વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • yp પ્રકરણ ૧૮ પાન ૧૪૦
  • હું મારા માકર્સ કઈ રીતે સુધારી શકું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હું મારા માકર્સ કઈ રીતે સુધારી શકું?
  • પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • મથાળાં
  • સરખી માહિતી
  • સમતુલા મેળવવી
  • શીખવા માટેની જવાબદારી ઉપાડો!
  • ‘પરંતુ હું અભ્યાસ તો કરું છું’
  • અભ્યાસનું તમારું વાતાવરણ
  • અભ્યાસનો તમારો નિત્યક્રમ
  • ‘આવતા અઠવાડીયે પરીક્ષા છે’
  • નિષ્ફળતા
  • ‘ઉફ્‌! ક્યારે બધું પતાવીશ?’
    સજાગ બનો!—૨૦૦૯
  • શાળા અને નોકરી
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • યુવાન લોકો પૂછે છે . . .
    સજાગ બનો!—૧૯૯૮
  • સ્કૂલનું લેસન કરવા હું ક્યાંથી સમય કાઢું?
    સજાગ બનો!—૨૦૦૪
પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
yp પ્રકરણ ૧૮ પાન ૧૪૦

પ્રકરણ ૧૮

હું મારા માકર્સ કઈ રીતે સુધારી શકું?

પ્રાથમિક શાળાના કેટલાક વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે, ‘તમે સૌથી વધુ ચિંતા શાને વિષે કરો છો?’ ત્યારે, ૫૧ ટકાએ કહ્યું, “માકર્સની”!

એમાં કંઈ નવાઈ નથી કે યુવાનો મધ્યે શાળામાં માકર્સ મોટી ચિંતાનું કારણ છે. માકર્સનો અર્થ પાસ થવું, અને પાછળ રહી જવું, સારા પગારવાળી નોકરી મેળવવી અને ઓછામાં ઓછો પગાર મેળવવો, માબાપની પ્રશંસા મેળવવી અને તેઓનો ગુસ્સો વહોરી લેવા, વચ્ચેનો તફાવત થાય છે. કબૂલ કે, માકર્સ અને પરીક્ષાઓનું પણ સ્થાન છે. કેમ વળી, ઈસુ ખ્રિસ્તે વારંવાર અમુક બાબતો વિષે પોતાના શિષ્યોની સમજ તપાસી. (લુક ૯:૧૮) અને મેઝરમેન્ટ એન્ડ ઈવેલ્યુએશન ઇન ધ સ્કૂલ્સ પુસ્તક કહે છે: “પરીક્ષાના પરિણામો વ્યકિતગત વિદ્યાર્થીના આવડત અને નબળાઈના વિસ્તારો પ્રગટ કરી શકે અને ભાવિ અભ્યાસ માટે પ્રેરણાત્મક સાધન તરીકે કાર્ય કરી શકે.” તમારાં માકર્સ તમે શાળામાં કેવું કરી રહ્યાં છો—વધારે સારું કે વધારે ખરાબ—એનો તમારા માબાપને કંઈક ખ્યાલ આપવાનું કાર્ય કરે છે.

સમતુલા મેળવવી

જો કે, માકર્સ વિષેની વધુ પડતી ચિંતા નિષ્ક્રિય કરતા તણાવો પેદા કરી શકે અને ઘાતકી હરીફાઈ સળગાવી શકે. તરુણો પરનું એક પાઠ્યપુસ્તક અવલોકે છે કે ખાસ કરીને કોલેજ તરફ જઈ રહેલાં વિદ્યાર્થીઓ “શિક્ષણને બદલે માકર્સ અને વર્ગમાંના દરજ્જા પર ભાર મૂકતી હરીફાઈવાળી જાળમાં સપડાઈ જઈ શકે.” પરિણામે, ડો. વિલિયમ ગ્લાસરને ટાંકીએ તો, વિદ્યાર્થીઓ “શાળામાં શરૂઆતથી જ પરીક્ષામાં શું પૂછાવાનું છે એ પૂછતાં અને ફકત એટલી માહિતીનો જ અભ્યાસ કરતાં શીખે છે.”

સુલેમાન રાજાએ ચેતવણી આપી: “વળી મેં સઘળી મહેનત તથા ચતુરાઈનું દરેક કામ જોયું, ને એ પણ જોયું કે એને લીધે માણસ ઉપર તેનો પડોશી ઇર્ષા કરે છે. એ પણ વ્યર્થ અને પવનમાં બાચકા ભરવા જેવું છે.” (સભાશિક્ષક ૪:૪) ભૌતિક સંપત્તિ કે શૈક્ષણિક પદવીઓ માટેની ઘાતકી હરીફાઈ વ્યર્થ છે. દેવનો ભય રાખતાં યુવાનો શાળામાં મહેનત કરવાની જરૂર જુએ છે. પરંતુ તેઓ શિક્ષણને પોતાના જીવનમાં સૌથી મહત્ત્વની બાબત બનાવવાને બદલે, પોતાની ભૌતિક જરૂરિયાતોની કાળજી રાખવા માટે દેવમાં ભરોસો રાખી, આત્મિક હિતોમાં લાગુ રહે છે.—માત્થી ૬:૩૩; કારકિર્દી પસંદ કરવા પરનું પ્રકરણ ૨૨ જુઓ.

તદુપરાંત, શિક્ષણનો અર્થ પરીક્ષામાં વધારે માકર્સ મેળવવા કરતાં વધુ છે. એનો અર્થ સુલેમાને જેને ‘વિચારશકિત’ કહી એ વિકસાવવો થાય છે, જે કાચી માહિતી લઈને એમાંથી નક્કર, વ્યવહારુ તારવણી કાઢવાની કળા છે. (નીતિવચન ૧:૪) અટકળ કરીને, ગોખણપટ્ટી કરીને, અથવા ચોરી કરીને પાસ થવા જેટલાં માકર્સ મેળવનાર યુવાન કઈ રીતે વિચારવું એ કદી પણ શીખતો નથી. અને પછીથી તમને જણાય કે તમે ચેકબુકના સરવાળાનો તાળો મેળવી શકતા નથી તો ગણિતમાં ઊંચા માકર્સનો શો અર્થ?

આમ તમે માકર્સને, ત્યાં જ બધું પતી જતું હોય એ રીતે નહિ, પરંતુ શાળામાંની તમારી પ્રગતિના મદદરૂપ માપદંડ તરીકે જુઓ એ મહત્ત્વનું છે. તેમ છતાં, તમારી ક્ષમતાઓ પ્રતિબિંબિત કરતા માકર્સ તમે કઈ રીતે પ્રાપ્ત કરી શકો?

શીખવા માટેની જવાબદારી ઉપાડો!

શિક્ષિકા લિન્ડા નીલસન અનુસાર, નબળા વિદ્યાર્થીઓનું વલણ “શાળામાંના નબળા દેખાવ માટે તેઓના કાબૂ બહારના ઉદ્‍ભવોને દોષ દેવાનું હોય છે: પરીક્ષાના અયોગ્ય પ્રશ્નો, પૂર્વગ્રહી શિક્ષક, ખોટું નસીબ, ભાગ્ય, આબોહવા.” જો કે, બાઈબલ કહે છે: “આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ તેને કંઈ મળતું નથી.” (નીતિવચન ૧૩:૪) હા, ઘણી વાર ઓછા માકર્સ માટે આળસ ખરું કારણ હોય છે.

જો કે, સારા વિદ્યાર્થીઓ પોતાની શીખવાની જવાબદારી ઉપાડે છે. એક વાર ટીન સામયિકે માધ્યમિક શાળામાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરતાં કેટલાક વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કર્યું. તેઓનું રહસ્ય? “વ્યકિતગત પ્રેરણાબળ મંડ્યા રહેવામાં તમને મદદ કરે છે,” એકે કહ્યું. “પોતાને માટે સમયપત્રક બનાવવું અને તમારા સમયને ગોઠવવો,” બીજાએ કહ્યું. “તમારે પોતાને માટે ધ્યેયો બેસાડવા પડે,” બીજા એકે કહ્યું. હા, તમારાં માકર્સ કેટલાં સારાં છે એ મોટે ભાગે, તમારા કાબૂ બહારના ઘટકો પર નહિ, પરંતુ તમારા પોતાના પર—તમે અભ્યાસ માટે કેટલો ખંત રાખો છો અને શાળામાં કેટલી મહેનત કરો છો—તેના પર આધાર રાખે છે.

‘પરંતુ હું અભ્યાસ તો કરું છું’

કેટલાક યુવાનો એવો દાવો કરી શકે. તેઓને નિખાલસપણે લાગે કે મહેનત કરીને તેઓને નાકે દમ આવી જાય છે પરંતુ કંઈ પરિણમતું નથી. તેમ છતાં, થોડાંક વર્ષો અગાઉ, સંશોધકોએ સ્ટેનફર્ડ યુનિવર્સિટી (યુ.એસ.એ.)ના કંઈક ૭૭૦ વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કર્યું અને પૂછ્યું કે તેઓ ભણવામાં કેટલી મહેનત કરી રહ્યાં છે એ વિષે તેઓને શું લાગે છે. વિચિત્રપણે, ઓછા માકર્સવાળા વિદ્યાર્થીઓને લાગ્યું કે તેઓ બીજાઓ જેટલી જ મહેનત કરે છે! તોપણ તેઓના અભ્યાસની ટેવો તપાસવામાં આવી ત્યારે, એમ શોધી કાઢવામાં આવ્યું કે તેઓ ઉચ્ચ સિદ્ધિવાળા તેઓના સહાધ્યાયીઓ કરતાં ખરેખર ઘણું જ ઓછું લેશન કરતાં હતાં.

બોધપાઠ? કદાચ તમે પણ તમને લાગે છે એટલા ખંતથી અભ્યાસ કરી રહ્યા નથી, અને કેટલાક ફેરફારો યોગ્ય થશે. જર્નલ ઓફ એજ્યુકેશનલ સાયકોલોજીમાંના લેખે બતાવ્યું કે ફકત “લેશન કરવામાં પસાર કરવાનો સમય વધારવાથી વિદ્યાર્થીના માધ્યમિક શાળાના માકર્સ પર હકારાત્મક અસર પડે છે.” હકીકતમાં, “સરેરાશથી ઓછી ક્ષમતાવાળો વિદ્યાર્થી સપ્તાહના ૧થી ૩ કલાક લેશન કરીને, લેશન ન કરનાર સરેરાશ ક્ષમતાવાળા વિદ્યાર્થી જેટલા માકર્સ મેળવી શકે.”

પ્રેષિત પાઊલે પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે ‘પોતાના દેહનું દમન’ કરવું પડ્યું. (૧ કોરીંથી ૯:૨૭) તેવી જ રીતે, ખાસ કરીને ટીવી અથવા બીજા વિચલનો તમારું ધ્યાન સહેલાઈથી અભ્યાસથી દૂર વાળતાં હોય તો, તમારે પોતાની સાથે કડક થવાની નીતિ અપનાવવી પડી શકે. તમે ટીવી પર એવી નિશાની મૂકવાનો પ્રયત્ન કરી શકો જે કહેતી હોય, “લેશન પૂરું ન થાય ત્યાં સુધી ટીવી નહિ!”

અભ્યાસનું તમારું વાતાવરણ

અભ્યાસ માટે બાજુએ રાખેલી શાંત જગ્યાથી આપણામાંના મોટા ભાગનાને લાભ થશે. તમે રૂમના સહભાગી થતા હો અથવા જગ્યા મર્યાદિત હોય તો, હંગામી વ્યવસ્થા કરો! કદાચ દર સાંજે રસોડું અથવા કોઈનો શયનખંડ એકાદ કલાક માટે તમારા અભ્યાસનો વિસ્તાર જાહેર કરી શકાય. અથવા છેવટના ઉપાય તરીકે, જાહેર પુસ્તકાલય અથવા મિત્રનું ઘર અજમાવી જુઓ.

શકત હોય તો, તમારી વસ્તુઓ મૂકવા માટે પૂરતી જગ્યાવાળા મેજ કે ટેબલનો ઉપયોગ કરો. પેન્સિલ અને પેપર જેવી વસ્તુઓ હાથવગી રાખો જેથી તમારે ઘડી ઘડી ઊઠવું ન પડે. અને, દિલગીરીની વાત છે કે, ટેલિફોન વાગવો અથવા મુલાકાતીઓની જેમ, ટીવી અથવા રેડિયો ચાલુ હોવાં એકાગ્રતાની વિરુદ્ધ કાર્ય કરે છે.

એ પણ ખાતરી કરો કે, ઝગમગાટમુકત, પૂરતો પ્રકાશ હોય. પૂરતો પ્રકાશ અભ્યાસનો થાક ઓછો કરે છે અને તમારી આંખોનું રક્ષણ પણ કરે છે. અને શકય હોય તો હવાઉજાસ અને રૂમનું ઉષ્ણતામાન પણ તપાસો. હુંફાળા રૂમ કરતાં ઠંડો રૂમ અભ્યાસ માટે વધુ જોમભર્યું વાતાવરણ પૂરું પાડે છે.

તમે અભ્યાસ કરવાના મિજાજ (mood)માં ન હો તો શું? જીવન આપણા મિજાજમાં રાચવાના એશઆરામની ભાગ્યે જ પરવાનગી આપે છે. નોકરી પર, તમારે દરરોજ કામ કરવું પડશે—પછી તમે એને માટેના મિજાજમાં હો કે ન હો. તેથી લેશનને આત્મશિષ્તની કસરત, પછીથી નોકરીના અનુભવના મહાવરા તરીકે જુઓ. એ વિષે વેપારી જેવા બનો. એક શિક્ષણકાર સૂચવે છે: “શકય હોય તો, અભ્યાસ દરરોજ એ જ જગ્યાએ અને એ જ સમયે કરવો જોઈએ. આમ, નિયમિત અભ્યાસની ટેવ પડશે, અને . . . અભ્યાસ પ્રત્યેનો તમારો પ્રતિકાર ઓછો થશે.”

અભ્યાસનો તમારો નિત્યક્રમ

પાઊલે ફિલિપી ૩:૧૬માં ખ્રિસ્તીઓને ‘એ જ નિત્યક્રમ પ્રમાણે વ્યવસ્થિત રીતે ચાલતાં રહેવાનું’ ઉત્તેજન આપ્યું. પાઊલ ખ્રિસ્તી જીવનના નિત્યક્રમ વિષે બોલી રહ્યો હતો. તેમ છતાં, અભ્યાસ કરવાની તમારી પદ્ધતિની બાબતે પણ નિત્યક્રમ, અથવા બાબતો કરવાની ઢબ, મદદરૂપ થઈ શકે. દાખલા તરીકે, તમે શાનો અભ્યાસ કરશો એ સંગઠિત કરવાનો પ્રયત્ન કરો. સરખા વિષયો (જેમ કે બે પરદેશી ભાષાઓ)નો સાથે અભ્યાસ કરવાનું નિવારો. તમારા લેશનનો બોજ ભારે હોય તો, વિષયો વચ્ચે ટૂંકો વિરામ પાડવાનો પ્રયત્ન કરો.

તમારી સોંપણીમાં ઘણું વાંચન સમાયેલું હોય તો, નીચેની પદ્ધતિ અનુસરવાનો પ્રયત્ન કરો. પ્રથમ, તમારી માહિતીનું સર્વેક્ષણ કરો. એને સમગ્ર રીતે જોવા માટે, ગૌણમથાળાઓ, ચાર્ટ વગેરે જોઈને, સોંપેલી માહિતી પર નજર ફેરવો. પછી, પ્રકરણોના શીર્ષકો અથવા મુદ્દાસર વાકયો પર આધારિત પ્રશ્નો બનાવો. (એ તમારા મનને તમે વાંચો છો એ પર કેન્દ્રિત રાખશે.) હવે, વાંચીને આ પ્રશ્નોના જવાબો શોધો. દરેક ફકરો અથવા વિભાગ પૂરો કર્યા પછી, પુસ્તકમાં જોયા વિના, તમે શું વાંચ્યું એ મોઢે બોલો, અથવા પોતાને યાદશકિતમાંથી કહો. અને તમે આખી સોંપણી પૂરી કરો ત્યારે, શીર્ષકો બારીકાઈથી તપાસીને અને દરેક વિભાગની તમારી યાદશકિત તપાસીને પુનરાવર્તન કરો. કેટલાક દાવો કરે છે કે આ પદ્ધતિ અપનાવવાથી વિદ્યાર્થીઓ વાંચેલામાંથી ૮૦ ટકા યાદ રાખે છે!

એક શિક્ષણકાર વધુમાં કહે છે: “વિદ્યાર્થીએ એ સમજવું મહત્ત્વનું છે કે એક હકીકત અલગ અસ્તિત્વ ધરાવતી નથી પરંતુ હંમેશા બીજી માહિતી સાથે સંબંધિત હોય છે.” તેથી, તમે અભ્યાસ કરો એને તમે વાંચી ચૂકયા હો અને અનુભવ્યું હોય એની સાથે જોડવાનો પ્રયત્ન કરો. તમે શીખી રહ્યા છો એનું વ્યવહારુ મૂલ્ય શોધો.

રસપ્રદપણે, દેવનો ભય રાખનાર યુવાનને અહીં ખરો લાભ છે. કેમ કે બાઈબલ કહે છે: “યહોવાહનું ભય એ વિદ્યાનો આરંભ છે.” (નીતિવચન ૧:૭) દાખલા તરીકે, ભૌતિકશાસ્ત્રના નિયમો શીખવાં પૂરેપૂરું વૈતરું લાગી શકે. પરંતુ સૃષ્ટિ દ્વારા દેવના ‘અદ્રશ્ય ગુણો સ્પષ્ટપણે જોઈ શકાય છે’ એ જાણવું તમે જે શીખો છો એને વધારાનો અર્થ આપે છે. (રૂમી ૧:૨૦) તેવી જ રીતે ઇતિહાસ યહોવાહના હેતુઓની પરિપૂર્ણતાને ઘણી વાર સ્પર્શે છે. સાત મહાસત્તાઓ (જેમાં એંગ્લો-અમેરિકન જોડીનો સમાવેશ થાય છે) ખુદ બાઈબલમાં ચર્ચવામાં આવી છે!—પ્રકટીકરણ ૧૭:૧૦; દાનીયેલ, અધ્યાય ૭.

તમે જે શીખો છો એને તમે જે જાણો છો એની સાથે અથવા તમારા ખ્રિસ્તી વિશ્વાસ સાથે જોડવાથી, હકીકતો તમને અર્થપૂર્ણ લાગવાનું શરૂ કરશે, જ્ઞાન વધીને સમજણ બનશે. અને સુલેમાને અવલોકયું તેમ, “બુદ્ધિમાનને [“સમજણાને,” NW] વિદ્યા સહજ પ્રાપ્ત થાય છે.”—નીતિવચન ૧૪:૬.

‘આવતા અઠવાડીયે પરીક્ષા છે’

આ શબ્દોએ તમને હેબતાવી નાખવા ન જોઈએ. સર્વ પ્રથમ તો, તમારા શિક્ષક પાસેથી જાણવાનો પ્રયત્ન કરો કે કયા પ્રકારની પરીક્ષા છે, જેમ કે નિબંધ કસોટી અથવા વૈકલ્પિક પસંદગીની કસોટી. વળી, પરીક્ષા અગાઉના દિવસોમાં, પરીક્ષામાં શું પૂછાશે એનો અણસાર સાંભળો. (“હવે પછીનો મુદ્દો બહુ મહત્ત્વનો છે” અથવા “આ યાદ રાખવાની કાળજી રાખો” નમૂનારૂપ અણસારો છે, સીનિયર સ્કોલેસ્ટિક સામયિક કહે છે.) ત્યાર પછી, તમારી નોંધો, પાઠ્યપુસ્તકો, અને લેશનની સોંપણીઓનું પુનરાવર્તન કરો.

“લોઢું લોઢાને તેજદાર બનાવે છે; તેમ જ માણસ પોતાના મિત્રના મોંને તેજદાર બનાવે છે.” (નીતિવચન ૨૭:૧૭) કદાચ મિત્ર કે તમારા માબાપમાંથી એક જણ ખુશીથી તમને પ્રશ્નો પૂછશે અથવા વર્ગમાંની માહિતીનું તમે પુનરાવર્તન કરો તેમ તમારું સાંભળશે. અને પછી પરીક્ષાની આગળની રાતે, સ્વસ્થ થવાનો અને રાત્રીની સારી ઊંઘ મેળવવાનો પ્રયત્ન કરો. “ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે?” ઈસુએ પૂછ્યું.—માત્થી ૬:૨૭.

નિષ્ફળતા

પરીક્ષામાં નાપાસ થવું—ખાસ કરીને પાસ થવા માટે સખત મહેનત કર્યા પછી—તમારા સ્વમાનને તારાજ કરી શકે. પરંતુ શિક્ષણકાર મેકસ રેફર્ટી આપણને યાદ દેવડાવે છે: “આપણે જીવીએ ત્યાં સુધી, આપણે શું જાણીએ છીએ, આપણે પરિણામો કેટલી સારી રીતે મેળવી શકીએ છીએ એ પ્રમાણે આપણી ગુણવત્તા આંકવામાં આવે છે . . . જે શાળા બાળકોને એવું વિચારતા કરે કે જીવન પરીઓનો દેશ છે તો એ શાળા નથી. એ સ્વપ્નોનું કારખાનું છે.” પરીક્ષામાં નાપાસ થવાનું અપમાન તમને તમારી ભૂલોમાંથી શીખવા અને સુધારો કરવાનું ઉત્તેજન આપતું હોય તો એ ઉપયોગી છે.

પરંતુ ખરાબ પ્રગતિપત્રક સાથે નિરાશ માબાપનો સામનો કરવા વિષે શું? એમ કરવાના ભયે કેટલીક વાર ભવ્ય નાટકીય યુકિતઓને જન્મ આપ્યો છે. “હું મારું પ્રગતિપત્રક રસોડામાં ટેબલ પર મૂકતો, ઉપલા માળે જતો અને બીજા દિવસ સુધી ઊંઘવાનો પ્રયત્ન કરતો,” એક યુવાન યાદ કરે છે. “હું શું કરતો,” બીજો કહે છે, “કે મારી મમ્મીને એ બતાવવા માટે હું છેલ્લી સેકન્ડ સુધી રાહ જોતો. સવારે તે નોકરી પર જવા નીકળતી જ હોય ત્યારે હું એ તેની પાસે લઈ જતો અને કહેતો, ‘આમાં તારે સહી કરવાની છે.’ મારી સાથે વાત કરવા માટે તેની પાસે સમય ન રહેતો”—ઓછામાં આછું એ સમયે તો નહિ જ. કેટલાક યુવાનોએ પોતાના પ્રગતિપત્રક પર ખોટા માકર્સ પણ મૂકયાં છે!

તેમ છતાં, તમે શાળામાં શું કરી રહ્યાં છો એ જાણવાનો તમારા માબાપને હક્ક છે. સ્વાભાવિક રીતે જ, તમારાં માકર્સ તમારી ક્ષમતાઓનું પ્રતિબિંબ પાડે એવી તેઓ અપેક્ષા રાખે છે, અને તમારાં માકર્સ સામાન્ય કરતાં ઓછાં હોય તો, તમે કંઈક યોગ્ય શિષ્ત મેળવવાની અપેક્ષા રાખી શકો. તેથી તમારા માબાપ સાથે પ્રમાણિક બનો. અને “તારા બાપની શિખામણ સાંભળ, અને તારી માનું શિક્ષણ તજીશ મા.” (નીતિવચન ૧:૮) તમને એમ લાગતું હોય કે તમારી પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવામાં આવે છે તો, તેઓ સાથે વાત કરીને પતાવી લો.—પ્રકરણ ૨માંનું સામેલપત્રક “હું મારા માબાપને કઈ રીતે કહી શકું?” જુઓ.

માકર્સ ઘણાં જ મહત્ત્વના છે છતાં, તેઓ વ્યકિત તરીકેની તમારી લાયકાતનો છેવટનો ચુકાદો નથી. તેમ છતાં, શાળામાંના તમારા સમયનો લાભ લો, અને બની શકે તેટલું શીખો. સામાન્ય રીતે એ પ્રયત્ન તમારાં માકર્સમાં પ્રતિબિંબિત થશે જે તમને—અને તમારા માબાપને—સુખી અને સંતુષ્ટ કરશે.

અટકળ કરીને, ગોખણપટ્ટી કરીને, અથવા ચોરી કરીને પાસ થવા જેટલાં માકર્સ મેળવનાર યુવાન કઈ રીતે વિ-ચારવું એ કદી પણ શીખતો નથી

ઘણી વાર વિદ્યાર્થીઓને અભ્યાસની નબળી ટેવોને લીધે . . . નાપાસ કરતા માકર્સ મળે છે

શાળા પછીની પ્રવૃત્તિઓને લેશન સાથે સમતુલિત રાખવી સહેલું નથી

ખરાબ પ્રગતિપત્રકથી તમારા માબાપ જરૂર નારાજ થશે. પરંતુ તમને લાગતું હોય કે તેઓ તમારી પાસેથી વઘુ પડતી અપેક્ષા રાખે છે તો, તેઓની સાથે વાત કરી પતાવી લો

ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૧૮

◻ માકર્સ કયો હેતુ સર કરે છે, અને તેઓ વિષે સમતોલ દ્રષ્ટિ ધરાવવી શા માટે મહત્ત્વનું છે?

◻ તમે શીખવાની વ્યકિતગત જવાબદારી ઉપાડો એ શા માટે મહત્ત્વનું છે?

◻ શાળા પછીની પ્રવૃત્તિઓ સ્વીકારવા વિષે કેટલીક કઈ બાબતો વિચારવાની છે?

◻ કેટલીક કઈ રીતોએ તમે તમારાં માકર્સ સુધારી શકો?

◻ તમે પરીક્ષાની તૈયારી કઈ રીતે કરી શકો?

◻ તમારે નાપાસ થવાને કઈ દ્રષ્ટિથી જોવું જોઈએ, અને શું આવી નિષ્ફળતાઓ તમારા માબાપથી છુપાવવી જોઈએ?

શાળા પછીની પ્રવૃત્તિઓ વિષે શું?

ઘણાં યુવાન લોકોને લાગે છે કે શાળા પછીની પ્રવૃત્તિઓ તેઓને સિદ્ધિની લાગણી આપે છે. “હું આસપાસના લગભગ દરેક કલબમાં સભ્ય હતો,” બોલ્ટિમોર, મેરીલેન્ડ (યુ.એસ.એ.)-માંનો એક છોકરો યાદ કરે છે. “મને ગમતી બાબતો કરવાથી મને સારું લાગ્યું. હું કાર કલબનો સભ્ય હતો કેમ કે મને કાર સુધારવી ગમતું હતું. મને કોમ્પ્યુટરો ગમે છે, તેથી હું એ કલબમાં જોડાયો. મને કેસેટો ગમે છે, તેથી હું એ કલબમાં જોડાયો.” કોલેજ તરફ જઈ રહેલાં વિદ્યાર્થીઓને શાળા પછીની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા વિશેષ અરજ કરવામાં આવે છે.

તેમ છતાં, એક યુ.એસ. સમવાયી સરકારી અધિકારીએ—જે પોતે અગાઉ શિક્ષક હતા—સજાગ બનો!ને કહ્યું: “કદાચ વિદ્યાર્થીઓ ભણવા કરતાં અભ્યાસક્રમ બહારની પ્રવૃત્તિઓમાં વધુ સમય ખર્ચે છે, જે માકર્સ જાળવી રાખવા અઘરું બનાવે છે.” હા, અભ્યાસક્રમ બહારની પ્રવૃત્તિની બાબતે સમતુલા જાળવવી સહેલું નથી. શાળાની સોફટબોલની ટીમમાં રમતી કેથી નામની છોકરી કહે છે: “રમ્યા પછી, હું એટલી બધી થાકી જતી કે બીજું કંઈ ન કરી શકું. મારા ભણતર પર અસર થતી હતી. તેથી આ વર્ષે હું ટીમની સભ્ય બની નથી.”

આત્મિક જોખમો પણ રહેલાં છે. એક ખ્રિસ્તી માણસ ભૂતકાળમાં પોતાનાં તરુણ વર્ષો પર નજર નાખતાં કહે છે: “મેં વિચાર્યું કે હું ત્રણ પ્રવૃત્તિઓનો સુમેળ કરી શકીશ: ભણતર, દોડની ટીમ સાથે મહાવરો, અને આત્મિક પ્રવૃત્તિ. પરંતુ ત્રણ વચ્ચે સંઘર્ષ ઊભો થતો ત્યારે મારા જીવનના આત્મિક પાસાનો ભોગ આપવામાં આવતો.”

યુવાન થેમન, જે શાળામાં રમતગમતની બે ટીમમાં સંડોવાયો હતો, સહમત થાય છે: “હું [રાજ્ય] ગૃહમાં [આત્મિક શિક્ષણ માટે] સભાઓમાં હાજરી આપી શકયો નહિ કેમ કે મંગળવારે અમે બહારગામ હતાં, ગુરુવારે અમે બહારગામ હતાં, શનિવારે અમે બહારગામ હતાં અને સવારે બે વાગ્યા સુધી પાછા આવ્યાં નહિ.” જ્યારે કે “શરીરની કસરત થોડી જ ઉપયોગી છે” ત્યારે, એ યાદ રાખવું અગત્યનું છે કે “ઇશ્વરપરાયણતા [“દૈવી ભકિતભાવ,” NW] તો સર્વ વાતે ઉપયોગી છે.”—૧ તીમોથી ૪:૮.

નૈતિક જોખમોનો પણ વિચાર કરો. શું તમે સારી નૈતિક અસરોવાળા આરોગ્યપ્રદ મિત્રો સાથે સંબંધ રાખવાના છો? વાતચીતનો વિષય શું હશે? શું ટીમ અથવા કલબના સભ્યોની તમારા પર વિપરિત અસર પડી શકે? “દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે,” ૧ કોરીંથી ૧૫:૩૩ કહે છે.

રસપ્રદપણે, યહોવાહના સાક્ષીઓ મધ્યેના ઘણાં યુવાનોએ રમતગમત કરતાં વધુ લાભદાયી બાબતમાં શાળા પછીના તેઓના સમયનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું છે: ઉત્પન્‍નકર્તાને ઓળખવામાં બીજાઓને મદદ કરવી. કોલોસી ૪:૫ સલાહ આપે છે: “જેઓ બહાર છે, તેઓની સાથે ડહાપણથી વર્તો; સમયનો સદુપયોગ કરો.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો