કલાકો” વધારે કરડે છે. તેથી, આ ખાસ પ્રકારની માંદગીને અટકાવવા માટે રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવો એટલું ઉપયોગી ન હોય શકે.—સંપાદક.
જાહેરાતો મારી દીકરી યહોવાહના સાક્ષીઓમાંની એક નથી. તે જાહેરાતોના ક્ષેત્રમાં કામ કરતી હોવાથી, મે તેને સપ્ટેમ્બર ૮, ૧૯૯૮ની શૃંખલા “જાહેરાતો—તમને કઈ રીતે અસર કરે છે?” ટપાલ દ્વારા મોકલી. તેણે એના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે તમારા લેખકોએ સમજાવટની કળાનો મુદ્દો ઝડપી લીધો છે.
આર, એસ., યુનાઈટેડ સ્ટેટ્સ
શેતાનનો વાંક કાઢવો? હું ૧૭ વર્ષનો છું અને તાજેતરમાં પહેલી વાર સજાગ બનો! વાંચ્યું. હવે મને એ વાંચવાની ટેવ પડી ગઈ છે! તેમાં મૂલ્યવાન માહિતી હતી, જેમ કે, “બાઇબલનું દૃષ્ટિબિંદુ: શું આપણાં પાપ માટે શેતાનનો વાંક કાઢવો જોઈએ?” (ઑક્ટોબર ૮, ૧૯૯૮) મેં આ વાંચ્યું ત્યાં સુધી, હું વિચારતો હતો કે હું પાપ કરું ત્યારે તેનો વાંક કાઢી શકું. ગમે તેમ પણ, તમારું સામયિક ઘણું સરસ છે, અને હું દરેક જણને એ વાંચવાની ભલામણ કરું છું. કૃપા કરીને મને પણ સામયિકો મોકલો!
એમ. એમ., યુનાઈટેડ સ્ટેટ્સ
યુવાનોના આપઘાત હું “આજના યુવાનો માટે કઈ આશા?” (ઑક્ટોબર ૮, ૧૯૯૮)ની શૃંખલા માટે તમારી ઘણી આભારી છું. હું રડી પડી. મેં ઘણી વાર આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ હું ખુશ છું કે હું સફળ ન થઈ.
એ. ઝેડ., ચૅક પ્રજાસત્તાક
સંવેદનશીલ વિષય પર આ બહુ સમજણપૂર્વકના લેખો છે. હું ગયા વર્ષે માંદગીથી ઉદાસ થઈ ગઈ હતી ત્યારે મારા જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો.
આર. પી., ઇંગ્લૅંડ
દુઃખની વાત છે કે, મારા બે સહાદ્યાયીઓએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓમાંના એકે એમ એટલા માટે કર્યું કારણ કે તે પોતાના ભાવિ વિષે વિચારતો હતો ત્યારે, તે કંઈ પણ આશા જોઈ શકતો ન હતો—ફક્ત મુશ્કેલીઓ હતી કે જેને આંબવાની હતી. એ કારણે આ લેખ વ્યવહારુ હતો, કેમ કે એણે એકદમ સરળ અને સ્પષ્ટ રીતે સમજાવ્યું હતું કે કઈ રીતે આપણું ભાવિ અર્થપૂર્ણ હોય શકે.
આર. ડી., સ્પેન
તમારો લેખ મારા હૃદયને સ્પર્શી ગયો. એ એવો હતો જાણે યહોવાહ મારી સાથે એક પ્રેમાળ પિતાની જેમ વાત કરી રહ્યા હોય. હું બાળકી હતી ત્યારે, મારા પિતાના અત્યાચારનો ભોગ બની હતી. હું પોતાને બિનયોગ્ય ગણતી હતી અને અવારનવાર મારા જીવનનો અંત લાવવાનું વિચારતી હતી. પરંતુ હવે, તમારા લેખે સૂચવ્યું તેમ, હું ‘ખરેખરા જીવન’ માટેની આકાંક્ષા વિકસાવી રહી છું.—૧ તીમોથી ૬:૧૯.
એસ. આર., બ્રાઝિલ
યુવાનોમાંથી ટાંકવા બદલ ખાસ આભાર. ઘણા ફક્ત થોડા જ શબ્દોમાં સમસ્યાઓનો હલ બતાવે છે.
ડબલ્યુ. એચ., જર્મની