ભાગ નવમાં શું છે?
આ ભાગમાં આપણે એવાં બાળકો, પ્રબોધકો અને રાજાઓ વિશે શીખીશું, જેઓએ યહોવામાં પૂરો ભરોસો બતાવ્યો. સિરિયા દેશમાં એક નાની ઇઝરાયેલી છોકરી હતી. તેને ભરોસો હતો કે નામાનને યહોવાના પ્રબોધક બીમારીમાંથી સાજો કરી શકશે. પ્રબોધક એલિશાને પૂરી ખાતરી હતી કે યહોવા તેમને દુશ્મનોની સેનાથી બચાવશે. પ્રમુખ યાજક યહોયાદાએ પોતાનો જીવ જોખમમાં નાખીને નાના યહોઆશને તેની દાદી અથાલ્યાથી બચાવ્યો. અથાલ્યા દુષ્ટ સ્ત્રી હતી. રાજા હિઝકિયાને ભરોસો હતો કે યહોવા ઇઝરાયેલને બચાવશે. એટલે તે આશ્શૂરના લોકોની ધમકીઓથી ડર્યા નહિ. રાજા યોશિયાએ આખા રાજ્યમાંથી મૂર્તિપૂજા દૂર કરી, મંદિરનું સમારકામ કરાવ્યું અને સાચી ભક્તિ ફરી શરૂ કરાવી.