વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૧૦/૧ પાન ૧૬
  • બાઇબલ સવાલોના જવાબો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ સવાલોના જવાબો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • સરખી માહિતી
  • ઈશ્વર સાંભળે એવી પ્રાર્થના કરો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • શું પ્રાર્થનાથી કંઈ લાભ થાય છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ઈશ્વરની નજીક જવા તમે શું કરશો?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
  • પ્રસ્તાવના
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૧૦/૧ પાન ૧૬

બાઇબલ સવાલોના જવાબો

શું ઈશ્વર બધાની પ્રાર્થના સાંભળે છે?

ઈશ્વર બધી જ પ્રજાના લોકોની પ્રાર્થના સાંભળે છે. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮, ૧૯) તેમનું વચન, બાઇબલ આપણને ઉત્તેજન આપે છે કે પ્રાર્થનામાં આપણી સર્વ ચિંતાઓ તેમને જણાવીએ. (ફિલિપી ૪:૬, ૭) તેમ છતાં, અમુક પ્રાર્થનાઓથી ઈશ્વર નાખુશ થાય છે. દાખલા તરીકે, ગોખેલી પ્રાર્થનાઓથી તે જરાય ખુશ થતા નથી.—માથ્થી ૬:૭ વાંચો.

તેમ જ, યહોવા એવા લોકોની પ્રાર્થનાથી કંટાળે છે જેઓ જાણી જોઈને તેમની આજ્ઞા અવગણે છે. (નીતિવચનો ૨૮:૯) દાખલા તરીકે, બાઇબલના સમયમાં ઈસ્રાએલીઓ ખૂન માટે દોષિત હોવાથી ઈશ્વરે તેઓની પ્રાર્થના સાંભળી નહિ. એ સ્પષ્ટ બતાવે છે કે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે તેમની જરૂરિયાતો પ્રમાણે જીવીએ.—યશાયા ૧:૧૫ વાંચો.

ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે શું કરવું જોઈએ?

ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય તો, તેમને પ્રાર્થના કરી ન શકીએ. (યાકૂબ ૧:૫, ૬) આપણને ખાતરી હોવી જોઈએ કે ઈશ્વર છે અને તે આપણી સંભાળ રાખે છે. બાઇબલમાંથી શીખીને આપણે શ્રદ્ધા મજબૂત કરી શકીએ. કેમ કે, ખરી શ્રદ્ધા તો બાઇબલમાંથી મળતા પુરાવા અને ખાતરી પર આધારિત છે.—હિબ્રૂ ૧૧:૧, ૬ વાંચો.

આપણે સાચા દિલથી અને નમ્રતાથી પ્રાર્થના કરવી જોઈએ. ઈશ્વરના દીકરા ઈસુએ પણ નમ્ર ભાવે પ્રાર્થના કરી હતી. (લુક ૨૨:૪૧, ૪૨) ઈશ્વરને શું કરવું જોઈએ એ તેમને કહેવાને બદલે, બાઇબલ વાંચીને તેમની જરૂરિયાતો સમજવાની કોશિશ કરીએ. પછી, તેમની ઇચ્છાની સુમેળમાં આપણે પ્રાર્થના કરી શકીશું.—૧ યોહાન ૫:૧૪ વાંચો.

વધુ માહિતી માટે યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ સત્તર જુઓ

તમે આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો: www.pr418.com

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો