વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g21 નં. ૩ પાન ૮-૯
  • વૈજ્ઞાનિકો શું જણાવી શકતા નથી?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વૈજ્ઞાનિકો શું જણાવી શકતા નથી?
  • સજાગ બનો!—૨૦૨૧
  • સરખી માહિતી
  • ગર્ભના વિકાસ પર અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે
    સજાગ બનો!—૨૦૧૬
  • જીવનની શરૂઆત કઈ રીતે થઈ?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • સર્જનહારમાં અડગ શ્રદ્ધા કેળવવા તમારાં બાળકોને મદદ કરો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • પુરાવા તપાસો
    સજાગ બનો!—૨૦૨૧
સજાગ બનો!—૨૦૨૧
g21 નં. ૩ પાન ૮-૯
વિજ્ઞાનના શિક્ષક અમુક વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરે છે.

વૈજ્ઞાનિકો શું જણાવી શકતા નથી?

વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડ વિશે ઊંડો અભ્યાસ કર્યો છે, છતાં ઘણા મહત્ત્વના સવાલોના જવાબ તેઓ જાણતા નથી.

શું વૈજ્ઞાનિકો જણાવી શકે છે કે વિશ્વ અને જીવનની શરૂઆત કઈ રીતે થઈ? ના, તેઓ જણાવી શકતા નથી. અમુક લોકો કહે છે કે જે વૈજ્ઞાનિકો બ્રહ્માંડનો અભ્યાસ કરે છે, તેઓ જણાવી શકે છે કે વિશ્વની શરૂઆત કઈ રીતે થઈ. પણ નોંધ કરો કે મારસેલૂ ગ્લેઝીરનું શું કહેવું છે. તે ડાર્ટમાઉથ કોલેજમાં ખગોળ વિજ્ઞાનના પ્રોફેસર છે અને તેમને ઈશ્વરના અસ્તિત્વ પર શંકા છે. તે કહે છે, “અમે હજી સુધી સમજાવી શક્યા નથી કે બ્રહ્માંડની શરૂઆત કઈ રીતે થઈ?”

સાયન્સ ન્યૂઝ નામના મૅગેઝિનમાં જીવનની શરૂઆત વિશે એક લેખમાં આવું જણાવ્યું: “પૃથ્વી પર જીવનની શરૂઆત કઈ રીતે થઈ, એ જણાવવું બહુ જ અઘરું છે. કેમ કે જ્યારે પૃથ્વી બની હતી એ સમયના ખડકો હવે રહ્યા નથી. એ સમયના અશ્મિઓ (ફૉસિલ) પણ રહ્યા નથી. એટલે હકીકતમાં શું બન્યું હતું એ આપણે જાણતા નથી.” આ માહિતીથી ખબર પડે છે કે વિશ્વ અને જીવનની શરૂઆત કઈ રીતે થઈ, એ સવાલનો જવાબ વૈજ્ઞાનિકો હજી આપી શક્યા નથી.

કદાચ તમને થશે, ‘પૃથ્વી પર ઝાડપાન, પશુ-પક્ષીઓ, માણસો આવ્યા કઈ રીતે? આખરે, એનો રચનાર છે કોણ?’ બની શકે કે તમારા મનમાં આવા સવાલો થાય: ‘જો ઈશ્વર હોય જે બુદ્ધિશાળી છે અને આપણને પ્રેમ કરે છે, તો આજે દુનિયામાં આટલી દુઃખ-તકલીફો કેમ છે? આટલા બધા ધર્મો કેમ છે? અને જે લોકો ઈશ્વરમાં માને છે, તેઓ ખરાબ કામો કેમ કરે છે?’

ભલે વૈજ્ઞાનિકો એ સવાલોના જવાબ આપી શકતા નથી, પણ એનો અર્થ એ નથી કે એના જવાબો નથી. ઘણા લોકોને બાઇબલમાંથી એના જવાબો મળ્યા છે, જેનાથી તેઓને મનની શાંતિ મળી છે.

અમુક વૈજ્ઞાનિકોએ બાઇબલ વાંચ્યું અને હવે તેઓ માને છે કે એક ઈશ્વર છે. એ વિશે જાણવા jw.org/gu પર જાઓ અને આ વીડિયો સીરિઝ શોધો: જીવનની શરૂઆત વિશે લોકોના વિચારો.

વિજ્ઞાન અને બાઇબલે તેઓના વિચારો બદલ્યા

ગીઓર્ગી એન. કોઇદાન, રસાયણ વૈજ્ઞાનિક

“મારું કામ અલગ અલગ કેમિકલોને ભેગા કરીને અણુ બનાવવાનું છે. એ કઈ રીતે કરવું એ પહેલેથી વિચારવું પડે. જો એક પણ ક્રિયા ચૂકી જાવ, તો અણુ બનશે જ નહિ. સાચું કહું તો, મારું કામ ઘણું અઘરું છે. પણ એક જીવંત કોષમાં જટિલ અણુ બનાવવા માટે જે હજારો કેમિકલ પ્રક્રિયા થાય છે, એની સરખામણીમાં મારું કામ સહેલું છે. એનાથી મને ખાતરી થાય છે કે ચોક્કસ એક મહાન રસાયણ વૈજ્ઞાનિક છે, જેમણે આખી સૃષ્ટિ રચી છે.

“મેં બાઇબલનો અભ્યાસ કર્યો ત્યારે, અહેસાસ થયો કે બાઇબલ બીજા બધાં પુસ્તકોથી એકદમ અલગ છે. એ આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં લખાયું તોય, એમાં આપેલી જોરદાર સલાહ આજે પણ ઉપયોગી છે. એમાં લખ્યું છે કે કુટુંબમાં, કામની જગ્યાએ, બધાની સાથે પ્રેમથી કઈ રીતે રહી શકાય. આવી જોરદાર સલાહ તો એજ આપી શકે, જેમની પાસે આપણા કરતાં વધારે બુદ્ધિ હોય.”

યાન-દેર હશૂ, ગર્ભ વિશેના વૈજ્ઞાનિક

“જેમ જેમ ગર્ભનો વિકાસ થાય છે, તેમ તેમ કોષો ભેગા મળીને નસો, સ્નાયુઓ, હાડકાં, લોહી અને બીજી બધી માંસ-પેશીઓ બને છે. આમ, આખું શરીર તૈયાર થાય છે. પણ ગર્ભ કઈ રીતે બને છે, એ વિશે એવું ઘણું બધું છે જે હજુ સુધી અમે સમજી શક્યા નથી. એ બધું જોઈને લાગે છે કે આપણા રચનાર ખૂબ જ બુદ્ધિશાળી છે.

“માના ગર્ભમાં બાળકનો કઈ રીતે વિકાસ થાય છે, એ વિશે બાઇબલમાં ગીતશાસ્ત્ર ૧૩૯:૧૫,૧૬માં જણાવ્યું છે. એના વિશે હાલમાં વૈજ્ઞાનિકોએ જે સંશોધન કર્યું છે, એ બાઇબલની માહિતી સાથે મળતું આવે છે. એ સચોટ માહિતી તો હજારો વર્ષ પહેલાં લખવામાં આવી હતી. એવું ત્યારે જ બની શકે જ્યારે ઈશ્વરે એ લખાવ્યું હોય.”

રોસિઓ પીકાડો હિરોરો: એ કેમેસ્ટ્રી ટીચર એક્ષપ્લેન હર ફેથ નામનો વીડિયો જુઓ. એ માટે jw.org પર સર્ચ બૉક્સમાં વીડિયોનો વિષય ટાઇપ કરો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો