વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 નવેમ્બર પાન ૧૪-૧૮
  • શું તમે બાઇબલના માર્ગદર્શનને અમૂલ્ય ગણો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે બાઇબલના માર્ગદર્શનને અમૂલ્ય ગણો છો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • લાગણીઓ પર કાબૂ રાખવા બાઇબલની સલાહ
  • યહોવા આપણને દોરી રહ્યા છે
  • યહોવાનો રથ પૂરઝડપે આગળ વધી રહ્યો છે
  • યહોવાને વફાદાર રહો અને તેમના સંગઠનને ટેકો આપો
  • યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • જે મહત્ત્વનું છે એ તમે પારખી લો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • યહોવા પોતાના સંગઠનને ચલાવી રહ્યા છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • શાસ્ત્રના માર્ગદર્શન મુજબ વ્યવસ્થામાં આવેલા લોકો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 નવેમ્બર પાન ૧૪-૧૮
યુવદિયા અને સુન્તુખે મંડળના બીજા લોકો સાથે વાત કરે છે ત્યારે, એકબીજા સામે ગુસ્સાથી જુએ છે

શું તમે બાઇબલના માર્ગદર્શનને અમૂલ્ય ગણો છો?

“તમે . . . ઈશ્વરનો સંદેશો સાંભળ્યો, ત્યારે તમે એને માણસોના સંદેશા તરીકે નહિ, પણ ઈશ્વરના સંદેશા તરીકે સ્વીકાર્યો, જે હકીકતમાં છે જ.”—૧ થેસ્સા. ૨:૧૩.

ગીતો: ૪૪, ૪૦

જવાબમાં તમે શું કહેશો?

  • લાગણીને કાબૂમાં રાખવા બાઇબલમાં કઈ સલાહ આપવામાં આવી છે?

  • આપણે શા માટે કહી શકીએ કે, આ અંતના સમયમાં યહોવાનો રથ પૂરઝડપે આગળ વધી રહ્યો છે?

  • તમે કઈ રીતે યહોવાના સંગઠનના માર્ગદર્શન પ્રમાણે ચાલી શકો?

૧-૩. યુવદિયા અને સુન્તુખે વચ્ચે શું બન્યું હોય શકે? એવી સમસ્યાઓ કઈ રીતે ટાળી શકાય? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

આપણે બાઇબલને ખૂબ કીમતી ગણીએ છીએ. કારણ કે, એ ઈશ્વર તરફથી મળેલું પુસ્તક છે. બાઇબલમાં એવી ઘણી સલાહ છે, જે આપણને મુશ્કેલીઓ ટાળવા અને ભૂલ કરીએ ત્યારે સુધારો કરવા મદદ કરે છે. બાઇબલમાંથી સલાહ મળે ત્યારે આપણે કેવું વલણ બતાવીશું? પ્રથમ સદીની બે અભિષિક્ત બહેનો યુવદિયા અને સુન્તુખેનો વિચાર કરો. બાઇબલ જણાવે છે કે, તેઓ વચ્ચે તકરાર થઈ હતી, પણ તકરારનું કારણ જણાવતું નથી. કલ્પના કરો કે, આવું કંઈક બન્યું હશે.

૨ કદાચ યુવદિયાએ મંડળના અમુક ભાઈ-બહેનોને ઘરે જમવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ, તેણે સુન્તુખેને બોલાવી ન હતી. પછીથી, જ્યારે સુન્તુખેને ખબર પડી કે ઘણાને આમંત્રણ મળ્યું હતું અને તેઓએ બહુ મજા માણી ત્યારે તે નારાજ થઈ ગઈ. તેણે કદાચ વિચાર્યું હશે: “મારા માનવામાં નથી આવતું કે યુવદિયાએ મને ન બોલાવી. મને લાગતું હતું કે અમે તો પાકી બહેનપણીઓ છીએ.” સુન્તુખેને લાગ્યું કે યુવદિયા તેને પસંદ કરતી નથી અને તેને ટાળે છે. એટલે, સુન્તુખેએ એ જ ભાઈ-બહેનોને પોતાના ઘરે આમંત્રણ આપ્યું, પરંતુ યુવદિયાને ન બોલાવી. એ બંને બહેનો વચ્ચે ચાલી રહેલી તકરારને લીધે આખા મંડળની શાંતિ છીનવાઈ ગઈ હશે. બાઇબલ જણાવે છે કે, પાઊલે એ બહેનોને પ્રેમાળ ઠપકો આપ્યો અને સુલેહ-શાંતિ કરી લેવાનું ઉત્તેજન આપ્યું. કદાચ એ બહેનોએ સલાહ માની હશે અને યહોવાની સેવામાં ખુશી-ખુશી લાગુ રહી હશે.—ફિલિ. ૪:૨, ૩.

૩ બની શકે કે, મંડળના કોઈ ભાઈ કે બહેન સાથે આપણી તકરાર થાય. એવા સંજોગોમાં, જો આપણે બાઇબલની સલાહ પાળીશું, તો તકરારનો ઉકેલ લાવી શકીશું. અરે, સલાહ પાળીશું તો ઘણી સમસ્યાઓ ટાળી શકીશું. બાઇબલની સલાહ પાળીને આપણે બતાવીએ છીએ કે, યહોવા દ્વારા મળેલા પુસ્તકને આપણે કીમતી ગણીએ છીએ.—ગીત. ૨૭:૧૧.

લાગણીઓ પર કાબૂ રાખવા બાઇબલની સલાહ

૪, ૫. લાગણીને કાબૂમાં રાખવા બાઇબલમાં કઈ સલાહ આપવામાં આવી છે?

૪ આપણી સંસ્કૃતિ, જાતિ કે રંગરૂપને લીધે કોઈ આપણું અપમાન કરે કે અન્યાયથી વર્તે ત્યારે, પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો અઘરું બની શકે. આપણે ઉદાસ કે ગુસ્સે થઈ જઈ શકીએ. અને એમાંય જો મંડળના કોઈ ભાઈ કે બહેને એવું કર્યું હોય, તો આપણને વધારે દુઃખ લાગી શકે. બાઇબલની કઈ સલાહ આપણને એવા સંજોગોમાં મદદ કરી શકે?

૫ યહોવા જાણે છે કે, કોઈ વ્યક્તિ પોતાની લાગણીઓ પર કાબૂ ન રાખે તો, એનું કેવું પરિણામ આવી શકે. જ્યારે આપણે નારાજ કે ગુસ્સામાં હોઈએ, ત્યારે આપણે એવું કંઈક કરી બેસીએ કે બોલી દઈએ જેના માટે આપણને પછીથી અફસોસ થાય. ગુસ્સા પર કાબૂ રાખવા બાઇબલ આપણને આ સૂચન આપે છે: “ગુસ્સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા.” જો એ સલાહ લાગુ પાડીશું, તો કેટલી બધી મુશ્કેલીઓ ટાળી શકીશું! (સભાશિક્ષક ૭:૯; નીતિવચનો ૧૬:૩૨ વાંચો.) બાઇબલ બીજાઓને માફ કરવાનું પણ જણાવે છે. અરે, ઈસુએ તો કહ્યું હતું કે, જો આપણે બીજાઓને માફ નહિ કરીએ, તો યહોવા પણ આપણને માફ નહિ કરે. (માથ. ૬:૧૪, ૧૫) શું તમને લાગે છે કે, તમારે ધીરજથી વર્તવાની અને બીજાઓને દિલથી માફ કરવાની જરૂર છે?

૬. લાગણીઓ પર કાબૂ ન રાખીએ તો, શું થઈ શકે?

૬ જો લાગણીઓ પર કાબૂ નહિ રાખીએ, તો આપણા દિલમાં કોઈના માટે ગુસ્સો કે નફરત પેદા થઈ શકે. અરે, મંડળના બીજાં ભાઈ-બહેનો પર આપણા વલણની ખરાબ અસર થઈ શકે. ભલે આપણે ગુસ્સો કે કડવાશ છુપાવવા લાખ કોશિશ કરીએ, પણ સમય જતાં આપણું અસલી રૂપ લોકો સામે આવી જશે. પછી, ભાઈ-બહેનો કદાચ આપણાથી દૂર ભાગવા લાગશે. (નીતિ. ૨૬:૨૪-૨૬) આપણા દિલમાંથી ગુસ્સા અને નફરતની ભાવના દૂર કરવા અને બીજાઓને માફ કરવા વડીલો બાઇબલ દ્વારા આપણને સલાહ આપશે. (લેવી. ૧૯:૧૭, ૧૮; રોમ. ૩:૧૧-૧૮) તેઓ એમ કરે ત્યારે, શું તમે બાઇબલની એ સલાહને પાળશો?

યહોવા આપણને દોરી રહ્યા છે

૭, ૮. (ક) યહોવા કઈ રીતે પોતાના લોકોને દોરે છે? (ખ) બાઇબલ આપણને કેવાં સલાહ-સૂચનો આપે છે અને એને શા માટે પાળવાં જોઈએ?

૭ યહોવા આજે તેમના સંગઠનના પૃથ્વી પરના ભાગને દોરી રહ્યા છે અને શીખવી રહ્યા છે. તે કઈ રીતે એમ કરે છે? તેમણે ઈસુને “મંડળના શિર” તરીકે નિયુક્ત કર્યા છે; અને ઈસુએ ઈશ્વરના લોકોને શીખવવા અને દોરવા “વિશ્વાસુ અને સમજુ ચાકર”ને નિયુક્ત કર્યો છે. (એફે. ૫:૨૩; માથ. ૨૪:૪૫-૪૭) પ્રથમ સદીના નિયામક જૂથની જેમ, આ ચાકર પણ બાઇબલને ઈશ્વરના સંદેશા તરીકે સ્વીકારે છે અને એને ખૂબ જ કીમતી ગણે છે. (૧ થેસ્સાલોનિકીઓ ૨:૧૩ વાંચો.) આપણા લાભ માટે બાઇબલ કેવાં સલાહ-સૂચનો આપે છે?

૮ બાઇબલ આપણને નિયમિત રીતે સભાઓમાં જવા ઉત્તેજન આપે છે. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) તે એકસરખું શિક્ષણ લેવા પ્રેરણા આપે છે. (૧ કોરીં. ૧:૧૦) ઈશ્વરના રાજ્યને પ્રથમ સ્થાન આપવા પણ જણાવે છે. (માથ. ૬:૩૩) ઉપરાંત, તે આપણને ઘરે ઘરે, જાહેરમાં અને જ્યાં પણ લોકો મળે ત્યાં પ્રચાર કરવા સૂચનો આપે છે. (માથ. ૨૮:૧૯, ૨૦; પ્રે.કા. ૫:૪૨; ૧૭:૧૭; ૨૦:૨૦) મંડળોને શુદ્ધ રાખવા તે વડીલોને માર્ગદર્શન પૂરું પાડે છે. (૧ કોરીં. ૫:૧-૫, ૧૩; ૧ તિમો. ૫:૧૯-૨૧) બાઇબલ જણાવે છે કે આપણે પોતાનું શરીર શુદ્ધ રાખવું જોઈએ. તેમ જ, યહોવાને નાખુશ કરે એવાં વિચારો અને આદતોથી દૂર રહેવું જોઈએ.—૨ કોરીં. ૭:૧.

૯. આપણને બાઇબલના વિચારો સમજાવવા ઈસુએ કોને નીમ્યા છે?

૯ અમુક લોકો કદાચ કહે: “બાઇબલને સમજવા મારે કોઈની મદદની જરૂર નથી!” જોકે, આજે ઈસુ તેમણે નીમેલા ‘વિશ્વાસુ ચાકર’ દ્વારા જ બાઇબલનું સાચું શિક્ષણ આપી રહ્યા છે. ૧૯૧૯થી એ ચાકરનો ઉપયોગ કરીને તે નેકદિલ લોકોને બાઇબલના ઊંડા વિચારો સમજવા અને એની સલાહ પર ધ્યાન આપવા મદદ કરી રહ્યા છે. બાઇબલના શિક્ષણ પ્રમાણે ચાલીને આપણે મંડળની શુદ્ધતા, શાંતિ અને એકતા જાળવવા મદદ કરીએ છીએ. આપણે બધાએ આ સવાલ પર વિચાર કરવાની જરૂર છે: “ઈસુએ નીમેલા વિશ્વાસુ ચાકરને શું હું વફાદાર છું?”

યહોવાનો રથ પૂરઝડપે આગળ વધી રહ્યો છે

૧૦. હઝકીએલનું પુસ્તક યહોવાના સંગઠનના સ્વર્ગીય ભાગનું કેવું વર્ણન કરે છે?

૧૦ બાઇબલ શીખવે છે કે યહોવાના સ્વર્ગના સેવકો પણ સુવ્યવસ્થિત અને સંગઠિત છે. દાખલા તરીકે, પ્રબોધક હઝકીએલે એક દર્શન જોયું. એમાં તેમણે યહોવાને એક રથ પર સવાર થયેલા જોયા. એ રથ યહોવાની શક્તિથી કોઈ પણ દિશામાં તરત વળી શકતો હતો. (હઝકી. ૧:૪-૨૮) એ રથ યહોવાના સંગઠનના સ્વર્ગીય ભાગને રજૂ કરે છે, જે યહોવાનું માર્ગદર્શન પાળવા તત્પર રહે છે. એની અસર તેમના સંગઠનના પૃથ્વી પરના ભાગ પર પણ થાય છે. પાછલાં દસ વર્ષોમાં સંગઠનમાં થયેલા અનેક ફેરફારોનો વિચાર કરો. એ દરેક ફેરફાર પાછળ યહોવાનો હાથ છે. યહોવાનો રથ પૂરઝડપે આગળ વધી રહ્યો છે અને થોડા જ સમયમાં તે યહોવાનું નામ મોટું મનાવશે અને સાબિત કરશે કે ફક્ત તેમને જ રાજ કરવાનો હક છે. ઉપરાંત, યહોવાના માર્ગદર્શન મુજબ ઈસુ અને તેમના દૂતો આ દુષ્ટ દુનિયાનો વિનાશ કરશે.

બાંધકામ કરતો સ્વયંસેવક એક પ્રોજેક્ટ પર કામ કરે છે

બાંધકામમાં સખત મહેનત કરતા સ્વયંસેવકોના આપણે કેટલા આભારી છીએ! (ફકરો ૧૧ જુઓ)

૧૧, ૧૨. આ છેલ્લા સમયમાં યહોવાનું સંગઠન કયાં કામો કરી રહ્યું છે?

૧૧ આ છેલ્લા દિવસોમાં યહોવાનું સંગઠન જે કામ કરી રહ્યું છે એ પર જરા ધ્યાન આપો. બાંધકામ. યહોવાના સાક્ષીઓનું મુખ્યમથક અમેરિકાના વૉરવિકમાં છે. એના બાંધકામમાં અનેક ભાઈ-બહેનોએ સખત મહેનત કરી છે. દુનિયા ફરતે હજારો સ્વયંસેવકો રાજ્યગૃહો અને શાખા કચેરીઓના બાંધકામમાં મદદ આપી રહ્યા છે. એ સ્વયંસેવકો વર્લ્ડવાઇડ ડિઝાઈન/કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના માર્ગદર્શન નીચે કામ કરે છે. સખત મહેનત કરી રહેલા એ ભાઈ-બહેનોની આપણે દિલથી કદર કરીએ છીએ. એ બાંધકામને ટેકો આપવા યહોવાના બધા સેવકો ઉદારતાથી પ્રદાનો આપે છે. એ સેવકોની નમ્રતા અને વફાદારી બદલ યહોવા તેઓને અનેક ગણા આશીર્વાદો આપે છે.—લુક ૨૧:૧-૪.

૧૨ શિક્ષણ. યહોવાને પોતાના લોકોને શિક્ષણ આપવું ખૂબ ગમે છે. (યશા. ૨:૨, ૩) તાલીમ માટે જે અલગ અલગ શાળાઓની જોગવાઈ કરવામાં આવી છે એનો વિચાર કરો. જેમ કે, પાયોનિયર સ્કૂલ, રાજ્ય પ્રચારકો માટે શાળા, ગિલયડ સ્કૂલ, બેથેલમાં નવાં આવેલાં ભાઈ-બહેનો માટે શાળા સરકીટ નિરીક્ષકો અને તેઓની પત્નીઓ માટે શાળા, વડીલો માટે શાળા, રાજ્ય સેવા શાળા, શાખા સમિતિના ભાઈઓ અને તેઓની પત્નીઓ માટે શાળા. શું તમે આપણી jw.org વેબસાઇટનો વિચાર કર્યો છે? એમાં અનેક ભાષાઓમાં બાઇબલ અને બીજું સાહિત્ય પ્રાપ્ય છે. ઉપરાંત, એમાં બાળકો અને કુટુંબો માટે તેમજ સમાચાર માટે પણ એક ખાસ વિભાગ છે. શું તમે પ્રચારકામમાં અને કુટુંબ તરીકેની ભક્તિમાં jw.org વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યા છો?

યહોવાને વફાદાર રહો અને તેમના સંગઠનને ટેકો આપો

૧૩. યહોવાના લોકો પર કઈ જવાબદારી રહેલી છે?

૧૩ યહોવાની ઇચ્છા જાણવી અને તેમના સંગઠનનો ભાગ હોવું સન્માનની વાત છે. યહોવાની ઇચ્છા જાણતા હોવાથી તેમની આજ્ઞાઓ પાળવી અને જે ખરું છે એ કરવું, આપણી જવાબદારી છે. ખરું કે, દુનિયામાં ઘણા લોકોને દુષ્ટ કામો કરવાં ગમે છે. પણ, આપણે તો યહોવાની જેમ “દુષ્ટતાનો દ્વેષ” કરવો જોઈએ. (ગીત. ૯૭:૧૦) લોકો તો “ભૂંડાને સારું, અને સારાને ભૂંડું” કહે છે. આપણે એવા ક્યારેય ન બનીએ. (યશા. ૫:૨૦) યહોવાને ખુશ કરવા ચાહતા હોવાથી, આપણે દરેક રીતે શુદ્ધ રહેવા મનમાં ગાંઠ વાળી છે. (૧ કોરીં. ૬:૯-૧૧) બાઇબલ દ્વારા યહોવા જે સૂચનો આપે છે એ આપણા ભલા માટે જ છે. આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને તેમને વફાદાર રહેવા માંગીએ છીએ. તેથી, ઘરમાં, મંડળમાં, નોકરી-ધંધાની જગ્યાએ, સ્કૂલમાં કે પછી કોઈ પણ જગ્યાએ હોઈએ, આપણે તેમનું માર્ગદર્શન પાળીએ છીએ. (નીતિ. ૧૫:૩) જરા વિચારો, શું એવું કોઈ પાસું છે જેમાં યહોવાને વફાદાર રહેવા આપણે વધુ મહેનત કરવાની જરૂર છે.

૧૪. માતા-પિતા કઈ રીતે યહોવા પ્રત્યે વફાદારી બતાવી શકે?

૧૪ બાળકોને તાલીમ આપો ત્યારે. બાઇબલમાં આપેલાં સૂચનો પ્રમાણે માતા-પિતા બાળકોને તાલીમ આપે છે. આમ, તેઓ યહોવા પ્રત્યે વફાદારી બતાવે છે. જોકે, દરેક ઈશ્વરભક્તે ધ્યાન રાખવું જોઈએ કે દુનિયાનું વલણ તેના વિચારો પર હાવી ન થઈ જાય. (એફે. ૨:૨) દાખલા તરીકે, અમુક દેશોમાં કોઈ પિતા વિચારી શકે: “અમારા સમાજમાં તો, બાળકોને શિક્ષણ આપવાની જવાબદારી સ્ત્રીઓની છે.” જોકે, બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે, બાળકોને યહોવા વિશેનું શિક્ષણ આપવાની જવાબદારી પિતાની છે. (એફે. ૬:૪) યહોવાને પ્રેમ કરતા માતા-પિતા ચોક્કસ ચાહશે કે, ઈશ્વરભક્ત શમૂએલની જેમ તેઓનાં બાળકો પણ નાનપણથી યહોવા સાથે મિત્રતા કેળવે.—૧ શમૂ. ૩:૧૯.

૧૫. મહત્ત્વના નિર્ણય લેતી વખતે આપણે કઈ રીતે યહોવાને વફાદાર રહી શકીએ?

૧૫ નિર્ણયો લો ત્યારે. મહત્ત્વના નિર્ણયો લેતા પહેલાં આપણે યહોવાના વિચારો જાણવા જરૂરી છે, જેથી તેમને વફાદાર રહી શકીએ. બાઇબલ અને યહોવાનું સંગઠન આપણને સારો નિર્ણય લેવા મદદ કરી શકે. આ સંજોગનો વિચાર કરો. અમુક લોકો પૈસા કમાવવા બીજા દેશમાં જાય છે. તેઓને બાળક થાય ત્યારે એનું ધ્યાન રાખવા પોતાના વતનમાં સગાં-વહાલાં પાસે મોકલી દે છે. આમ, તેઓ કામ ચાલુ રાખીને વધારે પૈસા કમાઈ શકે છે. ખરું કે, એ માતા-પિતાનો વ્યક્તિગત નિર્ણય છે, પણ તેઓએ આ સવાલ પર વિચાર કરવો જોઈએ: “આ નિર્ણય વિશે યહોવાને કેવું લાગશે?” (રોમનો ૧૪:૧૨ વાંચો.) કુટુંબ અને નોકરી-ધંધાને લગતા મહત્ત્વના નિર્ણયો લેતા પહેલાં આપણે બાઇબલનું માર્ગદર્શન શોધીએ એ સારું રહેશે. આપણને પિતા યહોવાની મદદની જરૂર છે, કારણ કે આપણે પોતાનાં પગલાં ગોઠવી શકતા નથી.—યિર્મે. ૧૦:૨૩.

૧૬. દીકરાના જન્મ પછી એક માતાએ કેવો નિર્ણય લેવાનો હતો? ખરો નિર્ણય લેવા તેને ક્યાંથી મદદ મળી?

૧૬ એક યુગલ બીજા દેશમાં રહેવા ગયું. એ દેશમાં તેઓને એક સુંદર દીકરો જન્મ્યો. તેઓએ બાળકને વતનમાં દાદા-દાદી પાસે મોકલી દેવાનું નક્કી કર્યું. પણ, એ અરસામાં તે સ્ત્રીએ યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. તેને શીખવા મળ્યું કે, બાળકને યહોવા વિશે શીખવવાની જવાબદારી માતા-પિતાની છે. (ગીત. ૧૨૭:૩; નીતિ. ૨૨:૬) તેણે યહોવા આગળ દિલ ઠાલવ્યું અને ખરો નિર્ણય લેવા તેમનું માર્ગદર્શન માંગ્યું. (ગીત. ૬૨:૭, ૮) તેણે બાઇબલ શીખવનાર બહેન અને મંડળનાં બીજાં ભાઈ-બહેનો સાથે પોતાના સંજોગો વિશે વાત કરી. મિત્રો અને સગાંવહાલાં બાળકને દાદા-દાદી પાસે મોકલી દેવા તેના પર દબાણ કરતા હતા. તેમ છતાં, તેણે નક્કી કર્યું કે બાળકને વતનમાં નહિ મોકલે. પતિએ જોયું કે તેની પત્નીને અને બાળકને મદદ કરવા મંડળના ભાઈ-બહેનો કેટલી મહેનત કરે છે. એની પતિ પર એટલી ઊંડી અસર થઈ કે તેણે બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો અને પોતાની પત્ની સાથે સભાઓમાં જવા લાગ્યો. જરા વિચારો, એ માતાને જ્યારે અહેસાસ થયો હશે કે, યહોવાએ તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો છે, ત્યારે તેને કેટલી ખુશી થઈ હશે!

૧૭. કોઈની સાથે બાઇબલમાંથી અભ્યાસ કરીએ ત્યારે, આપણે કયું માર્ગદર્શન પાળવું જોઈએ?

૧૭ માર્ગદર્શન મળે ત્યારે. જો આપણે ઈશ્વરને વફાદાર હોઈશું, તો તેમના સંગઠન તરફથી મળતા માર્ગદર્શનને પાળીશું. વિચારો કે, તમે કોઈ વ્યક્તિ સાથે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાંથી અભ્યાસ કરો છો. દર અભ્યાસને અંતે આપણે શું કરવું જોઈએ? આપણને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે, અભ્યાસ પછી થોડો સમય કાઢીને વિદ્યાર્થીને સંગઠન વિશે જાણકારી આપીએ. એમ કરવા આપણે કિંગ્ડમ હૉલમાં શું થાય છે? વીડિયો અને યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે? મોટી પુસ્તિકાની મદદ લઈ શકીએ. બાઇબલ શીખવે છે પુસ્તક પૂરું થાય પછી આપણે તેની સાથે ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તકમાંથી અભ્યાસ કરવાની જરૂર છે. એ દરમિયાન તેણે બાપ્તિસ્મા લઈ લીધું હોય તોપણ, એ પુસ્તકમાંથી અભ્યાસ ચાલુ રાખવાની જરૂર છે. એમ કરવાથી તેને “શ્રદ્ધામાં સ્થિર” થવા મદદ મળશે. (કોલો. ૨:૭) યહોવાના સંગઠન તરફથી મળતા માર્ગદર્શન પ્રમાણે શું તમે કરી રહ્યા છો?

૧૮, ૧૯. યહોવાનો આભાર માનવાના અમુક કારણો કયાં છે?

૧૮ યહોવાનો આભાર માનવાનાં લાખો કારણો છે. એક કારણ એ છે કે, “તેમના તરફથી આપણને જીવન મળ્યું છે, આપણે હરીફરી શકીએ છીએ અને જીવીએ છીએ.” (પ્રે.કા. ૧૭:૨૭, ૨૮) તેમણે આપણને બાઇબલ ભેટ તરીકે આપ્યું છે. થેસ્સાલોનિકીનાં ભાઈ-બહેનોની જેમ આપણે પણ એ ભેટને ખૂબ જ કીમતી ગણીએ છીએ, કારણ કે એમાં તેમનો સંદેશો છે.—૧ થેસ્સા. ૨:૧૩.

૧૯ બાઇબલે આપણને યહોવાની પાસે જવા મદદ કરી છે અને યહોવા આપણી પાસે આવ્યા છે. (યાકૂ. ૪:૮) યહોવાએ આપણને તેમના સંગઠનનો ભાગ બનવા આમંત્રણ આપ્યું છે. એ અજોડ લહાવા માટે આપણે તેમના કેટલા આભારી છીએ! આપણને પણ ગીતશાસ્ત્રના એક લેખક જેવું લાગે છે, જેમણે કહ્યું હતું: “યહોવાની સ્તુતિ કરો, કેમ કે તે ઉત્તમ છે; તેની કૃપા અનંતકાળ ટકનાર છે.” (ગીત. ૧૩૬:૧) ગીતશાસ્ત્ર ૧૩૬ અધ્યાયમાં ૨૬ વખત આ શબ્દો વાપરવામાં આવ્યા છે: “તેની કૃપા અનંતકાળ ટકનાર છે.” જો આપણે યહોવાને વફાદાર રહીશું અને તેમના સંગઠનના માર્ગદર્શન પ્રમાણે ચાલીશું, તો તે આપણને કાયમનું જીવન આપશે અને અનંતકાળ સુધી તેમની કૃપા આપણા પર વરસાવતા રહેશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો