વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૭/૧૨ પાન ૧૫
  • ભમરાની એન્જિનિયરિંગ કળા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ભમરાની એન્જિનિયરિંગ કળા
  • સજાગ બનો!—૨૦૧૨
  • સરખી માહિતી
  • કાગળ રહિત ઑફિસ—શું એ શક્ય છે?
    સજાગ બનો!—૧૯૯૯
સજાગ બનો!—૨૦૧૨
g ૭/૧૨ પાન ૧૫

આનો રચનાર કોણ?

ભમરાની એન્જિનિયરિંગ કળા

● પેપર વૉસ્પ તરીકે ઓળખાતી ભમરાની એક જાતિને કુશળ એન્જિનિયર કહેવામાં આવે છે. ખબર છે શા માટે?

જાણવા જેવું: આ ભમરો એક ખાસ પ્રકારનો કાગળ બનાવે છે અને એમાંથી પોતાનો પૂડો તૈયાર કરે છે અને સાચવે છે. એટલે આ ભમરોને પેપર વૉસ્પ કહેવામાં આવે છે.a આ ભમરાઓ ઝાડ-પાન અને સૂકા લાકડાનાં રેસા બધી બાજુથી ભેગા કરે છે. જેમ કે, લાકડાનાં ઠૂઠાં, થાંભલાં, મકાનો બંધાતા હોય એવી જગ્યાઓ પરથી. પછી એ રેસાઓ ચાવીને એમાં વધારે પ્રોટીનવાળી ચીકણી લાળ ભેળવે છે. આવું કર્યા પછી, બનેલો પદાર્થ કાગળ જેવો હલકો પણ મજબૂત હોય છે. લાળથી બનાવેલા કાગળમાં એવો ખાસ ગુણ હોય છે, જે ગરમી શોષી શકે છે અને ઉત્પન્‍ન પણ કરી શકે છે. આમ ઠંડા દિવસોમાં પૂડાનું તાપમાન જળવાઈ રહે છે.

ભમરાઓ પોતાનો પૂડો ધીમે ધીમે બનાવે છે. બનેલો પૂડો છત્રી જેવું કામ કરે છે અને પલળતો નથી. એમાં છ ખૂણા ધરાવતા ખાનાં હોય છે, આવો આકાર એની મજબૂતાઈ વધારે છે. ભીના વિસ્તારોમાં રહેતા ભમરાઓ, પોતાના પૂડામાં વધારે લાળ ભેળવે છે, જેથી એ ભીંજાઈ નહિ. પોતાનો પૂડો સુરક્ષિત રહે એ માટે, ભમરાઓ ઝાડની ડાળીઓ પર લટકતો પૂડો બનાવે છે. આપણા પેપર બનાવવાના કારખાનાઓ હવા, પાણી અને જમીનને પ્રદૂષિત કરે છે, જ્યારે કે આ ભમરાઓ પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડતા નથી!

એટલે, ભમરાઓએ બનાવેલા કાગળનો અભ્યાસ, સંશોધકો અને આર્કિટૅક્ટ્‌સ કરી રહ્યા છે. તેઓ એના પરથી બાંધકામની સારી ચીજવસ્તુઓ બનાવવા માંગે છે, જે હલકી પણ મજબૂત અને ગમે તેમ વળી શકે એવી હોય. તેમ જ નાશ કરવાથી પ્રદૂષણ ન કરે એવી હોય.

વિચારવા જેવું: આશરે રેતીના બે કણ જેટલું મગજ ધરાવતા આ ભમરાઓએ શું પેપર અને સુંદર પૂડો બનાવવાનું જાતે શોધી કાઢ્યું? કે પછી તેઓની રાસાયણિક અને એન્જિનિયરિંગ કળાઓ પાછળ કોઈ રચનાર છે? (g12-E 02)

[ફુટનોટ્‌સ]

a ભમરાની ઘણી જાતિઓ કાગળના પૂડા બનાવે છે. એ પૂડામાં ખાનાઓ હોય છે, જેમાં ઈંડાં મૂકવામાં આવે છે. પછી એમાંથી ઇયળો નીકળે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો