વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૭/૧૪ પાન ૪-૫
  • ખર્ચો કઈ રીતે કાબૂમાં રાખવો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખર્ચો કઈ રીતે કાબૂમાં રાખવો?
  • સજાગ બનો!—૨૦૧૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • મુશ્કેલી
  • પૈસા કઈ રીતે વાપરવા?
    કુટુંબ સુખી બનાવો
  • પૈસા વિશે યોગ્ય વલણ
    સજાગ બનો!—૨૦૧૫
  • તમે પૈસાના માલિક કે પૈસો તમારો માલિક!
    સજાગ બનો!—૨૦૦૯
  • પૈસાનો ઉપયોગ
    સજાગ બનો!—૨૦૧૯
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૪
g ૭/૧૪ પાન ૪-૫
યુવાન યુગલ ખરીદી કરી રહ્યું છે

કુટુંબ માટે મદદ | લગ્‍નજીવન

ખર્ચો કઈ રીતે કાબૂમાં રાખવો?

મુશ્કેલી

બૅંક સ્ટેટમેન્ટ અને બીલ તપાસવાથી જોવા મળે છે કે પાણીની જેમ પૈસા વપરાય જાય છે. તમારા લગ્‍નને બહુ સમય ન થયો હોય અને તમારો ખર્ચો હદ બહાર થતો હોય, તો શું તમારા લગ્‍નસાથીનો વાંક છે? ઉતાવળે એવું ન વિચારો. સાથે મળીને અમુક કારણો તપાસો કે શા માટે તમે આ અઘરી સ્થિતિમાં આવી પડ્યા.a

એવું શા માટે બને છે?

ફેરફાર થવા. લગ્‍ન પહેલાં જો તમે માતા-પિતા સાથે રહેતા હો, તો બીલ ભરવા અને ખર્ચા ઉપાડવા તમારા માટે નવું હશે. એવું પણ બની શકે પૈસા વિશે બંનેના વિચાર અલગ હોય. જેમ કે, એક છૂટા હાથે પૈસા વાપરતું હોય અને બીજું બચત કરતું હોય. જરૂરી ફેરફાર કરવા અને સમજી વિચારીને બંને કઈ રીતે પૈસા વાપરશે એ નક્કી કરવા યુગલને સમય લાગી શકે.

જંગલી ઘાસ યુવાન યુગલના પગની આજુબાજુ વધી રહ્યું છે

બગીચાના જંગલી ઘાસની જેમ દેવું કાબૂમાં નહિ રાખો તો, વધતું ને વધતું જશે

મોડું કરવું. જિમ એક સફળ બિઝનેસમૅન છે. તે કબૂલે છે કે લગ્‍નની શરૂઆતના દિવસોમાં પૈસાની લેવડ-દેવડ પોતે બરાબર કરી શકતા ન હતા. એટલે તેમને ઘણું નુકસાન થયું. તે જણાવે છે, ‘હું બીલ ભરવામાં મોડું કરતો હતો. એટલે, અમારે લાખો રૂપિયા દંડ ભરવો પડ્યો. તેથી, અમને હંમેશાં પૈસાની ખોટ પડતી.’

“અદૃશ્ય પૈસા”નો ફાંદો. પાકીટમાંથી પૈસા ખલાસ થતા ન જોઈએ તો સહેલાઈથી વધારે પડતો ખર્ચો થાય છે. એવું ક્યારે બની શકે? ક્રૅડિટ કે ડેબિટ કાર્ડથી પૈસા ચૂકવતી વખતે, ઇન્ટરનેટથી ખરીદી કરતી વખતે અને નેટ બૅંકિગથી. ક્રૅડિટ કાર્ડથી ખરીદી કરતી વખતે એ જ સમયે પૈસા નથી આપવા પડતા. તેથી, નવા પરણેલા યુગલો સહેલાઈથી આ ફાંદામાં ફસાઈને વધારે પૈસા વાપરે છે.

ગમે તે કારણ હોય, પણ પૈસાને લીધે લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ આવે છે. લગ્‍નજીવન માટે લડત અંગ્રેજી પુસ્તક જણાવે છે, ‘ગમે તેટલા પૈસા હોવા છતાં મોટા ભાગના યુગલો માટે પૈસા સૌથી મોટી સમસ્યા છે. ઘણી વાર પૈસાના લીધે તકરાર ઊભી થાય છે.’

તમે શું કરી શકો?

સંપીને રહો. એકબીજાનો વાંક કાઢવાને બદલે ખર્ચાને કાબૂમાં રાખવા સાથે મળીને કામ કરો. ચર્ચાની શરૂઆતમાં જ નક્કી કરો કે પૈસાને લીધે તમારા સંબંધોમાં તિરાડ નહિ પડવા દો.—બાઇબલ સિદ્ધાંત: એફેસી ૪:૩૨.

બજેટ બનાવો. મહિનામાં થતા નાના-મોટા બધા જ ખર્ચાઓને લખી લો. એમ કરવાથી પૈસા ક્યાં વપરાય છે અને નકામો ખર્ચો કયો છે એ જાણવા મદદ મળશે.

જરૂરી ખર્ચાઓનું લિસ્ટ બનાવો. જેમ કે ખોરાક, કપડાં, ઘરનું ભાડું, અથવા લોન અને વાહનનો હપ્તો વગેરે. દરેક વસ્તુ માટે કેટલો ખર્ચો થશે એ એની આગળ લખી લો. એનો હિસાબ કરવાથી તમને ખબર પડશે કે મહિનાનો ખર્ચો કેટલો છે.—બાઇબલ સિદ્ધાંત: લુક ૧૪:૨૮.

“દેણદાર લેણદારનો દાસ છે.”—નીતિવચનો ૨૨:૭

મહિનાના દરેક ખર્ચ માટે અલગ પૈસા રાખો. જેમ કે, ખોરાક, ભાડું, પેટ્રોલ વગેરે. અમુક લોકો દરેક ખર્ચ માટે અલગ કવર રાખે છે અને એ પ્રમાણે એમાં પૈસા મૂકે છે.b જો કવરમાંથી પૈસા ખલાસ થઈ જાય, તો એ ખર્ચ પર કાપ મૂકે છે અથવા બીજા કવરમાંથી તેઓ પૈસા લે છે.

ચીજવસ્તુઓ વિશે ફરી વિચારો. લેટેસ્ટ વસ્તુઓ ખરીદવાથી ખુશી મળતી નથી. ઈસુએ પણ કહ્યું, “કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” (લુક ૧૨:૧૫) ખર્ચ કરવાની તમારી આદત બતાવશે કે તમને એ શબ્દોમાં ભરોસો છે કે નહિ.—બાઇબલ સિદ્ધાંત: ૧ તીમોથી ૬:૮.

ફેરફાર કરો. એરોનના લગ્‍નને બે વર્ષ થયા છે. તે કહે છે, ‘લગ્‍નની શરૂઆતમાં લાગી શકે કે કેબલ ટીવી અને બહાર જમવા જવાનો ખર્ચો પોસાય છે. પણ લાંબા ગાળે આર્થિક સમસ્યા ઊભી થઈ શકે. પોસાય નહિ એવા ખર્ચા નહિ કરવાનું અમે શીખ્યા.’ (g14-E 06)

a આ લેખ નવા પરણેલા યુગલો માટે છે પણ એના સિદ્ધાંતો દરેક યુગલને લાગુ પડે છે.

b જો તમે ઇન્ટરનેટ અથવા ક્રૅડિટ કાર્ડથી બીલ ભરતા હો, તો પૈસા રાખવાને બદલે દરેક કવરમાં એનો ખર્ચ લખેલી કાપલી મૂકો.

મહત્ત્વની કલમો

  • ‘તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને તમે એકબીજાને ક્ષમા કરો.’—એફેસી ૪:૩૨.

  • “તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલવહેલાં બેસીને ખરચ નહિ ગણે?”—લુક ૧૪:૨૮.

  • “આપણને જે અન્‍નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.”—૧ તીમોથી ૬:૮.

માયકા અને મેગન

માયકા અને મેગન

“કોઈ એક લગ્‍નસાથી પૈસાની લેવડ-દેવડ કરે અને બીલ ભરે, તોપણ પૈસેટકે કેવી સ્થિતિ છે એનો ખ્યાલ બંનેને હોવો જોઈએ. ખુલ્લા વાતચીત વ્યવહારથી મુશ્કેલી ટાળી શકાય છે.”

ડેવિડ અને નેટાલેન

ડેવિડ અને નેટાલેન

“અગાઉથી યોજના કરો. એવું ન વિચારો કે બૅંકમાં રાખેલા બધા પૈસા વાપરવા માટે છે. જો તમે પૈસા સાચવશો નહિ, તો અણધારી આફત માટે તૈયાર નહિ હશો. જેમ કે, સારવારનો ખર્ચો.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો