વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w09 ૧૦/૧ પાન ૧૪-૧૫
  • શું તમે બાઇબલ સ્ટડી માટે સમય ગોઠવ્યો છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે બાઇબલ સ્ટડી માટે સમય ગોઠવ્યો છે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • સરખી માહિતી
  • કુટુંબોને મદદ કરવા
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • કાલ અને આજ બાઇબલ અમૂલ્ય ખજાનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • કુટુંબ તરીકે “તૈયાર રહો”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
w09 ૧૦/૧ પાન ૧૪-૧૫

શું તમે બાઇબલ સ્ટડી માટે સમય ગોઠવ્યો છે?

ગયા વર્ષે ગવર્નિંગ બૉડીએ આપણી મિટિંગોમાં થોડો ફેરફાર કર્યો, જેથી આપણે ફૅમિલી વર્શીપ કરી શકીએ. એટલે કે કુટુંબ તરીકે ભક્તિ કરવા અને એની ચર્ચા કરવા વધારે સમય આપી શકીએ. કુટુંબના શિરે ધ્યાન રાખવું જોઈએ કે બાઇબલ સ્ટડીમાં બધા જ હાજર હોય. એ પણ ધ્યાન રાખી શકે કે એ સ્ટડીથી ઘરના નાના-મોટા બધાને લાભ થાય. જો કુટુંબમાં ફક્ત પતિ-પત્ની જ હોય તો, તેઓ પણ સાથે બેસીને બાઇબલ સ્ટડી કરી શકે છે. જો કોઈ ભાઈ કે બહેન એકલા રહેતા હોય અને કુટુંબની જવાબદારી ન હોય તો, તેઓ પણ આ સમયે પર્સનલ બાઇબલ સ્ટડી કરી શકે છે.

ફૅમિલી વર્શીપ કરવાની આ નવી ગોઠવણ ઘણા લોકોને ગમે છે. એ ગોઠવણની તેઓ કદર કરે છે. એક વડીલ કહે છે: ‘આ નવી ગોઠવણથી મંડળના બધા જ ખુશ છે. વડીલો તરીકે અમે ચર્ચા કરી કે ગવર્નિગ બૉડીના માર્ગદર્શન પ્રમાણે વધારાની સાંજનો ફૅમિલી સ્ટડીમાં કેવો સારો ઉપયોગ કરી શકીએ.’

જૉડીનો પતિ પણ વડીલ છે. જૉડી કહે છે: ‘અમારી ત્રણ દીકરીઓ છે, ૧૫, ૧૧ અને ૨ વર્ષની. અમે હમણાં જ સાઈન-લૅંગ્વેજ મંડળમાં જવાનું શરૂ કર્યું છે. મિટિંગની તૈયારી કરવા ઘણો સમય લાગી જતો. પણ હવે આ નવી ગોઠવણથી અમને એક સાંજ મળી. હવે અમે ફૅમિલી વર્શીપમાં વધારે સમય કાઢી શકીએ છીએ.’

જોન અને જોએન રેગ્યુલર પાયોનિયર છે. તેઓએ લખ્યું: ‘મંડળમાં ઘણાં કામો હોવાથી પહેલાં અમારી ફૅમિલી સ્ટડી ઘણી અનિયમિત હતી. પણ આ નવી ગોઠવણ યહોવાહની એક ભેટ છે. એ સાંજનો સારો ઉપયોગ કરવાથી અમે યહોવાહની ભક્તિમાં તરો-તાજા થઈએ છીએ.’

આશરે ૨૫ વર્ષનો ટૉની, મંગળવારની સાંજે પર્સનલ સ્ટડી કરે છે. બીજા દિવસોએ તે મિટિંગની તૈયારી કરે છે. ટૉની કહે છે: ‘મંગળવારની સાંજે હું યહોવાહ વિષે શીખવામાં વધારે સમય કાઢું છું. બે કલાક ઊંડો અભ્યાસ કરું છું, જેથી યહોવાહને સારી રીતે ઓળખી શકું. હવે પહેલા કરતાં વધારે સમય હોવાથી હું બાઇબલની કલમો પર સારી રીતે મનન કરી શકું છું. યહોવાહની સલાહ દિલમાં ઉતારી શકું છું. દાખલા તરીકે, ઇનસાઇટ બુકમાં મેં દાઊદ અને યોનાથાનની મિત્રતા વિષે વાંચ્યું. યોનાથાનના નિ:સ્વાર્થ સ્વભાવમાંથી હું ઘણું શીખ્યો. તેઓના દાખલામાંથી હું સાચા મિત્રનો અર્થ સમજી શક્યો. આવી બીજી ઘણી અનમોલ માહિતી મેળવવા હું દર મંગળવારની રાહ જોઉં છું.’

હવે આપણને બાઇબલ સ્ટડી અને ફૅમિલી વર્શીપ કરવા એક સાંજ મળી છે. એનો સારો ઉપયોગ કરીશું તો, આપણને બધાને લાભ થશે. (w09 10/15)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો