વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 જૂન પાન ૩૨
  • શું તમે જાણો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે જાણો છો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • સરખી માહિતી
  • શું તમે જાણો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • ઈસુએ વેપારીઓને મંદિરમાંથી કાઢી મૂક્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • મંદિરને ફરી શુદ્ધ કરે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • શું તમે જાણો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 જૂન પાન ૩૨
મંદિરમાં વેચનારા તથા ખરીદનારાઓને ઈસુ બહાર કાઢી મૂકે છે

શું તમે જાણો છો?

યરૂશાલેમના મંદિરમાં પ્રાણીઓ વેચનારા વેપારીઓને ‘લુટારાઓ’ કહેવામાં આવ્યા. શું એ યોગ્ય હતું?

માથ્થીની સુવાર્તામાં લખ્યું છે: “ઈસુ મંદિરમાં ગયા અને મંદિરમાં વેચનારા તથા ખરીદનારા બધાને બહાર કાઢી મૂક્યા; તેમણે નાણાં બદલનારાઓની મેજો અને કબૂતરો વેચનારાઓની બેઠકો ઊંધી વાળી દીધી. અને તેમણે તેઓને કહ્યું: ‘એમ લખેલું છે કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે,” પણ તમે એને લુટારાઓનું કોતર બનાવી રહ્યા છો.’”—માથ. ૨૧:૧૨, ૧૩.

ઇતિહાસ બતાવે છે કે મંદિરના વેપારીઓ ગ્રાહકો પાસેથી ઊંચી કિંમત લઈને તેઓનો ફાયદો ઉઠાવતા. સામાન્ય રીતે, કબૂતરો એટલા સસ્તા હતા કે ગરીબો પણ અર્પણ માટે એને ખરીદી શકતા. પ્રાચીન યહુદી લખાણો જણાવે છે કે પ્રથમ સદીમાં એવો સમય હતો, જ્યારે બે કબૂતર ખરીદવા સોનાનો એક દીનાર આપવો પડતો. એ તો મજૂરના ૨૫ દિવસના વેતન બરાબર હતું. કબૂતરો એટલા મોંઘા થઈ ગયા હતા કે ગરીબોને પોસાય એમ ન હતું. (લેવી. ૧:૧૪; ૫:૭; ૧૨:૬-૮) રાબ્બી શિમયોન બૅન ગમાલીયેલ એનાથી એટલા ગુસ્સે થયા કે તેમણે યહુદીઓના અર્પણની સંખ્યા ઘટાડી દીધી. રાતોરાત કબૂતરની કિંમત તળિયે આવી ગઈ.

સ્પષ્ટ છે કે, મંદિરના વેપારીઓ લોભી હતા અને ગ્રાહકોનો ફાયદો ઉઠાવતા હતા. તેથી, ઈસુએ તેઓને ‘લુટારાઓ’ કહ્યા એ યોગ્ય જ હતું.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો