વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g07 ઑક્ટોબર પાન ૩
  • બાળઉછેર માટે સારી સલાહ શોધો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાળઉછેર માટે સારી સલાહ શોધો
  • સજાગ બનો!—૨૦૦૭
  • સરખી માહિતી
  • એક્સ્પર્ટની સલાહ આજે ઉપયોગી, કાલે નકામી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • બાળકોને સારી રીતે ઉછેરવાં માટે ઉપયોગી સલાહ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • સલાહ લેવાની થાય ત્યારે શું કરવું?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • સલાહ આપવાની થાય ત્યારે શું કરવું?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૦૭
g07 ઑક્ટોબર પાન ૩

૧

બાળઉછેર માટે સારી સલાહ શોધો

શા માટે આપણે માર્ગદર્શન મેળવવું જોઈએ? માબાપ પોતાનાં નવાં જન્મેલાં બાળકને પહેલી વખત હાથમાં લે છે ત્યારે મનમાં ઘણા વિચારો દોડે છે. બ્રિટનના એક પિતાએ કહ્યું, “મારું મન આનંદથી ભરાઈ આવ્યું અને સાથોસાથ જવાબદારીનો બોજો પણ માથે આવ્યો હોય એવું લાગ્યું.” મૉનિકા આર્જેન્ટિના રહે છે. તે કહે છે, “મને એ જ ચિંતા હતી કે મારી બેબીનું ધ્યાન રાખી શકીશ કે નહિ. મને એમ થતું કે હું એને સારી રીતે મોટી કરી શકીશ કે નહિ.”

તમને પણ તમારાં બાળકોની એવી જ ચિંતા થતી હશે. બાળકોને મોટાં કરવાં કંઈ રમત વાત નથી. એક પિતાએ કહ્યું, “બાળકને મોટા કરવાનો ફક્ત એક જ મોકો મળે છે. એ ગુમાવશો તો જીવનભર પસ્તાવું પડશે.” બાળકોને મોટા કરવાની જવાબદારી ભારે છે. આપણને ખરું માર્ગદર્શન કોણ આપી શકે? બાળકને સારી રીતે ઉછેરવા તમે શું કરી શકો?

તમે કોનું માર્ગદર્શન લેશો? આપણાં છોકરાંને મોટા કરવાની સલાહ તો બધા આપી શકે છે. કોઈ કહેશે કે આમ કરો, તેમ કરો. બધા કંઈ ને કંઈ તો કહેશે જ. ઘણાને એમ થાય કે આપણાં માબાપ બાળકોને મોટા કરતા શીખવશે. તો ઘણાને લાગે છે કે આપણને ધર્મમાં જે શીખવ્યું છે એ પ્રમાણે મોટા કરીએ. પરંતુ આજકાલ પરિવાર વિખેરાઈ ગયો છે. અને ધર્મ પણ નામ પૂરતો રહી ગયો છે. એટલે આજ કાલ ઘણાં માબાપ ઍક્ષપર્ટ્‌સની હેલ્પ લેવા દોડી જાય છે. ખરું કે અમુક એક્ષપર્ટ્‌સની સલાહ સારી હોય છે. પણ મોટે ભાગે તેઓની સલાહમાં દમ હોતો નથી. જ્યારે અમુક સલાહ થોડા સમયમાં નકામી થઈ જાય છે.

ખરું માર્ગદર્શન ક્યાંથી મળી શકે? સાચી સલાહ કોણ આપી શકે? આપણા સરજનહાર. તે આપણને શીખવી શકે કે બાળકોને કેવી રીતે મોટાં કરવાં. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬-૨૮) બાઇબલમાં આપણને યહોવાહ ઈશ્વર જણાવે છે કે આપણે બાળકોને કેવી રીતે મોટા કરી શકીએ. એમાં ઘણા દાખલા પણ આપ્યા છે. યહોવાહ જણાવે છે કે “કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.”—ગીતશાસ્ત્ર ૩૨:૮.

બાળકોને સારી રીતે મોટા કરવા માટે યહોવાહ શું માર્ગદર્શન આપે છે? (g 8/07)

[Blurb on page 3]

“તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.”—નીતિવચનો ૩:૫

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો