વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ફેબ્રુઆરી પાન ૮
  • સર્જનહારમાં અડગ શ્રદ્ધા કેળવવા તમારાં બાળકોને મદદ કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સર્જનહારમાં અડગ શ્રદ્ધા કેળવવા તમારાં બાળકોને મદદ કરો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • પુરાવા તપાસો
    સજાગ બનો!—૨૦૨૧
  • કુટુંબ માટે વધારે મદદ
    સજાગ બનો!—૨૦૧૮
  • તમને આ મદદ કરશે
    સજાગ બનો!—૨૦૨૦
  • તેઓએ ભેદભાવ પર જીત મેળવી
    સજાગ બનો!—૨૦૨૦
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ફેબ્રુઆરી પાન ૮

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સર્જનહારમાં અડગ શ્રદ્ધા કેળવવા તમારાં બાળકોને મદદ કરો

સૃષ્ટિ યહોવાનો મહિમા પ્રગટ કરે છે. (ગી ૧૯:૧-૪; ૧૩૯:૧૪) પણ જીવનની શરૂઆત વિશે શેતાન ખોટું શિક્ષણ ફેલાવે છે, જે ઈશ્વરને મહિમા આપતું નથી. (રોમ ૧:૧૮-૨૫) બાળકનાં દિલોદિમાગમાં આવું શિક્ષણ ઘર ન કરે એ માટે તમે કઈ રીતે તેઓને મદદ કરી શકો? નાનપણથી જ તેઓને એવો વિશ્વાસ કેળવવા મદદ કરો કે, યહોવા સાચે જ છે અને તે આપણા દરેકની કાળજી લે છે. (૨કો ૧૦:૪, ૫; એફે ૬:૧૬) સ્કૂલમાં તેઓ જે શીખે છે એ વિશેના તેઓના વિચારો જાણવાની કોશિશ કરો અને તેઓના દિલ સુધી પહોંચવા અલગ અલગ સાધનોનો ઉપયોગ કરો.—નીતિ ૨૦:૫; યાકૂ ૧:૧૯.

એક પિતા બાળકોને સૃષ્ટિના સર્જન વિશે શીખવે છે; સ્કૂલમાં ઉત્ક્રાંતિ વિશે શીખવવામાં આવે છે; બીજા યુવાનો શું કહે છે—ઈશ્વરમાં શ્રદ્ધા

બીજા યુવાનો શું કહે છે—ઈશ્વરમાં શ્રદ્ધા વીડિયો જુઓ અને પછી આ સવાલોની ચર્ચા કરો:

  • ઈશ્વરમાં શ્રદ્ધા રાખવા વિશે મોટા ભાગે લોકો શું માને છે?

  • તમારી શાળામાં શું શીખવવામાં આવે છે?

  • કઈ બાબતે તમને ખાતરી કરાવી કે, ઈશ્વર સાચે જ છે?

  • તમે બીજાઓને કઈ રીતે સમજાવી શકો કે, ઈશ્વરે બધું બનાવ્યું છે?

પ્રાપ્ય સાધનો:

• JW.ORG શૃંખલા: “માય બાઇબલ લેસન્સ” (૩ વર્ષ કે ઓછી ઉંમરવાળા માટે)

• વીડિયો: યહોવાના દોસ્ત બનો!—“યહોવાએ દરેક વસ્તુઓ બનાવી”

• સજાગ બનો! શૃંખલા: “આનો રચનાર કોણ?”

• JW.ORG વર્કશીટ: “વ્હાય ડુ આઇ બિલિવ ઇન ગોડ?”

• JW.ORG શૃંખલા: “ક્રિએશન ઓર ઇવોલ્યુશન” (ચાર ભાગ)

• JW બ્રૉડકાસ્ટિંગ વીડિયો શૃંખલા: “વ્યૂપોઇન્ટ્‌સ ઑન ઓરીજિન ઑફ લાઇફ”

• વીડિયો: ધ વન્ડર્સ ઑફ ક્રિએશન રીવીલ ગોડ્‌સ ગ્લોરી

• મોટી પુસ્તિકા: વોઝ લાઈફ ક્રિએટેડ?

• પુસ્તક: ઇઝ ધેર એ ક્રિએટર હુ કેર્સ અબાઉટ યુ?

ધી ઓરીજીન ઑફ લાઈફ—ફાઈવ ક્વેશ્ચન્સ વર્થ આસ્કીંગ

ધી ઓરીજીન ઑફ લાઈફ—ફાઈવ ક્વેશ્ચન્સ વર્થ આસ્કીંગ

આ મોટી પુસ્તિકા ખાસ કરીને એવા સાક્ષી યુવાનો માટે બનાવવામાં આવી છે, જેઓને સ્કૂલમાં ઉત્ક્રાંતિ વિશે શીખવવામાં આવે છે. એ પુસ્તિકા એવા લોકોને પણ આપી શકાય, જેઓ સર્જનહારના અસ્તિત્વની સાબિતીઓ વિશે ઊંડાણપૂર્વક જાણવા માંગે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો