અભ્યાસ ૯
શીખવવા માટે વસ્તુઓ વાપરો
ઉત્પત્તિ ૧૫:૫
મુખ્ય વિચાર: મહત્ત્વના મુદ્દાઓ શીખવતી વખતે વસ્તુઓ વાપરશો તો એ યાદગાર બની જશે.
કેવી રીતે કરશો:
તમે શીખવો છો એને યાદગાર બનાવવા ચીજવસ્તુઓ પસંદ કરો. મહત્ત્વના વિચારો શીખવવા માટે એ વાપરો, નાની નાની વિગતો માટે નહિ. ચિત્રો, ડાયાગ્રામ, નકશાઓ, ક્યારે શું બન્યું એ બતાવતી સમયરેખા અથવા એવી બીજી વસ્તુઓ વાપરી શકો. તમે બતાવો છો એ વસ્તુ જ નહિ, તમે જે શીખવવા માંગો છો એ મુદ્દો પણ લોકોને યાદ રહેવો જોઈએ.
તમે જે વસ્તુઓ વાપરો છો એ સાંભળનારાઓ બરાબર જોઈ શકે એની ખાતરી કરો.