નાનકડી ઉડાણનો બાદશાહ
માખીને મારવા તમે પૂઠાંની એક ઝાપટ મારો છો. પરંતુ, માખી છટકી જાય છે, થોડી વાર માટે આમ તેમ ગોળ ગોળ ફરીને, એ પાછી ઘૂમરાવો માંડે છે, જાણે કે એને મારવાનો તમારો પ્રયત્ન નિષ્ફળ જવાથી ખડખડાટ હસતી ન હોય. ખરેખર અદ્ભુત ઉડાણ! જ્યાં જુઓ ત્યાં આવેલું માખીઓનું આ કુટુંબ જીવડાંની દુનિયામાં સૌથી અદ્ભુત ઉડાણ કરનાર છે. એ તેને સ્થિર રાખનાર અદ્ભુત સહાયકોની કામગીરીને આભારી છે.
નાની પાતળી સળીને છેડે ગાંઠ હોય એમ, એ સહાયકો માખીની પાંખો પાછળ, એના ધડમાંથી બહાર નીકળે છે. (હવે પછીના પાન પરના ચિત્રમાં જુઓ.) માખી પાંખો હલાવવા માંડે ત્યારે, આ સહાયકો પણ જોરથી હલવા માંડે, જે દરેક સેકંડે સેંકડો વખત હલે છે. વાસ્તવમાં, એ સહાયકો સ્થિર રાખનાર નાનકડાં ચક્ર જેવાં છે, જે જીવડાંને ઊડવા માટે મદદ કરે છે. જ્યારે પણ માખી દિશા બદલે, કે એને જોરદાર પવન આવે, કે પછી એને પૂઠાંથી કે વર્તમાનપત્રથી ઝાપટ મારવામાં આવે, ત્યારે એઓ માખીના મગજને સંકેતો માકલે છે. એ સહાયકો અતિ ઝડપે માખીને જણાવે છે કે, એનું શરીર અસ્થિર છે, કે ઝોલા ખાય છે, કે પછી ઊંધી પડી છે. વિમાનને સ્થિર રાખનાર ચક્ર જેમ એના પાયલોટને જણાવે છે, એ જ પ્રમાણે આ પ્રક્રિયા કામ કરે છે. પછી, માખી ઝડપથી અને સહેલાઈથી પોતાની ઉડાણમાં ફેરફાર લાવી શકે છે.
સામાન્ય રીતે ફરતા વિમાનને સ્થિર રાખનારા ચક્રોથી અલગ, આ સહાયકો ઘડિયાળના લોલક જેવા છે. પરંતુ, એલટકાવેલા કે માખીની સપાટી પર હોતા નથી; તેઓ તો એની બાજુમાંથી બહાર નીકળી આવે છે. એક વખત ચાલુ થઈ જાય એટલે, આ સહાયકો લોલકની જેમ જ ગતિના નિયમે પ્રમાણે, એ જ દિશામાં હલ્યા કરે છે. તેથી, માખી ઊડતા ઊડતા સ્થિતિ બદલે કે તરત બહારના પરિબળો હલી રહેલા સહાયકોને મૂળથી વાળે છે, જ્યાં જ્ઞાનતંતુઓ એ વળનો અનુભવ કરે છે. મગજ જ્ઞાનતંતુના સંકેતોનો અભ્યાસ કરે છે, અને આપમળે પાંખોને એ પ્રમાણે ઉડાણ કરવા કહે છે—આ બધું જ વીજળીની ઝડપ બની જાય છે.
ખરું જોતાં, સ્થિર રાખનારા આ સહાયકો ફક્ત માખીઓને જ હોય છે. આ બે પાંખવાળી માખીઓના કુટુંબમાં કંઈક ૧,૦૦,૦૦૦ જાતિઓ છે, જેમાં લોહી ચૂસનાર, ઘરેલું માખી, માંસ પર બેસનાર, ફળો પર બેસનાર, નિંદ્રારોગ લાવનાર, અને લાંબા પગવાળી માખીઓનો સમાવેશ થાય છે. એઓના સ્થિર રાખનાર કુશળ ચક્રો માખીઓને હવામાં આમતેમ ફરવાની ભેટ આપે છે, જે બીજાં કોઈ પણ ઊડતા જીવડાંના કુટુંબને મળી નથી. ખરેખર, ઘણી વખત જેનાથી તોબા પોકારી ઊઠાય છે, એવી માખીઓ સર્જનહારની વૈજ્ઞાનિક કુશળતાનો પુરાવો આપે છે.
[Picture on page 22]
અસ્થિર
[Picture on page 22]
ઝોલા ખાવા
[Picture on page 22]
ગબડવું
[Picture on page 23]
લડનાર માખી (મોટું ચિત્ર), સહાયકો બતાવવામાં આવ્યા છે
[Credit Line]
© Kjell B. Sandved/Visuals Unlimited
[Pictures on page 23]
ઘરેલું માખી
લાંબા પગવાળી માખી
[Credit Line]
Animals/Jim Harter/Dover Publications, Inc.
[Picture Credit Line on page 23]
Century Dictionary