વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g20 નં. ૨ પાન ૧૦-૧૧
  • ૩. સારા લોકો પર દુઃખો કેમ આવે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૩. સારા લોકો પર દુઃખો કેમ આવે છે?
  • સજાગ બનો!—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • એ જાણવું કેમ જરૂરી છે?
  • વિચારવા જેવું
  • બાઇબલ શું કહે છે
  • ૪. શું ઈશ્વરે આપણને દુઃખ-તકલીફો સહેવા બનાવ્યા છે?
    સજાગ બનો!—૨૦૨૦
  • દુઃખ-તકલીફો
    સજાગ બનો!—૨૦૧૫
  • વિષય
    સજાગ બનો!—૨૦૨૦
  • સવાલ ૩: તમે મારા પર દુઃખ કેમ આવવા દો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૦
g20 નં. ૨ પાન ૧૦-૧૧
હૉસ્પિટલમાં માતા-પિતા પોતાના દીકરાને જોઈ રહ્યા છે જેનો હાથ કાપી નાખવો પડ્યો છે.

૩. સારા લોકો પર દુઃખો કેમ આવે છે?

એ જાણવું કેમ જરૂરી છે?

સારા માણસો પર દુઃખો આવે એ ક્યાંનો ન્યાય? જો એમ હોય તો સારા બનવાનો ફાયદો શું?

વિચારવા જેવું

અમુક લોકોનું માનવું છે કે માણસે જીવન-મરણના ચક્રમાંથી પસાર થવું જ પડે. જો સારાં કામો કર્યાં હશે તો આવતા જનમમાં સુખી થશે. જો ખરાબ કામો કર્યાં હશે તો આવતા જનમમાં દુઃખ ભોગવવું પડશે. એ માન્યતા પ્રમાણે સારા લોકોએ પણ “ગયા જનમમાં” કરેલાં કર્મોનાં ફળ આ જનમમાં ભોગવવાં પડે છે. તો પછી સવાલ થાય કે . . .

  • જો વ્યક્તિને ગયા જનમનાં કર્મો વિશે ખબર જ ન હોય, તો આ જનમમાં દુઃખ ભોગવવાનો શો મતલબ?

  • જો ગયા જનમનાં કર્મોને લીધે આપણે માંદા પડવાના હોઈએ કે અકસ્માત થવાનો જ હોય તો પછી આપણે પોતાની સંભાળ રાખવાનો શું ફાયદો?

    વધુ જાણવા

    jw.org પર ઈશ્વર કેમ દુઃખો ચાલવા દે છે? વીડિયો જુઓ.

બાઇબલ શું કહે છે

દુઃખ-તકલીફો એ ઈશ્વર તરફથી મળતી સજા નથી.

ઘણી વાર અણધાર્યા સમય અને સંજોગોને લીધે પણ માણસો પર દુઃખ-તકલીફો આવે છે.

‘ઝડપી દોડનાર જ હંમેશાં દોડમાં વિજયી બને અથવા બળવાન યોદ્ધા જ લડાઈમાં જીતે એવું નથી. બુદ્ધિમાનને જ હંમેશાં ભોજન મળે, બુદ્ધિશાળીને જ ધનસંપત્તિ મળે અથવા કુશળ માણસો જ ઊંચી પદવી પ્રાપ્ત કરે એવું પણ નથી. પરંતુ એ બધું સમય અને સંજોગોને આધીન હોય છે.’—સભાશિક્ષક ૯:૧૧, કોમન લેંગ્વેજ.

વારસામાં મળેલા પાપને લીધે દુઃખ-તકલીફો આવે છે.

ઘણા લોકોનું માનવું છે કે ખોટું કામ કરવું એ “પાપ” કહેવાય. આપણાં પ્રથમ માબાપ આદમ-હવાએ ઈશ્વરનું કહ્યું માન્યું નહિ. એમ કરીને પાપ કર્યું, એટલે આપણામાં એ પાપની અસર આવી છે. એને લીધે આપણે ખોટાં કામ કરી બેસીએ છીએ, પછી ભલે આપણે સારા હોઈએ કે ખરાબ.

“હું પાપમાં જન્મ્યો હતો. હા, મારી માતાએ ગર્ભ ધારણ કર્યો તે ક્ષણથી જ હું પાપી હતો.” —ગીતશાસ્ત્ર ૫૧:૫, IBSI.

પાપની મનુષ્યો પર ઘણી ખરાબ અસર થઈ છે.

વારસામાં પાપ મળવાને લીધે મનુષ્યનો ઈશ્વર સાથેનો સંબંધ તૂટી ગયો. બીજા લોકો સાથેનો તેનો સંબંધ પણ નબળો પડી ગયો. એટલું જ નહિ, તેણે પૃથ્વીને પણ નુકસાન પહોંચાડ્યું.

“હું સારું કરવા ચાહું છું ત્યારે, જે ખરાબ છે એ મારામાં હાજર હોય છે.”—રોમનો ૭:૨૧.

‘આખી સૃષ્ટિ એક થઈને નિસાસા નાખી રહી છે અને એક થઈને પીડા ભોગવી રહી છે.’—રોમનો ૮:૨૨.

સારા લોકો પર દુઃખો કેમ આવે છે?

વારસામાં પાપ મળવાને લીધે આપણા પર દુઃખ-તકલીફો આવે છે. પાપને લીધે મનુષ્યો બીમારીઓથી પીડાય છે. તેઓ એવું કંઈક કરી બેસે છે જેનાથી બીજાઓને નુકસાન પહોંચે.

શું ઈશ્વરે આપણને દુઃખ-તકલીફો સહેવા બનાવ્યા છે?

સવાલ ૪ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો