વિભાગ ૫
શાળા અને નોકરી
શાળા તમને ગમતી હોય કે ન હોય, તમે કદાચ તમારા જીવનના લગભગ ૧૨ વર્ષ ત્યાં પસાર કરશો. એ વૈતરાના અથવા નવી શોધના વર્ષો હોય શકે. તમે શાળામાંના એ વર્ષોનો કઈ રીતે ઉપયોગ કરો છો એ પર ઘણો આધાર રહેલો છે. તેથી આ વિભાગમાં આપણે શાળા, લેશન, માકર્સ, અને શિક્ષકો પર ઊંડી નજર નાખીશું. અને તમે જેઓ ભણી ચૂકયા છો, તમારે માટે અમારી પાસે નોકરીના બજારમાં ટકી રહેવા કેટલાક નક્કર સૂચનો છે.